રાજ્યમાં લોકરક્ષક પરીક્ષાનું પેપર લીક થયાની ઘટનામાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે બનાસકાંઠાનાં એદ્રાણાનાં મુકેશ ચૌધરી, વાવનાં મનહર પટેલ અને અરવલ્લીનાં અરજણ પટેલની ધરપકડ કરવામાં આવી છે. તો એક પીએસઆઈની પી.વી. પટેલની સામેલગીરી પણ બહાર આવી છે. આ ઉપરાંત ગાંધીનગરની શ્રીરામ હૉસ્ટેલનાં સંચાલક રૂપલ શર્મા અને વડોદરાનાં યશપાલ સિંહ સામે ફરિયાદ નોંધાઈ છે. તો આજે બપોર બાદ મોટા ખુલાસાઓ થઈ શકે છે. ખુદ રાજ્યનાં પોલીસ વડા પ્રેસ કૉન્ફરન્સ કરે તેવી શક્યાતા છે. આ મામલે કેટલાક લોકોની પુછપરછ કરવામાં આવી છે. પેપર લીક મામલે રાતભર તપાસનો ધમધમાટ ચાલ્યો હતો. પેપર લીક મામલે અરવલ્લી, દાહોદ અને બનાસકાંઠામાં તપાસનો દોર…
કવિ: Satya-Day
જસદણ પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ભાજપના કુંવરજી બાવળિયા સામે અવચર નાકીયાને ટિકિટ આપી છે. જસદણ સીટ માટે કોંગ્રેસ તરફથી ભોળાભાઈ ગોહિલનું નામ સૌથી અગ્રેસર હતું પરંતુ આખરે કોળી સમાજના જ આગેવાન અવચર નાકીયાના નામ પર મહોર મારવામાં આવી છે. નાકીયાએ તેમના નામની જાહેરાત થયા બાદ તમામ સંભવિત ઉમેદવારોનો આભાર માન્યો હતો. અવચર નાકીયા રાજકોટ જિલ્લા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખ અને બે ટર્મથી પીપરડી જિલ્લા પંચાયતનાં સભ્ય તરીકે ચૂંટાયા છે. વર્તમાન જિલ્લા પંચાયતનાં સભ્ય છે. અવચર નાકીયા કુંવરજી બાવળીયાના ખૂબ જ નજીકનાં મનાય છે અને રાજકારણમાં તેમને કુંવરજી બાવળીયા લાવ્યા હતા. વિંછીયા અને જસદણ પંથકનાં કોળી સમાજમાં અવચર નાકીયા સારી પકડ ધરાવે…
આજ રોજ લોક સુરક્ષા દળનું પેપર લીક થતા રાજ્યમાં ચકચાર મચી ગયો છે. આવા સમયે પાટીદાર નેતા હાર્દિક પટેલો પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જે લોકો પેપર સાચવી નથી શકતા એ ગુજરાત સાચવવાની વાતો કરે છે!! ક્યાં સુધી રોજગારીનાં નામે યુવાનોનું શોષણ થતુ રહેશે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા લેવાતી પરીક્ષાઓ કોઇ ને કોઇ અણઆવડત ને લીધે રદ્ કરવામાં આવે છે. પરીક્ષાઓ કોર્ટ કેસના છબરડામાં ફસાય છે અને ફરી વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી પડે છે. ગુજરાત સરકાર એક પરિક્ષા સરખી રીતે નથી કરાવી શકતી તો રાજ્ય કેવી રીતે ચલાવતી હશે, એ તમે જ વિચારો. લોકરક્ષણ દળની…
ગુજરાતમાં આજે લોક રક્ષકોની ભરતી હતી અને આ સમયે પેપર લીક થઈ જવાની ઘટના ગુજરાત સરકાર માટે ખુબ શરમજનક ઘટના છે. આ ઘટનાને અંગે યુવાનો સહિત ઘણા નેતાઓએ પોતાનો આક્રશ વ્યક્ત કર્યો છે. પેપર લીકની ઘટના અંગે જીજ્ઞેશ મેવાણીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં એક મોટા ઘાલમેલ અને કૌભાંડના કારણે પેપર લીક થઈ ગયું. આ પેપર લીક થવાના કારણે 6700 જેટલા ભરતીની એક્ઝામ આપવા આવેલા 9 લાખ જેટલા ગુજરાતના બેરોજગાર યુવાનો અટવાઈ ગયા હતા. રાજ્યની વિજય રૂપાણી સરકાર માટે આ ખુબ શરમનો વિષય છે. એક બાજુ રાજ્યમાં ભયંકર બેરોજગારી છે અને બીજી બાજુ રૂપાણી સરકાર 2 કરોડ રોજગારીના…
આજ રોજ લોકરક્ષકની ભરતીની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. પોલીસ બનવા નીકળેલા બેરોજગારોએ પોલીસના હાથે માર ખાવાનો વારો આવ્યો હતો. રાજ્યમાં ઠેરઠેર તેમને લાફાવાળી અને લાઠીચાર્જનો સામનો કરવો પડ્યો હતો. પાલનપુરમાં પરીક્ષા રદ્દ થતાં વિરોધ કરનાર વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો તેમજ ગાંધીનગરમાં પોલીસે દોડાવી દોડાવીને ઉમેદવારોને માર્યા હતા. આજ રોડ પરીક્ષા આપવા આવેલા યુવાનોમાંથી કોઈ ઉધાર લઈને આવ્યું હતું તો કોઈ ખેતી કરીને પોતાના મહેનતના પૈસા કમાઈ પરીક્ષાની તૈયારી કરી જોબ મેળવવાની આશાએ આવ્યા હતા. આ ભવિષ્યના પોલીસો પર આજના પોલીસોએ લાફાવાળી કરી તેમને ત્યાંથી ભગાડી મુક્યા હતા.
લોકરક્ષક ભરતીની પરીક્ષાનું પેપર લીક થઈ જતા તેને રદ્દ કરવામાં આવી છે. પેપર લીકની ઘટનાની CMએ ગંભીરતાથી નોંધ લીધી છે. CM વિજય રૂપાણીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. તેમજ ફરીથી પરીક્ષા સમયે ઉમેદવારોને બસભાડું નહીં આપવું પડે તેવી જાહેરાત કરી છે. જેમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે ઉમેદવારોનું બસનું ભાડું રાજ્ય સરકાર ચુકવશે તેમજ આવી ઘટના ફરી ન બને તે માટે વિભાગોને સૂચના આપવામાં આવી છે. લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે જાહેરાત કરી છે કે અસામાજિક તત્વો દ્વારા પરીક્ષાનું પેપર લીક કરાયું છે. જેથી લોકરક્ષક ભરતી માટેની પરીક્ષા આજે યોજાવાની નથી. આજે 8,76,356 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. પરીક્ષા…
રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યાના બનાવો વધી ગયા છે. ત્યારે અમરેલીના કાચરડી ગામમાં સવારે એક ખેડૂતે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું. ગામના નિવાસી બાવચન્દભાઈ વસાણીનો એકના એક પુત્ર કમલેશ પાક નિષ્ફળ જશે તે ડરના કારણે અને આર્થિક સ્થિતિ કથળી જવાથી ટ્રેનની નીચે કૂદકો મારીને આપઘાત કરી દીધો. કમલેશે આત્મહત્યા કરતા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે તેમજ પોતાનો એકનો એક પુત્ર આત્મહત્યા કરતા પરિવારના સભ્યો નિરાધાર બની ગયા છે. કમલેશને એક નાનો બાળક પણ છે જેને નાની ઉંમરમાં જ પિતાનો છાયો ગુમાવ્યો છે. એકનો એક પુત્ર આપઘાત કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારનું ગુજારન ચલાવનાર એકના એક પુત્રએ અચાનક આપઘાત કરીને દુનિયાને…
ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે વારંવાર થતી બેદરકારીનો ભોગ વિદ્યાર્થીઓએ બનવું પડતું હોય છે. એક તરફ દેશમાં બેરોજગારીના દશ્યો જોઈ શકાય છે તો બીજી તરફ સરકારની બેદરકારીને લીધે પેપર લીક થઈ જતા હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓની શક્તિ અને પૈસા બંનેનો વેડફાટ થઈ રહ્યો છે. આજ રોજ બપોરે 3 વાગ્યે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા અમદાવાદમાં 6189 જેટલી સીટો માટે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ લેવામાં આવી રહી હતી, જેમાં આઠ લાખ વિદ્યાર્થીઓએ અપ્લાય કર્યું હતું. જેનું પેપર લીક થઈ જતા વિદ્યાર્થીઓ ખુબ રોષે ભરાયા છે. ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા આજ રોજ પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફેસબુક અને વોટ્સ અપ પર પણ…
શહેર નજીકના વરિયાવમાં ઓએનજીસી દ્વારા ખેડૂતોને કોઈ પણ પ્રકારે જાણ કર્યા વિના અને કોઈ પણ જાતનું વળતર ચૂકવ્યા વગર જ પોલીસ સાથે આવી બળપ્રયોગ કરી ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી કરાતાં ખેડૂતોએ કામગીરીનો વિરોધ કર્યો હતો. પરિણામે ઘર્ષણ બાદ કામગીરી થંભાવી દેવી પડી હતી. ઓએનજીસી દ્વારા હાલ ઓલપાડ તાલુકાનાં ગામોથી સુરત શહેર તરફ ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. વરિયાવના શેરડી ગામના ખેતરમાં ગેસ પાઇપ લાઇન નાખવાની કામગીરી કંપની દ્વારા શરૂ કરવામાં આવી હતી. કંપની દ્વારા ખેડૂતોને તેમની જમીનનું અને ખેતરમાં થયેલા પાકોની નુકસાનીનું વળતર આપ્યા વગર જ વરિયાવ ગામની સીમના ખેતરમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઓએનજીસીના અધિકારીઓ…
પ્રિયંકા ચોપરા અને નિક જોનસના મેંહદી અને સંગીત સેરેમનીની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરો ખુદ દેશી ગર્લે સોસઇયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોને જોઈ લાગી રહ્યું છે કે મહેંદી અને સંગીત સેરેમનીમાં ખૂબ ધમાલ થઈ છે. આ સેરેમનીમાં સામેલ થયેલા તમામ મહેમાનોને ફોટોગ્રાફ લીક ન થાય તે માટે ફોટા પાડવાની મનાઈ કરવામાં આવી હતી.