રાજસ્થાન વિધાનસભાના ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે સુમેરપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરસભાને સંબોધન કરતી વખતે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર આક્રમક પ્રહાર કર્યા હતા અને કહ્યું કે આ પાર્ટીએ દેશની ચાર પેઢીઓને બરબાદ કરી નાંખી છે. નેશનલ હેરાલ્ડ કેસ મામલે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને આરોપીના પાંજરામા ઉભા કરતા પીએમ મોદીએ કહ્યું કે બન્ને મા-દિકરા જામીન પર જેલમાંથી બહાર આવ્યા છે. હવે હું જોઈશ ક મા-દિકરાને કોણ બચાવે છે. પહેલાં કોંગ્રેસ ચાર પેઢીનો જવાબ આપે પછી જ ભાજપ સરકારના ચાર વર્ષનો હિસાબ માંગે. તેમણે કહ્યું કે રાજસ્થાનના લોકોએ ભાજપને વિજય બનાવવાનો નિર્ણય કરી લીધો છે. અમે બધા જ એક એક…
કવિ: Satya-Day
અગુષ્ટાવેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર સૌદામાં વચેટીયાની ભૂમિકા ભજવનારા ક્રિશ્ચયન મિશેલને યુએઈથી ભારત લાવવામાં આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. VVIP હેલિકોપ્ટર સૌદામાં લાંચના આરોપોની સીબીઆઈ તપાસ કરી રહી છે. ભારતીય એજન્સીઓની આ એક મોટ સફળતા માનવામાં આવે છે. મિશેલને સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. મિશેલને રિમાન્ડ પર લેવામાં આવશે. મિશેલની ધરપકડથી કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે યુએઈ સરકારે મંગળવારે બ્રિટીશ નાગરિક મિશેલના પ્રત્યાપર્ણને મંજુરી આપી હતી. ત્યાર બદા તેને દુબઈથી વિમાન મારફથ ભારત લાવવામાં આવ્યો હતો. યુએઈની સુપ્રીમ કોર્ટે પાછલા મહિનામાં મિશેલના પ્રત્યાપર્ણ પર નીચલી કોર્ટનાં આદેશને મંજુરી આપી દીધી હતી. 54 વર્ષીય…
રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં પ્રમુખસ્વામી મહારાજની 98મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. માધાપર-મોરબી બાયપાસ પર આવેલા સ્વામિનારાયણ નગરમાં આ ઉજવણી કરવામાં આવી રહી છે. આ નિમિત્તે આજે બુધવારનાં રોજ મહંતસ્વામી અને રાજ્યનાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ નગરને ખુલ્લુ મુકવામાં આવ્યું. ઉદ્ધઘાટન સમારંભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. અહીં અક્ષરપુરૂષોત્તમ મંદિરમાં મહંતસ્વામી મહારાજ તથા સીતા-રામ, રાધા-કૃષ્ણ, શિવ-પાર્વતી, લક્ષ્મી-નારાયણ મંદિરમાં સંસ્થાનાં વડિલ સંતો વિધિસર કાર્યક્રમ કરશે. સ્વામિનારાયણ સંપ્રદાયનાં પ્રમુખસ્વામી મહારાજની 98મી જન્મજયંતિ નિમિત્તે રાજકોટમાં આજથી 11 દિવસ મહોત્સવ રહેશે, જેમાં ભક્તિ, ભોજન અને ભવ્યતાનો અનેરો સંગમ જોવા મળશે. અહીં 500 એકર જમીનમાં સ્વામિનારાયણ નગર તૈયાર કરવામાં આવ્યું છે.…
દમણનાં સોમનાથમાં આવેલી ફ્લેર પેન બનાવતી કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં 12 જેટલા ફાયરોએ આગને 8 કલાકની જહેમત બાદ કાબુમાં લીધી હતી. દમણનાં સોમનાથ ખાતે આવેલી પેન બનાવતી ફ્લેર પેન નામની કંપનીમાં મોડી રાતે ભીષણ આગ લાગતા ભાગદોડ મચી ગયી હતી. પેન બનાવતી કંપનીમાં કેમિકલ હોવાથી આગે જોત જોતામાં જોર પકડ્યું હતું. ઘટનાની જાણ દમણ અને વાપીનાં ફાયરને થતા શરૂઆતમાં 4 જેટલા ફાયરોએ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. આગ કંપનીનાં ત્રીજા માળે લાગી હતી જેને કાબુમાં લેવાનાં પ્રયાસો નિષ્ફળ જતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો, જેને પગલે વલસાડ જિલ્લામાં સરીગામ, ઉમરગામ, વાપી જીઆઈડીસી, વલસાડ અને પારડીની…
પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્ન બાદ મંગળવારે દિલ્હીમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ મહેમાન બન્યા હતા. પીએમ મોદીએ આ નવપરણિત કપલને શુભકામના પાઠવી હતી. રિસેપ્શનમાં પ્રિયંકા સાથે તેના સસુર પૉલ જોનાસ, સાસુ ડેનિસ જોનાસ, માતા મધુ ચોપડા સહિત સમગ્ર પરિવાર નજર આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા અને નિક જોનાસે પહેલી અને બીજી ડિસેમ્બરે જોધપુરના ઉમ્મેદ પેલેસમાં ખ્રિસ્તી અને હિંદુ રીતિ રિવાજોથી લગ્ન કર્યા હતા.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી જુદી-જુદી પરીક્ષાઓમાં ગેરરીતી થાય અથવા તો છબરડા થાય અને પ્રશ્નપત્ર ફૂટી જાય તે વાતમાં હવે કોઈ નવાઈ જેવું રહ્યું નથી. પરંતુ હાલમાં એવી વિગતો બહાર આવી છે કે યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા કેલેન્ડર મા ડિસેમ્બર મહિનામાં એક જ મહિનામાં બે વખત તારીખ 28 મી દર્શાવવામાં આવે છે. આ મહિનાનું કેલેન્ડર જોઈને યુનિવર્સિટી કેમ્પસમાં હાલ એવી રમૂજ ચાલી રહી છે કે યુનિવર્સિટી તંત્ર ને પરીક્ષાનું સંચાલન કરતા તો નથી આવડતું પરંતુ વાર્ષિક કેલેન્ડર બનાવતા પણ નથી આવડતું. હાલમાં આ વાર્ષિક કેલેન્ડર યુનિવર્સિટી ના કર્મચારીઓ દ્વારા whatsapp પર વાયરલ કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ…
પૂર્વ ભારતીય બોટ્સમેન ગૌતમ ગંભીરે ક્રિકેટના તમામ ફોર્મેટ્સમાંથી સન્યાસ લઇ લીધો છે. મંગળવારે તેમણે પોતાના ટ્વીટર હેન્ડલ પર સંદેશ દ્વારા પોતાના સન્યાસની જાહેરાત કરી. 37 વર્ષના ગંભીરે ભારત તરફથી પોતાની છેલ્લી ટેસ્ટ 2016માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રાજકોટમાં રમાઇ હતી. તેમણે આંતરરાષ્ટ્રીય કરિયરમાં 58 ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને 41.95ની સરેરાશે 4154 રન બનાવ્યા, જેમાં નવ સદી સામેલ છે. ગંભીર 147 વનડે ઇન્ટરનેશનલમાં 39.68ની સરેરાશથી 5238 રન બનાવ્યા. જેમાં 2011 વર્લ્ડ કપ ફાઇનલની તે 97 રનોની શાનદાર ઇનિંગ છે, જેથી ભારતને બીજા વર્લ્ડ કપ પર જીત મેળવી હતી. વનડેમાં તેમણે 11 સદીવાળી ઇનિંગ્સ રમી હતી. ગંભીરે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં…
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વ્યુઇંગ ગેલેરી પર જવાની બે પૈકી એક લીફટ ત્રણ કલાક સુધી બંધ રહેતા પ્રવાસીઓએ પોતાના પૈસા રીફંડ માગી હોબાળો મચાવ્યો હતો. દરમિયાન કર્મચારીઓ ભાગી જતાં પોલીસ સાથે પ્રવાસીઓને માથાકુટ થઇ હતી. બાદ પોલીસે પ્રવાસીઓને સમજાવતા મામલો થાળે પડયો હતો. સ્ટેચ્યુ ઓફ યુનીટી નિહાળવા દેશભરમાંથી પ્રવાસીઓ ઉમટી પડયા છે. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનીટીના લોકાર્પણના એક મહિના બાદ પણ મેનેજમેન્ટના અભાવે પ્રવાસીઓને હજુ પણ ઘણી તકલીફો વેઠવી પડે છે. રવિવારે ૨જી ડિસેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનીટી જોવા 11043 પ્રવાસીઓ ઉમટી પડયા હતા. દરમિયાન આ પ્રવાસીઓનો એક લોટ 11 કલાકે વ્યુઇંગ ગેલેરી પર જવા લીફટ પાસે ગયા હતા. ત્યારે એ લીફટ…
નેશનલ હેરાલ્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધી વિરુદ્વ ઈન્કમટેક્સ રિએસએસમેન્ટની કાર્યવાહી કરવાનો આદેશ આપી મોટી લપડાક આપી છે. કોર્ટે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની નાણાંકીય વર્ષ 2011-12 માટે આવકનું ફરી મૂલ્યાંકન કરવા માટે આદેશ આપ્યા છે. જોકે, કોર્ટે જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી આવકવેર વિભાગને પોતાની કાર્યવાહી કરવા અંગે સ્ટે આપ્યો છે. કોર્ટે કહ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની અરજીના ગુણદોષ પર કોઈ અભિપ્રાય આપી રહી નથી. સુપ્રીમ કોર્ટે 2011-12ના કેસને ફરી ખોલવાની મંજુરી આપતા કોંગ્રેસમાં ખળભળાટ વ્યાપી ગયો છે. જસ્ટીસ એ.કે.સિકરી, જસ્ટીસ અશોક ભૂષણ અને જસ્ટીસ એસ.અબ્દુલ નઝીરની બેન્ચે…
સુરતમાં ઘણી વાર પ્રતિબંધિત અને ગેરકાયદેસર રીતે દવાઓનો જથ્થાઓ પકડાઈ આવે છે. આજ રોજ વરાછામાં ઉમિયાધામ મંદીર પાસેથી ગેરકાયદેસર રીતે વેંચવામાં આવતી દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. આ ઘટનામાં વરાછા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા વિસ્તારમાં કોરેક્ષ નામની દવાની બોટલમાં આલ્કોહોલ ભરેલી 259 બોટલો મળી આવી હતી. આ દવાનું વેચાણ કરતા આરોપીઓને પોલીસે વરાછાના ઉમિયાધામ સર્કલ પાસેથી પકડ્યા હતા, જેમાં પોલીસે મહારાષ્ટ્રના રહેવાસી સઈદ રફીક શાહ અને કય્યુમ કોસર શેખની ધરપકડ કરી છે. વરાછા પોલીસે આ તમામ બોટલોને મેડિકલ ટેસ્ટ માટે મોકલી છે.