શુક્રવારે સુપ્રીમ કોર્ટે ફ્રાંસમાંથી 36 રાફેલ ફાઇટર જેટની ખરીદી પર નરેન્દ્ર મોદી સરકારને ક્લીન ચિટ આપી હતી અને સોદાની કથિત ગેરરીતિઓ માટે એફઆઈઆર નોંધી તપાસ માટે સીબીઆઇ દ્વારા પીટીશન કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે તમામ પીટીશન ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટના જજ રંજન ગોગોઈની બેન્ચે રાફેલ અંગેની પીટીશન ફગાવવાનો આદેશ આપ્યો હતો કોર્ટે શું કહ્યું? આ સોદામાં નિર્ણય લેવાની પ્રક્રિયા પર શંકા કરવાની કોઈ તક નથી. ફોર્થ અને ફિફ્થ જનરેશનના ફાઈટર એરક્રાફટને સામેલ કરવાનું આવશ્યક છે અને આ વિમાનો વિના દેશ રહી શકે નહીં. વિમાનની જરૂરરિયાત અને તેમની ગુણવત્તા પર શંકા કરવાનું કામ કોર્ટનું નથી. ભાવ અને ઓફસેટ પાર્ટનરના મુદ્દે…
કવિ: Satya-Day
રાજ્યમાં પાટીદારોને અનામત આપવાની માંગણી સાથે આંદોલન કરતા હાર્દિક પટેલે રાજ્યની ભાજપ ઉપર સરકાર આક્ષેપ કર્યા છે. તેમજ ભાજપમાં જોડાયા નહીં એટલે તેમને બદનામ કરવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત જસદણ વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અવરસ નાકિયાને મત આપવા માટે જસદણના મતદારોને અપીલ કરી છે. રૂપાવટી ખેડૂત વેદના સંમેલનમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ ખેડૂતોની સ્થિતિ ખરાબ છે વીજળી મળતી નથી, પાકવીમો આપવામાં આવતો નથી. આ સ્થિતિ સામે આપણે લાચાર છીએ. બેરોજગાર યુવાનોને નોકરી નથી મળતી. 5 રાજ્યોના પરિણામ આવ્યા ત્યાંની જનતા જાગૃત છે આપણે હજુ જાગૃત નથી, અમારી લડાઈ સમજના હિત અને યુવાનના ભવિષ્યની…
પ્રસિદ્ધ સંત મુરારી બાપૂએ ગુરુવારે સાંજે મુંબઈના રેડ લાઈટ વિસ્તારની મુલાકાત લીધી હતી, આ દરમિયાન તેમણે 60થી વધારે સેક્સ વર્કરો સાથે વાતચીત કરીને રોજિંદા જીવનમાં તેમને પડતી મુશ્કેલીઓ અંગે વાકેફ થયા હતા. દુનિયાભરમાં રામકથા માટે પ્રસિદ્ધ સંત મોરારી બાપુએ મુંબઈને સેક્સ વર્કરોને પોતાના કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે. અયોધ્યામાં 22 થી 30 ડિસેમ્બર દરમિયાન યોજાનારી રામકથામાં મુંબઈના કમાઠીપુરા સ્થિત રેડલાઈટ એરિયાની સેક્સ વર્કરોને બોલાવવામાં આવી છે. આ માટે વર્કરોને અયોધ્યા સુધી પહોંચવા અને ત્યાં રહેવાથી લઈને ખાવા-પીવાની તમામ સુવિધા પૂરી પાડવામાં આવશે. મોરારી બાપુ સેક્સ વર્કરોને તુલસી દાસ રચિત ‘માનસ ગણિકા’ના પાઠ સંભળાવશે. મહાકવિ તુલસીદાસ રચિત માનસ ગણિકા એક…
કોંગ્રેસ હાઈકમાન્ડે આખરે રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી છે પણ સાથો સાથે યુવા નેતાને પણ સાચવવા પડ્યા છે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીક બહાર આવ્યા બાદ કોંગ્રેસે સપા-બસપા અને અપક્ષોના ટેકા સાથે સરકાર રચવાનો દાવો કર્યો છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં મુત્સદ્દીનો પરિચય આપ્યો છે. જોકે, મધ્યપ્રદેશમાં આ ફોર્મ્યુલા પર અમલ કરવામાં ન આવતા યુવા કોંગ્રેસીઓમાં આશ્ચર્ય ફેલાઈ ગયું છે. રાજસ્થાનમાં પાંચ વર્ષ બાદ સત્તામાં ફરી પાછી ફરેલી કોંગ્રેસે મુખ્યમંત્રીની જાહેરાત કરી છે. બે વાર મુખ્યમંત્રી રહેલા અશોક ગેહલોતને રાજસ્થાનનાં મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે જ્યારે રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને યુવા નેતા સચિન પાયલોટને નાયબ…
ગુજરાતની સૌથી વધુ સમૃદ્વ ગણાતી સુરત મહાનગરપાલિકા આર્થિક રીતે પડી ભાંગી રહી હોવાના અણસાર મળી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ડ્રેનેજના કેપિટલ પ્રોજેક્ટ માટે દેવું કરવાની તૈયારી ભાજપ શાસકો અને વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાંં આવી છે. અનેક કાર્યક્રમોમાં ભારે દેખાડો અને લખલૂંટ ખર્ચ કરવામાં આવે છે ત્યારે ડ્રેનેજ પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા માટે સુરત મહાનગરપાલિકા પાસે રૂપિયાની અછત સર્જાઈ છે. કોર્પોરેશન દ્વારા સુરતમાં ડ્રેનેજના પાંચ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આ પાંચેય પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે રૂપિયાની અછત સર્જાતા માર્કેટમાંથી રૂપિયા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંદાજે 200 કરોડ રૂપિયાના બોન્ડ લેવામાં આવશે. આ નિર્ણય કરીને સુરત…
આફ્રિકી દેશ ઘાનાની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના વિરોધ બાદ મહાત્મા ગાંધીની પ્રતિમા કેમ્પસમાંથી હટાવી દીધી છે. હકીકતમાં ગાંધીજીની કથિત વંશીય ભેદભાવ અંગેની ટિપ્પણીને લઈને ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જેના પગલે યુનિવર્સિટીના મેનેજમેન્ટે પ્રતિમા હટાવવા મજબૂર થવું પડયું છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ જૂન-2016માં ઘાના યુનિવર્સિટીમાં શાંતિ અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. જોકે, થોડા સમય બાદ યુનિવર્સિટીના એક પ્રોફેસરે ગાંધીજીની પ્રતિમા હટાવવા જાહેર હિતની અરજી કરી હતી. ફરિયાદ હતી કે અશ્વેત આફ્રિકીઓને લઈને ગાંધીજીના વિચારો ખૂબ વંશીય હતા. યુનિવર્સિટીના પ્રોફેસરે ગાંધીજીએ લખેલા એક વાક્યનો આધાર લીધો હતો જેમાં ગાંધીજી દાવો કર્યો હતો કે અશ્વેત આફ્રિકીઓની…
ટેક્સ અધિકારી ટૂંકમાં જ એ ફર્મો પાસે પહોંચી શકે છે જેઓએ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી) માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ રિટર્ન નથી ભર્યું અથવા ટેક્સ ચૂકવવામાં નિષ્ફળ રહી છે. ઈનડાયરેક્ટ ટેક્સ ઓથોરિટીસ જીએસટીના અંતર્ગત આવનારા ટેક્સપેયર્સના ગાયબ થવાની તપાસ શરૂ કરવામાં આવી રહી છે. એમાં એવી ફર્મોના પિરસરોની વિઝિટ કરવાનો પણ સમાવેશ થાય છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે અનેક રજિસટર્ડ ટેક્સપેયર્સના ગાયબ થવાને લઈને ચિંતા વધી રહી છે. એની સાથે જ મોટી સંખ્યામાં એવા મામલા પણ સામે આવ્યા છે કે જેમાં ઈનપૂટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરવા માટે નકલી ઈનવોઈસનો ઉપયોગ કરાયો હતો. ટેક્સ ઓથોરિટીસ શરૂઆતમાં રજિસ્ટર્ડ પરિસરોની પૃષ્ટિ…
હવે તત્કાલ પાસપોર્ટ બનાવવા માટે ટૂંકમાં જ આધાર નંબર આપવો નહીં પડે. કેન્દ્ર સરકાર તેના માટે પાસપોર્ટ નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. વિદેશ મંત્રાલયે નિયમોમાં ફેરફાર કરવા માટેનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. તેના માટે કાયદા મંત્રાલયે પણ લીલી ઝંડી આપી દીધી છે. વા નિયમ અનુસાર, પાસપોર્ટ બનાવવા માટે માત્ર ડ્રાઈવિંગ લાયસન્સ અને વોટર આઈડી કાર્ડ આપવું પડશે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી તત્કાલ પાસપોર્ટ માટે આધાર નંબર આપવો ફરજીયાત હતો. જાન્યુઆરીમાં સરકારે તત્કાલ પાસપોર્ટ અરજીકર્તા માટે આધારકાર્ડ સિવાય પહેલાથી નક્કી 12 દસ્તાવેજ વોટર આઈડી, પાનકાર્ડ, બેન્ક-પોસ્ટ ઓફિસ પાસબુક, રાશન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, જન્મનું પ્રમાણપત્ર, કર્મચારી ઓળખપત્ર વગેરેમાંથી બે…
મધ્યપ્રદેશનાં કોંગ્રેસના સિનિયર નેતા કમલનાથ નવા મુખ્યમંત્રી બનશે. ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં મળેલા વિજય પછી ગુરુવારે પાર્ટી હાઈકમાન્ડે કમલનાથનું નામ મુખ્યમંત્રી પદ માટે સૂચવ્યું હતું જેનો હરિફ મનાતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્વીકાર કરી લીધો હતો. આ અંગે ભોપાલમાં મોડી રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં કમલનાથનું નામ જાહેર થયું હતું. મધ્યપ્રદેશના મામલે સિંધિયા નારાજ થયા હોવાનું લાગતાં રાહુલે ટ્વીટરનો સહારો લીધો હતો અને રશિયન લેખક લિયો ટોલ્સટોયને ટાંકીને લખ્યું હતું:‘ બે શક્તિશાળી યોદ્ધાઓ અત્યંત ધૈર્યવાન જણાય રહ્યા છે.’ આ વિધાન સાથે રાહુલે સિંધિયા અને કમલનાથનો ફોટો જોડ્યો હતો. રાહુલનાં બહેન પ્રિયંકા ગાંધી પણ તેમના નિવાસે જોવા મળ્યાં હતાં અને એવું…
વલસાડના સેલવાસમાં નરોલીની એક કંપનીમાં બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટ થતા કંપનીના ત્રણ શ્રમિકોનાં ઘટના સ્થળે જ દુ:ખદ મોત થયા છે. સુત્રો પાસેથી માહિતી પ્રમાણે સેલવાસની નરોલીના કનાડી ફાટક પાસે આવેલી ક્રિષ્ના સ્ટીલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટને કારણે ત્રણ મજૂરનાં મોત તેમજ અન્ય મજૂરો ઘાયલ થયા હતા. તો અન્ય બે શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના કનાડી ફાટક નજીક આવેલા ક્રિષ્ના સ્ટીલ કંપની છે. સ્ટીલ બનાવતી આ કંપનીની ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.…