કેવડિયા ખાતે બનાવવામાં આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સમગ્ર વિશ્વમાં ઉંચી મુર્તિ હોવાનો રેકોર્ડ તોડ્યો છે. પરંતું સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળમાં જે પ્રકારનો વહીવટ થઈ રહ્યો છે તેની સામે સ્થાનીક ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે બપોરના સમયે આસપાસના છ ગામના આદિવાસીઓ રોજગારીની માંગણી સાથે પરિસરમાં ઘુસ્યા હતા અને સરકાર વિરોદઈ સુત્રોચ્ચાર કર્યો હતો. સુત્રોચ્ચારના નારા સાથે તેમણે જણાવ્યું હતું કે જ્યારે અમારી જમીન સરકારે લીધી ત્યારે તેમણે રોજગારી આપવાના વાયદા કર્યા હતા. અમને પણ સરકાર પર ભરોસો હતો, કે રોજગારી મળતી હોય તો અમને જમીન આપવામાં કોઈ વાંધો નથી. પરંતું જ્યારે આ સ્ટેચ્યુને ખુલ્લુ મુકવામાં આવ્યું ત્યારે અમને ખબર…
કવિ: Satya-Day
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન 14 અને 15 નવેમ્બરના રોજ ઈટાલીના લેક કોમમાં યોજાશે. લગ્ન માટે દીપિકા અને રણવીરનો પરિવાર ત્યાં પહોંચી ચુક્યો છે.લેક કોમોની કેટલીક તસવીરો પણ સામે આવી છે. જેના પરથી લગ્નની તૈયારીઓ અંતિમ તબક્કામાં હોવાનું જણાઈ આવે છે. પહેલા એવા અહેવાલ હતા કે દીપિકા અને રણવીર મુંબઈ પરત ફરીને 1 ડિસેમ્બરના રોજ નજીકના મિત્રોને રિસેપ્શન પાર્ટી આપશે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર બંનેનું રિસેપ્શન કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. જેમાં રિસેપ્શનની તારીખ 1 ડિસેમ્બર નહીં 28 નવેમ્બર છે. મુંબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં આ સમારંભ યોજાશે. કાર્ડ પર રણવીર અને દીપિકાના પરિવારજનોના નામ છે. એવા પણ અહેવાલ…
ગુજરાત ભાજપ સરકારના શિક્ષણ મંત્રી અને ઘોળકાના ધારાસભ્ય એવા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીતને પડકારતી ગુજરાત હાઈકોર્ટે ફગાવ્યા બાદ આજે સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દીધી છે. કોંગ્રેસના પરાજિત ઉમેદવાર અશ્વિન રાઠોડે ચૂડાસમાની જીતને પડકારી છે અને ફેરમતગણતરી કરવાની માંગ કરી છે. અશ્વિન રાઠોડે માંગ કરી છે કે ઘોળકા વિધાનસભાની ચૂંટણીમાં ઘાલેમેલ કરવામાં આવી છે. પાંચ બુથમાંથી વધારે વોટ નીકળ્યા હતા. જ્યારે 454 વોટ બેલેટ પેપર મારફત ગણાતા તે કોંગ્રેસને મળ્યા હતા. હવે 29મી તારીખે આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે. અશ્વિન રાઠોડની અરજીને ગુજરાત હાઈકોર્ટે સ્વીકાર્યા બાદ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ તેને રદ્ કરવાની માંગ કરી હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે પણ ચૂડાસમાની અરજીને રિજેક્ટ કરી…
સુવાલી બીચ પર બીચ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. જેથી મોટી સંખ્યામાં લોકો બીચની મુલાકાતે આવી રહ્યા છે. આજ રોજ સુવાલી બીચ પર દરિયામાં ન્હાવા પડેલા પાંચમાંથી ચાર યુવકને બચાવી લેવાયા છે. જ્યારે કે હજી એક યુવક લાપતા છે. જેનુ નામ આકાશ શુક્લા હોવાનું સામે આવ્યુ છે. દરિયામાંથી બચાવવામાં આવેલી એક મહિલા અન પુરૂષની હાલત ગંભીર છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરતથી એક પરિવારના આઠ સભ્યો સુવાલી બીચ ખાતે ફરવા આવ્યા હતા. જે દરમ્યાન પાંચ યુવક દરિયામાં તણાયા હતા. ઘટના અંગેની જાણ સુરતની ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરની બે ગાડી બીચ પર પહોંચી હતી. સુવાલી બીચ પર બીચ ફેસ્ટિવલ…
જસદણની પેટાચૂંટણી માટે કોંગ્રેસે ચાર દાવેદારોન પેનલ તૈયાર કરી છે. જસદણ વિધાનસભામાંથી કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટાયેલા કુંવરજી બાવળીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી છે. હવે કુંવરજી બાવળીયાને પછાડવા માટે કોંગ્રેસે કમર કસી લીધી છે તો ભાજપે પંદર જેટલા નેતાની ફોજ અત્યારથી જ જસદણમાં ખડકી દીધી છે. જસદણ કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને હવે વાયા કુંવરીજી ભાજપ આ ગઢને તોડી પાડવા સજ્જ થઈ ગયો છે. કોંગ્રેસે નક્કી કરેલી ચારની પેનલમાં ભોળાભાઈ ગોહિલ, અર્ચન નાકિયા, ધીરજ શિંગાળા અને ગજેન્દ્ર રામાણીના નામનો સમાવેશ થાય છે. આ ચાર નામમાંથી અર્ચન નાકિયાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી ગજેન્દ્ર રામાણીને…
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના નવા માળખાની જાહેરાત આજે થશે કાલે થશે એવી ચર્ચા વચ્ચે અમદાવાદમાં પ્રદેશ કમિટીના મુખ્યાલય પર હોદ્દાઓની વહેંચણીની કુશ્તી કરવામાં આવી રહી છે. વફાદારોને સાચવી લેવા માટે ભારે લોબીંગ કરવામાં આવી રહ્યું હોવાથી નવા માળખાનું લિસ્ટ ઘોંચમાં પડી રહ્યું છે. પાછલા 6 મહિનાથી પ્રદેશ કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોને કોણીએ ગોળ લગાડતી આવી રહી છે. લિસ્ટ દિલ્હી મોકલાયું છે, આજે જાહેરાત કરાશે, કાલે જાહેરાત કરાશેની વાતો કરવામાં આવી રહી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે અહેમદ પટેલ લોબી દ્વારા કેટલાક નામોને લઈ ભારે બખેડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ ત્યાગ પછી કોંગ્રેસમાં રહેલા નેતાઓને સમાવવા…
રાજય સરકારે રાજકોટથી અમદાવાદ વચ્ચેનો રોડ ૬ માર્ગીય કરવા શરૂ કરેલ પ્રોજેકટ ગતિમાં છે. આવતા બે વર્ષમાં રોડની પહોળાઇ વધી જતા રાજકોટથી અમદાવાદ જવા-આવવાનું સરળ બનશે, સમયની બચત થશે અકસ્માતોનું પ્રમાણ ઘટશે. માર્ગમાં ૪૧ સ્થાનો પર ફલાય ઓવરબ્રીજ બનાવવામાં આવશે. કુવાડવા, ગુંદા, માલીયાસણ, શોખડા, મોલડી, ચોટીલા, ડોળિયા, અકિલા સાયલા, મૂળી, બગોદરા, બાવળા વગેરે સહિત ૪૧ સ્થાનો પર ફલાય ઓવર બ્રિજનું નિર્માણ થશે. આ રસ્તો અમદાવાદ, બાવળા, ભાગલા, બગોદરા, કનિદૈ લાકિઅ લીંબડી, સાયલા, ડોળીયા, ચોટીલા, બામણબોર, કુવાડવા તથા રાજકોટ જેવા મુખ્ય શહેરોમાંથી પસાર થાય છે. આ છ માર્ગીયકરણની કામગીરીમાં કુલ ૪૧ ફલાયઓવર કનિદૈ લાકિઅ નવા બનાવવામાં આવશે તેમજ હયાત રેલ્વેઓવર બ્રીજ…
સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC)એ આજે સુપ્રીમ કોર્ટમાં આલોક વર્મા અને રાકેશ અસ્થાના અંગેનો તપાસ રિપોર્ટ સબમીટ કરી દીધો છે. બંધ કવરમાં રિપોર્ટ આપવામાં આવ્યો છે. આલોક વર્મા વિરુદ્વ રાકેશ અસ્થાનાએ ભ્રષ્ટાચારના આરોપ અંગેની તપાસ માંગી હતી. 26મી ઓક્ટોબરે કોર્ટે બે સપ્તાહમાં રિપોર્ટ આપવાની ડેટલાઈન આપી હતી. હવે વધુ સુનાવણી શુક્રવારે કરવામાં આવશે. કોર્ટે આ કેસ અંગે શુક્રવારે સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે. એક દિવસ મોડો રિપોર્ટ સબમીટ કરવા બદલ CVCને ઠપકો આપ્યો હતો. કોર્ટ કહ્યું કે રિપોર્ટ સબમીટ કરવા માટે રવિવારે પણ રજિસ્ટ્રી ખુલ્લી રાખવામાં આવી હતી, છતાં પણ એક દિવસ વિલંબથી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. આલોક વર્મા…
કર્ણાટકમાં ભાજપનાં વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અનંત કુમારનું આજ રોજ નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી ફેફસાના કેન્સર સામે લડત આપી રહ્યા હતા. બેંગલુરુના શંકરા હોસ્પિટલના ડાયરેક્ટર નાગરાજના જણાવ્યા પ્રમાણે, ૫૯ વર્ષીય અનંત કુમારે રાત્રે બે વાગ્યે અંતિમ શ્વાસ ભર્યા હતા. તે સમયે તેમની પત્ની તેજસ્વિની અને બંને દીકરીઓ પણ ત્યા હાજર જ હતી. અનંત કુમારના નિઘન પર કર્ણાટક સરકારના રાજ્યમાં ત્રણ દિવસ માટે રાજકીય શોકની જાહેરાત કરી છે. અમેરિકા અને બ્રિટનમાં કેન્સરનો ઉપચાર કરાવ્યા બાદ તેઓ તાજેતરમાં જ બેંગલુરુ પાછા ફર્યા હતા. જ્યારબાદ શંકરા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ભારતીય જનતા પાર્ટીએ નિવેદન આપતા જણાવ્યુ કે,…
હાલમાં યુપીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બે શહેરોના નામ બદલી નાખ્યા છે. જેમાં ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલીને અયોધ્યા કરી નાખ્યુ અને અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરી નાખ્યુ. જેના કારણે ગુજરાતમાં પણ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાોન વિવાદ શરૂ થયો હતો. આ વિવાદ હજી શમ્યો નથી ને સુરતનું નામ સુર્યપુત્રી કરવાનો વિવાદ શરૂ થયો છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સોશિયલ મીડિયામાં સુરતના કોર્પોરેટર દિનેશ કાછડીયાએ ભાજપની ટીકા કરતા કહ્યું હતું કે ‘સુરત માટે પણ સારા સમાચાર છે કે સુરતને ફમ નવું નામ આપવામાં આવશે.વડાપ્રધાનને દસ વર્ષ પહેલા સપનું આવ્યું હતું કે સુરતનું નામ પણ બદલવું જોઈએ. આજે એ સપનું વિજયભાઈ રૂપાણીની સરકાર પુરું…