રાજસ્થાન,મધ્યપ્રદેશ,છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ જેવા પાંચ રાજ્યોમાં થનારી વિધાન સભાની ચૂંટણી માટે મતદાનને જૂજ દિવસો બાકી છે ત્યારે આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ થઇ ગયા છે. તેલંગાણામાં ચુંટણી પ્રચાર દરમ્યાન AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ એવું નિવેદન આપ્યું છે જેની ચારેય તરફ ચર્ચા થઇ રહી છે. ઓવૈસીએ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ પર આક્ષેપ કરતા કહ્યું કે ભાજપ ભારતને મુસ્લિમ મુક્ત બનાવવા માંગે છે. તેમને આરોપ લગાવ્યો છે કે આજે દેશમાં અલ્પસંખ્યકોને ડરાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. જોકે, ઓવૈસી ભાજપ અધ્યક્ષ અમિત શાહના નિવેદન પર પલટવાર કરી રહ્યા હતા જેમા તેને કોંગ્રેસ મુક્ત ભારત અને મજલિસ (MIM) મુક્ત તેલંગાણાની વાત કરી હતી.…
કવિ: Satya-Day
ગુજરાતના મુખ્યમંત્રી પણ હવે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રસ્તે જઈ રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદનું નામ બદલાવાના સંકેત આપ્યા છે. રૂપાણીએ કહ્યું કે 2019 પહેલાં અમદાવાદનું નામ કર્ણાવતી કરી દેવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણી પહેલાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદનુ નામ બદલાવાની વાત કરી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ અમદાવાદમાં આલા ભદ્રકાળી મંદિરના દર્શ કર્યા હતા. દર્શનના સમયે તેમના પત્ની અંજલિ રૂપાણી પણ તેમની સાથે હતા. આ પૂર્વે તેમણે ગાંધીનગરના પંચદેવ મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા. મંદિર દર્શન કર્યા બાદ રૂપાણીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી અને વર્ષોથી અમદાવાદનું નામ બદલવાની માંગ બાબતે સ્પષ્ટતા કરી હતી. મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી રૂપાણીએ…
દિવાળીનના અગાઉ એક રાત્રે અમદાવાદ સહિત ગુજરાત પોલીસ દ્વારા સુપ્રિમ કોર્ટ તથા શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામું હોવા છતાં અમદાવાદમાં કાયદાનો ભંગ કરીને લોકોએ ફટાકડા ફોડ્યા હતા. જેને પરિણામે અમદાવાદમાં પ્રદુષણનું પ્રમાણ વધ્યું હતું. જેના કારણે સમગ્ર શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું હતું. દિવાળી તહેવાર પર પ્રદુષણના કારણે સેન્ટ્રલ એર ક્વોલિટી ઈન્ડેક્સમાં પુઅર કેટેગરીમાં અમદાવાદ સમગ્ર દેશમાં ત્રીજા નંબરે રહ્યું હતું. જ્યારે ગુજરાતમાં પ્રથમ નંબરે આવ્યું છે. દિવાળીની રાત્રે ફોગ જેવો માહોલ સર્જાયો હતો પરંતુ ફટાકડા ફોડવાથી પ્રદૂષણ ફેલાયું હતું. ફટાકડાના ઝેરી ધુમાડાના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર મોટી અસર પડે છે. ખાસ કરીને બાળકો અને બીમાર લોકોમાં આની અસર વધુ જોવા…
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ અલ્પેશ કથીરીયાની જેલમૂક્તિને લઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સુરત ખાતે કથીરીયાના ઘરની મુલાકાત લીધી હતી. અલ્પેશની નાની બહેને બાપુનું કુમકુમ સાથે તિલક કરી સ્વાગત કર્યું હતું અને કથીરીયાના પરિવારને હૈયાધરપત આપી હતી. મુલાકાત બાદ પત્રકારો સાથે વાત કરતા બાપુએ કહ્યું કે અલ્પેશના પરિવારને લાગણીથી મળવા આવ્યો છું. અલ્પેશ જ્યારે છૂટશે એ ભગવાન જાણે. તેમણે કહ્યું કે સુરતનુ વાતાવરણ સુસ્ત થઈ ગયું છે. કામરેજથી વરાછા આવતા મેં જોયું કે દિવાળી જેવ ભપકો લાગ્યો નહીં. સુરતની આવી હાલત કેન્દ્ર સરકારની નીતિઓના કારણે થઈ છે. સુરતના ધંધા માટે સરકારે નક્કર કરવાની…
ગુજરાતનો ખેડૂત વર્ગ હાલમાં ખૂબ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. ખેડૂતો વારંવાર ગુજરાત સરકાર પર ખેડૂતોની ઉપેક્ષા કરવાનો આરોપ વિપક્ષ લગાવતો રહ્યો છે ત્યારે પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર સરકાર દ્વારા ખેડૂતોનુ 21000 કરોડ રુપિયાનુ દેવુ માફ કરવામાં આવ્યુ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ પોતે આ જાહેરાત કરી હતી.તેમણે કહ્યુ હતુ કે રાજ્યના 26 જિલ્લાઓને દુકાળગ્રસ્ત પણ જાહેર કરવામાં આવ્યા છે.ફડનવીસ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લેવાના છે. ઉલ્લેખનીય છે કે બંને રાજ્યોમાં ભાજપની જ સરકાર છે.
સુરત ક્રાઈમબ્રાન્ચ દ્વારા નાઈટ પેટ્રોલીંગ દરમિયાન ગોડાદરા વિસ્તારમાંથી યુવાનની ધરપકડ કરવામાં આવી છે. યુવાન પાસેથી દેશી બનાવટની પિસ્ટસ તથા સોના-ચાંદીના દાગીના તથા 23.65 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના એસીપી આર.આર.સરવૈયાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે છઠ્ઠી તારીખે સુરતમાં કોમ્બીંગ નાઈટ હતી. તે દરમિયાન ડીસીબીના પીએસઆઈ પનારા અને તેમની ટીમને બાતમી મળી હતી કે ઋતુરાજ ચૌહાણ નામનો શખ્સ ગોડાદરા વિસ્તારમાં પિસ્ટલ અને કેટલાક રૂપિયા લઈને ફરી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવી ઋતુરાજ સિંહ(રહે, રામરાજ સોસાયટી, રાકેશ યાદવના મકાનમાં, ગોડાદરા-ડીંડોલી રોડ,સુરત)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી દેશી બનાવટની પિસ્ટલ, 6 કાર્ટીંજ સહિત રોકડા રૂપિયા 23.65 લાખ…
વોટ્સએપે ગત અઠવાડિયે જ સ્ટીકરનું નવું ફીચર આઈઓએસ અને એન્ડ્રોઈડ યુઝર્સ માટે રિલીઝ કર્યું છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા વોટ્સએપને અપડેટ કરવું પડશે। આ ફીચર એવી રીતે કામ કરશે, જે રીતે ફેસબુક મેસેન્જરમાં કામ કરે છે. આ દરમિયાન વોટ્સએપ પર જ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફની અંદાજમાં લખાયું છે કે, ભારતીય સમાજ બે ભાગમાં વેચાઈ ગયો છે. પહેલો એ જેમને વોટ્સએપ સ્ટીકરનો ઉપયોગ કરતા આવડે છે અને બીજો એ જેને આ ફીચરનો ઉપયોગ કરતા નથી આવડતું. આ છે ટિપ્સ – વોટ્સએપ પર સ્ટીકર મોકલવા માટે સૌથી પહેલા એપને અપડેટ કરો – ત્યારબાદ ચેટ ખોલો.…
ઋષિ કપુરની તબિયતને લઈને હાલ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. આ ચર્ચાઓ નવચ્ચે તેમની દીકરી રિદ્ધિમા કપૂરે પિતાની તબિયતથી જોડાયેલી અપડેટ આપી છે. ઋષિ કપૂર ન્યૂયૉર્કમાં મેડિકલ ટ્રીટમેન્ટ લઇ રહ્યા છે. એક ઇન્ટરવ્યૂમાં રિદ્ધિમાંએ કહ્યું કે, “તેઓ તદ્દન ઠીક છે. ચિંતા કરવાની કોઈ વાત નથી. જો કે હું ક્યારેય તેમના સ્વાસ્થ્યને લઇને ચિંતિત નહોતી. તેઓ બસ પોતાના રૂટીન ટેસ્ટ કરાવી રહ્યા છે. જેવું કે તેમણે ટ્વિટર પર કહ્યું હતુ. તેઓ ઘણા વર્ષો પછી પોતાના બધા ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે. અમને આશા છે કે બધુ વ્યવસ્થિત થઈ જશે.” મળેલી માહિતી પ્રમાણે ન્યૂયૉર્કમાં ઋષિ કપૂર સાથે નીતૂ કપૂર અને રણબીર કપૂર છે.…
છેલ્લા ઘણા સમયથી અભિનેતા અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના સંબંધો ચર્ચામાં છે. થોડા થોડા સમયે બંને એકબીજા સાથે જોવા મળતા હોય છે. ચર્ચાઓ એવી પણ છે કે, આ બંને છેલ્લા કેટલાંક વર્ષોથી રિલેશનમાં છે પરંતુ આ સંબંધોને તે જાહેર કરી રહ્યા નથી. આ ચર્ચાઓ વચ્ચે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા એકબીજાની સાથે ડિનર ડેટ માણતા નજરે પડ્યા હતાં. મલાઈકા અને અર્જુનના અંદાજને જોઈ તેમના લગ્નની ચર્ચાઓએ પણ વેગ લીધો છે. બંને પોતાના સંબંધોને જાહેર કરી 2019માં લગ્ન કરશે તેવી અટકળો શરૂ થઈ ગઈ છે. મંગળવારે બંને ડેટ પર ગયા હતા. જોકે મીડિયાની નજરથી બંને બચી શક્યા નહતાં અને કેમેરામાં કેદ…
અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝેન્ટીટીવ માટે યોજાયેલી ચૂંટણીમાં ડેમોક્રેટસએ રિપબ્લિકન પાર્ટી પર સરસાઈ મેળવી સારો દેખાવ કર્યો છે. મધ્ય સત્ર ચૂંટણી માટે ગઈકાલે મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાતા આ માટે ઉત્સાહીત પણ હતા. પ્રારંભિક પરિણામો મુજબ ટ્રમ્પને આંચકો લાગ્યો છે. ડેમોક્રેટસને સરસાઈ મળી છે. લોકો ટ્રમ્પના શાસનથી નાખુશ હોવાના અનુમાન કરવામાં આવી રહ્યા છે. પ્રારંભિક ટ્રેન્ડ જોતાં અનુસાર કન્સાસથી ડેમોક્રેટસ ઉમેદવાર સેરીસ ડેવીડસ કોંગ્રેસથી જીતનાર પ્રથમ અમેરિકી અકીલા મુળની મહિલા છે. કોલારેડોમા ડેમોક્રેટસ ઉમેદવાર જેરેડ પોલીસે વિજય મેળવ્યો છે. તેઓ પહેલા સમલૈંગીક ગવર્નર છે. તો અમેરિકી કોંગ્રેસની પહેલી બે મુસ્લિમ મહિલાઓ રાસીદા અને ઈલ્લહાન ઓમરને ચૂંટી કાઢવામાં આવ્યા છે.…