કવિ: Satya-Day

ભારતનું બંધારણ એ દેશનો મૂળભૂત દસ્તાવેજ.તે લેખિત સ્વરૂપનો દસ્તાવેજ છે.તે દેશનાં કાયદા કરતાં ચડિયાતું છે.તેમાં સત્તા પક્ષ અને લોકોના હકો સ્પષ્ટ કરાયા છે.ભારતનું બંધારણ સમવાયતંત્રી હોવા છતાં તે એકતંત્રી છે. બંધારણસભાની કામગીરી 9 મી ડિસેમ્બર 1946થી શરૂ કરવામાં આવી. બંધારણસભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ બાદ 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ પસાર કર્યુ. 26 મી જાન્યુઆરી 1950થી અમલ શરૂ કરવામાં આવ્યો. 2015 માં પહેલી વખત બંધારણીય દિવસ મનાવવામાં આવ્યો હતો.  26 ડિસેમ્બર 1929ના લાહોર અધિવેશનમાં કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ માટે લડત આપવાનો ઠરાવ કર્યો હતો .26મી જાન્યુઆરી 1930ના દિવસની સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવામા આવ્યો. ભારતનું બંધારણ આમુખથી શરૂ…

Read More

અમદાવાદમાં ઈન્ટરનેટ પર જાહેરખબર જોવાના રૂપિયા આપવાની લાલચ આપીને વિનય શાહ અને ભાર્ગવી શાહ નામનું દંપતિ લોકોના રૂપિયા 260 કરોડ લઈને ફરાર થઇ ગયા હતા. આ કૌભાંડનો સૂત્રધાર વિનય શાહ અંતે ઝડપાયો છે. નેપાળ પોલીસે વિનય શાહને કાઠમંડુની હોટલમાંથી ઝડપી લીધો છે. વિનય શાહ તથા ભાર્ગવી શાહ નામના આ દંપતિએ થલતેજમાં વર્લ્ડ ક્લેવરેક્સ-આર્ચર ડીજી કંપનીના નામે ઓફિસ ખોલીને લોકોને કરોડોમાં નવડાવી દીધા છે. આ કૌભાંડ પછી વિનય શાહ ભાગીને નેપાળમાં જતો રહ્યો હતો જ્યારે તેની પત્ની ભાર્ગવી શાહ દીલ્હીમાં છે તેવા અહેવાલ મળ્યા હતા. સમગ્ર રાજયમાં હાલ ચર્ચાસ્પદ બનેલા વિનય શાહના એકના ડબલ કરી આપવાની સ્કીમનું ઉઠામણું થઈ ગયા બાદ…

Read More

ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ભારતીય ટીમમાં ખુબ લાંબો સમય પસાર કર્યો અને હાલમાં પણ તેઓ પ્રશાસકની ભૂમિકામાં કોઇને કોઇ પ્રકારે પોતાનું યોગદાન આપતા રહે છે. આવનારા દિવસોમાં વિશ્વકપ 2019ની ચર્ચા અને ઝડપ પકડશે અને દિગ્ગજનોના નિવેદનો સાથે તેની શરૂઆત થઇ ચૂકી છે. સૌરવ ગાંગુલી અનુસાર હાલની ભારતીય ટીમનાં મોટા ભાગના ક્રિકેટર આવતા વર્ષે ઇંગ્લેન્ડમાં યોજાનારા ક્રિકેટ વિશ્વકપમાં રમશે. જ્યારે સૌરવ ગાંગુલીને મહેન્દ્ર સિંહ ધોની વિશે પૂંછવામા આવ્યું જેઓ ગત કેટલાક સમયથી સારા ફોર્મમાં નથી અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલી ટીમમાં પણ તેને સ્થાન આપવામા આવ્યુ નથી તેના પર ગાંગુલીએ કહ્યું,’તે (ધોની) એક ચેમ્પિયન છે. ટી-20 વિશ્વકપ જીત્યા…

Read More

મુંબઈમાં રવિવારના રોજ અેક સંગઠનો દ્વારા સંવિધાન બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં કોંગ્રેસના નેતા અજિત પવાર, કનૈયા કુમાર, ગુજરાતના વિધાનસભ્ય જિગ્નેશ મેવાણી, ભૂમાતા બિગ્રેડના તૃપ્તિ દેસાઇ, પાટીદાર નેતા હાર્દિક પટેલ સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. સરકાર વતી સંવિધાનમાં થઇ રહેલા ફેરફાર તેમ જ સરકારની નિષ્ફળતાને પગલે આ રેલીનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ પૂર્વે પાટીદાર નેતા હાર્દિક પટેલે ઉદ્ધવ ઠાકરેની અયોધ્યાની મુલાકાતની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. મંદિર મહત્ત્વનું કે ખેડૂતોની આત્મહત્યા ? એવો સવાલ કરી હાર્દિક પટેલે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં જગતનો તાત કરજના બોજ હેઠળ દબાઇને આત્મહત્યા કરી રહ્યો છે અને ઉદ્ધવ ઠાકરે મંદિરનો મુદ્દો આગળ કરીને…

Read More

બાળકોની સ્કુલબેગનું વજન ઉચક્યું છે ક્યારેય ? જો તમે ઉંચક્યું હોય તો બાળક તે કઇ રીતે ઉંચકીને શાળામાં જશે તેની ચિંતા થઇ જાય. જો તમને પણ આવી ચિંતા હોય તો તમારા માટે અહીં સારા સમાચાર છે. કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગે દેશની તમામ શાળામાં ભણતા ધોરણ 1થી 10ના બાળકો માટે સ્કૂલ બેગનું વજન નક્કી કર્યું છે. આ અંગેનો પરિપત્ર પણ તમામ રાજ્યોને મોકલી તેનો ચુસ્ત અમલ કરવા આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દેશની તમામ સ્કૂલોમાં ભણતા ધો.૧થી૧૦ના બાળકો માટે ધોરણ પ્રમાણે સ્કૂલ બેગનું વજન નિશ્ચિત કર્યુ છે અને આ સાથેનો પરિપત્ર પણ તમામ રાજ્યોને મોકલી તેનો ચુસ્ત અમલ…

Read More

બોલિવુડના સિતારાઓન ઘણી વાર ધમકિયોનો સામનો કરવો પડે છે. હાલમાં જ સલમાન ખાનને એક શખ્સએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ શાહરૂખ ખાનને ધમકી મળી છે. ભૂવનેશ્વરના સ્થાનીય સંગઠન કોલિંગ સેના ઓડિશામાં શાહરૂખ ખાનના આવવાનો વિરોધ કરી રહ્યા છે. 27 નવેમ્બરે ઓડિશામાં યોજાનારા હોકી વિશ્વ કપની ઓપનિગ સેરેમનીમાં કિંગ ખાન આવવાથી સંગઠનને આપત્તિ છે. જેથી પોલીસે તેમની સુરક્ષા વધારી વધારી દીધી છે. પોલીસે હાલમાં જ જારી કરેલા એક નિવેદનમાં કલિંગ સેનાની ધમકી બાદ ઓડિશામાં શાહરૂખ ખાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધારવામાં આવશે. કલિંગ સેનાએ શાહરૂખના ચહેરા પર સ્યાહી ફેકવાની ધમકી આપી છે. જણાવી દઈ કે કલિંગ સેનાએ 17…

Read More

માઇક્રોસોફ્ટ કંપનીએ 8 વર્ષબાદ એપલ કંપનીને પછાડી અમેરિકાની સૌથી મુલ્યવાન કંપની બની ગઈ છે, જેનો માર્કેટ કેપ 753.3 અરબ ડૉલર છે, જ્યારે એપલ 2010 પછી પહેલીવાર બીજા નંબર પર સરકી ગઈ છે. જેનું મુખ્ય કારણ એપલના આઈફોનનું ઘટી રહેલ વેચાણ છે. બીજી તરફ એવા પણ સમાચાર છે કે કંપની સપ્લાયર પોતાનું રોકાણ અને કાર્યબળમાં ઘટાડો કરી રહી છે. એપલ ઓગસ્ટમાં અમેરિકાની પ્રથમ 1,000 અરબ ડૉલરવાળી કંપની બની હતી, જેનો માર્કેટ કેપ ઘટીને 746.8 અરબ ડૉલર નજીક પહોંચી ગયો છે. એમેઝોન 736.6 અરબ ડૉલર સાથે ત્રીજા નંબર પર છે અને આલ્ફાબેટ (ગૂગલની પેરેન્ટ કંપની) 725.5 અરબ ડૉલર સાથે ચોથા નંબર પર…

Read More

દેશભરમાં રામમંદિરના નિર્માણની માંગણી જોર-શોરથી ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વખત રામ મંદીરને લઈને પોતાનુ નિવેદન આપ્યું છે. રાજસ્થાનના અલવરમાં ચૂંટણી સભાને સંબોધતી વખતે તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે રામ મંદિર નિર્માણના કાર્યમાં કોંગ્રેસ ચેડા કરી રહી છે. તેમણે કહ્યું કે અયોધ્યાના કેસમાં નિર્ણયની બાબતમાં કોંગ્રેસ ખુબ મોટો દાવ રમી રહી છે. વડાપ્રધાને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના મોટા મોટા વકીલોને કોંગ્રેસ રાજ્યસભામાં મોકલવા લાગી થછે. ભાજપ પાસે હજી રાજ્યસભામાં બહુમત નથી. તેઓ રાજ્યસભામાં ખૂબ ગંદી રમત રમી રહ્યા છે. સુપ્ર4ીમ કોર્ટના વકીલ રામ મંદિર મુદ્દે દબાણ નાખે છે. તેઓ કહે છે કે 2019 સુધી…

Read More

વિશ્વ હિન્દુ પરિષદ(VHP)ના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ચંપતરાયે કહ્યું કે VHP અયોધ્યામાં રામ મંદિર માટે જમીનનો ટૂકડો નહીં આખીય જમીન જોઈએ. જમીનના ભાગલાની ઈલ્હાબાદ હાઈકોર્ટની ફોર્મ્યુલા અમને મંજુર નથી. અયોધ્યામાં આયોજિત ધર્મસભામાં રાયે કહ્યું કે જમીનના ભાગલાની ફોરમ્યુલા અમને જરાય મંજુર નથી. VHPના મહામંત્રીએ વધુમાં કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ હિન્દુઓનું સપનું છે અને તે કોઈ પણ સંજોગોમાં બનીને રહેશે. જોકે, ભાગલાના કોઈ પણ ફોર્મ્યુલાનો તેમણે ખુલાસો કર્યો ન હતો. બસ તેમણે રામ મંદિર જ જોઈએ છે અને મુસ્લિમ સમાજની લાગણીઓને ઠોકરે મારવા સિવાય વિહિપ પાસે બીજી કોઈ અપેક્ષા પણ રાખી શકાય એમ નથી. આ અંગે અયોધ્યા વિવાદના મુખ્ય અરજદાર સુન્ની…

Read More

માઇક્રોસોફ્ટ કંપનીએ 8 વર્ષબાદ એપલ કંપનીને પછાડી અમેરિકાની સૌથી મુલ્યવાન કંપની બની ગઈ છે, જેનો માર્કેટ કેપ 753.3 અરબ ડૉલર છે, જ્યારે એપલ 2010 પછી પહેલીવાર બીજા નંબર પર સરકી ગઈ છે. જેનું મુખ્ય કારણ એપલના આઈફોનનું ઘટી રહેલ વેચાણ છે. બીજી તરફ એવા પણ સમાચાર છે કે કંપની સપ્લાયર પોતાનું રોકાણ અને કાર્યબળમાં ઘટાડો કરી રહી છે. એપલ ઓગસ્ટમાં અમેરિકાની પ્રથમ 1,000 અરબ ડૉલરવાળી કંપની બની હતી, જેનો માર્કેટ કેપ ઘટીને 746.8 અરબ ડૉલર નજીક પહોંચી ગયો છે. એમેઝોન 736.6 અરબ ડૉલર સાથે ત્રીજા નંબર પર છે અને આલ્ફાબેટ (ગૂગલની પેરેન્ટ કંપની) 725.5 અરબ ડૉલર સાથે ચોથા નંબર પર…

Read More