કવિ: Satya-Day

સાસણ પાસે આવેલા દેવળિયા સફારી પાર્કમાં આજે સવારે વિફરેલો એક સિંહ વન કર્મચારી પર હુમલો કરી તેને જંગલમાં ઉપાડી ગયાની ઘટના સામે આવી છે. ઝૂનનમાં આવી ગયેલા આ સિંહે ટ્રેકરને બચાવવા આવેલી વન ખાતાની અન્ય ટૂકડી ઉપર પણ હુમલા કર્યા હતા. દરમિયાન સિંહે એક ફોરેસ્ટર તથા અન્ય વન કર્મચારી ટ્રેકરને પણ ગંભીર રીતે ઘાયલ કર્યાનું સામે આવ્યું છે. સિંહને કંટ્રોલ કરવા 100થી વધુ અધિકારી-કર્મચારીઓ સહિતના સ્ટાફે કવાયત શરૂ કરી દીધી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બે ટ્રેકર સવારે પોતાનું રુટિન કામ કરી રહ્યા હતા. એ દરમિયાન વિફરેલા સિંહે એક ટ્રેકર નામ રજનીભાઈ નાથાભાઈ કેશવાલા પર હુમલો કરી દીધો. એટલું…

Read More

ધીમે ધીમે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીની લહેર પ્રસરી રહી છે. હવે ઠંડીનો અહેસાસ થવા લાગે છે. દિવસનું મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રીની આસપાસ નોંધાઇ રહ્યું છે. જોકે, આગામી એક બે દિવસમાં સુરત શહેરમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટડો થવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. મળતા આંકડા પ્રમાણે સુરતમાં બુધવારે મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી જ્યારે લઘુતમ તાપમાન 19.8 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં ભેજનું પ્રમાણે 49 ટકા અને પવન નોર્થ વેસ્ટ દિશાનો પ્રતિ કલાક પાંચ કિલોમીટરની ઝડપના નોંધાયા હતા. નવેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છે. પરંતુ શહેરમાં ઠંડીની મોસમ હજી પણ જામતી નથી. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડી અનુભવાઇ છે. હવામાન…

Read More

મહારાષ્ટ્ર વિધાનસભાએ ગુરુવારે સર્વસંમતિથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હેઠળ મરાઠા માટે 16 ટકા આરક્ષણ પ્રસ્તાવ પસાર કર્યો હતો. શૈક્ષણિક શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે બેઠકોની અનામત અને મરાઠાને જાહેર સેવાઓની પોસ્ટ્સ જે સામાજિક અને શૈક્ષણિક રીતે નાગરિકના પાછા વર્ગ તરીકે જાહેર કરવામાં આવે છે, તેમાં હવેથી મરાઠાઓને અનામતનો લાભ મળશે. મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠા અનામત બીલ સર્વાનુમતે પસાર થતાં ગુજરાતમાં પાટીદારો માટે અનામત બીલ ક્યારે પસાર થશે એ પ્રશ્ન વઘુ ઘૂમરાશે અને હાર્દિક પટેલના નેતૃત્વમાં અનામત આંદોલન વેગ પકડશે એવું લાગે છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે બિલ રજૂ કર્યું હતું., બિલને સર્વસંમતિથી પસાર થવા માટે કોંગ્રેસ, એનસીપીના સહિતના તમામ વિપક્ષનો સભ્યોનો…

Read More

બિહારના પૂર્વ મખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને રાજ્યના ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન તેજપ્રતાપ યાદવે તેમના પત્ની ઐશ્વર્યાને તલાકની અરજી પાછી ખેંચી લીધી છે. એનડીટીવીની સમાચાર મુજબ, તેજ પ્રતાપ યાદવના સલાહકારે આ માહિતી આપી. લગ્નના છ મહિના પછી તેજ પ્રતાપે ગત પહેલી નવેમ્બરે પાટણી કોર્ટમાં તલાકની અરજી દાખલ કરી હતી. ત્યાર બાદ તએઓ જાહેર જીવનથી ગાયબ હતા. થોડાંક દિવસ પહેલાં તેજ પ્રતાપે ટવિટ કર્યું હતું કે જે તૂટી ગયું છે તે ફરી જોડી શકાય એમ નથી. હિન્દીમાં તેમણે લખ્યું હતું કે ટૂટે સે ફિર ન જૂડે, જૂડે ગાંઠ પરિ જાય. આ ટવિટને તેજ પ્રતાપની તલાક અરજીથી પીછેહઠ ન થવાની નિશાની રૂપે…

Read More

સુરતના હજીરા બ્રિજ પર આજે સવારે વિચિત્ર કહી શકાય તેવો અક્સમાત સર્જાયો હતો. બ્રિજ પર ઉભેલી ટ્રકમાં બાઈક સવાર ઘુસી જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતું. પોલીસ સૂત્રો મુજબ આજે સવારે હજીરાના જૂના ગામે રહેતો હેમંત પટેલ નામનો યુવાન રાબેતા મુજબ પોતાના કામ માટે જઈ રહ્યો હતો ત્યારે હજીરા બ્રિજ પર ટેક્નિકલ ખામીના કારણે પાર્ક કરાયેલા ટ્રકમાં ઘુસી ગયો હતો. બાઈક સાથે ટ્રકમાં ઘુસી ગયેલા હેમંતનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઘટના અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પણ આ ઘટનામાં એક આશાસ્પદ યુવાનનું અકાળ મોત થતાં જૂના ગામમાં શોકનુ…

Read More

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આગમ આર્કેડમાં ગત સોમાવારે સાંજે 6-30 વાગે  ભિષણ આગ ફાટી નિકળી હતી. જેમાં એક 7 વર્ષના બાળક મંથન જાદવ અને શિક્ષિકાનું મોત થયું હતું. પોલીસે સોમવારે ટ્યુશન સંચાલકો સામે સદોષ માનવ વધનો ગુનો દાખલ કર્યો હતો. વિગતો મુજબ સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આગમ આર્કેડમાં લાગેલી આગ બાદ પોલીસ અને સુરત મહાનગર પાલિકાનુ તંત્ર હરકતમાં આવ્યું હતું. ત્રીજા માળે ચાલી રહેલા ટ્યુશન ક્લાસીસમાં શોર્ટ સર્કીટના કારણે આગ ફાટી નીકળી હતી. આગ લાગતા અનેક વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા તેમને રેસ્કયુ કરી બચાવી લેવામાં આવ્યા હતા. 10 બાળકોને બહાર કાઢનારા શિક્ષિકા પ્રીતીબેન પોતે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા…

Read More

સુરત ખાતે આવેલી સચીન જીઆઈડીસીમા સંગમ મીલના માલિકો દ્વાર કારીગરને પગારના બોઈલરમાં નાંખી દેવાની ધમકી આપ્યા બાદ કારીગરે આજે ટ્રેન નીચે પડતું મૂકી આત્યાંતિક પગલું ભર્યું હતું. કારીગરના આપઘાતના કારણે મીલ માલિકો સામે કારીગરોમાં રોષ વ્યાપી ગયો છે. વિગતો મુજબ મોહંમદ શરીફ  નામનો યુવાન સચીન ખાતે આવેલી સંગમ મીલમાં નોકરી કરતો હતો. બે મહિનાથી તેને પગાર આપવામાં આવ્યો ન હતો. પગાર આપવામાં નહીં આવતા તેણે મીલના સંચાલકો અને કોન્ટ્રાક્ટર પાસે પગારના રૂપિયાની ઉઘરાણી કરી હતી. આપઘાત કરતાં પહેલા શરીફે સ્યુસાઈડ નોટ લખી હતી. સ્યુસાઈડ નોટમાં મીલ માલિકો સામે તેણે પગાર મામલે કરવામાં આવેલા ઉધામા અને ધાક ધમકીનો ઉલ્લેખ કર્યો છે.…

Read More

સુરત કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કપિલા પટેલે આક્ષેપ લગાવી કહ્યું કે કોંગ્રેસના દંડક ઇકબાલ બેલીમ અને કોર્પોરેટર અસલમ સાયકલ વાળા કોમવાદી માનસિકતા ધરાવે છે. પરંતુ સુરત મહાનગર પાલિકાના કોંગ્રેસના દંડક ઈકબાલ બેલીમે તમામ આક્ષેપોને ફગાવ્યા હતા અને કપિલાબેનને ગેરસમજ થઈ હોવાનું જણાવ્યું હતું. કપિલા પટેલે કહ્યું છે કે મુસ્લિમ કોર્પોરેટરની મુસ્લિમ સાથે બબાલ થાય ત્યારે તેમને નોટીસ આપવામાં આવતી નથી જયારે મહિલા કોર્પોરેટરને તાત્કાલીક નોટિસ આપવામાં આવે છે. દંડક ઇકબાલ બેલીમે કપિલા પટેલને નોટિસ ફટકારી જ્યારે અસલમ સાયકલવાળાનો બચાવ કરતા સુરત કોંગ્રેસમાં ભારે ભવાડો ચાલી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. તાજેતરમાં અસલમ સાયકલવાળા અને ફિરોઝખાન પઠાણ વચ્ચે બબાલ થઈ હતી આ…

Read More

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે મોટો ફટકો મારનારી બની રહે એમ લાગે છે. ચૂંટણીઓ અંગે જ્યોતિષીઓએ કરેલી આગાહી પ્રમાણે મધ્યપ્રદેશમાં ભાજપની સ્થિતિ સારી નથી અને કોંગ્રેસ પાતળી બહૂમતિ સાથે સત્તાનાં સૂત્રો હાંસલ કરે એવી શક્યતા જોવા મળી રહી છે. રાજસ્થાનમાં વર્તમાન મુખ્યમંત્રી વસુંધરા રાજે પાણીની જેમ પૈસા વાપરી રહ્યા હોવા છતાં રાજપૂતો, ગુર્જરો અને આદિવાસીઓ ભાજપથી વિમુખ થયેલા જણાય છે અને તેના કારણે કોંગ્રેસની સીટોમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ સ્પષ્ટ બહૂમતિ સાથે રાજસ્થાનમાં સત્તા હાંસલ કરે એવું જ્યોતિષીઓ કહી રહ્યા છે. છત્તીસગઢમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે. આ બન્ને માટે અજીત જોગી-માયાવતી રિમોટ કન્ટ્રોલની સ્થિતિમાં આવી…

Read More

વડોદરા નજીક આવેલા નાંદેસરીના રિલાયન્સના પ્લાન્ટમાં આગ લાગવાની ઘટનામાં ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અને ઈન્ટુકના નેતા નરેન્દ્ર રાવતે સમગ્ર ઘટનામાં ન્યાયિક તપાસની માંગ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે આઈપીસીએલ-રિલાયન્સના પીબીઆર પ્લાન્ટમાં આગ લાગી છે. આગ લાગવાનું કારણ એ છે કે પ્લાન્ટમાં યાંત્રિક ખામી સર્જાઈ હતી અને તાપમાનમાં વધારો થતાં રબર દ્વારા આગ ફાટી નીકળી હતી જેમાં ત્રણ કર્મચારીઓના મોત થયા છે અને અન્ય 10 કર્મચારીઓને ઈજા પહોંચી છે તેમણે કહ્યું કે મૃત્યુ પામેલા કર્મચારીઓ પૈકી એક સુપરવાઈઝર અને એક પ્લાન્ટ ઓપરેટર હતો જ્યારે બે જણા 10 વર્ષથી કામ કરી રહ્યા હતા અને એક કર્મચારી પાંચ વર્ષથી નોકરીમાં હતો.…

Read More