ઈરાદાપૂર્વક બેન્કનું દેવું નહીં ચૂકવાનરાઓની યાદી અંગે ખુલાસો નહીં કરવા બાબતે સેન્ટ્રલ ઈન્ફર્મેશન કમિશન(CIC) દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના ગવર્નર ઉર્જિત પટેલને કારણદર્શક નોટીસ આપવામાં આવી છે. સાથે સાથે CICએ વડાપ્રધાન ઓફીસ, નાણા મંત્રાલય અને આરબીઆઈને કહ્યું છે કે સલવાઈ ગયેલા દેવા અંગે પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના પત્રને સાર્વજનિક કરવામાં આવે. જોકે, સરકાર તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી પરંતુ કોર્પોરેટ અફેર્સના સચિવ ઈન્જેતી શ્રીનિવાસે કહ્યું છે કે કોઈ પણ બેન્ક ડિફોલ્ટરની યાદીને જાહેર કરવા અગે કોઈ વાંધો હોવો જોઈએ નહીં. અત્રે નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં 50 કરોડ કરતાં વધુ લોન લેનારા અને જાણી જોઈને…
કવિ: Satya-Day
ગાંધીનગર સચિવાલયની સુરક્ષા અંગે મોટો પ્રશ્ન લાગી ગયો છે. રવિવારે રાત્રે અચાનક દિપડો સચિવાલયમાં ઘુસી જતાં ભારે હો-હા મચી ગઈ છે. સચિવાલયના બેરીકેટની નીચેથી દિપડો અંદર ઘુસી ગયો હતો. સિક્યોરીટીને આની જાણ થતાં તમામના મોતીયા મરી ગયા હતા. રાતથી દિપડાને પકડવાની કોશીશ કરવામાં આવી રહી છે. પરંતુ બપોર સુધી દિપડો પકડાયો નથી. લોકોને અંદર જવા દેવામાં આવી રહ્યા નથી. સિકોયોરીટીને સીસીટીવી ફૂટેજ જોઈને એવું લાગ્યું કે ગેટ નંબર સાતથી કુતરું અંદર ઘુસી રહ્યું છે. પરંતુ જ્યારે ઝૂમ કરી ફટેજ જોવામાં આવ્યા તો દિપડાને જોઈને બધા મોંમાં આંગળા નાંખી ગયા હતા. દિપડો ઘુસ્યો હોવાની ખબર વાયુવેગે પ્રસરી ગઈ હતી. દિપડો ધીમી…
ગુજરાતે ફરી એક વખત નામ રોશન કર્યુ છે. અમિતાભ બચ્ચન ફેમ કૌન બનેગા કરોડપતિમાં અમદાવાદની એલ.ડી એન્જિનિયરિંગ કોલેજમાં આ વર્ષે જ આઈટી એન્જિ.માંથી પાસ થયેલા 22 વર્ષીય યશરાજસિંહ ડોડીયાની પસંદગી થઈ છે. આજે 5 ઓક્ટોબરના રોજ રાત્રે 9 વાગે KBCની ફાસ્ટેટ ફીંગર ફર્સ્ટનો રાઉન્ડ સફળતા પૂર્વક પાસ કરીને યશરાજસિંહ કેબીસીની હોટ સીટ પર અમિતાબ બચ્ચન સાથે જોવા મળશે ત્યારે કેબીસી શોમાં પહોંચવાથી લઈને પહેલી વખત ફેસ ટુ ફેસ બીગ-બી સાથે મળ્યાના અનુભવો યશરાજસિંહેં શેર કર્યા હતા. કેબીસી અંગે વાત કરતા યશરાજસિંહે કહ્યું કે, ‘કેબીસીમાં જવા માટે તમારે મેસેજ દ્વારા ક્વિઝ કોમ્પિટિશન માટે એન્ટ્રી મોકલવી પડે છે. ત્યાર બાદ કેબીસી ટીમ…
એપલ કંપની હવે 5G IPHONE લોન્પચ કરવા જઈ રહી છે. હેલા 5G આઇફોનમાં ઇન્ટેલ મૉડમ 8161નો યૂઝ કરવામાં આવી શકે છે અને આનું ક્લાઉડ 2020 માં સ્ટૉર પર આવશે. ફાસ્ટ કંપનીના એક રિપોર્ટમાં આ વાતની માહિતી સામે આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, જો બધી યોજના પ્રમાણે રહ્યું તો ઇન્ટેલ આઇફોન મૉડેમ પ્રૉવાઇડ કરાવનારી એકમાત્ર કંપની બનશે. 5G ફોનના નમૂના અને ટેસ્ટિંગ માટે ઇન્ટેલ કથિત રૂપથી 8161ની છેલ્લી એડિશન 8060 પર કાર્ય કરી રહી છે. વધારે ગતિ અને દક્ષતા હેતુ ટ્રાન્જિસ્ટર સઘનતાને વધારવા માટે ઇન્ટેલ પોતાની 10 નૈનોમીટર પ્રક્રિયાનો પ્રયોગ કરી 8161ને બનાવી શકે છે.જલ્દી ગરમ થઇ જવાના વિવાદના…
રવિવારે આનાથઆશ્રમના એક ટ્રસ્ટી દ્રારા છોકરીઓની જાતિય સતામણીનો એક કેસ બહાર આવ્યો છે. ચાઈલ્ડ વેલફેર કમિટી દ્વારા FIR લખ્યા બાદ પોલીસે મૈનેષ પરમારની ધરપકડ કરી હતી. આરોપીને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે અનાથ આશ્રમમાં જઈને ખુબ હંગામો કર્યો. સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે 42 વર્ષીય પરમાર છેલ્લા 17 વર્ષથી ટ્રસ્ટી છે. તે છોકરીઓને પોતાના કૂમમાં બોલાવી અડપલા કરતા હતો અને કોઈને ન કહેવ માટે ધમકાવતો હતો. ધોરણ 10 ની ચાર વિદ્યાર્થીનીઓએ તેની વાત રેકોર્ડ કરીને મહિલા વોર્ડનનને પણ મોકલી હતી. પોલીસ દ્વારા રવિવારે તેની ધરપકડ કરવામાં આવી છે.
સુરતમાં રહેતા અને વહોરા સમાજના અગ્રણી ઉપરાંત તાજેતરમાં સુપર ડુપર ફ્લોપ થયેલી ઈસ્માઈલ દરબારની ફિલ્મ યે કૈસી તિકડમમાં એક ગીત લખનારા સુરતનાં ઝાંપા બજાર વિસ્તારમાં રહેતા બદરી લેસવાલા પર કુખ્યાત વસીમ બિલ્લા અને તેના સાગરિતોએ હુમલો કરતા સનસનાટી વ્યાપી ગઈ છે. પોલીસ સૂત્રો મુજબ બદરી લેસવાલાની બેગમપુરા ખાતે કરોડો રૂપિયાની જમીન આવેલી છે. આ જમીનને લઈ વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદનો ફાયદો ઉઠાવી ઝાંપા બજારના કુખ્યાત વસીમ બિલ્લા અને કોસાડનાં ચારથી પાંચ ટપોરીઓએ બદરી લેસવાલાના વહોરા સમાજની દેવડી મુબારક પાસે આવેલા મુસાફર ખાના નજીકના લેસવાલાના ઘર પાસે આજે સાંંજે હુમલો કર્યો હતો. લેસવાલાને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો.…
નવસારીના સાંસદ સીઆર પાટીલ એક એવા સાંસદ છે જેઓ પ્રજાકીય કાર્યોમાં સતતને સતત રચ્યા-પચ્યા રહે છે. સરકારની યોજના હોય કે પછી કોઈને સહાયભૂત થવાનું હોય. સાંસદ સીઆર પાટીલ હરહંમેશ લોક સેવા માટે અગ્રેસર જોવા મળે છે. નવસારીના સાંસદ તરીકે કેન્દ્ર સરકારની યોજનાઓને ગામે ગામ સુધી પહોંચાડી લોકોને વધુમાં વધુ ફાયદો-લાભ મળે તેવા પ્રયત્નો કરવાની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી છે. વડાપ્રધાન મોદીએ સાંસદ સીઆર પાટીલની કામ કરવાની ભાવના અને કર્મનિષ્ઠાની ભરપૂુર સરાહના કરી છે. એક નહીં પણ બબ્બે ટવિટ કરી વડાપ્રધાન મોદીએ સાંસદ સીઆર પાટીલની પ્રશંસા કરી છે અને અન્ય સાંસદોને પણ તેમાંથી પ્રેરણા લેવાની શીખ આપી છે. સાંસદ સી.આર.…
રણવિર સિંહ અને દીપિકા પાદુકોણના લગનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેઓ ટૂંક સમયમાં જ લગ્નગ્રંથીમાં જોડાવા જઈ રહ્યા છે. દીપિકાના બેંગલુરુનાં ઘરમાં નંદી પૂજા કરવામાં આવી હતી. નંદી પૂજા પૂર્ણ કરીને દીપિકા મુંબઈ પાછી આવી ગઈ છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે, દીપિકા પાદુકોણે પોતાના મંગળસૂત્રની ખરીદી કરી દીધી છે. એક સૂત્ર દ્વારા જાણવા મળ્યુ છે કે, દીપિકા પાદુકોણે ૨૦ લાખ રૂપિયાનું મંગળસૂત્ર ખરીદ્યુ છે. પોતાના માટે મંગળસૂત્રની શોપિંગ કર્યા બાદ દીપિકાએ રણવીર સિંહ માટે એક ચેઈન પણ ખરીદી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે, દીપિકાએ મંગળસૂત્ર અને ચેઈન ઉપરાંત લગભગ એક કરોડ રૂપિયાની જ્વેલરીની શોપિંગ કરી…
રાકેશ અસ્થાનાએ અમેરિકામાં રોકાણ કર્યું હતું તેની પણ સીબીઆઈ દ્વારા તપાસ કરવામા આવી રહી છે. સુરતનાં બે પોલીસ અધિકારીઓ તપાસના સાણસામાં આવી શકે છે. રાકેશ અસ્થાના અંગે પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે તેમાં ડિપ્લોમેટીક વિઝા પર અમેરિકાની મુલાકાત લેવાની બાબતનો પણ સમાવેશ થઈ રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સીબીઆઈના સૂત્રો મુજબ આલોક વર્માએ રાકેશ અસ્થાના વિરુદ્વ મજબૂત પુરાવા એકત્ર કરવા માટે મહિના પહેલા સીબીઆઈની ટીમને ગુજરાત મોકલી હતી. સીબીઆઈના અધિકારીઓએ વડોદરા અને સુરતમાં ગુપ્ત રાહે તપાસ કરી વિગતો અને પુરાવા અકત્ર કર્યા હતા. આ પુરાવાને લઈ દિલ્હી રવાના થયા હતા. લાંચ કેસ ઉપરાંત રાકેશ અસ્થાના વિરુદ્વ આવક કરતા વધું…
થોડા સમય પહેલા જ ગુજરાતમાં સરદારની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું લોકાર્પણ થયું હતું, જેના કારણે વિશ્વમાં ગુજરાતનું નામ ગૂંજતું થઇ ગયું. હવે જાણે દેશમાં એક પછી એક રાજ્યો હરીફાઇમાં ઉતર્યા હોય તેમ નીતિશ કેબિનેટે પટણા મેડિકલ કોલેજ અને હોસ્પિટલને વિશ્વની સૌથી મોટી હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કર્યો છે, જેના માટે સરકારે પણ મંજૂરી આપી દીધી છે. વિશ્વની સૌથી મોટામાં મોટી હોસ્પિટલમાં 5462 બેડ ક્ષમતા હશે. આ હોસ્પિટલ બનવવાનો અંદાજિત ખર્ચ 5540.07 કરોડ થશે. માનવામાં આવી રહ્યું છે કે આ દુનિયાની સૌથી મોટી હોસ્પિટલ બની જશે, જ્યાં વર્લ્ડ ક્લાસની સુવિદ્યાઓ દર્દીઓને પુરી પાડવામાં આવશે. આ નિર્ણય મુખ્યમંત્રી નીતીશ કુમારની અધ્યક્ષતામાં…