રિશ્વતખોરી મામલામાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી) સમક્ષ સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના હાજર થયા હતા. સીવીસીએ રાકેશ અસ્થાનાની પૂછપરછ કરી હતી. સીવીસી સમક્ષ અસ્થાનાએ પોતાનો પક્ષ મૂક્યો હતો અને પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોનો ઈન્કાર કર્યો હતો. સીવીસીના કેવી ચૌધરીએ અસ્થાનાની પૂછપરછ કરી હતી. આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને કેન્દ્ર સરકારે રજા પર ઉતારી દીધા છે. સીબીઆઈના અધિકારીઓએ કહ્યું કે અસ્થાનાએ સીવીસીના ચૌધરી સમક્ષ પોતાની જૂબાની નોંધાવી હતી. મહત્વના કેસોની તપાસ કરી રહેલા સીબીઆઈના અધિકારીઓની સીવીસીએ પૂછપરછ કરવામાં આવી હતી. આ તમામ અધિકારીઓના નામે રાકેશ અસ્થાનાએ કરેલી આલોક વર્મા વિરુદ્વની ફરીયાદમાં બહાર આવ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે સીબીઆઈના ઈન્સપેક્ટરથી લઈ…
કવિ: Satya-Day
રાહુલ ગાંધીએ શુક્રવારે છત્તીસગઢના કાંકેરમાં જનસભાને સંબોધિત કરી હતી. રાહુલે અહીની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પસંદગીના બિઝનેસમેન મિત્રોના 3 લાખ કરોડથી વધારેનું દેવું માફ કર્યું, પરંતુ ખેડૂતો માટે કંઇ કર્યું નથી. તેમણે વધુમાં કહ્યું, નીરવ મોદી, વિજય માલ્યા, મેહુલ ચોકસી જનતાના રૂપિયા લઇને ભાગી ગયા છે. વિજય માલ્યાએ દેશ છોડ્યા પહેલા નાણામંત્રી અરૂણ જેટલીને મળીને ગયા હતા. રાહુલ ગાંધીએ અહીં રેલીને સંબોધિત કરતા રાફેલ ડીલનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલે કહ્યું કે, મોદી સરકારે HALથી કોન્ટ્રાક્ટ છીનવીને અનિલ અંબાણીની કંપનીને આપ્યો હતો. મોદી સરકારે 526 કરોડ રૂપિયાનું રાફેલ…
મુઘલોએ ભારત પર 1526–1857 સુધી રાજ કર્યું. 331 વર્ષના શાસનકાળ દરમિયાન મુઘલોને ક્યારેય લાગ્યું કે નહીં કે દેશનું નામ હિન્દુસ્તાનથી બદલીને મુસ્લિમિસ્તાન કે ઈસ્લામિસ્તાન કરી દેવામાં આવે. મુઘલો ઘારત તો આ દેશને પળવારમાં ઈસ્લામી દેશ જાહેર કરી દેત પરંતુ ભારતીય સંસ્કૃતિ અને લોકોની રહેણી-કરણીના આધારે બહોળા હિન્દુ સમાજને ધ્યાને રાખી તેમના નામ સાથે જ દેશનું નામ જોડી દીધું. આ મુઘલો મૂર્ખ હતા કે તેમણે મરાઠાવાડને મરાઠા રેજિમેન્ટ કહી અ રાજપુત રેજિમેન્ટને રાજપૂત રેજિસમેન્ટ જ કહી. 331 વર્ષના રાજકાજ દરમિયાન મુઘલો ધારત તો ઘણું બધું કરી શક્યા હોત પરંતુ તેમણે ભારતીય સંસ્કૃતિને રક્ષા કરી છે એ કહેવામાં જરાય અતિશિયોક્તિ નથી. આજે…
ભારતના સૌથી ધનિક પરિવાર અંબાણીનો પુત્ર અનંત અંબાણી નવા વર્ષના દિવસે જ દ્વારકા મંદિરે પહોંચ્યો હતો. જ્યાં તેણે દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાનના કર્યા હતાં. આ ઉપરાંત અનંતની સાથે ગુજરાતી ઉદ્યોગપતિની પુત્રી રાધિકા મર્ચન્ટે પણ દ્વારકાધિશના દર્શન કર્યાં હતાં. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લઇને પાદુકા પૂજન તેમજ ગોવર્ધન પૂજા કરી હતી. નવા વર્ષની શરઆતમાં દ્વારકા મંદીરે લાખો લોકોની ભીડ દર્શન કરવા માટે ઉમટી હતી. આ લોકોની સાથે ભારતના સૌથી ધનીક વ્યક્તિનો પુત્ર અનંત અંબાણી પણ અહીં દર્શન કરવા પહોંચતા લોકોમાં પણ કુતુહલ સર્જાયું હતું. જ્યાં અનંત અને રાધિકાએ દ્વારકાધિશના દર્શન કર્યાં હતાં. આ ઉપરાંત ભગવાનની પૂજા-અર્ચના પણ…
કમલ હસનની અભિનેત્રી પુત્રી અક્ષરા હસનના પર્સનલ ફોટો કોઈએ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા. અક્ષરાએ સાયબર ક્રાઈમ અંતર્ગત તેની ફરિયાદ મુંબઇ પોલીસમાં કરી છે. અક્ષરા હસને મુંબઇ પોલીસની સાયબર સેલની મદદ લીધી છે. હાલમાં તેના પર્સનલ ફોટોગ્રાફ ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયા. તે બાદ તેને માલૂમ પડ્યું કે તે સાયબર ક્રાઇમની શિકાર થઇ છે. કોઇએ તેની તસવીરો હેક કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી છે. આ અંગે જાણીને અક્ષરા ખૂબ દુખી છે. તેને આ અંગે મુંબઇ પોલીસના સાયબર સેલમાં ફરિયાદ કરી મદદ માંગી છે. અક્ષરા શ્રુતિ હસનની બહેન છે. તે અમિતાભ બચ્ચન અને ધનુષ સ્ટાર ફિલ્મ શમિતાભમાં નજરે…
સુરત શહેરમાં કરદાતાઓની સંખ્યા વધીને 17.50 લાખ થઈ ગઈ છે. પાંચ વર્ષમાં જ કરદાતાઓની સંખ્યા સાત લાખ જેટલી વધી છે જેની સામે ટેકસ કલેકશનમા પણ રૂપિયા ત્રણ હજાર કરોડનો વધારો થયો છે. જ્યારે કરોડપતિ કરદાતાઓની સંખ્યા 1100 થઈ ગઈ છે. છેલ્લાં બે જ વર્ષમાં શહેરમાં કરોડપતિઓની સંખ્યાંમાં 300નો વધારો થયો છે. કરદાતાની દૃષ્ટિએ આવનારા સમયમાં આ જ રેસિયો જો જળવાઈ રહ્યો તો સાઉથ ગુજરાતમાં કરદાતાઓની સંખ્યા 20 લાખની પાર થઈ જશે. સુરતમાં એક કરોડથી ઉપરના રિટર્નની વાત કરીએ તો હાલ તે 1100નો આંક વટાવી ગયો છે. માર્ચમાં ભરાનારા રિટર્ન બાદ તેમાં ઉછાળો આવવાની સંભાવના છે. આંકડા તપાસીએ તો વર્ષ 2016માં…
વૉટ્સએપમાં ઘણાબધા ફિચર્સ આવી ચૂક્યા છે અને કેટલાક બીટામાં ટેસ્ટિંગમાં છે. પણ આ બધાની વચ્ચે એક એવું ફિચર મિસિંગ છે જેનાથી યૂઝર પોતાની ડીપી-પ્રૉફાઇલ પિક્ચરને કોણે-કોણે ચેક કર્યું તે વાતનો ખ્યાલ મેળવી શકે. WhatsAppમાં કોઇ સિક્યૂરિટી કે એલર્ટ ફિચર્સ નથી, કોઇપણ વ્યક્તિ તમારી પ્રૉફાઇલ પિક્ચર ઓપન કરી ફોટો સેવ પણ કરી શકે છે. આવામાં આ ફિચર ખુબ કામનું સાબિત થઇ શકે છે. ભલે વૉટ્સએપમાં આ ફિચર ના હોય, પણ અમે અહીં એક એવી એપ બતાવીએ છીએ જેની મદદથી તમે આના જાણી શકો છો. આ એપનું નામ છે Whats Tracker. એન્ડ્રોઇડ યૂઝર્સ આને પ્લે સ્ટૉર પરથી ફ્રીમાં ઇન્સ્ટૉલ કરી શકે છે,…
દિવાળી હર્ષ અને ઉલ્લાસનો તહેવાર છે. પરંતુ મેરઠમાં એક એવો બનાવ બન્યો છે જેણે તમામ લોકોને હચમચાવી દીધા છે. મેરઠમાં એક ત્રણ વર્ષની બાળકીના મોઢામાં સુતળી બોમ્બ રાખીને ફોડવાની ઘટના સામે આવી છે. મેરઠમાં એક છોકરાએ મંગળવારે રાત્રે બાળકીના મોઢામાં બોમ્બ રાખીને દિવાસળી સળગાવીને તેના મોઢામાં બોમ્બ ફોડ્યો હતો. આ ઘટનામાં બાળકીને ખુબ ગંભીર ઈજા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, મંગળવારે કાળી ચૌદસના દિવસે મેરઠના મિલક ગામમાં આ દુર્ઘટના ઘટી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધીને તપાસ કામગીરી હાથ ધરી છે. બાળકીના પિતા શશિકુમારે જણાવ્યું કે, તેઓ સોમવારે સાંજે ઘરે જ હતા. તેમની ત્રણ વર્ષની દીકરી આયુષી ઘર આગળ રમી…
હાલમાં ફિલ્મ જીરોનું ટ્રેલર રિલીઝ થયું છે. આ વચ્ચે ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ ફિલ્મને લઇને ખાસ ઉત્સાહિત છે. એવામાં ફિલ્મને લઇને નિર્દેશક આનંદ એલ રાયને ફિલ્મને લઇને એક મોટો ખુલાસો કર્યો છે. તેમને જણાવ્યું કે ફિલ્મ દરમ્યાન અનુષ્કાએ કેટરીનાને ખુબ રડાવી છે. સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ડાયરેક્ટ આનંદ એલ રાયે જણાવ્યું કે જ્યારે પણ ક્યારેય કેટરીના કેફ અનુષ્કા શર્માને તેનું પાત્ર ભજવતુ જોતી હતી તો અનુષ્કા તેના કેરેક્ટરમાં એટલી ડૂબી જતી હતી કે કેટરીના તે સીન જોઇને રડી પડતી હતી. ફિલ્મના ટ્રેલરથી માલૂમ પડે છે કે અનુષ્કાએ આ ફિલ્મમાં કેટલી મહેનત કરી છે. આ ફિલ્મમાં અનુષ્કા એક દિવ્યાંગનું પાત્ર ભજવી…
કેલિફોર્નિયાના બારમાં થયેલા અંધાધૂંધ ફાયરીંગમાં 13 લોકો માર્યા ગયા અને અનેકને ઈજા પહોંચી હતી. ફાયરીગંમાં ગનમેન પણ માર્યો ગયો હોવાનું પોલીસે જણાવ્યું છે. આશરે 30 રાઉન્ડ ફાયરીંગ થયું હોવાનું માનવામાં આવે છે. બોર્ડર લાઈન બારમાં ઘટના બની હતી. અત્યાર સુધી 13 લોકોના મોત નિપજ્યા હોવાનું પોલીસે કન્ફર્મ કર્યું છે.ગનમેને સેમી ઑટોમેટિક ગનથી હુમલો કર્યો અને ગોળીઓનો વરસાદ વરસાવ્યો હતો. ઈજા પામેલા લોકોમાં એક પોલીસ અધિકારીનો પણ સમાવશે થાય છે. કેલિફૉર્નિયાની એક સ્થાનીક ન્યૂઝ વેબસાઇટે જણાવ્યું કે, બોર્ડરલાઇન બાર એન્ડ ગ્રિલ નામના પબમાં બુધવારે રાત્રે ગોળીબાર થયો હતો. વેંચુરા કન્ટ્રીના ફાયર બ્રિગેડ વિભાગે એક ટ્વિટમાં તેને એક્ટિવ શૂટર ઈન્સિડેંટ ગણાવ્યું છે.…