કેલિફોર્નિયામાં લાગેલા દાવાનળમાં મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. આ આગ સદીની સૌથી ભયાનક આગ છે. આ રોજ વધુ 13 શબ મળી આવતા મૃત્યુઆંક 42 પહોંચ્યો છે અને હજી 228 લોકો લાપતા છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પેરેડાઈઝ ટાઉનમાંથી વધુ મૃતદેહો મળી આવ્યા છે. દક્ષિણમાં માલિબમાં બે લોકોના મોત થયા છે. આગને લીધે 7200 જેટલી ઈમારતોને નુકસાન થયું છે અને હજી 1500 જેટલી ઈમારતો પર જોખમ છે. સમગ્ર રાજ્યના 2,50,000 લોકોને આગને કારણે ઘર છોડવું પડ્યું છે.
કવિ: Satya-Day
ફ્લિપકાર્ટ ગ્રૂપના સીઈઓ બિન્ની બંસલે મંગળવારે રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપવાનું કારણ એ છે કે વોલમાર્ટે તેમના વિરુદ્વ ગેરશિસ્તના આરોપ મૂક્યા છે. બંસલે તમામ આરોપોન ફગાવ્યા છે. જોકે, રાજીનામું આપ્યું તેના કરતા બંસલને પાણીચું આપવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. બિન્ની બંસલે ફ્લિપકાર્ટ ગ્રુપના સીઇઓ તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી, જેના પર તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવ્યો છે. ફ્લિપકાર્ટની સ્થાપના પછી બિન્ની ફ્લિપકાર્ટનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યા છે, પરંતુ તાજેતરના ઇવેન્ટ્સમાં ખલેલ પહોંચાડવાના ભાગરૂપે બંસલ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું વૉલમાર્ટે જણાવ્યું હતું. બિન્ની બંસલની વિરુદ્વમાં કોઈ પુરાવા મળ્યા નથી પરંતુ બિન્ની દ્વારા તેનો બચાવ કરવામાં આવ્યો…
2002માં સાબરમતી એક્સપ્રેસને સળગાવી દીધા બાદ ફાટી નીકળેલા કોમી રમખાણોમાં અમદાવાદની ગુલમર્ગ સોસાયટીમાં સામૂહિક હત્યાકાંડ થયું હતું. આ હત્યાકાંડમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીને જીવતા ભૂંજી નાંખવામાં આવ્યા હતા અને કુલ 68 મુસ્લિમોને રહેંસી નાંખવામાં આવ્યા હતા. અહેસાન જાફરીના વયોવૃદ્વ પત્ની ઝકીયા જાફરીએસુપ્રીમ કોર્ટમાં પીટીશન કરી તે વખતા ગુજરાતના મુખ્યમંત્રી અનેહાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવેલી ક્લિનચીટને પડકારી છે અને સુપ્રીમ કોર્ટે આ પ્રકરણમાં નવેસરથી સુનવણી કરવાની તૈયારી દર્શાવી છે અને 19મી તારીખે સુનાવણી હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટે એક વર્ષ પહેલાં જાફરીની અરજીને ફગાવી દીધી હતી. તે વખતે જાફરીએ 2002ના હત્યાકાંડ બાબતે તે વખતેના સીએમ નરેન્દ્ર મોદી અને અન્યોને…
બોલિવુડમાંથી રાજકારણમાં પ્રવેશેલા રજનીકાંતના એક નિવેદને રાજકારણને ફરી ચર્ચામાં લાવી દીધું છે. 2019માં લોકસભાની ચૂંટણીમાં તે પીએમ નરેન્દ્ર મોદીનો સાથે આપશે કે વિરોધી ગઠબંધનનો એ વાત હજી સુધી સ્પષ્ટ નથી પણ રજનીકાંતે મોદીને મજબુત નેતા ગણાવતા અટકળોને વેગ જરૂર મળ્યો છે. રજનીકાંતનું કહેવું છે કે, જો 10 પાર્ટીઓ કોઈ એક વિરૂદ્ધ મળીને ગઠબંધન રચી રહી છે તો કોણ વધારે શક્તિશાળી છે તે સમજી લેવું જોઈએ. શું ભારતીય જનતા પાર્ટી ખરેખર શક્તિશાળી પાર્ટી છે, જેના કારણે વિપક્ષે તેમના વિરૂદ્ધ મહાગઠબંધન રચવું પડી રહ્યું છે. આ સવાલના જવામાં રજનીકાંતને કહ્યું હતું કે, 10 પાર્ટીઓ ખરેખર વિચારી રહી છે તો બની શકે કે…
શહેરોના નામ બદલાવની ફેશન વચ્ચે ઈતિહાસકારો અન કેટલાક પોલિટીશિયનોના નામ બદલાવા સુધીની વાત હવે આવી ગઈ છે. તાજેતરમાં ઈલાહાબાદ અને ફૈઝાબાદના નામ બદલાઈ ગયા અને અમદાવાદનું નામ બદલવાની વાત ચાલી રહી છે ત્યારે ઈતિહાસકાર ઈરફાન હબીબે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની અટકને ફારસી મૂળની ગણાવી છે. ઈરફાન હબીબે કહ્યું કે ‘શાહ’ સરનેમ સંસ્કૃતમાંથી આવતી નથી. આ ઈરાની ભાષામાં વપરાય છે. ફારસીમાં રાજાને શાહ કહેવાય છે. મુન્શી, મજૂમદાર વગેરે અનેક આવી અટક છે જે ફારસી કે અન્ય ભાષામાંથી આવે છે. એએમયુના એમરેટ્સ પ્રોફેસર ઈરફાન હબીબે કહ્યું કે શહેરોના નામ બદલવા એ હિન્દુત્વની ફિલોસોફીને લાગૂ કરવાની યોજના છે. સરકાર દર્શાવવા માંગે છે…
સ્વતંત્ર ભારતમાં એકમાત્ર જીવિત અને વાંસદા સ્ટેટના મહારાજા સાહેબનું નિધન થયું છે. વાંસદા સ્ટેટના મહારાજા દિગ્વિરેન્દ્રસિંહ સોલંકીનું 93 વર્ષની જૈફ વયે નિધન થયું છે. વાપી ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહારાજા સાહેબનું નિધન થયું હતું. વિગતો મુજબ દેશના બધા રજવાડા એક થયા બાદ અત્યારે એક માત્ર વાંસદાના મહારાજ સાહેબ જ હયાત હતા. જોકે, થોડા દિવસથી તેમની નાદુરસ્ત તબિયતના કારણે તેમને વાપીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું. તેઓ સખાવતી અને આદર્શ જીવન જીવતા હતા. મહારાજા દિગ્વિરેન્દ્રસિંહ સોલંકી 94 વરસનું ભરપૂર જીવન જીવી વિદાય થયા.એમના અવસાન સાથે કદાચ ઇતિહાસનું એક વિરલ પ્રકરણ સમાપ્ત થયું.દેશી…
દસોલ્ટના CEO એરિક ટ્રેંપિયરે રાફેલ ડીલ અંગે ખુલાસો કરી કહ્યું હતું કે રાફેલ ડીલ એ પારદર્શક છે અને એમાં કોઈ જુઠ્ઠાણું નથી. 36 રાફેલ જેટ નવ ટકા જેટલો સસ્તો સૌદો કરવામાં આવ્યો છે. CEO એરિક ટ્રેંપિયરના ખુલાસા બાદ રાહુલ ગાંધીએ તરત જ ટવિટ કરી લખ્યું હતું. રાફેલ ડીલ વિવાદમાં ફરી ગરમાટો આવ્યો છે. પ્રથમ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોમવારે જવાબ રજૂ કર્યો હતો અને હવે આજે દસોલ્ટના CEOએ ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ ઘટનાક્રમની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વાર પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ ટવિટ કરી લખ્યું કે સુપ્રીમ કોર્ટમાં મોદીએ પોતાની ચોરી માની લીધી…
બોલીવુડમાં મિસ્ટર પર્ફેકનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાન બે વર્ષમાં ભલે એક જ ફિલ્મ કરતા હોય તે ફિલ્મ માસ્ટર પીસ હોય છે. આ વખથે આમિરની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ભલે ફ્લોપ ગઈ હોય પણ હવે તેઓ આગામી એક જોરદાર ફિલ્મની તૈયારીમાં લાગી ગયા છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં વખતે આમીર ખાનની સ્ક્રિપ્ટ પરથી નજર હટી અને ઠગ્સ ઑફ હિન્દુસ્તાન જેવી દુર્ઘટના ઘટી. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હવે આમિર ખાન પોતાના ભવ્ય પ્રોજેક્ટ, મહાભારત પર કામ શરૂ કરી ચૂક્યા છે, આ ફિલ્મ 1000 કરોડના ખર્ચે તૈયાર થશે, જેમાં તેઓ કૃષ્ણનું પાત્ર ભજવશે
લાંચ કેસનો સામનો કરી રહેલા સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાના ડિપ્લોમેટીક પાસપોર્ટની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સુરતના પોલીસ કમિશનર પદે રાકેશ અસ્થાના હતા ત્યારે સુરતમાં તેમણે ડિપ્લોમેટીક પાસપોર્ટ બનાવ્યો હતો અને ઓર્ડિનરી પાસપોર્ટ એટલે કે બ્લ્યુ પાસપોર્ટ સુરત પાસપોર્ટ ઓફિસમાં જમા કરાવી દીધો હતો. વિશ્વસનીય સૂત્રોએ આપેલી માહિતી મુજબ રાકેશ અસ્થાનાએ 2016માં અમેરિકા અને યુકેની મુલાકાત લીધી હતી. અમેરિકામાં તેઓ વોશિંગ્ટન ડીસીની હોટલ હયાત રેજન્સી ઓન કેપિટલ હીલમાં રોકાયા હતા. આ ઉપરાંત વિજય માલ્યાના કેસના અનુસંધાને તેમણે યુકેની પણ મુલાકાત લીધી હતી. આ તમામ યાત્રાઓ તેમણે ડિપ્લોમેટીક પાસપોર્ટ પર કરી હતી. ડિપ્લોમેટીક પાસપોર્ટ સીધી રીતે પ્રોટોકોલમાં આવે છે…
અમેરિકામાં ગુજરાતી દંપતિ પર લૂંટના ઈરાદાથી ફાયરીંગ કરવાનો બનાવ સામે આવ્યો છે. સ્ટોર બંધ કરીને રાત્રે ધરે પાછા ફરી રહેલા ગુજરાતી દંપતિ પર એક ગોરા લૂંટારુએ ફાયરીંગ કર્યું હતું. આ ગોળીબારમાં મહિલાનું મોત નિપજ્યું હતું. આ ઘટના જ્યોર્જિયાના આલ્બેની વિસ્તારની છે. આ ઘટનામાં ભોગ બનનાર ગુજરાતી દંપતિ વર્ષોથી ત્યાં વસે છે. આ ઘટનામે સામે આવેલા ફૂટેજમાં ગોરો લૂંટારું ગાડીમાં બેસવા જતાં પતિ-પત્નીએ બંદૂક દેખાડતો ,ડરાવતો અને માંગણી કરતો તેમજ ફાયરીંગ કરતો દેખાઈ આવ્યો છે. આ ઘટના અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.