હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા પર તિરાડો પડી હોવાની અફવાએ સોશિયલ મીડીયામાં હલચલ મચાવી દી ધી છે. તેની સત્ય હકીકત એ છે કે 182 મીટર ઊંચી પ્રતિમા ઊભી કરવી હોય તો કોઇ સિંગલ પાર્ટથી ઉભી કરવી શક્ય જ નથી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રતિમા પર તિરાડો પડી ગઇ હોવાની અફવા વેલ્ડિંગના કારણે જોઇન્ટની તિરાડો દેખાતા ભાષ થાય છે. આટલી મોટી પ્રતિમા અલગ અલગ પ્રકારના હજારોની સંખ્યામાં જોઇન્ટ ભેગા કરીને ઊભી કરવી પડે છે. એવી જ રીતે સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનીટી પણ હજારોની સંખ્યામાં જોઇન્ટ ભેગા કરી ખાસ પ્રકારનું વેલ્ડીંગ મારી ઊભી કરાઇ છે. હવે એ જોઇન્ટ વચ્ચે જે વેલ્ડિંગ…
કવિ: Satya-Day
બુટલેગરોએ હવે એસ.ટી. બસમાં ગુજરાતમાં દારૂ ઠાલવવાનો રસ્તો અપનાવ્યો હોય એવું લાગી રહ્યું છે. પારડી તાલુકાના મોતીવાડા ગામે પારડી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એસ.ટી. બસ (નંબર જીજે-18-ઝેડ-1854)ને રોકી બસમાં ચઢી મુસાફરોના સરસામાનની તલાસી લેતા 4 મહિલા પાસેથી દારૂની 433 બોટલ (કિંમત રૂપિયા 39,950) મળી આવી હતી. પારડી પોલીસે આ એસ.ટી. ડ્રાઇવરને બસ પારડી પોલીસ મથક સુધી હંકારી લઇ જવાની ફરજ પડી હતી. પારડી પોલીસ મથકે આ ચારેય મહિલાઓને દારૂના જથ્થા સાથે બસમાંથી ઉતારી દેવાયા પછી બસમાં સાવરકુંડલા તરફ રવાના કરી હતી. દારૂ સાથે પકડાયેલી મહિલાઓમાં મંજુ રમેશ વસાવા , ફરહાના અબ્બાસ શેખ , એઝાઝ ઇસ્માઇલ મન્સુરી તથા લક્ષ્મી હસમુખ ટંડેલનો…
સવર્ણોને ને રીઝવવા રૂપાણી સરકારે અફડાંતફડીમાં જાહેર કરેલા ગુજરાતના બિન અનામત વર્ગોના શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ-GUEEDC નો ફાયદો આમ જાણતા સુધી હાલની તારીખે પણ પહોંચ્યો નથી. ભાજપ સરકારે સવર્ણો માટે આ નિગમ દ્વારા અમલમાં મુકાયેલ આઠ યોજનાના કોઈ લેવાલ નથી. રૂ. 500 કરોડના બજેટ સામે સહાય માટે માત્ર 433 સવર્ણ યુવાનોની જ અરજી મળ્યાનું નિગમે સ્વીકાર્યું છે. એટલું જ નહી તેમાંથી 146 અરજીઓ મંજૂર કરી 6 મહિનાને અંતે રૂ. 2,74,95,000ની ચૂકવણી પ્રક્રિયા શરૂ થઈ છે. 433 અરજીઓમાંથી માત્ર 146 જ હજુ સુધી મંજુર થઇ છે બાકીની અરજીઓ પેન્ડિગ કે પછી ના મંજુર થઇ રહી છે. આ સ્કીમનો લાભ લેવાની પ્રક્રિયા અત્યંત…
માનવધિકારો માટે કામ કરતા ગેર સરકારી આંતરરાષ્ટ્રીય સંસ્થા એમનેસ્ટી ઈન્ટરનેશનલે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો હતો. સાધ્યું છે. મોદી પર નિશાન તાકીને એમનેસ્ટી ઈન્ટરનેશનલે ટ્વિટ કર્યું છે કે પીએમ મોદીએ માનવધિકારની રક્ષાનું વચન આપ્યું હતું પરંતુ વડાપ્રધાન માનવધિકાર કાર્યકર્તાઓ અને એવા સંગઠનોને નિશાન બનાવી રહ્યા છે. જ્યારે બીજેપીએ એમનેસ્ટીના આ આરોપોનો વળતો જવાબ આપ્યો છે. બીજેપીએ કહ્યું કે, એમનેસ્ટી ઈન્ટરનેશનલ સંસ્થા પીએમ મોદીના પાછળ પડી છે. બીજેપીનું કહેવું છે કે, આ સંસ્થા દુનિયામાં ભારતને બદનામ કરી રહી છે. એમનેસ્ટી ઈન્ટરનેશનલે પીએમ મોદી પર આરોપ લગાવતા કહ્યું કે, ભારત જેવી મોટી શક્તિને માનવધિકારની રક્ષા કરવી જોઇએ. શક્તિશાળી નેતા આ…
ઉનામાં 2 દિવસ પહેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા 3 યુવાનોના પરિવારજનોએ ડોકટરને માર મારી તોડફોડ કરી હતી. જે મામલે ડોક્ટરે ઇમરજન્સી સેવાઓ બંધ કરી છે. ઊનાના તમામ ડોકટરો દ્વારા આ ઘટનાના વિરોધમાં અને તોડફોડ કરનાર ટોળા વિરુદ્ધ કાર્યવાહી ન થાય ત્યાં સુધી ઇમરજન્સી સેવાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
ફરજમાંથી મૂક્ત કરાયેલા સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માની મુશ્કેલીઓ વધતી નજરે પડી રહી છે. તેમના પર 36 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. શુક્રવારે હરિયાણાની જમીનના સંપાદન કેસમાં ખેડુતો વતી વકીલપત્ર દાખલ કરનાર વકીલ જસબીરસિંહ મલિકે સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના દ્વારા આલોક વર્મા અંગે કેબિનેટ સચિવને કરવામાં આવેલી ફરીયાદનો ઉલ્લેખ કરી કહ્યું કે સીબીઆઈ ડાયરેક્ટરને જમીનનો કેસ બંધ કરવા માટે 36 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. વકીલ જસબીરસિંહે કહ્યું કે સીબીઆઈ દ્વારા વારંવાર તપાસ માટે સમય માંગવામાં આવે છે જે અંગે શંકા થાય છે. કોર્ટે વકીલનેં સંબંધિત ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે અને…
કાશી પીઠના શંકરાચાર્યએ ભાજપની રામ મંદિર અંગેની ઈચ્છાશક્તિ પર આરોપ મૂક્તા કહ્યું કે ભાજપની મંશા મંદિર નિર્માણને લઈ પ્રમાણિક નથી. ભાજપ તો માત્ર 2019ની ચૂંટણીમાં રાજકીય લાભ લેવા માટે આવા સ્ટંટ કરાવી રહ્યો છે અને મંદિર મુદ્દાને ઉછાળી રહ્યો છે. હનુમાનજી અંગે રાચરિત માનસમાં લખાયું છે કે કાંધે મૂજ જનેઉ સાજે. આનો સીધો મતલબ થાય છે કે હનુમાન બ્રાહ્મણ હતા, દલિત ન હતા. શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદે કહ્યું કે કાયદો બનાવી રામ મંદિર અંગેનો પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકાવો જોઈએ. જેના આધારે મંદિર નિર્માણનો રસ્તો આસાન થઈ શકે. પરંતુ ભાજપ સરકાર એવું ન કરી માત્ર મુદ્દાને મીડિયા અને પ્રદર્શનોમાં મારફત ઉછાળી…
સુરતમાં આવેલા સત્યમ ફાઉન્ડેશન આશ્રમના યોગગુરૂ પ્રદિપ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. યોગગુરૂએ આપઘાતનો પ્રયાસ કરતા પહેલા સાત પાનાની સુસાઇડ નોટ લખીને 10 જેટલા સાધકો દાનમાં આપેલા પૈસાની પઠાણી ઉઘરાણી કરીને પરત માંગે છે તેવો આક્ષેપ કર્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે શહેરમાં આવેલા કામરેજ ધોરણ પરડીમાં એક આશ્રમ આવેલો છે. જે સત્યમ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે. જ્યાં યોગગુરૂ પ્રદીપજી લોકોને યોગ શીખવાડે છે. તેમણે કપાસના પાકમાં છાંટવાની દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો છે. યોગગુરૂએ આપઘાત કરતા પહેલા સાત પાનની સ્યૂસાઇડ નોટ લખી છે. જેમાં સાઘકો તેમની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હોવાની ફરિયાદ કરી છે.…
અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને રાજકીય નિવેદનબાજીમાં ગરમાટો આવ્યો છે તો રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ પર ખૂબ સક્રીય થઈ ગયું છે. અયોધ્યામાં મંદિર નિર્માણની કવાયતમાં જોડાયેલા સંઘે પાટનગર નવી દિલ્હીમાં યાત્રા કાઢી છે. દિલ્હીમાં સંકલ્પ યાત્રા નવ દિવસ ચાલશે. યાત્રાનો પ્રારંભ ઝંડેવાલા મંદિરથી શરૂ થયો. આ યાત્રા નવ ડિસેમ્બરે સમાપ્ત થશે. બીજી તરફ વિહિપ દ્વારા ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં સ્વદેશી જાગરણ મંચ અને સંઘની ઈકોનોમિક વિંગ પણ સામેલ છે. અયોધ્યામાં મંદિર નિર્માણ માટે સંઘ દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. દેશભરમાં મંદિર માટે માહોલ બનાવવામાં આવી રહ્યો છે. અત્રે નોંધીનય છે કે સંતો અને વિશ્વ હિન્દુ…
એવું કહેવાય છે કે જે પાર્ટીનો ઉમેદવાર વલસાડ લોકસભાની સીટ જીતે છે તેની કેન્દ્રમાં સરકાર બને છે. 2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને વલસાડ બેઠક પર સૌ કોઈની નજર રહે તે સ્વભાવિક છે. હાલ વલસાડ સાંસદ તરીકે ભાજપનાં કેસી પટેલ છે. સાંસદ તરીકે કેસી પટેલની કામગીરી કેવી રહી હતી તે વલસાડની પ્રજા જાણે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કપરાડાની બેઠક ભાજપે ગુમાવ્યા બાદ કેસી પટેલે શિક્ષકોને ચેતવણી આપી હતી ત્યારથી તેઓ વિવાદમાં આવ્યા હતા. ત્યાર બાદ દિલ્હીની મહિલાએ તેમના પર ખોટા આરોપ મૂક્યા અને એ મહિલાને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવી હતી. કેસી પટેલની સાંસદ તરીકેની કામગીરી અંગે મિશ્ર…