કવિ: Satya-Day

નિરવ મોદી અને મેહુલ ચોકસીએ કરોડો રૂપિયાનું PNB કૌભાંડ આચરી દેશમાંથી ભાગી ગયા છે ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ED) આ કૌભાંડમાં મહત્વીન સફળતા હાંસલ  કરી છે. PNB કૌભાંડમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ  (ED)ને મંગળવારે વધુ એક સફળતા મળી છે. EDએ PNB કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીના નજીકના ગણાતા દીપક કુલકર્ણીની કોલકાતા એરપોર્ટ પરથી ધરપકડ કરી લીધી છે. કુલકર્ણી હોગકોંગથી આવનારી ફ્લાઇટમાં કોલકત્તા પહોંચ્યો હતો અને તે ચોકસીની હોંગકોંગમાં ચાલી રહેલી ડમી ફર્મનો ડાયરેક્ટર હતો. CBI અને EDએ થોડા દિવસ પહેલા કુલકર્ણી સામે લૂકઆઉટ નોટીસ જાહેર કરી હતી, ત્યાર બાદ EDને કુલકર્ણીને ઝડપી લેવા માટે મંગળવારે સફળતા મળી હતી. ED સહિત અન્ય સુરક્ષા એંજન્સીઓને સંભાવના…

Read More

છ મહિનાના લગ્ન જીવન બાદ છુટાછેડા માટે અરજી કરીને લાલુ પ્રસાદના પુત્ર તેજપ્રતાપ અચાનક જ ગાયબ થઈ ગયા છે. છુટાછેડા માટે કોર્ટમાં અરજી પછી પિતા લાલુપ્રસાદને મળવા ગયેલા તેજપ્રતાપ ઘરે પાછા ફર્યા નથી. તેમના પરિવારજનો તેમની રાહ જોઈ રહ્યા છે. તેમની સાથે સંપર્ક કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. તેજપ્રતાપ બોધગયાના એક હોટલમાં રોકાયા હતા. એ પછી ત્યાંથી નીકળી ગયા હતા પણ પટણા પહોંચ્યા નથી. તેઓ પરિવારજનોના ફોન પણ રિસીવ કરી રહ્યા નથી. સ્થાનિક મીડિયાના અહેવાલોમાં તેજપ્રતાપ બનારસ અથવા તો વૃંદાવન ગયા હોવાની અટકળો થઈ રહી છે.આ પહેલા પણ તેઓ વૃંદાવન ગયેલા છે. જ્યાં તેઓ શાંતિ મેળવવા જતા હોય છે.

Read More

કર્ણાટકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને ભાજપને માત આપી છે. ભાજપને મોટો ફટકો પડ્યો છે. પાંચ બેઠકમાંથી ચાર પર ગઠબંધન જીત તરફ છે. હાલમાં ચાલી રહેલી રામ મંદિરના મુદ્દા બાદ પણ કર્ણાટકના લોકોએ ભાજપને નકારી કાઢ્યો છે. કોંગ્રેસે એએસનયામાગૌડાએ જામખાડીમાં 39480 સાથે સરસાઈ મેળવી છે. કૉંગ્રેસના ધારાસભ્ય સિદ્દૂ ન્યામગૌડાના નિધન બાદ જમખડી બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જ્યારે જેડીએસના અનીથા કુમારાસ્વામીએ રામનગરમમાંથી 105294 વોટની સરસાઈ હાંસલ કરી છે. . રામનગરમ વિધાનસભા બેઠક મુખ્યમંત્રી કુમારસ્વામીના છોડવાના કારણે ખાલી થઈ હતી. આ ઉપરાંત બેલ્લારીના પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં કોંગ્રેસના ઉમેદવારે 214826 વોટથી આગળ છે. કોંગ્રેસની જીત નિશ્ચિત મનાય છે. ભાજપ માત્ર શિમોગા લોકસભા બેઠક પર…

Read More

 પ્રખ્યાત ગાયક વિનોદ અગ્રવાલનું આજ રોજ નિધન થયું છે.  મંગળવારે સવારે વિનોદ અગ્રવાલે યુપીના મથુરામાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમને છાતીમાં દુખાવો થયા બાદ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આજે સવારે ચાર વાગે તેમનું નિધન થયું હતું. ડૉક્ટરોએ જણાવ્યું કે વિનોદ અગ્રવાલનું નિધન મલ્ટિપલ ઓર્ગન ફેલના કારણે થયું છે. વૃંદાવનમાં પોતાના પરિવાર સાથે રહેતા અગ્રવાલ 63 વર્ષના હતા. રવિવારે અચાનક તેમને છાતીમાં તીવ્ર દુખાવો થયો હતો, જેથી પરિવારજનોએ તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અહીં બે દિવસ સુધી તેમની સારવાર થઇ, પરંતુ તેનો કોઈ લાભ ન થયો. ધીમે-ધીમે તેમના તમામ અંગોએ કામ કરવાનું બંધ કર્યું હતું…

Read More

વિરાટ કોહલીનો ગઈ કાલે જન્મદિવસ હતો અને આજે તે 30 વર્ષનો થઈ ગયો છે.  વિરાટ કોહલી ફક્ત ક્રિકેટ જ નહી પણ તેના લવ ્ફેરને કારણે પણ ખુબ ચર્ચામાં છે. 2017 માં અનુષ્કા સાથેના અફેર પહેલા પણ વિરાટની લાઈફમાં ઘણી સ્ત્રીઓ આવી હતી પણ તેણે ક્યારેય તેનો સ્વીકાર કર્યો નહોતો. તેનું પહેલું અફેર બાહુબલીની એક્ટ્રેસ તમન્ના ભાટીયા સાથે હતું. તમન્ના અને વિરાટ 2012-13 માં એક મોબાઈલ એડમાં એક સાથે કામ કરતા હતા. આ દરમિયાન બન્ને નજીક આવ્યા હતા. તમન્ના સાથે બ્રેક અપના સમાચાર બાદ થોડા દિવસો પછી જ વિરાટ કોહલી જુહુમાં બ્રાઝિલની બોલિવુડ એક્ટ્રેસ ઈઝેબેલ લેટી સાથે જોવા મળ્યો હતો. જો કે…

Read More

પાછલા કેટલાક સમયથી સુરતમાં બાળકીઓના અપહરણ અને તેમની સાથે દુષ્કર્મની બની રહેલી ઘટનાઓના અનુસંઘાને લીંબાયત વિસ્તારમાંથી ગૂમ થયેલી બાળકીની શોધમાં પોલીસે આકાશ પાતાળ એક કરતા બાળકી હેમખેમ મળી આવી હતી. પોલીસે રાહતના શ્વાસ લીધા હતા. વિગતો મુજબ લીંબાયતના મારૂતિ નગરમાંથી  શમા નામની બાળકી ગૂમ થઈ હતી. આજે સાંજે પાંચ વાગ્યે બાળકી ગૂમ થઈ હોવા અંગે લીંબાયત પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરીયાદ કરતાં પોલીસે તાબડતોડ કાર્યવાહી શરૂ કરી હતી. બાળકી સાંજના સમયે ઘરની બહાર રમી રહી હતી. બાળકીઓ પર થતાં અત્યાચારની ઘટનાઓને પગલે લીંબાયત પોલીસ મથકના પીઆઈ સી.આર, જાદવે અલગ અલગ 10 ટીમ બનાવી હતી. ટીમોને કાર્યરત કરી બાળકીની શોધખોળ કરવામાં આવી…

Read More

લોકોને બિનખેતી માટે પરવાનગી મેળવવામાં પડતી મુશ્કેલીઓમાંથી રાહત આપવા માટે સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. લાભપાંચમ પછી રાજ્યની તમામ જિલ્લા કલેકટર કચેરીમાં બિન ખેતી જમીન માટેની પરવાનગી પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવશે. મુખ્યમંત્રી  વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે રાજ્યના તમામ જિલ્લા પંચાયતોમાં બિનખેતી ની પરવાનગી પ્રક્રિયા ઓનલાઇન થઇ જશે. અગાઉ મહેસૂલ વિભાગે પ્રાયોગિક ધોરણે અમદાવાદ અને ગાંધીનગરની કલેકટર કચેરીમાં ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરી હતી. આ પહેલા બિન ખેતી માટેની પરવાનગી પ્રક્રિયા લાંબી હોવાથી હોવાથી લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ઉલ્લેખનિય છે કે, 15મી ઓગસ્ટના દિવસે મુખ્યપ્રધાન દ્વારા બિનખેતી પરવાનગી પ્રક્રિયાને ઓનલાઈન કરવાની જાહેરાત…

Read More

IAS ઓફિસર બી ચંદ્રકલાએ સોશિયલ મીડિયામાં ખુબ લોકપ્રિયતા મેળવી છે. ફેસબુક પર એવી શાનદાર ફેન્સ ફોલોઈંગ છે કે PM મોદીથી લઈને યોગી આદીત્યનાથ સહિત બધા મુખ્યમંત્રી અને બોલીવૂડના સુપરસ્ટારોને પાછળ મોકલી દીધા છે. PM મોદી સહિત તમામ સુપરસ્ટારના ફેસબુક પેજને કરોડો લોકોએ ફોલો કરી રાખ્યા છે. જ્યારે ચંદ્રકલાના ફેસબુક પેજને તેનાથી ઓછા 85 લાખ ફોલોવર્સ છે. અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન. દીપિકા પાદુકોણ પણ પોતાની તસ્વીરો પર લાઈક્સ નથી મેળવી શક્તા જેટલી કેટલાક કલાકોમાં જ ચંદ્રકલાને લાઈક્સ મળે છે. 28 ઓક્ટોબરે ચંદ્રકલાએ ફેસબુક પર DP લગાવી હતી. તે તસ્વીરને રેકોર્ડ બે લાખ લાઈક્સ મળી છે. જ્યારે 14 હજાર…

Read More

બિઝનેસમેન મુકેશ અંબાણીએ ધનતેરસના દિવસે બદ્રીનાથમાં નમન કર્યું હતું. પુત્રી ઈશાના ડિસેમ્બરમાં લગ્ન છે અને પ્રથમ નિમંત્રણ કાર્ડ બદ્રીનાથને આપ્યું હતું. તેમણે બદ્રીનાથ, કેદારનાથ ધામની ભોગ-પૂજાઓ માટે એક કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. સાથે સાથે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિને ઈનોવા કાર ગિફટ કરી હતી. મુકેશ અંબાણીની દિકરીના લગ્ન 12મી ડિસેમ્બરે આયોજિત કરવામાં આવ્યા છે. લગ્નની કંકોત્રી આપવા માટે તેઓ બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ કેદારનાથ ગયા હતા. હેલિકોપ્ટરથી સવારે સાડા આઠ વાગ્યે તેઓ બદ્રીનાથ આવ્યા. તેમણે બદ્રીનાથ સભા મંડપમાં પત્ની નીતા અંબાણી, પુત્ર અનંત, વધુ શ્લોકા, પુત્રી ઈશા અને થનાર જમાઈ આનંદની સાથે ભગવાન બદ્રીનાથને લગ્નની કંકોત્રી ચરણે ધરી…

Read More

ભાજપને આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીનું સૌથી મોટું દાન મળ્યું છે. 7 પ્રમુખ કંપનીઓના એક સમૂહ ટ્રસ્ટે સત્તાધારી પાર્ટીને કુલ 169 કરોડ રૂપિયામાંથી 144 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. સુત્રો પાસેથી મળતી માગિતી પ્રમાણે તેણે કોંગ્રેસ અને બીજુ જનતા દળને પણ દાન આપ્યુ છે. અત્યાર સુધી હંમેશા નાની રાજકીય પાર્ટીઓને દાન આપનારા આ ટ્રસ્ટે પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરની પાર્ટીને સૌથી મોટું દાન આપ્યું છે. પ્રુન્ડેન્ટ ટ્રસ્ટને પહેલા સત્યા ઇલેક્ટ્રોરલ ટ્રસ્ટના નામથી ઓળખવામાં આવતી હતી. જે કંપનીઓએ આ ટ્રસ્ટ દ્વારા દાન આપ્યું છે, તેમાં ડીએલએફ (52 કરોડ), ભારતી ગ્રુપ (33 કરોડ), શ્રોફ ગ્રુપ 22 કરોડ, ટોરેન્ટ ગ્રુપ (20 કરોડ), ડીસીએમ શ્રીરામ (13…

Read More