કવિ: Satya-Day

અમેરિકી કોંગ્રેસમાં પ્રથમવાર બે મુસ્લિમ મહિલાઓની એન્ટ્રી થઈ છે. આ બન્ને મહિલાઓ ડેમોક્રેટીક પાર્ટીની છે. ઈલહાન ઉંમર અને રાશીદા તાલીબે અમેરિકી કોંગ્રેસની ચૂંટણી જીતી લીધી છે. ચૂંટણી જીત્યા બાદ ઈલહાન ઉંમરે રાશીદા તાલીબને મુબારકબાદી આપતી ટવિટ કરી લખ્યું કે મારી બહેન રાશીદા, ચૂંટણી જીતવા બદલ મુબારકબાદી. તમારી સાથે કામ કરવા માટે હવે હું વધારે રાહ જોઈ શકું એમ નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિઓ પ્રવાસીઓ અને શરણાર્થિઓની ફેવરની માનવામાં આવતી નથી જેથી કરીને આ બન્ને મુસ્લિમ મહિલાઓની જીતનુ મહત્વ છે. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટીટીવ અંદાજે 89 મહિલાઓ છે. હાલના રેકોર્ડ પ્રમાણે 84 મહિલાઓનો હતો. હજુ ઘણી સીટોના પરિણામ બાકી છે. કોણ છે ઈલ્હાન…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-ચીન સરહદ પર બોર્ડર સિક્યોરીટી ફોર્સ (આઈટીબીપી)ના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તેઓ ઉત્તરાખંડના હર્ષિલ પહોંચ્યા હતા. દિવાળીની ઉજવણી કરી તેઓ સીધા કેદારનાથના દર્શન કરવા રવાના થયા હતા. દિવાળીની શુભેચ્છા આપતા જવાનોને વડાપ્રધાને કહ્યું કે દુર-દુરના વિસ્તારોમાં બર્ફીલા પહાડોની વચ્ચે ડ્યૂટી કરવાની ભાવના દેશની તાકાતને વધુ મજબૂત કરે છે તેમજ 125 કરોડ ભારતીયોના ભવિષ્યના સ્વપ્નને પણ સુરક્ષિત રાખે છે. દિવાળી પ્રકાશનો પર્વ છે. ઓજસ પાથરે છે અને ડરનો ખાત્મો કરે છે. લોકોમાં નિડરતા અને સુરક્ષાના ભાવને દ્રઠ કરવા જવાનોની ફરજપરસ્તી સહાય કરે છે. વડાપ્રધાને યાદ દેવડાવ્યું કે જવાનો સાથે દિવાળી ઉજવવાનો સિલસિલો ગુજરાતના સીએમ તરીકે હતો…

Read More

યોગી સરકારે એક નવી સિદ્ધી પ્રાપ્ત કરી છે. અયોધ્યામાં દીપોત્સવ 2018 ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયો છે. આ ઉત્સવમાં સરયૂ નદીના કિનારે 3,01,152 દીવા પ્રગટવવામાં આવ્યા હતા. આ અવસર પર ગિનીઝ બુક ઓફ રેકોર્ડના અધિકારીઓ પણ અયોધ્યામા હાજર હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગી સરકારે ખાસ આયોજન કર્યું હતું. કાર્યક્રમના સફળ થયા બાદ ગિનીઝ બુકના અધિકારીઓએ સીએમ યોગીને પ્રમાણપત્ર સોપ્યું હતું. આ દરમિયાન યુપીના રાજ્યપાલ રામ નાઇક, લાલજી ટંડન અને દક્ષિણ કોરિયાની ફર્સટ લેડી કિમજોંગ સુક પણ હાજર હતા. આ કાર્યક્રમમાં સીએમ યોગીએ જાહેરાત કરી હતી કે, ફૈઝાબાદ જિલ્લાનું નામ આજથી અયોધ્યા કરવામાં આવ્યું છે. યોગીએ જણાવ્યું હતું કે,…

Read More

સમગ્ર દેશમાં ભાજપ સરકારો દ્વારા નામો બદલવાની ફેશન ચાલી રહી છે. અલાહાબાદ, ફૈઝાબાદ અનુક્રમે પ્રયાગરાજ અને અયોધ્યા થયા બાદ ગુજરાતમાં અમદાવાદનું નામ બદલાના ચક્રો ગતિમાન થઈ ગયા છે. પાછલા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલવા માટે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી મૂવમેન્ટ અંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે ગુજરાત સરકારને અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે જરૂરી સમર્થન મળશે તો ટૂંક સમયમાં અમદાવાદનું નામ કર્ણાવતી કરવામાં આવશે અને નામ બદલવા અંગે કોઈ કાયદાકીય અડચણ પણ ઉપસ્થિત રહેતી નથી. નીતિન પટેલે ઉમેર્યું કે, અમે યોગ્ય સમયે નામ બદલવાની વિચારણા કરી…

Read More

દિવાળીના તહેવારના એક દિવસ અગાઉ મજૂરાના ધારાસભ્યએ ગરીબ પરિવારમાં જઈને  દિવાળીની ઉજવણી કરી હતી. તેમણે બમરોલી સ્લમ વિસ્તારમાં જઈને ગરીબ પરિવારોના બાળકોને સ્વિમિંગ ટબમાં નવડાવી સ્વચ્છ કર્યા હતા અને નવા કપડાં આપતા ગરીબ પરિવારના બાળકો ખુશ-ખુશાલ થઈ ગયા હતા. આ ગરીબ બાળકો એવા છે જેમને ખાવાનું પણ નસીબ થતું નથી. સુરતના મજૂરા વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંધવીએ ગરીબ પરિવારના બાળકો સાથે સાર્થક દિવાળીની ઉજવણી કરી હતી. બમરોલી વિસ્તારમાં આવેલા ડમ્પિંગ પોઈન્ટ પર સ્લમ વિસ્તારમાં રહેતા 300 જેટલા ગરીબ પરિવારોના બાળકોને સ્વિંમિંગ ટબમાં લાવી પોતાના હાથે નવડાવ્યા હતા. અને નવા કપડાં આપ્યા હતા. ગરબ પરિવારના બાળકો સાથે ત્રણ કલાક જેટલો સમય પસાર…

Read More

છેલ્લા ઘણા સમયથી ઓઝોનના સ્તરમાં થતા નુસાનને કારણે પૃથ્વીવાસીઓ ચિંતામાં હતા. પણ ગ્લોબલ વોર્મિંગને કારણે પિડાઈ રહેલ  પૃથ્વીવાસીઓ માટે એક ખુશીના સમાચાર છે.  ધરતીને સુરક્ષા પુરૂ પાડતા ઓઝોન વાયુના સ્તરમાં સુધારો થયો છે. સંયુક્ત રાષ્ટ્રના નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે,  ઓઝોન વાયુનુ સ્તર 1970ના દાયકા બાદ બગડતુ જતુ હતું. વૈજ્ઞાનિકોએ આ ખતરાની જાણકારી આપી અને ઓઝોનને નુંકશાન પહોંચાડનારા રસાયણોનો ઉપયોગ ધીમે ધીમે કરીને દુનિયાભરમાંથી બંધ જ કરી દીધો. ઈક્વાડોરના ક્વિટોમાં ગઈ કાલે સોમવારે યોજાયેલા એક સમ્મેલનમાં જાહેર કરવામાં આવેલા વૈજ્ઞાનિક આંકલન અનુસાંર, 2030 સુધીમાં ઉત્તર ગોળાર્ધ પર ઓઝોન વાયુનું ઉપલું પડ સંપૂર્ણ રીતે બંધાઈ જશે. એંટાર્કટિકા ઓઝોન ગાબડું 2060 સુધીમાં…

Read More

મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ હવે 3 નવા વિકલ્પ લઈને આવી રહ્યું છે. આ એપમાં હવે નવા ત્રણ ફીચર્સ ઉમેરાશે. આ ફીચર્સથી યુઝર્સને ફાયદો થશે. આ નવા ફીચરમાં વેકેશન મોડ, લિંક્ટ સોશિયલ મીડિયા અકાઉન્ટ અને સાયલન્ટ મોડનો સમાવેશ થાય છે. વેકેશન મોડ નામ પ્રમાણે આ ફીચર કામ આપશે. જ્યારે તમે રજા પર હોય ત્યારે જો વોટ્સઅપના નોટિફીકેશનથી દૂર રહેવું હોય તો આ મોડ તમને કામ લાગશે. આ મોડના કારણે તમે પરીવાર કે મિત્રો સાથે શાંતિથી વેકેશન માણી શકશો. જો કે હાલના તબક્કે આ ફીચર એન્ડ્રોઈડ અને સાઈઓએસ બે પ્લેટફોર્મ માટે જ છે. લિંક્ડ સોશિયલ મીડિયા આ ફીચરથી તમે વોટ્સઅપને પણ ફેસબુક, ટ્વીટર,…

Read More

નવસારીના નવનિયુક્ત પ્રમુખ નિરવ નાયકની સામે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી પ્રદેશ કોંગ્રસ પ્રમુખ અમિત ચાવડા વિરુદ્વ એલફેલ લખનારા સુરેશ પાંડેને નવસારી કોંગ્રેસે શો કોઝ નોટીસ ફટકારી છે. નવસારી  જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સિદ્વાર્થ દેસાઈએ સુરેશ પાંડે વિરુદ્વ શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે નોટીસ સહિતનો રિપોર્ટ પ્રદેશ કમિટીને મોકલી આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. નજીકના દિવસોમાં પાંડેને સસ્પેન્ડ કરવામાં આવે તેવા ભણકારા વાગી રહ્યા છે. સુરેશ પાંડેએ ફેસબુક પર પોતાની આઈડી પર નવસારી કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમાયેલા નિરવ નાયકન નિમણૂંકને લઈ વિવાદી પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં સુરેશ પાંડેએ અમિત ચાવડા અને નિરવ નાયક પર બેફામ આક્ષેપ કર્યા હતા. સુરેશ પાંડે દ્વારા…

Read More

કોડીનારમાં હાહાકાર મચાવતી ઘટનામાં લોહાણા સમાજની માસુમ બાળાની 37 ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા અરેરાટી સાથે દિવાળીના પર્વમાં માતમ છવાઈ ગયું છે. બાળાને નિર્મમ રીતે મોતને ઘાત ઉતારવામાં આવતા કોડીનારમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. બાળા સાથે કશુંક અજુગતું થયું હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોડીનારના વેપારી વિમલભાઇ ધનસુખભાઇ ઠકરારની ધો.11માં ભણતી દિકરી વિમાંશી(ઉ.16) ગઈકાલે તા.પાંચમીએ રાત્રીના 8:30 થી 9 વાગ્યાના સમયગાળા દરમિયાન કોઇને જાણ કર્યા વગર ઘરેથી નીકળી હતી. અડધા કલાક પછી દિકરી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી અને બે કલાક સુધી શોધખોળ કરવા છતાં પતો નહી લાગતા પોલીસને…

Read More

દિવાળીના આગલા દિવસે જ રાજ્ય સરકારે શિક્ષકોને ખુશ કરતો નિર્ણય કર્યો છે. રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સાતમાં પગારપંચ પ્રમાણે તફાવતનો પ્રથમ હપ્તો ચૂકવવાની જાહેરાત કરી છે. આ પગારની ચૂકવણી ચાલુ માસમાં જ કરી દેવામાં આવશે. ગુજરાત સરકારના આ નિર્ણયથી 61 હજાર શિક્ષકોને લાભ થશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમાં કેન્દ્રીય પગારપંચની ભલામણો પ્રમાણે સુધારેલો પગાર 1 જાન્યુઆરી, 2016થી આપવામાં આવશે. રાજ્ય સરકારના નિર્ણયથી 61 હજાર શિક્ષકોને લાભ થવાનો છે. પ્રથમ વાર્ષિક હપ્તાની ચૂકવણીના કારણે રાજ્યની તિજોરી ઉપર અંદાજે રૂપિયા 204 કરોડનું ભારણ પડશે.

Read More