લિફ્ટમાં ફસાઈ જવાને કારણે નાના બાળકોના મોતની ઘટના અવાર નવાર સામે આવતી રહે છે. જેમાં આજ રોજ સુરતમાં નવ વર્ષના બાળકનું લિફ્ટમાં ફસાઇ જતાં શ્વાસ રૂંધાતા મોત થયું છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના સરથાણાની વ્રજભૂમિ ટાઉનશિપમાં ધોરણ.4માં અભ્યાસ કરતા બાળકનું રમતારમતા લિફ્ટમાં ફસાઇ જતાં કરુણ મોત નીપજ્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે સરથાણામાં વ્રજચોકમાં વ્રજભૂમિ ટાઉનશિપમાં રહેતા નવ વર્ષના કૌશલ વિમલભાઇ રાજ્યગુરૂ વરાછાની પી.પી.સવાણી શાળામાં ધો.4માં અભ્યાસ કરતો હતો. જે સોમવારે સવા નવ વાગ્યાના અરસામાં કૌશલ સોસાયટીની લિફ્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે દબાઇ ગયેલી હાલતમાં બેભાન મળ્યો હતો. સ્થાનિક છોકારાઓએ જાણ કરતા પરિવારજનો દોડતા થયા હતા. ડોક્ટરના જણાવ્યા…
કવિ: Satya-Day
ત્રણ રાજ્યોમાં ભાજપના પરાજયને પગલે હવે ભાજપના નેતાઓ પણ સોશિયલ મીડિયા પર પોતાની વેદના રજૂ કરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. તેમાં પણ ગુજરાત ભાજપના નેતા રેશ્મા પટેલે તો પોતાની જ પાર્ટી પર આડકતરી રીતે નિશાન સાધતા ફેસબુક પર લખ્યું કે, આ આત્મવિશ્વાસની નહીં પણ અભિમાનની હાર છે, જનતાનો એક એક આંસુ સરકાર માટે જોખમી છે તે ભૂલશો નહીં. જ્યારે મતગણતરી શરૂ થઇ હતી ત્યારે રેશ્મા પટેલે હબીબ જાલીબનો એક શેર દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરી લખ્યું હતું કે, ચૂંટણી પરિણામોની અપડેટ્સના ન્યૂઝ જોઈને મને એક પ્રસિદ્ધ શાયરની બે પંક્તિ યાદ આવી રહી છે- તુમસે પહલે વો જો ઈક…
લોક રક્ષક દળની વિવિધ જગ્યાઓ માટેનું પરીક્ષાનું પ્રશ્નપત્ર ગત 2જી ડિસેમ્બરે લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી હતી. જે બાદ હવે તે 6ઠ્ઠી જાન્યુઆરીએ ફરી લેવામાં આવશે. જેમાં પરીક્ષા કેન્દ્રો અગાઉ જે નક્કી કરાયા હતા તે જ રહેશે. ઉમેદવારોને જીલ્લા ફાળવણી અને કેન્દ્રોની ફાળવણી અંગે લોક રક્ષક ભરતી બોર્ડે હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી. પેપર લીક થયા પછી 9 લાખ ઉમેદવારોનાં ભાવિ જોખમમાં મુકાયા હતાં જેને કારણે ભારે હોબાળો મચ્યો હતો. પરીક્ષામાં ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને અલગ અલગ જીલ્લામાં કેન્દ્રો ફાળવાયા હતા. જેથી અમદાવાદ જીલ્લાના ઉમેદવારોને ખેડા,બરોડા સહિતના દૂર દૂરના કેન્દ્રોમાં જવુ પડયુ હતુ તો અન્ય જીલ્લાના ઉમેદવારોને અમદાવાદ આપવુ…
નવસારી જિલ્લાનું દાંડી ગામા ગાંધીજીના નામ સાથે જોડાયેલુ છે. સને ૧૯૩૦માં અંગ્રેજોએ દેશમાં મીઠાનો કર વસુલવાનો કાયદો લગાડ્યો હતો જેનો ભંગ મહાત્મા ગાંધીએ કર્યો હતો. સવિનય કાનુન ભંગ કરવા માટે બાપુ અમદાવાદના સાબરમતી આશ્રમથી પગપાળા નીકળીને નવસારી જિલ્લાના દાંડી ગામે મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. ઐતિહાસિક દાંડી ગામમાં પર્યટકોનો ધસારો જોવા મળ્યો નથી. મોડે મોડે પણ સારી કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. કુલ ૫૦ કરોડથી વધુના ખર્ચે દાંડીની સકલ બદલવા કેન્દ્ર સરકારનું કેન્દ્રિય લોકનિર્માણ વિભાગ કામે લાગ્યું છે. -15 એકર જમીનમાં સાબરમતિથી 24 ગામોને ઝાંખીઓનું પ્રદર્શન – મહાત્મા ગાંધી સાથે 80 પદયાત્રીઓની 18 ફૂટ ઊંચી પ્રતિમાઓ મુકાશે – 40 મીટરની…
અભિનેતા સૈફ અલી ખાનની દીકરી સારા અલીની ડેબ્યૂ ફિલ્મ કેદારનાથ વિવાદ હોવા છતાં બૉક્સ ઑફિસ પર બમ્પર કમાણી કરી રહી છે. તાજેતરમાં સારા અલી ખાને અમર ઉજાલા ડૉટ કૉમ સાથે એક્સક્લૂઝીવ વાતચીત કરી હતી. સારાએ કહ્યું કે હું પોતાની પ્રથમ ફિલ્મને લઇને જેટલી ઉત્સાહથી ભરેલી હતી તેટલો જ મને ડર હતો કે આ ફિલ્મ દર્શકોને પસંદ આવશે. ફિલ્મ જગતમાં કારકિર્દી શરૂ કરવાને લઇને કોઇ પણ ગભરાટથી દૂર રહેનારી નવોદિત અભિનેત્રી સારા અલી ખાનનું કહેવુ છે કે તે ઈચ્છતી નહોતી કે તેને એક સ્ટાર કિડ્સ તરીકે ઓળખવામાં આવે. જોકે, સારા ઈચ્છે છે કે તેને પોતાને “મમ્મીની દીકરી” તરીકે ઓળખવામાં આવે. સારા…
પાટીદાર અનામત સમિતિની કમાન છોડ્યા બાદ હાર્દિક પટેલ ફરી એક વાર પોતાની નવી ઈનિંંગ્સ રમવા માટે મેદાને પડી રહ્યો છે. હાર્દિક પટેલે અગાઉ અતિ વ્યસ્તતાના કારણે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી જસદણની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર કરવા માટે સમયના અભાવનું કારણ આગળ ધર્યું હતુ ત્યારે હવે હાર્દિક પટેલે વાયા ખેડુત સંમેલન થકી જસદણની ચૂંટણીમાં ઝંપલાવવાનું નક્કી કર્યું હોય એમ લાગે છે. હાર્દિક પટેલ 13મી ડિસેમ્બરના રોજ રાજકોટના જસદણ તાલુકાના રૂપાવટી ગામે ખેડુત વેદના સંમેલનમાં હાજરી આપવાનો છે. આ સંમેલનમાં ખેડુતોની દેવા માફી, ટેકાના ભાવ આપવા, પાક વીમો આપવા અને સમયસ વીજળી આપવાની માંગ સાથે ખેડુત વેદના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ રાજ્યોના…
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે અચાનક રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી ગયો છે. લોકો તેમના રાજીનામા અંગે ઘણી અટકળો લગાવી રહ્યા છે. ગવર્નરના અચાનક રાજીનામાને કારણે તાત્કાલિક ધોરણે નવા ગવર્નર તરીકે શક્તિકાંત દાસની વરણી કરવામાં આવે છે. ઉર્જીત પટેલના રાજીનામાં સાથે RBI ના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ પણ રાજીનામું આપી દીધું છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકાર સાથે ચાલતા વિવાદોને કારણે તેમણે રાજીનામું આપ્યું છે, પણ પ્રેસ કોન્ફરન્સમાં ઉર્જીત પટેલે રાજીનામાનું કારણ પોતાનું કોઈ ખાનગી કારણ બતાવ્યું છે. રાજીનામું આપ્યાના બે કલાકમાં જ તાત્કાલિક ધોરણે નવા ગવર્નર તરીકે શક્તિકાંત દાસને નિમવામાં આવ્યા છે
પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે અને હવે ભાજપ માટે કરો યા મરો જેવી સ્થિતિ પેદા થઇ છે. કારણ કે મહારાષ્ટ્રમાં શિવસેનાના સંજય રાઉતે ભાજપની આજની સ્થિતિની ટીકા કરી અને કહ્યું કે લોકોએ અમને સબક શીખવાડ્યો. તો હવે ફરી ભાજપના જ એક નેતા ભાજપની વિરૂદ્ધ બોલી ગયા. આમ તો આ નેતા ભાજપની વિરૂદ્ધ બોલવા માટે પંકાયેલા જ છે. મ. ત્યારે આટલી મોટી બોલવાની તક તેઓ કેવી રીતે જતી કરી શકે. એ પણ એવી તક જ્યારે ભાજપ ચારે ખાનો ચિત્ત થઇ ગયું હોય. ભાજપના નેતા શત્રુઘ્ન સિંહાએ ટ્વીટ કરી પોતાની જ પાર્ટી પર સકંજો લાદતા કહ્યું કે, ”મેં તો પહેલા જ ચેતવણી આપી…
છેલ્લા 15 વર્ષથી ભાજપના શાસન હેઠળ છત્તીસગઢ, આજના નિર્ણાયક પરિણામો પછી સરકારમાં પરિવર્તન જોવાની તૈયારીમાં છે. કૉંગ્રેસને લાંબા સમય પછી સત્તા પર પાછા આવવાની શ્રેષ્ઠ તકની જેમ લાગે છે, પક્ષને તેના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તરીકે સમાનતા વચ્ચે પ્રથમ વખત પસંદ કરવામાં મુશ્કેલી પડી શકે છે. છત્તીસગઢના નવા મુખ્યમંત્રી તરીકે ઉભરી શકે એવા ચાર નેતાઓનું અહીં એક નજર છે. છેલ્લા પંદર વર્ષથી છત્તીસગઢમાં એકધારી સત્તા સ્થાને રહેલા રમણસિંહ-ભાજપને બહુ ભારે માર ખાવી પડી છે. પંદર વર્ષના શાસન બાદ ભાજપનો ગઢ પત્તાનાં મહેલની માફક ધરાશયી થતાં કોંગ્રેસને જબરદસ્ત બહુમતિ મળી છે. 90 સીટની વિધાનસભામાં કોંગ્રેસ 64 સીટ સાથે મેદાન મારી ગઈ છે…
મધ્યપ્રદેશમાં કોંગ્રેસ બહમતિ ભણી દોડી રહી છે. ભારે રસાકસીપૂર્ણ બનેલા ચૂંટણી જંગમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કલાકો સુધી આંકડાની માયાજાળ ઉપર-તળે રહી હતી. બપોરે ચાર વાગ્યે કોંગ્રેસે બહુમતિના 116ના ફિગરને આંબ્યો હતો. હમણા જે ટ્રેન્ડ મળી રહ્યા છે તેમાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસે બહુમતિના 116ના આંકડાને પાર કરી લીધો છે. હવે મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસની સરકાર બનવાનું નિશ્ચિત થઈ ગયું છે. શરૂઆતથી જ કહેવાતું હતું કે મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી ચાલી રહી છે. કાંટે કી ટક્કરના અંતે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બની રહી છે, હાલ કોંગ્રેસે 117 સીટ મેળવી લીધી છે જ્યારે ભાજપને 102 સીટ પર પહોંચી ગયું છે. બસપા અને…