ગુજરાત હવે રેપનું કેન્દ્ર બની ગયું હોય એવું લાગી રહ્યું છે. એક પછી એક રેપના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આજ રોજ વલસાડના મોગરાવાડી વિસ્તાર માં પાંચ વર્ષની નાની બાળકી પર ધોળે દિવસે પડોશ માં રેહતા એક પરપ્રાંતીય ઈસમે બળાત્કાર કરતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. એક જાગૃત મહિલા ની સરકતા ને લીધે આ હવશખોર ઈસમને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, વલસાડ ના મોગરાવાડી વિસ્તાર માં આવેલી હીરા ફેકટરી ની પાછળ એક ચાલી માં રેહતી પાંચ વર્ષની નાની બાળકી ગતરોજ બપોરે ૧:૦૦ વાગ્યા ના સુમારે તેના ઘર નજીક આવેલા શૌચાલય માં…
કવિ: Satya-Day
દિવાળીનો તહેવાર અને રજાના આયોજનમાં ગુજરાતીઓ પિકનીક માટે યાત્રાધામોમાં પોહંચી ગયા છે. તેથી શહેરો ખાલી થઈ ગયા છે અને યાત્રાધામોમાં ટ્રાફિકના દશ્યો સર્જાયા છે.યાત્રાધામો પર લોકોની ભીડ જમા થઈ ગઈ છે અને ટ્રાફિકના કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે. યાત્રાધામ અંબાજીમાં ભક્તો સહિત પ્રવાસીઓ એક સાથે ઉમટી પડતા ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે. ટ્રાફિક જામને કારણે સ્થાનિક લોકો સહિત અવર જવર કરનારા પ્રવાસીઓને પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આ સમયે પોલીસતંત્ર ખુબ પ્રશંસનીય કામગીરી બજાવી રહ્યું છે.
વિદેશી ખેલાડીઓને લઈને ભારતાય ફેન્સ વિશે આપેલા નિવેદનનોને લઈને ઘણા દિવસોથી ભારતીય ટીમનો કેપ્ટન ચર્ચામાં છે. તેણે કહ્યું હતું કે વિદેશી ખેલાડીઓને પસંદ કરનારા લોકો દેશ છોડીને ચાલ્યા જાય. જો કે ત્યારબાદ તેણે પોતાનું વલણ સાફ કર્યું હતું. પણ હજી આ વિવાદ બંધ થવાનું નામ લેતો નથી. દેશ-વિદેશના પ્રશંસકો સહિત આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે આ મુદ્દા પર બોલિવુડ અને સાઉથની ફિલ્મના એક્ટરે સિદ્ધાર્થે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કોહલી પર પોતાની ભડાશ કાઢી હતી. સિદ્ધાર્થે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે જો તમે કિંગ કોહલી બની રહેલા માંગતા હોવ તો ભવિષ્યમાં કંઈ બોલતા પહેલા તે શિખવાનો સમય…
ગુજરાત પ્રદેશના કોંગ્રેસ પાર્ટીનું માળખું આજે સાંજ સુધીમાં બહાર પડે એવી શક્યતા જણાઈ રહી છે. સંગઠનના ઉપપ્રમુખ અને મહામંત્રીમાં અનુભવી અને યુવા નેતાઓનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત મંત્રી તરીકે નવા ચહેરાઓને સ્થાન મળશે. પ્રદેશ કોંગ્રેસનું નવું માળખુ જાહેર થયા બાદ ગણતરીના દિવસોમાં કોંગ્રેસ સંગઠનની બેઠક મળશે. જેમાં મહામંત્રી, એક પ્રમુખ અને બે મંત્રીને લોકસભાની જવાબદારી સોંપવામાં આવશે
PNB કૌભાંડને અંજામ આપનાર મેહુલ ચોકસીએ એન્ટીગુઆ અને બારબુંડા સરકાર સામે કેસ દાખલ કર્યો છે. ચોક્સીના કેસની સુનાવણીમાં પ્રધાનમંત્રી અથવા તેમના કાયમી સચિવને સમાવવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. ચોકસીએ એન્ટિગુઆ સરકારના કોમનવેલ્થ કરાર સામે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ એગ્રીમેન્ટ મુજબ ભારત અને એન્ટિગુઆ સરકાર વચ્ચે પ્રત્યાર્પણ સંધિ ન હોવા છતાં ચોકસીને ભારત મોકલવાની શક્યતા છે. ભારત સાથે 2001માં એન્ટિગુઆ ના મંત્રીએ આ કરાર કર્યો હતો..જેને કોમનવેલ્થ કંટ્રીઝ અમેન્ડમેન્ટ ઓર્ડર નામ આપવામાં આવ્યું હતું. જે એ સ્પષ્ટ કરે છે કે, કરાર મુજબ ભારત અને એન્ટીગુઆ વચ્ચે કોઈ પ્રત્યાપર્ણ સંધિ થઈ નથી અને બંને દેશ આ મામલે સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે.…
ઝારખંડનાં જામતાડા જિલ્લામાં હચમચાવી નાખે એવીા એક ઘટના સામે આવી છે. અહીં કેટલાક નરાધમોએ એક મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારી તેના ગુપ્તાંગમાં સળીયો ઘુસાડી દેતા સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યુ છે. પોલીસ અધિકારી બી એન સિંહે જણાવ્યુ કે, આ ઘટના નારાયણપુર થાણા વિસ્તારના ઉદયપુરની છે. ઘટનાની જાણ થતા જ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનાનો અંજામ આપનાર ઓરોપી પૂર્વ પતિ ઉદયની પણ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ છે બી એન સિંહે જણાવ્યુ હતું કે, મહિલા પબિયામાં યોજાયેલ મહાકાળીની પૂજાના અવસર પર યોજાયેલ સંથાલી યાત્રા જોવા માટે ગઈ હતી. જ્યાં તેનો પૂર્વ પતિ પણ આવ્યો…
આજે ભાઈબીજના દિવસે મોદી સરકારે દેશની તમામ બહેનોની રસોઈને મોંઘી કરી દીધી છે. ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. નવેમ્બર મહિનામાં સરકારે બીજી વખત LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. મોદી સરકારે LPG ડીલર્સના કમીશનમાં વધારો કરવાથી ઘરેલુ કુકિંગ ગેસ LPGની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ વધારા સાથે 14.2 કિગ્રા સબસિડીવાળા સિલિન્ડરની કિંમત 507.42 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે અત્યાર સુધી તેની કિંમત 505.34 હતી. પેટ્રોલિયમ મંત્રાલયે ડીલર કમીશન વધારવાનો આદેશ આપ્યો હતો. મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું હતું કે, 14.2 કિલો અને 5 કિલોના સિલિન્ડર પર ઘરેલુ LPG ડિસ્ટ્રીબ્યૂટર્સનું કમિશન ગત વર્ષે…
રાજદ પ્રમુખ લાલુ પ્રસાદના પુત્ર અને ધારાસભ્ય તેજપ્રતાપ યાદવે શુક્રવારે કહ્યું કે તે હમણાં જ હરિદ્વારમાં રહે છે. જ્યાં સુધી પત્નીથી તલાકના નિર્ણયનું કૌટુંબિક સમર્થન નહીં મળે, ત્યાં સુધી તે ઘરે પાછો નહીં આવે. પટનાની સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથે ફોન પર વાતચીત કરતી વખતે તેજ પ્રતાપે નાના ભાઈ તેજસ્વી યાદવને જન્મદિવસના અભિનંદન પણ આપ્યા હતા અને કહ્યું કે તે નવી દિલ્હીમાં ભાઈના જન્મદિવસની ઉજવણીમાં સામેલ થશે નહીં. નવી દિલ્હીમાં તેજસ્વી યાદવ બહેનોને મળવા ગયા છે. તેજપ્રતાપ યાદવને છેલ્લી વખત બોધગયામાં શનિવારે જોવાયા હતા. રાંચીમાં બીમાર પિતા લાલુ પ્રસાદને મળી તેઓ પાછા ફર્યા બાદ તેઓ હોટલમાં રોકાઈ ગયા હતા. તાજેતરમાં તેજ…
પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીએ એન્ટિગુઆ અને બરબુડા સરકાર વિરુદ્વ કેસ કર્યો છે. મેહુલ ચોકસીએ ટ્રાયલ દરમિયાન વડા પ્રધાન અથવા તેમના કાયમી સચિવને સામેલ કરવાની માંગ કરી છે. મેહુલ ચોકસીએ એન્ટિગુઆ સરકારના કોમનવેલ્થ કરાર સામે કોર્ટનું શરણું લીધું છે. આ કરાર હેઠળ ભારત અને એન્ટિગુઆમાં પ્રત્યાર્પણની સંધિ હોવાના કારણે ચોકસીને ભારતમાં પરત મોકલી શકાય છે. 2001માં એન્ટિગુઆના પ્રધાનએ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આને કોમનવેલ્થ કન્ટ્રીઝ અમેન્ડમેન્ડ ઓર્ડર તરીકે ઓળખવામા આવે છે. દેશોના સુધારા ઓર્ડર તરીકે ઓળખાય છે. કોમનવેલ્થ દેશો સાથેના આ કરાર બાદ, ભારત અને એન્ટિગુઆ આપમેળે પ્રત્યાર્પણના દાયરામાં આવી ગયા છે. એન્ટિગુઆના એટર્ની જનરલ ઑફિસે આ…
ઈન્ટરનેટ સેન્સેશન પ્રિયા પ્રકાશ વારિયરે આંખો મટકાવવાના વિંક એક્ટ દ્વારા પ્રસિદ્ધ હાંસલ કરી હતી. દિવાળી ટાણે ફોટો-શેરિંગ સાઇટ Instagram પર તેની નવી તસવીર શેર કરી હતી. નવીનતમ ફોટોમાં, પ્રિયા પ્રકાશ દેશી અવતારમાં જોવા મળેછે. ગોલ્ડન ગ્રીન લહેંગામાં તેનું સૌંદર્ય જોઈને હર કોઈ નજર હટાવી શકે નહીં. ચમકદાર એરિંગ સાથે તેની હેરસ્ટાઈલ ઈન્સ્ટાગ્રામ પર ટ્રોલ થઈ હતી. તેણે મલ્ટીકલર પટ્ટાવાળા ક્લચ સાથે તે અદ્દભૂત લાગી રહી છે. પ્રિયાના પોશાકે તેની ફિમેલ ફેન્સને ઘેલું લગાડ્યું છે. નિર્દોષતાના ભાવ સાથેનો ચહેરો આકર્ષક લાગી રહ્યો છે. પ્રિયાએ ઓરું આદર લવમાં માત્ર નયન મટક્કા કરીને ઈન્ટરનેટ પર ધમાલ કરી મૂકી હતી. ચર્ચા છે કે પ્રિયા…