જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સત્તા પર પાછા ફરવાના પ્રયત્નોને નિષ્ફળ બનાવવાના પ્રયાસમાં પીડીપી, કોંગ્રેસ અને રાષ્ટ્રીય કોન્ફરન્સ લોકપ્રિય સરકાર રચવા માટે માહગઠબંધ ભણી આગળ વધી રહ્યા હોવાના સંકેત મળી રહ્યા છે. ત્રણેય પક્ષો આ સપ્તાહે સત્તાવાર રીતે ભેગા થાય તેવી રાજકીય હિલચાલ કરવામાં આવી રહી છે. બની શકે છે ત્રણેય પક્ષો રાજ્યપાલને મળી સરકાર રચવાનો દાવો પણ કરી શકે છે અને ભાજપના સત્તા હાંસલ કરવાના મનસુબાને નિષ્ફળ બનાવી શકે છે. હાલ જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. 19મી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ શાસનની મુદ્દત પુરી થઈ રહી છે અને 6 મહિનાની મુદ્દત બાદ રાષ્ટ્રપતિ શાસનની મુદ્દત વધારી શકાતી…
કવિ: Satya-Day
વાહનોમાં હાઇ-સિક્યુરિટી નંબર પ્લેટ માટે હવે તમારે આર.ટી.ઓ કે પછી નજીકના સેન્ટરનમાં ધક્કા નહીં ખાવા પડે. આ માટે તંત્રએ એક મહત્વનો નિર્ણય લીધો છે. તંત્રના આ નિર્ણયથી નંબર પ્લેટ ફીટ કરાવવા માંગતો લોકોને રાહત થશે. RTO કચેરીના ધક્કા ખાઓ છો, તો રાહતના સમાચાર જરૂર છે પણ તેમાં કેટલીક કાર્યવાહી કરવાની આવશ્યક બની રહે છે. હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ(HSRP) લગાવવા માટે RTO દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પરિપત્ર અનુસાર વાહન માલિકોને થોડી રાહત આપવામાં આવી છે. HSRP નંબર પ્લેટ માટે RTO કચેરી સુધી લાંબા થવાની જરૂર રહેશે નહીં. RTO દ્વારા કેમ્પ કરી એપાર્ટમેન્ટ કે સોસાયટી કે વસાહતોમાં નંબર પ્લેટ લગાવવા…
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સિંહો તથા અન્ય વન્ય જીવોના સંરક્ષણ સંવર્ધન અને રોગચાળામાં સઘન સારવાર માટે ગીરમાં અદ્યતન સ્ટેટ ઓફ ધી આર્ટ હોસ્પિટલ નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતની વૈશ્વિક ઓળખ એશિયાટીક લાયન માટે ગીર વિસ્તારના ૮ રેસ્કયૂ સેન્ટરને પણ અદ્યતન બનાવવામાં આવશે. આ સમગ્ર કામગીરી માટે રૂ. ૮પ કરોડનો ખર્ચ રાજ્ય સરકાર કરશે. આ ઉપરાંત ૩ર રેપિડ રિસ્પોન્સ ટીમ અને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ જેવી નવી લાયન એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની ૧૪મી બેઠક મળી હતી. આ બેઠકમાં વન મંત્રી ગણપતસિંહ વસાવા, રાજ્યમંત્રી રમણભાઇ પાટકર તેમજ બોર્ડના સભ્ય…
ગુજરાતમાં નર્મદના નદીના કિનારે સરદાર વલ્લભાઈ પટેલની વિશાળ મૂર્તિના અનાવરણ બાદ હવે રાજસ્થાનના નાથદ્વારામાં ભગવાન શિવની અદ્ભૂત મૂર્તિ બનવા જઈ રહી છે. આ વિશ્વના સૌથી ઊંચી શિવ મૂર્તિ હશે. ઉદયપુરથી 50 કિ.મીનાં અંતરે શ્રીનાથદ્વારાનાં ગણેશ ટેકરીમાં સિમેન્ટ કોંકરીટથી બનેલી વિશ્વની સૌથી ઉંચી મૂર્તિનું 85 ટકા નિર્માણ કાર્ય પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. 351 ફીટ ઉંચી સિમેન્ટ કોંકરીટથી નિર્મિત શિવ મૂર્તિ દુનિયાની ચોથા નંબરની અને ભારતમાં સરદાર પટેલની પ્રતિમા બાદ બીજા નંબરની સૌથી ઉંચી મૂર્તિ હશે. ‘મિરાજ ગ્રુપ’નાં ડ્રીમ પ્રોજેક્ટનું લગભગ 85 ટકાનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે અને માર્ચ 2019 સુધી નિર્માણ કાર્ય પૂર્ણ કરવાની સંભાવના છે. છેલ્લાં ચાર…
ઓડિશાના કટક શહેરના જગતપુર નજીક એક ખાનગી બસ પુલ પરથી નદીમાં ખાબકતા 7 લોકોના મોત નીપજ્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે બસમાં 30 થી વધુ લોકો સવાર હતા. અને બસ ચંડીખોલથી કટક આવી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે જગતપુર પાસે બસ ચાલકે બસ પરથી નિયંત્રણ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણકારી મળતા રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય હાથ ધર્યું છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારને 2 લાખની સહાય અને ઇજાગ્રસ્ત લોકોને મફત સારવારની જાહેરાત કરી છે.
રાજયમાં માર્ચ 2019 માં યોજાનારી ધોરણ 12 ની વિજ્ઞાન પ્રવાહની પરિક્ષાની તૈયારીઓ વિદ્યાર્થીઓએ અત્યારથી શરૂ કરી દીધી છે. ત્યારે ગુૃજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓે ફોર્મ ભરવામાં રાહત આપી છે. હવે વિદ્યાર્થીઓ બોર્ડનું ફોર્મ 3 ડિસેમ્બર સુધી ભરી શકશે. તે માટે વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 250 વસુલવામાં આવશે. બોર઼્ દ્વારા માર્ચ 2019 માં ધોરણ 10 અને 12 સાયન્સ કેમજ કોર્મ,ની પરીક્ષા યોજાશે. આ પરીક્ષાને લઈને વિદ્યાર્થીોએ અત્યારે જ તૈયારીઓ શરૂ કરી દીધી છે તેમજ ગઈ કાલથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 નવેમ્બર નક્કી કરવામાં…
દિલ્હીની અદાલતે 1984 ના શીખ વિરોધી રમખાણોમાં બે માણસોની હત્યા માટે યશપાલ સિંહને ફાંસીની સજા અને નરેશ શેરાવતને આજીવન કેદની સજા સંભળાવી હતી. વધારાના સેશન્સ જજ અજય પાંડેએ તિહાર જેલમાં જઈને સજા સંભળાવી હતી. સુરક્ષાના કારણોસર દોષીઓ પર હુમલાના ભયને લઈ અદાલતે જેલમાં જઈને સજાનું એલાન કર્યું હતું. ચુકાદો આપતા પાંડેએ જણાવ્યું હતું કે તહોમતદારોએ શીખ સમુદાયના લોકોની હત્યા કરવાનો ઈરાદો રાખ્યો હતો. ઉશ્કેરણીજનક સુત્રો પોકાર્યા હતા. યશપાલ વિરુદ્વ બે શીખ યુવાનોની હત્યાનો આરોપ હતો. ગયા સપ્તાહે અદાલતે યશપાલ અને શેરાવતને હત્યા, હત્યાની કોશીસ, લૂંટ અને ઘાતક શસ્ત્રો રાખવાના આરોપસર દોષિત ઠેરવ્યા હતા. શેરાવત અને યશપાલ સિંહ પર તત્કાલિન વડા…
સુરત મહાનગર પાલિકાની આંખમાં ધુળ નાંખીને કોન્ટ્રાક્ટરો કેવાં પ્રકારના કોઠાકબાડા ચલાવી રહ્યા તેના પરથી પરદો ઉંચકાઈ રહ્યો છે. સુરત પાલિકામાં ગાર્બેજ કલેક્શનના નામે ઈજારાશાહી લાગુ કરવામાં આવ્યા બાદ ઈજારદારોને જાણે ખોટું કરવાનું લાયસન્સ આપી દેવામાં આવ્યું હોય એમ જણાય છે. શાસકો અને વહીવટી તંત્રના મેળાપીપણામાં ચાલી રહેલા આવા જ એક ગોરખધંધાનો ‘સત્ય ડે’ દ્વારા પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. સુરતના ભરી માતા મંદિર પાસે સુરત મહાનગર પાલિકાનું ટ્રાન્સપોર્ટેશન સેન્ટર આવેલું છે. તેમાં ડોર ટૂ ડોર ગાર્બેજની ગાડી ખાલી કરવામાં આવે છે અને અહીં વેસ્ટ પ્લાસ્ટીક, પૂંઠા, રમકડાં, કાંચ, પેપર પસ્તી, ચંપલના સોલ, લોખંડ, પતરાને અલગ કરી બારોબાર વેચી નાંખવામાં આવે…
બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનને કથિત રીતે ધમકી આપવા માટે ઉત્તર પ્રદેશથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સોમવારે આ જાણકારી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપી શાહરૂખ ગુલામનબી ઉર્ફે શેરાએ પોલીસને જણાવ્યું કે, તે બોલીવુડમાં કામ કરવા માંગતો હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સલમાન તેનો ગોડફાધર બને તેમ શેરા ઈચ્છતો હતો. પોલીસના જણાવ્યા મુજબ, શેરાએ 6 ઓક્ટોબરે ફોન પર સલમાનના પીએને ફોન કરીને તેનો પર્સનલ નંબર માંગ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, જ્યારે પીએ દ્વારા નંબર આપવાની ના પાડવામાં આવી ત્યારે અભિનેતાએ ગાળ આપવાનું શરૂ કરી દીધું અને તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી. જે બાદ શેરાએ 13 નવેમ્બરે સલમાના…
મોદી સરકારના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આગામી 2019ની લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. ચૂંટણી નહીં લડવા પાછળ સ્વરાજે પોતાના સ્વાસ્થ્યને કારણભૂત ગણાવ્યું છે. મધ્યપ્રદેશમાં પત્રકારો સાથે વાત કરતા સ્વરાજે ચૂંટણી નહીં લડવાનું એલાન કર્યુ હતું. સ્વરાજે કહ્યું કે પાર્ટી જે કશું પણ નક્કી કરે તે હશે પણ મેં મારા તરફથી ચૂંટણી નહીં લડવા માટે પાર્ટીને જાણ કરી દીધી છે. ડોક્ટકરોનું કહેવું છે કે સતત પ્રવાસના કારણે તેમને ઈન્ફેકશન લાગતું રહ્યું છે. 2016માં જ સુષ્મા સ્વરાજે જાહેર કર્યું હતું કીડની ટ્રાન્સપ્લાન્ટ થવાના કારણે જાહેર કાર્યક્રમોથી અલિપ્ત થવાનું વિચારી રહ્યા છે. સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે તેઓ ડાયાલીસીસ પર છે અને લોર્ડ…