કવિ: Satya-Day

ગુજરાત લોક રક્ષક દળના પેપર લીક કાંડમાં કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ન્યાય યાત્રા કાઢી હતી. મોટા કાફલા સાથે અમદાવાદના ગાંધી આશ્રમથી નીકળેલી ન્યાય યાત્રા ગાંધીનગર પહોંચી હતી. અલ્પેશ ઠાકોરે કહ્યું કે આ કાંડમાં મોટા માથાઓના નામ સંડોવાયેલા છે. દિલ્હી સુધી રેલો પહોંચશે તો મોટા માથાઓના નામ ખૂલશે. અલ્પેશ ઠાકોરે મીડિયાને જણાવ્યું કે હાલ કોઈનું નામ લઈ શકાય એમ નથી. કાંડ કરનારા લોકો રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડાયેલા લોકો છે. સરકારે કહ્યું છે કે કોઈ પણ ચંરબંધીને છોડવામાં આવશે નહીં તો સરકાર પોતાની કટિબદ્વતા પુરવાર કરી બતાવે. પેપર લીક કરનારાને પકડી પાડવામાં આવ્યા છે એવું કહેવાય છે પણ પેપર કોણે લીક…

Read More

સુરત ભાજપ લઘુમતિ મોરચામાં ગે-રિલેશનનાં મેસેજના અનુસંધાને લાલગેટ પોલીસે ભાજપના કાર્યકરની ફરીયાદનાં આધારે ભાજપના જ કાર્યકરની ધરપકડ કરી છે. જ્યારે મેસેજ વાયરલ કરનાર ભાજપના મોટા માથાને બચાવી લેવાનો ખેલ કરવામાં આવી રહ્યો હોવાની માહિતી જાણવા મળી રહી છે. વિગતો મુજબ સુરત ભાજપ લઘુમતિ મોરચાના મહામંત્રી ઈમરાન મેમણે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવેલી ફરીયાદ પ્રમાણે ઈમરાન મેમણ સુરત ભાજપ લઘુમતિ મોરચામાં મહામંત્રી તરીકેનો હોદ્દો ધરાવે છે. 25મી નવેમ્બરે ચોકબજાર ખાતે આવેલી અલ ખલીલ ટી-સેન્ટર પર સુરત લઘુમતિ મોરચાના પ્રમુખ વાજીદ(મોહસીન)મીર્ઝા સાથે ઉભો હતો ત્યારે યુનુસ શાહ નામનો ભાજપનો જ કાર્યકર ત્યાં આવ્યો હતો અને કહ્યું હતું કે પાર્ટીના નામે સારા રૂપિયા…

Read More

લોક રક્ષક દળની પરીક્ષામાં શરૂઆતથી જેનું નામ લેવામાં આવી રહ્યું હતું તે યશપાલસિંહ સોલંકીની પોલીસે ધરપકડ કરી લીધી છે. યશપાલની મહિસાગર એસઓજીએ ધરપકડ કરી છે. તેને પૂછપરછ માટે ગાંધીનગર લાવવામાં આવશે. યશપાલસિંહ દિલ્હી જઈને લોક રક્ષક દળની પરીક્ષાની આન્સર કી લાવ્યો હતો. પોલીસે યશપાલના મોબાઇલ નંબરને સર્વેલન્સ પર રાખીને તેની ભાળ મેળવી હતી. યશપાલની ધરપકડ સાથે જ પોલીસ પેપર લીક કાંડમાં દિલ્હીના જે લોકો સંડોવાયેલા છે તેની માહિતી મેળવી શકશે. દિલ્હીથી ગુજરાત પરત આવ્યા બાદ યશપાલે લોક રક્ષક દળની પરીક્ષા આપવાની હતી. આ માટે તે સુરત પહોંચી ગયો હતો. પરંતુ પેપર લીક થઈ જતાં તેને ધરપકડનો અંદાજ આવી ગયો હતો…

Read More

ગુજરાતની રૂપાણી સરકારને હચમચવાતા લોક રક્ષક દળની પરીક્ષાના પેપર લીક કાંડનાં મુખ્ય સૂત્રધાર યશપાલને લોક રક્ષક બનવું હતું. પરીક્ષા આપવા માટે યશપાલસિંહ જશવંતસિંહ ઠાકોર સુરત આવ્યો હતો અને પરીક્ષા આપ્યા બાદથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગયા રવિવારે લોક રક્ષક દળની પરીક્ષા યોજવામાં આવી હતી. નવા લાખ જેટલા પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી પરંતુ પેપર લીક થવાની જાણ થતાં સરકારે પરીક્ષા રદ્ કરતાં ભારે હોબાળો મચી ગયો હતો અને ગુજરાત સરકાર ભીંસમાં મૂકાઈ જવા પામી હતી. પેપર લીક થવાની તપાસ શરૂ કરવામાં આવી અને પોલીસે અત્યાર સુધી 12 જેટલા આરોપીઓને જેલ ભેગા કર્યા છે ત્યારે પેપર લીક કાંડનો…

Read More

ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પોતાના ગ્રાહકો માટે છઠ્ઠી ડિસેમ્બરથી આઠમી ડિસેમ્બર સુધી બિગ શોપિંગ ડેઝ (Flipkart Big Shopping Days) સેલ શરૂ કરી રહી છે. આ સેલમાં બ્રાન્ડેડ સ્માર્ટફોન, ટીવી, લેપટોપ અને એસેસિરીઝ પર મોટું ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે જ એચડીએફસી (HDFC) બેંકના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી ખરીદી કરનાર લોકોને વધારાનું 10% ડિસ્કાઉન્ટ પણ મળશે. જાણો કઇ પ્રોડક્ટ કેટલી કિંમત પર મળી રહી છે. બિગ શોપિંગ ડેઝ સેલ અંતર્ગત ઓનર 9Nનો 4GB RAM અને 64 GB ઇન્ટરનલ સ્ટોરેઝ વાળો સ્માર્ટફોન ફક્ત રૂ. 10,999માં મળશે. આ ફોનની મૂળ કિંમત રૂ. 15,999 છે. જો તમે આ ફોનનું 3GB RAM અને 32GB ઇન્ટરનલ સ્ટોરેઝ વાળું…

Read More

સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લઈને આવી છે. બેંક તેના ગ્રાહકોને મફતમાં પાંચ લીટર પેટ્રોલ ભરાવવાનો મોકો આપી રહી છે. બેંક તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે જો ગ્રાહકો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના કોઈ પણ પેટ્રોલ પંપ પરથી BHIM એપના માધ્યથી ચૂકવણી કરે છે તો પાંચ લીટર પેટ્રોલ મફતમાં મળી શકે છે. જાણો આ ઓફરનો લાભ કેવી રીતે લઈ શકશો. આ છે પ્રોસેસ આ ઓફરનો લાભ લેવા માટે તમારે ઓછામાં ઓછા રૂ. 100નું પેટ્રોલ પુરાવવું પડશે. BHIM એપના માધ્યમથી ચુકવણી કરીને જે નંબર મળે તેને મોબાઇલ નંબર 9222222084 પર મોકલવાનો રહેશે. આ માટે તમારે એસએમએસનો…

Read More

નોકિયા બ્રાન્ડની માલિક HMD ગ્લોબલે આજે (30 નવેમ્બરે) ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન નોકિયા 7.1 લોન્ચ કરશે. નવો Nokia 7.1 મિડ રેન્જ સ્માર્ટફોન છે અને તેની ખાસિયત પ્યોરવ્યૂ ડિસ્પ્લે તથા ડ્યુઅલ રિઅર કેમેરા છે. ઉલ્લેખનીય છે કે, HMD ગ્લોબલ દ્વારા 5 ડિસેમ્બરે દુબઇ અને 6 ડિસેમ્બરે ભારતમાં એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં કંપની દ્વારા Nokia 8.1, Nokia 2.1 અને Nokia 9 સ્માર્ટફોન્સ લોન્ચ કરવામાં આવી શકે છે. નોકિયા 7.1ની કિંમત 19999 રૂપિયા રાખવામાં આવી છે.. ફોનનું વેચાણ દેશભરના રિટેલ સ્ટોર્સ અને Nokia.com પર શરૂ થશે. ફોન ગ્લોસ મિડનાઇટ બ્લૂ અને ગ્લોસ સ્ટીલ કલરમાં ખરીદી શકાશે. ઓફલાઇન સ્ટોર્સમાંથી HDFC…

Read More

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા જાહેર થઇ ગઇ છે. માર્ચ 2019 બોર્ડ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. 7 માર્ચથી શરૂ બોર્ડની પરીક્ષા શરૂ થશે. વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહની તારીખ જાહેર કરવામાં આવી છે. વિજ્ઞાન પ્રાવહમાં કુલ 1,57,160 વિદ્યાર્થીઓ નોધાયા જોકે ગત વર્ષે સાયન્સમાં 1,34,671 વિદ્યાર્થીઓ નોધાયા હતા. સામાન્ય પ્રવાહના ફોર્મ હજુ લેઈટ ફી સાથે 20મી સુધી ભરાશે પરંતુ અત્યાર સુધીમાં કુલ 5,22,091 વિદ્યાર્થીઓ નોધાઈ ચૂક્યાં છે જોકે ગત વર્ષે સામાન્ય પ્રવાહમાં 4,76,634 વિદ્યાર્થીઓ નોધાયા હતા. ધોરણ.10માં અત્યાર સુધીમાં 10,50,000 વિદ્યાર્થીઓ નોધાયા છે જોકે ગત વર્ષે કુલ 11,03,000 વિદ્યાર્થીઓ નોધાયા હતા. જોકે દશમાના લેઈટ ફી સાથે ફોર્મ ભરવાની મૂદત…

Read More

નવસારીમાં ચકચાર જગાવનારી ઘટનામાં સરાજાહેર કોર્ટ પરિસરમાં મહિલાએ વકીલને ગડદાપાટૂનો માર મારતાં ભારે ઉહાપોહ મચી ગયો છે. મહિલા સાથે વકીલની વકીલાતની ફી બાબતે વાતચીત ચાલી રહી હતી અને વકીલ દ્વારા બિભત્સ માંગણી કરવામાં આવતા ઉશ્કેરાયેલી મહિલાએ વકીલને બરાબરનો ધીબેડી નાંખ્યો હતો. નવસારીના વકીલ કનુ સુખડીયા અને મહિલાની બબાલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં મહિલા દ્વારા વકીલ સુખડીયાને કોલરમાંથી પકડીને હાથ અને લાતનાં ઘૂસા મારવામાં આવી રહ્યા હોવાનું દેખાય છે. અન્ય લોકો મૂકપ્રેક્ષક બનીને તમાશો જોતાં હોય એમ જણાય છે અને કેટલાક લોકો ઘટનાને રેકોર્ડ કરી રહ્યા હોય એમ લાગે છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ વકીલ કનુ…

Read More

લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થઈ જતા લોકોમાં ખળભળાટ મચી ગયો હતો.  સરકાર દ્વારા આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. હવે આ પરીક્ષાની આગામી તારીખ 6 જાન્યુઆરી જાહેર કરવામાં આવી છે. આ વખતે લગભગ 9 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. નોંધનીય છે કે બે દિવસ પહેલા લોક રક્ષક દળનું પેપર લીક થઈ લાખો યુવાનો અટવાયા હતા. સરકાર દ્વારા આ તમામ યુવકોને આવવા-જવાનો ખર્ચ આપવામાં આવ્યો હતો. આજ રોજ સરકારે નવી તારીખની જાહેરાત કરી હતી.

Read More