સુરત મહાનગર પાલિકાના સાઉથ-ઈસ્ટ ઝોન(લીંબાયત ઝોન)ના ઝોનલ અધિકારી ભૈરવ દેસાઈ વિવાદમાં ધેરાયા છે. ઉંમરવાડા ખાતે આવેલા મલ્ટી લેવલ પાર્કીંગના કોન્ટ્રાક્ટ માટે ઈજારદારોને આજે બોલાવ્યા હતા પણ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયું હોવાનું જાહેર કરતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. વિગતો મુજબ સુરત મહાનગર પાલિકાના લીંબાયત ઝોનમાં આવેલા ઉંમરવાડાના ફાઈનલ પ્લોટ નંબર-147માં આવેલા મલ્ટી લેવલ પાર્કીંગમાં પે એન્ડ પાર્કનો ઈજારો આપવા માટે ત્રણ મહિનાની મુદ્દત માટે ઈજારદારોને આજે સવારે નિમંત્રવામાં આવ્યા હતા. વિગતો મુજબ આજે સવારે ટેન્ડર માટેની ઓફરોના કવર ખોલવી મુદ્દત આપી ઈજારદારોને લીંબાયત ઝોન ખાતે હાજર રહેવાનું જણાવવામાં આવ્યું હતું. ઈજારદારોએ પોતાની ઓફર આપી દીધી હતી. હાઈએસ્ટ ઓફરમાં…
કવિ: Satya-Day
સુરતની પ્રખ્યાત સ્મીમેર હોસ્પિટલમાં ગઇકાલે મોડી રાત્રે પાંચ નંબરની લિફ્ટમાં 6 લોકો ફસાઇ જતા રીતસરની દોડધામ મચી ગઇ હતી. આ લિફ્ટમાં સગર્ભા સહિત બે દર્દી તદઉપરાંત 108ના કર્મચારી અને અન્ય દર્દીના સગા અડધો કલાકથી પણ વધુ ફસાઇ ગયા હતા. બાદમાં ફાયર ફાઇટરની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. મોડી રાત્રે વડોદ ગામ પાંડેસરામાં પ્રસૂતાની પીડાનો કોલ આવ્યો હતો. 19 વર્ષની મહિલાને નવમા મહિને પ્રસૂતાની પીડા ઉપડતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની હતી. અહીં લિફ્ટની મદદથી સગર્ભા મહિલાને અને તેમના પરિવારના સભ્યોને 5 નંબરની લિફ્ટમાં ઉપર લઈ જવાતા હતા. ત્યારે અચાનક લિફ્ટ બંધ થઇ જતા દર્દી અને તેમના સગાઓમાં ગભરામણ ઉભી થઇ…
પાટીદાર અનામતની માંગ સાથે હાર્દિક પટેલે અમદાવાદમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. હાર્દિકના શક્તિ પ્રદર્શન દરમિયાન જીએમડીસી ગ્રાઉન્ડ પર તે વખતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને આવેદનપત્ર સુપરત કરવાની માંગ સાથે ધરણા પર બેઠેલા હાર્દિક અને તેની ટીમ પર અચાનક પોલીસે દંડાવાળી શરૂ કરી દીધી હતી. પોલીસનું કહેવું હતું કે પરવાનગી આપવામાં આવી નથી અને આંદોલનકારીઓની માંગ હતી કે માત્ર મુખ્યમંત્રી આવીને આવેદનપત્ર સ્વીકારે. પરંતુ મામલો બિચકી ગયો અને પોલીસે દંડાવાળી કરી હતી. દંડાવાળી થવાના કારણે સમગ્ર ગુજરાતમાં પાટીદારો વિફર્યા અને પોલીસ સાથેના ધર્ષણમાં 14-14 જેટલા પાટીદાર યુવાનોના ગોળી મારી પ્રાણ હણી લેવામાં આવ્યા હતા. આજે જીએમડીસી ગ્રાઉન્ડના હીયરીંગમાં હાર્દિક પટેલે અમદાવાદની કોર્ટમાં…
સપનાઓની કોઈ ઉંમર હોતી નથી અને દરેક સપનું હકીકત બનતું નથી.તેમાંય કોઈ ગરીબને તો ભવ્યતા કે વૈભવનો ખ્યાલ જ આવી શકે નહીં. અહીં એક એવા ખેડુતની વાત છે કે જેણે પોતાની ડ્રીમ કાર ખરીદવા માટે એક બે નહીં પણ પુરા 80 વર્ષ લાગી ગયા. કાર ખરીદવા માટે તેઓ બચત કરતા રહ્યા હતા. આજે મર્સિડીઝને એક સ્ટેટસ સિમ્બોલ તરીકે જોવામાં આવે છે. કંઈ કેટલીય જમીન હોય તો પણ ખેડુતોને કોડીયું બચાવવામાં નવનેજા પાણી ઉતરે છે. સરકારની અણધડ નીતિઓના કારણે ખેડુતોને હારાકરીનો સામનો કરવો પડે છે ત્યારે આ દાખલો અવશ્ય હાશકારો આપનારો બની જાય છે. આ ખેડુતનું નામ દેવરાજન એચ છે. તામિલનાડુમાં…
2002માં ગોધરાકાંડ પછીના કોમી તોફાનોમાં તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતના આરોપીઓને ક્લિનચીટને પડકારતી અરજી પર હવે સુપ્રીમ કોર્ટમાં 26મી નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે. સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(SIT) દ્વારા નરેન્દ્ર મોદીને ગુલમર્ગ હત્યાકાંડ અંગે ક્લિનચીટ આપવામાં આવી છે. જસ્ટીસ એ.એમ.ખાનવિલકરની બેન્ચ સમક્ષ કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીના પત્ની ઝકીયા જાફરીએ નરેન્દ્ર મોદીને આપવામાં આવેલી ક્લિનચીટને કોર્ટમાં ચેલેન્જ કરી છે. SIT વતી દલીલ કરતા સિનિયર એડવોકેટ મુકુલ રોહતગીએ કોર્ટને કહ્યું કે ઝકીયા જાફરીની અરજી માન્ય રાખી શકાય એમ નથી અને તિસ્તા શેતલવાડ આ કેસમાં દ્વિતીય પીટશનર પણ નથી. કોર્ટે કહ્યું કે સુનાવણી દરમિયાન તિસ્તાને સેકન્ડ પીટીશનર તરીકે જોડી શકાય કે કેમ…
સુરતમાં સૌને હચમચાવી નાખે એવો કિસ્સો બન્યો છે. છૂટાછેડા થયા બાદ પૂર્વ પત્ની પતિના ઘરે આવીને ખાવામાં ઝેર ભેળવીને જતી રહી હતી. સુરતના ડભોલીના હીરા વેપારીના ઘરમાં પ્રવેશીને પૂર્વ પત્નીએ ખાવામાં ઝેર ભેળવીને જતી રહી હોવાની ફરિયાદ થઇ છે. પોલીસે પૂર્વ પત્નીની ધરપકડ કરીને લાજપોર જેલમાં મોકલી દીધી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના ચોકબજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડભોલી સ્થિત શુકનલેવી એપાર્ટમેન્ટમાં રહેતા દેવુલભાઇ દિનેશભાઈ ગઢિયા હીરા વેપારી છે. તેમણે શનિવારે ચોકબજાર પોલીસ મથકમાં મૂળ રાજકોટના પરંતુ મહેતનાગર, ડભોલી ચાર રસ્તા પાસે રહેતા એક્તાબેન દામજીભાઈ ઠુમ્મર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ એક્તાબહેન ગુન્હો કરવાના ઇરાદે ગત…
સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માએ સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરી કહ્યું કે સીવીસીની પ્રારંભિક તપાસ અંગે બપોરે એક વાગ્યા સુધી જવાબ રજૂ કરી શકશે નહી. આલોક વર્માના આ જવાબ પર સુપ્રીમ કોર્ટે તેમને વધુ ત્રણ કલાકનો સમય આપ્યો છે અને કહ્યું છે કે વિચાર પણ નહીં કરતા કે કોર્ટ તમને વધારાનો સમય આપશે અને મામલાની સુનાવણી મંગળવારે જ કરવામાં આવશે. તારીખ પણ આગળ વધારાવામાં આવશે નહીં. અત્રે નોંધનીય છે કે સીવીસીના રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટે આલોક વર્માનો જવાબ માંગ્ય હતો. આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સીલબંધ કવરમાં આલોક વર્મા પોતાનો જવાબ રજૂ કરે. આ ઉપરાંત કોર્ટે કહ્યું કે રિપોર્ટને…
મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓને આર્થિક અને સામાજિક રીતે વર્ગીકૃત કરી અનામત આપવાની જાહેરાત કરી છે. અનામત આપવામાં હાલનાં ક્વોટાને યથાવત રાખ્યો છે. બીજી તરફ ગુજરાતમાં પાટીદાર અનામત અંગે ગુજરાત સરકાર કોઈ નિર્ણય કરી શકતી નથી. તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આબીસી પ્રમાણે સરવે કરવાની વાત કરી છે, સરવે ક્યારથી શરૂ કરવામાં આવશે અને ક્યારે પૂર્ણ થશે એની બાંધી મુદ્દત આપી નથી. હાર્દિક પટેેલના આંદોલન બાદ ગુજરાતમાં તે વખતના ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પાટીદારોને 20 ટકા અનામત આપવાનું વચન ચૂંટણી ઢંઢેરામાં આપ્યું હતું. કોંગ્રેસે વિધાનસભામાં પાટીદાર અનામતને લઈ પ્રાઈવેટ બીલ પણ રજૂ કર્યું હતું પરંતુ ભાજપ સરકારે તે પાસ થવા દીધું…
એક તરફ જ્યાં સરકાર યુવાનોને નોકરી મળી રહી છે તેના દાવા કરી રહી છે તો બીજી તરફ વાસ્તવિકતા કંઇક અલગ જ દેખાય છે. ગોધરામાં એક ઉચ્ચ અભ્યાસ ધરાવતા યુવકને નોકરી ન મળતી હોવાને કારણે બુટ ચંપલ રીપેર કરવાનું એટલે મોચીનું કામ શરૂ કર્યું છે. જેને યુવકે નામ આપ્યું છે ‘શિક્ષિત બેરોજગાર દ્વારા સંચાલિત બુટ ચંપલ રીપેરીંગ સેન્ટર. મૂળમધ્ય પ્રદેશનો અને હાલ ગોધરામાં રહેતો, કોમર્સ ગ્રેજ્યુએટ અને આઈટીઆઈ કરેલા આ યુવાન ઓમવીર માન્ડરે (ઉ વ 24) અત્યાર સુધી સરકારના ચાર ભરતી મેળામાં ગયો હતો. તે ઉપરાંત અનેક ખાનગી કંપનીઓમાં પણ નોકરીની શોધમાં ગયો હતો. પરંતુ તેને ક્યાંય નોકરી ન મળી હતી.…
અમદાવાદ શહેરમાં આજે તા.૧૯ નવેમ્બરથી ખેલ મહાકુંભ-૨૦૧૮ અંતર્ગત રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધા શરૃ થશે. જેમાં રાજ્યની કુલ ૪૧૦ ટીમના ૫,૩૩૦ ખેલાડીઓ કબડ્ડીના મેદાનમાં તેમનું કૌશલ્ય બતાવશે. આમા બહેનોની ૨૦૫ ટીમોની ૨,૬૬૫ મહિલા ખેલાડીઓ પણ ભાગ લેનાર છે. કર્ણાવતી ક્લબ ખાતે આ સ્પર્ધા આગામી તા.૨૯ નવેમ્બર સુધી યોજાશે. ૩૦ નવેમ્બરે ફાઇનલ સ્પર્ધા યોજાવાની છે. આ અંગે અમદાવાદ જિલ્લાના રમતગમત અધિકારી તેજલ ચૌહાણના જણાવ્યા મુજબ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલમહાકુંભની રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધા અમદાવાદમાં યોજવાનું નક્કી કરાયું છે. આવતીકાલે સવારે ૯ કલાકે તેનું ઉદઘાટન થશે. સ્પર્ધા સવારે ૭ થી ૧૨ કલાક તેમજ સાંજે ૪ થી ૯ઃ૩૦ કલાક સુધી યોજાશે. સ્પર્ધામાં પ્રથમ આવનાર ટીમને…