સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીને કારણે સ્થાનિક લોકોને રોજગારી મળશે પરંતુ સરદાર પટેલની પ્રતિમાના લોકાર્પણના બીજા જ દિવસે આજે કોન્ટ્રાક્ટરે 200 જેટલા આદિવાસી કામદારોને છુટ્ટા કરતા હોબાળો મચી ગયો હતો. જોકે પોલીસની સમજાવટ બાદ મામલો શાંત પડ્યો હતો. સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કેવડિયા ખાતે ગઇકાલે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ કોન્ટ્રાક્ટરોએ આજે સ્થાનિક કામદોરને કામમાં આવવા માટે પ્રતિબંધ મુક્યો હતો. જેથી 200 જેટલા સ્થાનિક આદિવાસીઓને કામમાંથી છુટ્ટા કરીને બહારના લોકોની ભરતી કરી હતી. જેથી સ્થાનિક આદિવાસી કામદારો હોબાળો મચાવ્યો હતો. અને તમામ ભરતીમાં સ્થાનિકોને પહેલી પસંદગી મળે તેવી માંગ કરી હતી.…
કવિ: Satya-Day
વિવાદાસ્પદ રાફેલ ડીલને લઇને કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ હતું કે, રાફેલ ફાઇટર પ્લેન બનાવનારી ફ્રાન્સની કંપની દસોલ્ટ એવિએશને સીઇઓએ કહ્યું હતું કે, અનિલ અંબાણીની કંપનીને ઓફસેટ પાર્ટનર એટલા માટે બનાવી કારણ કે તેમની પાસે જમીન હતી. કોગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો હતો કે દસોલ્ટે અનિલ અંબાણીને 284 કરોડ રૂપિયા આપ્યા અને અંબાણીએ તેમાંથી જમીન ખરીદી હતી. વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દસોલ્ટ ફક્ત મોદીને બચાવી રહી છે અને જો તપાસ થશે તો વડાપ્રધાન ટકી શકશે નહીં. તેમને રાત્રે ઉંઘ આવી રહી નથી, તે ટેન્શનમાં છે…
આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજપ્રતાપ યાદવે પત્ની ઐશ્વર્યાથી અલગ થવા માટે કોર્ટનાં દ્વાર ખખડાવ્યા છે. બન્નેના લગ્નને માત્ર 6 મહિના જ થયા છે. તેજપ્રતાપની તલાકની અરજી અંગે લાલુ પરિવાર દ્વારા કોઈ સમર્થન આપવામાં આવ્યું નથી. પરિવારે તલાકની ખબરને ખોટી ગણાવી છે. તેજપ્રતાપ અને ઐશ્વર્યાના લગ્ન આ વર્ષની 12મી મેનાં દિવસે પટનામાં થયા હતા. લગ્ન સમારંભમાં અનેક નામી હસ્તીઓ આવી હતી. ઐશ્વર્યા બિહારના પૂર્વ મુખ્યમંત્રી દારોગાપ્રસાદ રાયની પૌત્રી છે. જ્યારે પિતા ચંદ્રીકા રાય સારણ પરસા બેઠક પરથી આરજેડીના ધારાસભ્ય છે. ચારા કૌભાંડના અનુસંધાને જેલમાં બંધ લાલુપ્રસાદ યાદવને લગ્ન માટે પેરોલ પર જામીન મળ્યા હતા, તેમણે વધુને પોતાના માટે ભાગ્યાશાળી…
14-15 નવેમ્બર દિપીકા અને રણબીર એકબીજાના થઈ જશે. બોલિવુડના આ કપલે 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી કાયમ માટે એકબીજાના થઈ જશે. બોલિવુડના સ્ટનીંગ કપલ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્નના તાંતણે બંધાવાનો નિર્ણય લીધો છે. દીપિકા નંદી પુજા માટે પોતાના હોમટાઉન બેંગલોર પહોંચી છે. નંદી પૂજાની સાથે જ દીપિકા-રણવીરના લગ્ન પ્રસંગોની શરૂઆત છે. તેમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દિપીકા પાદુકોણે નંદી પૂજામાં તેના ફેવરીટ ડિઝાઈનરસબ્સસાચીએ ડિઝાઈન કરેલો ડ્રેસ પહેર્યો હતો. દીપિકા લગ્નમાં પણ તેના ડિઝાઈન કરેલો ડ્રેસ પહેરશે.
રાકેશ અસ્થાનાએ લાંચ કેસમાં CBI દ્વારા કરવામાં આવેલી FIRને રદ્દ કરવાની પીટીશન પર દિલ્હી હાઈકોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન કોર્ટે 14મી નવેમ્બર સુધી સ્ટેટક્વો જાળવી રાખવાનો આદેશ કર્યો છે. 14મી સુધી આ કેસમાં અસ્થાની વિરુદ્વ CBI કાર્યવાહી કે ધરપકડ કરી શકશે નહીં. વધુ સુનાવણી 14મીએ કરવામાં આવશે. CBIએ દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું કે CBIનાં સ્પેશિયલ ડાયરેક્ટર રાકેસ અસ્થાના અને અન્ય શખ્સો વિરુદ્વ લાંચની નોંધાયેલી FIRમાં પ્રાથમિક રીતે ગંભીર ગુનો જણાઈ આવે છે. CBIએ રાકેશ અસ્થાનાની FIR રદ્દ કરવાન અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું કે આ લેવલ પર રોવિંગ ઈન્ક્વાયરીને મંજુરી આપી શકાય નહીં. CBIએ કોર્ટેને કહ્યું કે અસ્થાના વિરુદ્વની તપાસ હાલ…
દેશને સૌથી વધુ રોજગાર આપતા દ્વિતીય ક્રમાંકના સેક્ટર એવા લઘુ ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન મોદીએ દિવાળી ગિફટ આપી છે. લઘુ ઉદ્યોગને માત્ર 59 મિનિટમાં લોન એક કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે. પીએમ મોદી આ કાર્યને ઐતિહાસિક ગણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ ક્હયું કે જીએસટી અંતર્ગત રજિસ્ટર્ડ થયેલા લઘુ ઉદ્યોગના એકમોને હવે આ સુવિધાના માધ્યમથી માત્ર 59 મિનિટમાં એક કરોડ રૂપિયા સુધીની લોન મળી શકશે. આ ઉપરાંત રજિસ્ટર્ડ થયેલા એકમોને વ્યાજમાંથી પણ બે ટકાની રાહત આપવામાં આવશે. આ ક્ષેત્રમાં રોકાણકારોને રોકાણ કરતા પૂર્વે અને બાદમાં જરૂરિયાત માટે વ્યાજની સહાયતા ત્રણ ટકાથી વધારીને પાંચ ટકા કરવામાં આવી છે. વડાપ્રધાને નાના અને મધ્યમ…
ભાવાંતર યોજનાની માંગ સાથે સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે માર્કેટયાર્ડમાં હડતાળ ચથાવતા રહી છે. રાજકોટ અને ગોંડલ સહિતના માર્કેટયાર્ડોમાં વેપારીઓ અને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન સતત ચાલું રહ્યું હતું. જેમાં ખેડૂતોએ કૃષિમંત્રી આર.સી.ફળદુનું પૂતળું બાળી વિરોધ કર્યો હતો. કૃષિ મંત્રી આરસી ફળદુના પૂતળાને બાળવામાં આવ્યું હતું. પોલીસે કેટલાકની અટકાયત કરી હતી. ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ દિવસે દિવસે ઉગ્ર બની રહેશે એવા એંધાણ મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડના વેપારીઓની બીજા દિવસે હડતાળ ચાલુ છે. ખેડૂતો માટે ભાવાંતર યોજના લાગુ કરવાનું સરકારને આપેલ 6 દિવસનું અલ્ટીમેટમ પૂર્ણ થતા હડતાળ કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર APMC વેપારી એસોસીએશન દ્વારા બંધનો નિર્ણય…
પોતાના બે અરબથી વધારે યુઝર્સ માટે ફેસબુકે એક નવી ગિફ્ટ આપી છે. ફેસબુકે મ્યુઝિક ફીચર લોન્ચ કર્યું છે. આમા ફેસબુક પર સ્ટોરી પર શેર કરવામાં આવતા ફોટો અને વીડિયો સાથે ગીત પર એડ કરી શકાશે. ફેસબુકે આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે આને ન્યુઝ ફીડમા લાવવા જઈ રહ્યા છીએ. ફેસબુકે કહ્યું હતું કે યુઝર્સ હવે પોતાની પ્રોફાઈલમાં પણ ગીત એડ કરી શકશે.આ ફીચર એ જ રીતે કામ કરશે, જે રીતે ઈનસ્તાગ્રામમાં કરે છે. ફેસબુકે તેના એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે અમે આ ફિચરનો વધુમા વધુ આર્ટીસ્ટ અને ક્રિએટર્સ સુધી વિસ્તાર કરીશું અને પેજમાં પણ આ ફીચર આપશું, જેથી તે…
ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ અકીલ કુરેશીની બોમ્બે હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાની સુપ્રીમ કોર્ટ કોલેજીયમની ભલામણના વિરોધમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના વકીલોએ બીજી ઓક્ટોબરથી એટલે કે આજથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતરવાનું સર્વાનુમતે નક્કી કર્યું છે. ઉપરાંત જજ અકીલ કુરેશની ટ્રાન્સફરને પડકારતી રિટ પણ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવશે. આ રિટ અંગે યોગ્ય ચુકાદો નહીં આવે તો સુપ્રીમ કોર્ટમાં પણ રિટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિગતો મુજબ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને તાત્કાલિક મીટિંગ બોલાવી જજ અકીલ કુરેશની ટ્રાન્સફર અંગે ચર્ચા કરી હતી. જેમાં 500થી વધુ વકીલો હાજર રહ્યા હતા. આશરે 45 મીનિટ સુધી ચાલેલી ચર્ચા અને ઉગ્ર દલીલોમાં વિવિધ અભિપ્રાયો અને પગલાંઓની…
મુંબઈ નજીક આવેલા ઉતનમાં RSSની ત્રણ દિવસીય શિબિરના સમાપનના અવસરે મહાસચિવ ભૈયાજી ઝોશીએ કહ્યું કે રામ મંદિરને લઈ જો જરૂર પડી તો 1992 જેવું આંદોલન કરવામાં આવશે. અત્રે જણાવી દઈએ કે 1992માં ભાજપ, RSS વગેરે રામ મંદિર નિર્માણ માટે બાબરી મસ્જિદને ધરાશયી કરી નાંખી હતી અને સમગ્ર દેશમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા, હજારો લોકોના જાન ગયા હતા. સૌથી વધુ અસર સુરત, મુંબઈ સહિતના મહાનગરોમા થઈ હતી. બળાત્કાર અને હત્યાઓ કરીને લોહીની નદીઓ વહેવડાવવામાં આવી હતી. RSSનાં શિબિરમાં ભૈયાજી જોશીએ કહ્યું કે રામ મંદિર મુદ્દે જેમણે વટહુકમ માંગ્યા છે તેઓ ભલે માંગતા રહે. નિર્ણય સરકારે કરવાનો છે. RSSના આ નેતાએ…