આજે અમદાવાદમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતરી ગયા છે. આજે મૃતદેહ લઇ જવા માટે એમ્બ્યુલન્સ નથી તો ખાનગી એમ્બ્યુલન્સને સિવિલ હોસ્પિટલમાં આવવા દેવા માટે જેના કારણે મૃતદેહને લોડિંગ ટેમ્પોમાં લઇ જવાની ફરજ પાડવામાં આવી હતી. જો ખાનગી એમ્બ્યુલન્સને હોસ્પિટલમાં આવવું હોય તો તેણે 500 રૂપિયા સિવિલને ભાડા પેટે આપવા પડે. ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે આ અંગે વાત કરતા જણાવ્યું કે,’C. તેમણે કહ્યું કે સિવિલ હોસ્પિટલના પ્રશાસને પાર્ક કરેલા ખાનગી એમ્બ્યુલન્સને લોક મારી દીધા હતા. તેમજ એમ્બ્યુલન્સને પાર્ક કરવા માટે રૂ.500ની માંગણી કરાઈ હતી. જેથી રોષે ભરાયેલા ચાલકો હડતાલ પર ઉતર્યા હતા. લાશ માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા ન હોવાથી પરિજનોને મૃતદેહને લઇ…
કવિ: Satya-Day
ફ્લેક્સિબલ ડિસ્પ્લે બનાવનાર કંપની રૌયુ ટેક્નોલોજીએ તાજેતરમાં ચીનમાં યોજાનારી એક ઇવેન્ટમાં વિશ્વનો પહેલો વાળી શકાય તેવો સ્માર્ટફોન ફ્લેક્સપાઈ લોન્ચ કર્યો હતો. કંપનીએ હવે આ ફોનનું પ્રી-વેચાણ શરૂ કરી દીધું છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ફોન વિશ્વનો એવું ફ્લેક્સિબલ ડિવાઇસ છે, જેને જીરોથી 180 ડિગ્રી સુધી વાળી શકાય છે. તેમાં 7.8-ઇંચની અમોલ્ડ ડિસ્પ્લે છે, જે 4 ઇંચ સુધી ફોલ્ડ કરીને બનાવી શકાય છે. તેમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર છે. તેમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે, જેમાં 16 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર અને 20 મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર છે. ફોલ્ડિંગ પછી, તમે તેને સેલ્ફી કેમેરા તરીકે ઉપયોગ કરી શકો છો અને અનફોલ્ડ કરવા પર તે…
રણવીર કપૂર અને આલિયા ભટ્ટ આ દિવસોમાં પોતાના કરિયરની સાથે રિલેશનશીપને લઇને ઘણા સીરિયસ છે. રણવીર અને આલિયા ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની શુટીંગમાં બીઝી છે. બંન્નેને એક બીજાની સાથે સેટ પર ઘણો સમય વિતાવે છે. હજી સુધી રણવીર અને આલિયાએ પોતાના રિલેશનના વિશે ખુલીને વાત નથી કરી, પરંતુ હાલમાં જ મહેશ ભટ્ટે તેમના સંબંધ વિશે જણાવ્યુ કે ,’દેખીતી રીતે બંન્ને એક બીજાને પ્રેમ કરે છે. તમને વાત સમજવામાં પ્રોબ્લમ ન થવો જોઇએ. મને રણવીર કપૂર પસંદ છે તે ખુબ સારો માણસ છે. હવે તેને આ સંબંધને આગળ વધારવો છે તેને એ વિચારવા અને નિર્ણય લેવાની જરુરત છે.’ મહેશ ભટ્ટ આગળ કહે છે…
વર્ષ 1984ના શીખ વિરોધી રમખાણોમાં દિલ્હી હાઇકોર્ટે આજે મોટો નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટે નીચલી અદાલતનો ચુકાદો પલટતા કોંગ્રેસના નેતા સજ્જન કુમારને રમખાણો ભડકાવવા અને ષડયંત્ર રચવાના કેસમાં દોષિત ઠેરવ્યા અને તેમને આજીવન કેદની સજા સંભળાવી છે. કોર્ટે સજ્જન કુમારને 31 ડિસેમ્બર સુધી સરન્ડર થવાનો સમય આપ્યો છે. આ નિર્ણય એવા સમયમાં આવ્યો છે જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં ત્રણ રાજ્યોમાં સરકાર બનાવવા જઇ રહી છે. દિલ્હી હાઇકોર્ટે ચુકાદો વાંચતા કહ્યું, ‘1947માં થયેલા વિભાજન વખતે ઘણા લોકોની હત્યા કરવામાં આવી હતી. 37 વર્ષ બાદ દિલ્હીમાં ફરી એકવાર આવી ઘટના ઘટી. આરોપી રાજકીય સંરક્ષણનો લાભ ઉઠાવી બચી ગયા. આ ચુકાદો જસ્ટિસ એસ મુરલીધર અને…
સાયક્લોન આજે આંધ્રપ્રદેશના તટીયવિસ્તાર પર ત્રાટકે એવી શક્યતા છે. જેના પગલે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં અનેક વિસ્તારમાં ભારે વરસાદની પણ સંભાવના છે. પેથાઈના પગલે તંત્ર હાઈ એલર્ટ પર છે. સ્કૂલોમાં પણ બે દિવસ માટે રજા આપી દેવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલુ આ ચક્રવાત આગળ વધી રહ્યુ છે. આજે સાયક્લોન કાકીનાડા અને વિશાખાપટ્ટનમ પર ત્રાટકે એવી શક્યતા છે. રાજ્ય સરકારના રિયલ ટાઈમ ગવર્નેસ સોસાયટીએ તમામ તટીય જિલ્લામાં પણ હાઈ એલર્ટ જાહેર કરી દેવાયુ છે. તો ચક્રવાતના પગલે બચાવ દળ પણ તૈનાત કરી દેવામાં આવ્યું છે. રવિવારે રાજ્યના અનેક વિસ્તારો ગજપતિ, ગંજમ, રાયગઢા અને કાલાહાંડીમાં વાદળો છવાયેલા જોવા મળ્યા. 45થી 55 કિલોમીટરની…
અમદાવાદમાં આજે રીક્ષા ચાલકોનાં સાત અલગ અલગ એસોશિએશન દ્વારા રીક્ષાની હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. શહેરમાં રિક્ષા ચાલકોની હડતાળનો ફિયાસ્કો થયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં રીક્ષા વ્યવહાર ચાલુ છે. મહત્વનું છે કે અપૂરતા રીક્ષા સ્ટેન્ડ અને ટ્રાફિક પોલીસની હેરાનગતિ બાબતે વિરોધ દર્શાવવા એક દિવસની હડતાળ જાહેર કરવામાં આવી હતી. શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે હાઈકોર્ટની ટકોર બાદ ટ્રાફિક વિભાગ સક્રીય બન્યું છે, ત્યારે તેનો સૌથી વધુ ભોગ રીક્ષા ચાલકો બન્યા છે. શહેરમાં માત્ર 2100 રીક્ષા માટે જ સ્ટેન્ડ આવેલા છે. જેની સામે શહેરમાં 2 લાખથી વધારે રીક્ષાઓ છે. રીક્ષા સ્ટેન્ડ વધારવાની માંગણી તથા નવી રીક્ષાઓને…
જસદણ પેટા ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે ચૂંટણીને ધ્યાને રાખીને રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. બે દિવસ પહેલાથી જ પેરામિલેટ્રી ફૉર્સને તૈનાત કરી દેવામાં આવી છે. ચૂંટણીને ધ્યાને રાખીને વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેથી ચૂંટણી દરમિયાન પૈસા અને દારૂની હેરફેર રોકી શકાય. પેરામિલેટ્રી ફૉર્સ સાથે આ ચેકિંગ શરૂ કવામાં આવ્યું છે. ચેકિંગ દરમિયાન કૉંગ્રેસનાં મહિલા પ્રદેશ ઉપાધ્યક્ષ ગીતા પટેલની કારમાંથી એરગન મળી આવી છે. ઉપાધ્યક્ષની કારમાંથી એરગન મળી આવતા રાજકારણ ગરમાયું છે. તો બીજી તરફ જાહેરનામાનાં ભંગને લઇને ગીતા પટેલને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતા. ગીતા બેનને પોલીસ સ્ટેશને લઇ જઇને તેમનું…
શું દિલ્હીમાં સત્તારૂઠ આમ આદમી પાર્ટી 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે જોડાણ કરશે? પાછલા કેટલાક સમયથી આ ચર્ચા સતત ચાલી રહી છે. કારણ કે માનવામાં આવે છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો વોટ શેરીંગ એક જ છે. આવામાં પીએમ મોદી અને ભાજપને હરાવવા માટે બન્નેની સાથે આવવાની સંભાવના નકારી શકાતી નથી.જો બન્ને સાથે નહીં આવે તો નુકશાન થવાની શક્યતા રહેલી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને કોંગ્રેસ સાથે જોડાણ અંગે સવાલ પૂછવામાં આવતા તેમણે સીધી રીતે કહ્યું કે હું પોતે એવું માનું છું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી દેશ માટે બહુ જ ખતરનાક…
છત્તીસગઢમાં ભાજપના પંદર વર્ષના શાસનકાળનો અંત આણનાર છત્તીસગઢ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભૂપેશ બાઘેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. ભૂપેશ બાઘેલની જાહેરાત છત્તીસગઢના નિરીક્ષક મલ્લિકાર્જુન ખડગેએ કરી હતી. આવતીકાલે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. ભૂપેશ બાઘેલ હાલ છત્તીસગઢ કોંગ્રેસના પ્રમુખ છે. સીએમ પદ માટે તેઓ ફ્રન્ટ રનર હતા. બાઘેલ ચોથી વખત ચૂંટાઈ આવ્યા છે. તેઓ 1980થી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેઓ યુવક કોંગ્રેસમાં સક્રીય હતા. જ્યારે છત્તીસગઢ બન્યું ન હતું ત્યારે મધ્યપ્રદેશમાં દિગ્વિજયસિંહ સરકારમાં મંત્રી તરીકે કાર્યરત હતા. ત્યાર બાદ અજીત જોગીની સરકારમાં પણ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. 2013માં માઓવાદીઓના હૂમલામાં આખીય કોંગ્રેસ સાફ થઈ ગઈ હતી ત્યાર બાદ…
14મી ડિસેમ્બર એટલે કે બે દિવસ પહેલાં સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત સ્પાર્કલ-2018 એક્ઝિબિશનમાં 6 લાખ રૂપિયાના ડાયયમંડની ચોરી થઈ હતી.ચોરી થતા પોલીસ ચોંકી ગઈ હતી અને ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી. બે દિવસના ટૂંકા ગાળામાં સીસીટીવી ફૂટેજ અને પોલીસ સર્વલન્સનાં આધારે ચોરને પોલીસે પકડી પાડ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના એસીપી આરઆર સરવૈયાએ માહીતી આપતા જણાવ્યું કે ચેમ્બર ઓફ કોમર્સના સ્પાર્કલ એક્ઝિબિશનમાં બે દિવસ પહેલાં થયેલી 6 લાખના ડાયમંડની ચોરીની તપાસ ખટોદરા પીઆઈ ઉપરાંત ડીસીબીના પીએસઆઈ બીએ ગઢવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. હીર ચોરવાના સીસીટીવી ફૂટેજ અને અન્ય સર્વેલન્સનાં આધારે પોલીસે મૂળ…