કવિ: Satya-Day

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ.ડબલ્યૂ. બુશનું નિધન થયું છે. તેમને લો બ્લડ પ્રેશર અને ઈન્ફેક્શનના કારણે મે મહિનાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સાથે જ તેમને પર્કિંસનની પણ તકલીફ હતી. તેઓ લાંબા સમયથી બિમારીને કારણે વ્હીલચેર પર હતા. બુશના પરિવારે શુક્રવારે મોડી રાત્રે આ જાણકારી આપી હતી. તેમના દીકરા અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશે એક નિવેદનમાં જણાવ્યું કે, જેબ, નીલ, માર્વિન, ડોરો અને મને આ જાહેર કરતાં ખૂબ દુખ થઈ રહ્યું છે કે, 94 વર્ષનું યાદગાર જીવન જીવ્યા પછી અમારા પ્રિય નેતાનું નિધન થઈ ગયું છે. જ્યોર્જ ડબ્લ્યુ બુશના પ્રવક્તાએ તેમનું આ નિવેદન ટ્વિટર દ્વારા જાહેર કર્યું…

Read More

સુરત શહેર કોંગ્રેસમાં હોદ્દો મેળવવા માટે લાંબી લાઈન લાગેલી છે. અમિત ચાવડાએ સુરત શહેર કોંગ્રેસની કમાન વરિષ્ઠ કોંગ્રેસી નેતા બાબુ રાયકાને સોંપ્યા બાદ રાયકા માટે સૌથી મોટી મોકાણ વર્ષોથી સુરત શહેર કોંગ્રેસમાં પેંઘા પડેલા અને શોભાના ગાંઠીયા જેવા નેતાઓના બદલે નવા ચહેરાઓને સ્થાન આપવાની છે. હાલ સુરત શહેર  કમિટીની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. વર્ષોથી જૂથવાદનો અખાડો બનેલી સુરત કોંગ્રેસને વધુ બહેતર કરવા માટે બાબુ રાયકાના માથે મોટી જવાબદારી છે. કોંગ્રેસની ચાદી તો મોટી હોય છે પણ હોદ્દેદારો સુદ્વાં કોંગ્રેસના કાર્યક્રમોમાં હાજર રહેતા નથી. વારેઘડીએ એકનાં એક જ ચહેરાઓ વારાફરતી કોંગ્રેસમાં જોવા મળે છે. વર્તમાન પ્રમુખ બાબુ રાયકા નિવડેલ…

Read More

સરકારની કૃષિ વિરોધી નીતિ સામે રાજધાની દિલ્હી ખાતે સેંકડો ખેડૂતોએ કેન્દ્ર સરકાર સામે મોરચો માંડયો છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતોની આવકનું સ્તર પણ સતત કથળતું જઇ  રહ્યું છે. ગુજરાતનો એક ખેડૂત મહિને સરેરાશ રૃપિયા ૩૫૨૩ની જ ચોખ્ખી આવક મેળવે છે. ભારતના જે રાજ્યોમાં ખેડૂતોની ચોખ્ખી આવક સૌથી ઓછી હોય તેમાં ગુજરાત નવમાં સ્થાને છે. ગુજરાતનો ખેડૂત વિવિધ સ્ત્રોતમાંથી દર મહિને સરેરાશ રૃપિયા ૫૭૭૩ની આવક મેળવે છે અને જેમાંથી રૃપિયા ૨૨૫૦નો ખર્ચ થાય છે. આમ, તેની ચોખ્ખી આવક રૃ. ૩૫૨૩ જ હોય છે. ‘પોકેટબૂક ઓફ એગ્રિકલ્ચર સ્ટેટિસ્ટિક્સ-૨૦૧૭’માં આ ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. હરિયાણા, પંજાબની સરખામણીએ ગુજરાતના ખેડૂતોની આવક ત્રીજા ભાગની છે.…

Read More

બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નમાં સામેલ થવા માટે અંબાણી પરિવાર જોધપુર પહોંચી ગયો છે. અંબાણી પરિવાર તરફથી મુકેશ અંબાણી, ઈશા અંબાણી, પુત્ર અનંત અંબાણી અને તેની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ અને પત્ની નીતા અંબાણી લગ્નમાં સામેલ થવા માટે જોધપુર ઉમ્મેદ પેલેસ પહોંચ્યા છે. 11 ડિસેમ્બરના ઈશા અંબાણીના પણ લગ્ન છે, છતા પ્રિયંકાના લગ્ન પહેલા જ ઉમ્મેદ ભવન પેલેસ પહોંચી છે. પ્રિયંકાના બેચલર પાર્ટીમાં ઈશા અંબાણી પણ જોવા મળી હતી.પ્રિયંકાના લગ્નમાં આશરે 100 મહેમાન આવશે. આ તમામ મહેમાનો માટે હોટલના તમામ રૂમ બુક કરવામાં આવ્યા છે. પ્રિયંકા અને નિક માટે મહારાજા સ્યૂટ અને મહારાની સ્યૂટ બુક છે. આ લગ્નમાં…

Read More

બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવને દિલ્લી હાઈકૉર્ટે  3 મહિનાની જેલની સજા ફટકારી છે. ટ્રાયલ કૉર્ટે સામે એક સમજુતીની રકમ રાજપાલ યાદવ આપી શક્યો નહોતો. આ મામલે કડક વલણ અપનાવતા હાઈકૉર્ટે રાજપાલ યાદવને 3 મહિનાની સજા સંભળાવી છે. 2010માં રાજપાલ યાદવે 5 કરોડની લોન લીધી હતી, પરંતુ આ રકમને ના ચુકવી શકતા લોન આપનાર વ્યક્તિએ કૉર્ટની મદદ લીધી હતી. કૉર્ટમાં આ વર્ષે સમજુતી થઈ હતી કે રાજપાલ યાદવ 10 કરોડ 40 લાખ રૂપિયા પરત કરશે, પરંતુ જ્યારે રાજપાલ યાદવે આ રકમ ના ચુકાવી તો કૉર્ટે તેને જેલ મોકલી દીધો. ઇન્દોર નિવાસી સુરેન્દર સિંહ પાસેથી રાજપાલ યાદવે પોતાના અંગત કારણો આપીને કેટલીક રકમ…

Read More

જાણો ભારતીય સંવિધાન પારિત એ કાયદા માટે, જેના કારણથી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન રજિસ્ટર થશે નહીં… ઇટલીમાં લગ્ન કરીને અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણએ એક એવી ભૂલ કરી દીધી છે, જે કારણથી એમના લગ્નનું રજિસ્ટર થઇ શકશે નહીં. તેઓના મેરેજ એક કાયદાકીય ગૂંચમાં ફસાઇ ગયા છે. વાસ્તવમાં ઇટલીમાં લગ્ન દરમિયાન વિદેશી લગ્ન અધિનિયમ, 1969ના નિયમ ફોલો કર્યા નથી. ચલો તો જાણીએ શું છે વિદેશી વિવાહ અધિનિયમ 1969 અને શું છે એની જોગવાઇ? વિદેશી લગ્ન અધિનિયમ 1969 પ્રમાણે વિદેશમાં જો કોઇ ભારતીય લગ્ન કરે છે તો એમને ત્યાં સ્થિત ભારતીય દૂતાવાસને એની જાણકારી આપવાની હોય છે. દૂતાવાસમાં ઘણા…

Read More

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ટેલિકોમ્યુનિકેશનને મોટો ફટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીને કેન્દ્ર સરકાર દ્વારા એનઓસી આપવા માટે બે દિવસની અંદર જ 14 અબજ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. હકીકત એ છે કે રિલાયન્સ જીઓને આરકોમને પોતાનો સ્પેકટ્રમ વેચવા માંગે છે. કંપનીએ આ માટે સરકાર પાસેથી એનઓસી લેવાની રહે છે. એનઓસીના બદલામાં કેન્દ્ર સરકારને આરકોમ દ્વારા ગેરંટી આપવાનું કહેવામાં આવ્યું હતું. કંપનીએ આ આદેશના વિરુદ્વ એપેલેટ ટ્રીબ્યુનલમાં દાદ માંગી હતી. કોર્પોરેટ ગેરંટીના રૂપિયા ચૂકવ્યા બાદ જ આરકોમ પોતાનો હિસ્સો રિલાયન્સ જીઓને વેચી શકશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રિલાયન્સ કોમ્યુનિકેશનની સબસીડરી કંપની રિલાયન્સ રિઆલિટી લિમિટેડ તરફથી કોર્પોરેટ ગેરંટી જારી કરવામાં…

Read More

પાછલા સાડા ત્રણ વર્ષથી પાટીદાર અનામત આંદોલન ચલાવી રહેલા અને ભાજપ સરકારની નીતિઓ વિરુદ્વ પ્રચાર કરતા યુવા નેતા હાર્દિક પટેલ જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ વિરુદ્વ પ્રચાર કરશે નહીં. વાંચીને આંચકો લાગ્યો હોય તે હવે આગળ વાંચો કે શું કારણ છે. જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને માત્ર ત્રણ કલાકમાં જ મંત્રી બનેલા કુંવરજી બાવળીયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ભાજપની આખી ફોજ કામે લાગી ગઈ છે. પરંતુ 2015થી ભાજપની નીતિ-રીતિઓની ટીકા કરી પ્રચાર કરતો હાર્દિક પટેલ આ વખતે ભાજપ વિરુદ્વ પ્રચાર કરશે નહીં. પ્રચાર નહીં કરવાનું કારણ એ છે કે હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનના અન્ય પ્રોગ્રામોમાં બિઝી છે. પાટીદાર…

Read More

એક પછી  એક સ્ટાર્સ પોતાના લગ્નની જાહેરાત કરી રહ્યા છે. એવામાં રાખી સાવંતે સોશિયલ મીડિયા પર પોતાના લગ્નનું કાર્ડ જારી કરીને એવું જાહેર કર્યું છે કે એ 31 ડિસેમ્બરે અમેરિકાના લોસ એન્જેલિસમાં લગ્ન કરવાની છે. હવે સ્વાભાવિક છે ડ્રામા ક્વિન દુલ્હન બનશે તો દુલ્હો પણ ડ્રામા કિંગ હોવો જોઇએ, રાખીનો દુલ્હો રાજા છે દીપક કલાલ. ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના કન્ટેસ્ટેન્ટ દીપક તલાલ એ ખુશનસીબ છે જેની સાથે રાખી સાવંત આ વર્ષે 31 ડિસેમ્બરે અમેરિકાના લોસ એન્જિલેસમાં સાત ફેરા ફરશે. જો કે રસપ્રદ વાત તો એ છે કે લોસ એન્જિલેસમાં થનારા રાખી અને દીપકના લગ્નમાં જે પણ જવા ઇચ્છે એ જઇ શકે…

Read More

(સૈયદ શકીલ દ્વારા): ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની વહેતી થયેલી ચર્ચામાં રાજકીય જાણકારો સત્ય ડેના અહેવાલ અંગે દાંત કાઢી રહ્યા છે ત્યારે ભાજપ હાઈકમાન્ડની ભીતરમાં નેતૃત્વ પરિવર્તનને લઈ ભારે ચૂપકીદી સેવવામાં આવી રહી છે તો પણ વાતોની વાત એવી છે કે ગુજરાતમાં વિજય રૂપાણીને બદલીને નવા સીએમ બનાવવા માટે ભાજપ હાઈકમાન્ડે મન મક્કમ કરી લીધું છે. ગુજરાતમાં જે પ્રકારે આનંદીબેનને અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવ્યા છે એ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ હજમ થઈ ન હતી. ગુજરાત વિધાનસભામાં ચૂંટણીને અમિત શાહ અને ગુજરાતની નેતાગીરીએ મોટા ઉપાડે દેકારો મચાવ્યો હતો પણ છેવટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીને માથા પર લીધી હતી અને ભાજપ હારતાં-હારતાં…

Read More