અયોધ્યાના રામ મંદિર નિર્માણને લઈ હવે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ફાઉન્ડર મસૂદ અઝહરે ધમકી આપી છે. અઝહરે બાબરી મસ્જિદને લઈને 9 મિનિટની ઓડિયો ક્લિપ જાહેર કરી છે. આ ઓડિયો ક્લિપમાં અઝહર ધમકી આપી રહ્યો છે કે જો ભારત બાબરી મસ્જિદના સ્થળે રામ મંદિર બનાવશે તો દિલ્હીથી કાબુલ સુધી મુસ્લિમ છોકરાઓ બદલો લેવા તૈયાર છે. તેણે કહ્યું કે, અમે લોકો મોટાપાયે તબાહી ફેલાવવા માટે તૈયાર છીએ. આ ઓડિયોમાં મસૂદ અઝહરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પણ ઝેર ઓક્યું. તેણે કહ્યું કે, આ બધું મોદી ચૂંટણી માટે કરી રહ્યા છે. અઝહરે દાવો કર્યો છે કે કાબુલ અને જલલાબાદમાં ભારતીય સંસ્થાનોને નિશાન બનાવવામાં આવી હતી.…
કવિ: Satya-Day
ગુજરાતમાં દારૂબંધીનું અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે તેવી આલબેલ પોકારતી ગુજરાતની ભાજપ સરકારના ગાલને રાતો કરતી ઘટના સુરતમાં બની છે. સુરતમાં છડેચોક દારુનું વેચાણ થઈ રહ્યું હોવાનો પુરાવો બાઈક અકસ્માતમાં રસ્તા પર વેરાયેલી દારુની બોટલો રૂપે મળી આવ્યો છે. વિગતો મુજબ સુરતના અડાજણ વિસ્તારમાં ગત મોડી રાત્રે શીતલ ચાર રસ્તા નજીક દારૂ સાથે જઈ રહેલો યુવાન અન્ય બાઈક સવાર સાથે અથડાયો હતો. સામ-સામે બાઈક ભટકાતા એક બાઈક સવારની બાઈક પર મૂકેલી દારુની બોટલનો બોક્સ રસ્તા પર વિખરાઈ ગયો હતો અને રસ્તા પર દારુની બોટલ અને દારુ રેલાઈ ગયું હતું. રસ્તા પર દારૂની બોટલો રસ્તા પર પડી જતાં લોકોએ દારૂની…
કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કેન્દ્ર સરકાર એક બિલ પસાર કરવા જઇ રહી છે જેમાં પ્રાણીઓના ઉપયોગ પર પ્રતિબંધ લગાવામાં આવશે. આ વિધેયક પાસ થયા બાદ સર્કસમાં કોઇપણ પ્રાણી જોવા મળશે નહી. સિંહ, વાઘ છેલ્લા ઘણા સમયથી સર્કસ સાથે જોડાયેલા રહ્યાં, જો કે તેના પર પહેલાથી જ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હવે ઘોડા, ગેન્ડો, હાથી, કુતરા વગેરે પણ સર્કસમાં જોવા મળશે નહીં. આ નિયમ બનાવવા પાછળ છેલ્લા ઘણા સમયથી પશુ કાર્યકર્તાઓની માંગ હતી. આ બિલ પસાર થયા બાદ પ્રાણીઓ સાથે કોઇ દુર્વ્યવહાર નહી થાય અને આ નાની જગ્યા પર રહેવા માટે મજબૂર નહી બને. તેની…
સુરતમાં એવી ઘટના સામે આવી છે કે જેના અંગે જાણી તમે ચોંકી જશો. સામાન્ય રીતે પતિ પત્ની પર અત્યાચાર ગુજારતા હોય તેવા કિસ્સાઓ સામે આવતા રહે છે.પરંતુ સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પત્નીએ પતિ પર ચારિત્ર્યની શંકા કરી બંને આંખો ફોડી નાંખી. હદ તો ત્યારે થઇ પતિની આંખો ફોડીને પાછો ફોન કરી ખુદ પત્નીએ જ 108ને જાણ કરી. ક્રાઇમમાં પંકાયેલા પાંડેસરાની આ ઘટના જાણી દરેક લોકો ચોંકી જાય છે. મળતી માહિતી પ્રમાણે પત્નીને શંકા હતી કે તેના પતિનું કોઈ અન્ય મહિલા સાથે ચક્કર ચાલી રહ્યું છે. આથી તેણીએ તેના પર ચપ્પાથી હુમલો કરીને પતિની આંખો જ ફોડી નાંખી હતી. બનાવ બાદ…
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ની- રિપ્લેસમેન્ટ સર્જરી માટે ગુરૂવારે તેમને મુંબઈ સ્થિત બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્શુયા હતા. આજે તેમના ઘુંટણના ભાગે સર્જરી થશે. રવિવારે તેમને રજા આપી દેવાય તેવી શક્યતાઓ વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રીના કાર્યલયે નીતિન પટેલ બે અઠવાડિયા સુધી સચિવાલય નહી આવે તેમ જણાવ્યુ હતુ. બે- અઢી વર્ષથી તેમને ઘુંટણના ઘસારાથી તકલીફ હતી. સતત વ્યસ્તતાને કારણે નીતિન પટેલ કામચલાઉ સારવાર લઈ રહ્યા હતા. યુનિકમ્પાર્ટમેન્ટલ ની-રિપ્લેસમેન્ટ એ લેટેસ્ટ આર્થોપ્લાસ્ટી છે. આ સર્જરીમાં ઘુંટણના ત્રણ કમ્પાર્ટમેન્ટ પૈકી જ્યાં સૌથી વધુ ઘસારો હોય ત્યાં રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે. જે એક સામાન્ય સર્જરી છે. બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડો. અરૂણ મુલાની ટીમ…
ગુજરાત સરકારમાં હવે સત્તાવાર રીતે વ્હોટ્સએપની એન્ટ્રી થઈ ચુકી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે અને રોજીંદા કામમાં સોશિયલ મીડિયા અને વ્હોટસએપ જેવા માધ્યમોનો ઉપયોગ કરવાના નિર્દેશ અપાયા છે. આપદા સંકલન અને સરકારની રોજીંદી બેઠકોની માહિતી વ્હોટસએપ કે, સ્કાયપ જેવા માધ્યમોથી મેળવવા માટે વિભાગે પરિપત્ર કર્યો છે. ઈ-મેઈલ માટે પણ સરકારી બાબુઓને અનુરોધ કરતો પરિપત્ર કરાયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રોજીંદા કામ માટે અધિકારીઓ અને વિભાગોના વડા ગુજરાત સરકાર દ્વારા ઈ-મેઈલની ઉભી કરાયેલી વ્યવસ્થાનો ઉપયોગ કરે. આ સાથે જ પરિપત્રમાં વિભાગના વડા અને સચિવો માટે સ્માર્ટફોન ખરીદવા ઉપરાંત ફીડબેક અને રિસ્પોન્સ સેલ ઉભો કરવા…
ભારતીય જનતા પાર્ટીએ તેલંગણા વિધાનસભાની ચૂંટણી માટે ગુરુવારે એક ચોંકાવનારી જાહેરાત કરી છે અને કહેવામાં આવ્યું છે કે જો અમારી પાર્ટી સત્તામાં આવશે તો દર વર્ષે એક લાખ લોકોને મફતમાં ગાય આપવામાં આવશે. સાથે સાથે ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીનું ધિરાણ, સ્નાતકોને મફત લેપટોપ અને દારૂનું વેચાણ પણ નિયમિત કરવા માટેનાં વચન આપવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 7 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે. આ જાહેરાત પત્ર બીજેપીનાં રાજ્ય ઇકાઈનાં મુખ્ય પ્રધાન કે. લક્ષ્મણે રજૂ કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પક્ષ સત્તામાં આવશે તો પૈસા અને ઘન આપશે. તેમજ બીજા પ્રલોભન આપતા કહ્યું કે ‘બલાત…
એક તરફ ગુજરાતમાં પાટીદારોને અનામત મળે તે માટે છેલ્લા સાડા ત્રણ વર્ષથી આંદોલન ચાલી રહ્યું છે. તો બીજી તરફ મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠા અનામત બિલ સર્વાનુમતે પસાર થતા મરાઠાઓને અનામત મળવાનો માર્ગ મોકળો થયો છે. ભાજપ-શિવસેનાની ગઠબંધન સરકારે રજૂ કરેલા બિલને કોંગ્રેસ-એનસીપી સહિત તમામ પાર્ટીઓએ સમર્થન આપતા વિધાનસભા અને વિધાનપરિષદ એમ બંને ગૃહોમાં સર્વાનુમતે બિલ પસાર થયું હતું. ગુજરાતમાં પાસના કન્વીનરો અનામતની માંગ સાથે ફરી ઓબીસી પંચની કચેરીએ પહોંચ્યા હતા. તો આ તરફ રાજપૂત સમાજ પણ અનામતની માગણી સાથે પછાત વર્ગની ઓફિસે પહોંચ્યા હતા. જ્યા રાજપૂત સમાજના આગેવાનોએ રાજપૂત સમાજને અનામત આપવાની રજૂઆત કરી છે. જો કે પાસના સભ્યોએ ઓબીસી પંચના…
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવા માટે તૈયારી દર્શાવી છે. ભારત સાથે શાંતિ સંવાદ માટેના તેમના કોલનું પુનરાવર્તન કરતાં પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ગુરુવારે કહ્યું હતું કે તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાટાઘાટ કરવા માટે તૈયાર છે કારણ કે તેમણે સ્વીકાર્યું હતું કે આતંકવાદ ઈસ્લામાબાદના હિતમાં નથી. ભારત દ્વારા કહેવામાં આવ્યું છે કે આતંકવાદ અને શાંતિ વાટાઘાટો એક સાથે થઈ શકે નહીં. ભારતની માંગ રહી છે કે પાકિસ્તાન પ્રથમ ક્રોસ બોર્ડર ટેરરિઝમને ખતમ કરે અને આતંકવાદીઓને આશ્રય આપવાનું બંધ કરે. વિદેશ બાબતોના પ્રધાન સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિઓ બંધ…
મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠાઓને 16 ટકા અનામત આપવાનું બીલ પાસ થઈ ગયા બાદ અપેક્ષા મુજબ જ ગુજરાતમાં પાછલા સાડા ત્રણ વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને વેગ આપવામાં આવી રહ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે આજે કહ્યું કે આગામી દિવસોમાં પાટીદાર અનામતની માંગને વધુ મજબૂતાઈ આપવા માટે વિશાળ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પાટણ ખાતે ઉત્તર ગુજરાતના કન્વિનર-સહ કન્વીનરોની આજે બેઠક યોજાઈ હતી..મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને 16 ટકા અનામત આપતા સરકારે આજે વિધાનસભામાં બિલ પસાર કર્યું. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનની લડાઈ વધુમાં વધુ મજબૂત બને એ હેતુથી આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાતમાં સૌથી મોટું મહિલા સંમેલન યોજાશે. હાર્દિક…