ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા જાહેર થઇ ગઇ છે. માર્ચ 2019 બોર્ડ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. 7 માર્ચથી શરૂ બોર્ડની પરીક્ષા શરૂ થશે. વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહની તારીખ જાહેર કરવામાં આવી છે. વિજ્ઞાન પ્રાવહમાં કુલ 1,57,160 વિદ્યાર્થીઓ નોધાયા જોકે ગત વર્ષે સાયન્સમાં 1,34,671 વિદ્યાર્થીઓ નોધાયા હતા. સામાન્ય પ્રવાહના ફોર્મ હજુ લેઈટ ફી સાથે 20મી સુધી ભરાશે પરંતુ અત્યાર સુધીમાં કુલ 5,22,091 વિદ્યાર્થીઓ નોધાઈ ચૂક્યાં છે જોકે ગત વર્ષે સામાન્ય પ્રવાહમાં 4,76,634 વિદ્યાર્થીઓ નોધાયા હતા. ધોરણ.10માં અત્યાર સુધીમાં 10,50,000 વિદ્યાર્થીઓ નોધાયા છે જોકે ગત વર્ષે કુલ 11,03,000 વિદ્યાર્થીઓ નોધાયા હતા. જોકે દશમાના લેઈટ ફી સાથે ફોર્મ ભરવાની મૂદત…
કવિ: Satya-Day
નવસારીમાં ચકચાર જગાવનારી ઘટનામાં સરાજાહેર કોર્ટ પરિસરમાં મહિલાએ વકીલને ગડદાપાટૂનો માર મારતાં ભારે ઉહાપોહ મચી ગયો છે. મહિલા સાથે વકીલની વકીલાતની ફી બાબતે વાતચીત ચાલી રહી હતી અને વકીલ દ્વારા બિભત્સ માંગણી કરવામાં આવતા ઉશ્કેરાયેલી મહિલાએ વકીલને બરાબરનો ધીબેડી નાંખ્યો હતો. નવસારીના વકીલ કનુ સુખડીયા અને મહિલાની બબાલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં મહિલા દ્વારા વકીલ સુખડીયાને કોલરમાંથી પકડીને હાથ અને લાતનાં ઘૂસા મારવામાં આવી રહ્યા હોવાનું દેખાય છે. અન્ય લોકો મૂકપ્રેક્ષક બનીને તમાશો જોતાં હોય એમ જણાય છે અને કેટલાક લોકો ઘટનાને રેકોર્ડ કરી રહ્યા હોય એમ લાગે છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ વકીલ કનુ…
લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થઈ જતા લોકોમાં ખળભળાટ મચી ગયો હતો. સરકાર દ્વારા આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. હવે આ પરીક્ષાની આગામી તારીખ 6 જાન્યુઆરી જાહેર કરવામાં આવી છે. આ વખતે લગભગ 9 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. નોંધનીય છે કે બે દિવસ પહેલા લોક રક્ષક દળનું પેપર લીક થઈ લાખો યુવાનો અટવાયા હતા. સરકાર દ્વારા આ તમામ યુવકોને આવવા-જવાનો ખર્ચ આપવામાં આવ્યો હતો. આજ રોજ સરકારે નવી તારીખની જાહેરાત કરી હતી.
છેલ્લા ઘણા સમયથી પાટીદારો અનામત માટે આંદોલનો કરી રહ્યા છે, પણ સરકાર તરફથી હજી પણ કોઈ પ્રકારનો સંતોષકારક જવાબ મળ્યો નથી. આ તમામની વચ્ચે પાટીદારના નેતા હાર્દિક પટેલે આજ રોજ પાટીદાર સહિત બિન અનામત વર્ગમાં આવતી જ્ઞાતિઓ માટે ગુજરાત વિધાનસભામાં પ્રાઈવેટ બિલ રજુ કરવા અંગે પરેશ ધાનાણીને રજૂઆત કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાર્દિક પટેલ અને પાસ સમિતીના 300 થી વધારે આંદોલનકારીઓએ આજ રોજ પરેશ ધાનાણીના નિવાસસ્થાન પર બેઠક કરી હતી. જેમાં તેમણે પરેશ ધાનાણીને આવતા વિધાનસભા સત્રમાં પાટીદાર સમાજને અનામત મળે અને આ અઁગે પ્રાઈવેટ બિલ રજુ કરવામાં આવે એવી અપિલ કરી હતી. પરેશ ઘાનાણીએ તેમની રજુઆત…
સુરત ભાજપમાં બે યુવા કાર્યકરો વચ્ચે ગે-રિલેશન હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ભારે હોબાળો મચી ગયો છે. મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો અને મેસેજ વાયરલ કરનાર ભાજપના જ કાર્યકર વિરુદ્વ ભાજપના જ હોદ્દેદારે પોલીસ ફરીયાદ નોંધાવી છે. સુરતની લાલગેટ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. પોલીસ વર્તુળો મુજબ સુરત ભાજપ લઘુમતિ મોરચાના મહામંત્રી ઈમરાન મેમણે લાલગેટ પોલીસ સ્ટેશનમા ફરીયાદ લખાવી છે. ફરીયાદ પ્રમાણે ઈમરાન મેમણ સુરત ભાજપ લઘુમતિ મોરચામાં મહામંત્રી તરીકેનો હોદ્દો ધરાવે છે. 25મી નવેમ્બરે ચોકબજાર ખાતે આવેલી અલ ખલીલ ટી-સેન્ટર પર સુરત લઘુમતિ મોરચાના પ્રમુખ વાજીદ(મોહસીન)મીર્ઝા સાથે ઉભો હતો ત્યારે યુનુસ શાહ નામનો ભાજપનો…
લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્રો ભલે સત્તા પર ના હોય પણ તેમની દાદાગીરી યથાવત છે. પટનામાં સરકારે તેજસ્વી યાદવને તેઓ જ્યારે ઉપમુખ્યમંત્રી હતા ત્યારે બંગલો ફાળવ્યો હતો. જોકે બિહારમાં થયેલા સત્તા પરિવર્તન બાદ તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ રહ્યા નથી અને આ બંગલો હાલના ડેપ્યુટી સીએમ સુશિલકુમાર મોદીને ફાળવવામાં આવ્યો છે પણ તેજસ્વી યાદવ આ બંગલો ખાલી કરી રહ્યા નથી. આજે પટણામાં સરકારની એક ટીમ બંગલો ખાલી કરાવવા પહોંચી ત્યારે તેજસ્વી યાદવે આ ટીમને ખાલી હાથે પાછી કાઢી હતી. તેજસ્વીએ કહ્યુ હતુ કે આ મામલાની સુનાવણી હાઈકોર્ટમાં થઈ રહી છે. જ્યાં સુધી સુનાવણી પુરી નહી થાય ત્યાં સુધી બંગલો ખાલી…
તાજેતરમાં ગુજરાતી મહિલાની લંડનમાં તેના પતિ દ્વારા હત્યા કરવામાં આવી હતી. પતિને મહિલાની હત્યા માટે દોષી જાહેર કરવામાં આવ્યો છે. હત્યા કેસની ગયા મહિને સુનાવણી થઈ હતી ત્યાર બાદ ગતરોજ વધુ સુનાવણી કરવામાં આવી હતી. જ્યૂરીએ પતિને હત્યા માટે દોષી ઠેરવ્યો હતો. પતિએ પત્નીને સુપર માર્કેટની પ્લાસ્ટીક બેગની દોરીથી ગળે ટૂંપો દઈને મારી નાંખી હતી. પતિએ પત્નીને એટલા માટે મારી નાંખી હતી કે ગે-એપ પર મિત્ર બનેલા ફ્રેન્ડ સાથે તે નવી લાઈફ શરૂ કરી શકે. ગુજરાતી મૂળની 34 વર્ષીય જેસિકા પટેલની લાશ નોર્થ ઈંગ્લેન્ડમાં આવેલા મિડલ્સબર્ગ વિસ્તારના ઘરે મળી આવી હતી. જેસિકા પટેલની હત્યા આ વર્ષના મે મહિનામાં કરવામાં આવી…
રિઝર્વ બેન્કે અપેક્ષા પ્રમાણે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. બેન્કની 6 સભ્યોની મોનેટરી કમિટી(એમપીસી)ની ત્રણ દિવસીય સમીક્ષા મીટીંગમાં રેપો રેટને 6.5 ટકા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેન્કે વર્તમાન વિત્તીય વર્ષમાં જીડીપી ગ્રોથના દરને 7.4 ટકા રહેવાનું અનુમાન કર્યું છે. આ વર્ષે પાંચમી મોનેટરી સમીક્ષા બાદ એમપીસીએ રિવર્સ રેપો રેટ અને બેન્ક રેટને પણ અનુક્રમે 6.25 અને 6.75 પર કાયમ રાખ્યા છે. આ વખતે એમપીસીની બેઠક ત્રીજી ડિસેમ્બરથી શરૂ થઈ હતી. પાછલી દ્વિમાસિક મોનેટરી પોલિસીની સમીક્ષામા આરબીઆઈએ રેપો રેટને 6.5 ટકા રાખવાનો નિર્ણય કર્યો હતો. કેન્દ્રીય બેન્કે તે વખતે ચેતવણી આપતા કહ્યું હતું કે ક્રુડ ઓઈલના ભાવમાં અપ-ડાઉન…
ગુજરાતમાં કેટલી હદ સુધી બેરોજગારી વધી ગઈ છે તેનું દશ્ય આજે ચોખ્ખું જોઈ શકાયું હતું. આજ રોજ અમદાવાદમાંટ્રાફિક પોલીસની ભરતીના ફોર્મ વિતરણની પ્રકીયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ખુબ થોડી જગ્યા હોવા છતા હજારો લોકોએ ફોર્મ માટે લાઈન લગાવી હતી. આ ઘટના અંગે હાર્દિક પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ‘ગુજરાતમાં બેરોજગારી એટલી હદ સુધી વધી ગઈ છે કે યુવાનો નોકરીઓ માટે વલખા મારી રહ્યા છે. આ જોતા એવું લાગે છે કે ક્યાંકને ક્યાંક વાઈબ્રન્ટ અને ગુજરાત મોડલની હવા નીકળી ગઈ છે. 5- લાખથી વધારે યુવાનો બેરોજગાર છે અને યોગ્ય નિરાકરણ સાથે ભરતી પ્રક્રિયા કરવામાં આવતી નથી, તેથી યુવાનોના…
ભારતીય બેંકો પાસેથી લોન લઈને ભાગી છૂટેલા વિજય માલ્યાએ ફરી ભારતીય બેન્કોની 100 ટકા લોન પાછી આપવાની ઓફર કરી છે.જોકે તેના પરનુ વ્યાજ આપવા માટે માલ્યા તૈયાર નથી. બુધવારે માલ્યાએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે ભારતમાં મીડિયા અને રાજકીય પક્ષો મારા વિરુધ્ધ બૂમો પાડી રહ્યા છે પણ મેં કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ જે પ્રસ્તાવ મુક્યો હતો તેની કોઈ વાત કરતુ નથી.હું તમામ બેંકોની 100 ટકા લોન ચુકવવા તૈયાર છું, બેંકો મારો પ્રસ્તાવ સ્વીકારે તેવી મારી અપીલ છે. માલ્યાએ લખ્યુ હતુ કે મીડિયા અને નેતાઓ બૂમો પાડી રહ્યા છે કે હું સરકારી બેન્કોના પૈસા લઈને ભાગી ગયો છું. આ જૂઠ્ઠાણું છે.મારી સાથે…