કવિ: Satya-Day

જૂનાગઢના વંથલી ખાતે ખેડુત સત્યાગ્રહમા હાર્દિક પટેલ, કેન્દ્રના પૂર્વ મંત્રી અને ભાજપના પૂર્વ નેતા યશવંતસિંહા તથા શત્રુઘ્નસિંહાએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. 2019માં મોદી સરકારને સબક શીખવાડના કોલ કર્યા હતા અને ખેડુતોની વેદનાનો પડઘો પાડ્યો હતો. વિશાળ જનમેદનીને સંબોધતા હાર્દિક સહિતના વકતાઓએ મોદી સરકારને અનેક મુદ્દાઓ પર ધેરી હતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પણ સવાલો ઉભા કર્યા હતા. હાર્દિક પટેલે આક્રમક રીતે કહ્યું કે આપણી લડાઈ આવાનારી પેઢીના ભવિષ્ય માટે છે. ખેડુતને વળતર મળી શકે તે માટેની લડાઈ છે. ખેડુતના ખેતરમા ઉગેલા પાકના ટેકાનાં ભાવ આપો. આ માંગ સાથે પાછલા ત્રણ વર્ષથી સરકાર સામે લડીએ છીએ. અનામતની…

Read More

ભારતમાં ચાલી રહેલી મીટૂ મૂવમેન્ટ અંતર્ગત ઘણી મહિલાઓએ પોતાની વ્યથાઓ વ્યક્ત કરી છે.  ખાસ કરીને, એન્ટરનેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી ઘણી મહિલાઓ જે વર્ષો પહેલા પોતાની સાથેના અયોગ્ય વર્તન વિશે નહોતી બોલી શકી તે હવે સામે આવવાની હિંમત કરી રહી છે. આમાં, રોજ ઘણી દિગ્ગજ હસ્તીઓ પર પણ આરોપ લાગી ચૂક્યા છે. આવામાં જે લોકો આ બાબતે મૌન બેઠાં છે તેઓ પર આલોચનાઓ અને આરોપોમાં ઘેરાતા દેખાઈ રહ્યાં છે. આ જ ક્રમમાં બોલિવૂડના ખલનાયક અમિતાભ બચ્ચનનું નામ પણ જોડાઈ ગયું છે. મૉડલ એક્ટ્રેસ ડાયેન્ડ્રા સૉરેસે પણ પોતાનો અનુભવ શેર કરતા સુહેલ સેઠ પર યૌન પર આરોપ લગાવ્યા હતા. હવે  ડાયેન્ડ્રાએ અમિતાભ…

Read More

દેશની પહેલા ગૃહમંત્રી સરદાર પટેલની મૂર્તિનુ આજ રોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું, જે દેશની સૌથી ઉંચી પ્રતિમા છે. તે દેશ માટે ગૌરવની વાત છે. આ સાથે તેની સાથે જોડાયેલી બધી માહિતીઓ સામે આવી રહી છે. પણ શું તમને ખબર છે આની સંભાળ રાખવા માટે કેટલો ખર્ચ થવાનો છે અને આ પૈસા ક્યાથી આવશે? જો આના 15 વર્ષ સુધીની સારસંભાળની વાત કરીએ તો પ્રતિમા પાછળ 657 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. વળી, વર્ષ પ્રમાણે ખર્ચ 43.8 કરોડ રૂપિયાનો આવે છે. આનો અર્થ એ થયો કે આ પ્રતિમા પર દરરોજ 12 લાખ રૂપિયાનો ખર્ચ આવશે. આ મૂર્તિની સારસંભાળ માટે કેન્દ્ર સરકારની પાંચ પીએસયુ…

Read More

આમ તો વજન ઘટાડવાનો દાવો કરતી અનેક સ્માર્ટફોન એપ શોધાઈ છે, જો કે હાલમાં અમેરીકાની ડ્યૂક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વેઈટલોસનો સફળ પ્રયોગ કરીને મદદરૂપ થાય એવી એપ તૈયાર કરી છે. ખાસ કરીને જે દર્દીઓ વધુ પડતા વજનને કારણે હાર્ટ ડિસીઝનું જોખમ ધરાવતા હોય તેમને આ એપ બહુ જ મદદરૂપ થઈ શકે છે. આ એપથી બિહેવિયરલ ચેન્જનું મોનિટરીંગ થાય છે. અને સમયાંતરે ડાયટિશિયન દ્વારા કન્સલ્ટેશન અને ફોલોઅપ મળે છે. આ એપને મદદથી 43 લોકોએ એક વર્ષના ગાળામાં તેમના કુલ વજનનું પાંચ ટકા વજન ઘટાડવામાં સફળતા મેળવી હતી. તેમની કમરનો ઘેરાવો ઘટ્યો અને એટલે બ્લડપ્રેશરમાં પણ સુધારો નોંધાયો હતો.

Read More

સુરતની મહિલાની લાશ રાજસ્થાનના ઝાલાવડ ખાતેથી મળી આવતા ચકચાર જાગી છે. મહિલાની ઓળખ 38 વર્ષીય રચના મોદી તરીકે થઈ છે. સુરતના પોશ વિસ્તાર VIP રોડ ખાતે રચના મોદી રહેતી હોવાનું તેના આધાર કાર્ડના આધારે માલૂમ પડ્યું છે. રચનાનું આખું નામ રચના જયરાજ મોદી છે અને તે બી-903, શગુન વિલા એપાર્ટમેન્ટ, વીઆઈપી રોડ, અલથાણ, સુરત ખાતે રહેતી હોવાનું બહાર આવ્યું છે. વિગતો મુજબ આ મર્ડર મિસ્ટ્ર પરથી ઉંચકવાનો બાકી છે. રાજસ્થાન પોલીસે સુરત પોલીસને ઘટના અંગે જાણ કરતા સગા-સંબંધીઓ સુધી ખબર પહોંચી હતી અને રચનાની ડેથ બોડીને લેવા માટે તેઓ રવાના થયા હોવાની માહિતી મળી રહી છે. માહિતી પ્રમાણે રચનાની લાશ…

Read More

આજે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદીનની ઉજવણીના ભાગરુપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું. જેમાં વડાપ્રધાન મોદીએ દાવો કર્યો હતો કે આના કારણે આદિવાસીઓને રોજગાર મળશે. બીજી તરફ સુરતના કોસંબામા આદિવાસીઓએ બંધનું એલાન આપ્યું હતુ અને રસ્તા પર ચક્કાજામ કરી દીધું હતુ. સુરતના કોસંબામાં નેશનલ હાઈવે 48 પર આદિવાસીઓ ઉતરી આવતા ચક્કાજામ કર્યો હતો. હાઈવેના બંને બાજુના રોડ પર ઉતરીને તેમણે ટાયરો સળગાવી મોટી સંખ્યામાં વિરોધ નોંધાવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વિકાસના નામે આદિવાસીઓ જંગલોના વિનાશના વિરોધમાં તથા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ના નામે આદિવાસીઓનું વિસ્થાપન અટકાવવા ગુજરાતના આદિવાસી વિસ્તારના તમામ જિલ્લાઓમાં  એલાનમાં કરાયેલા…

Read More

સરદાર પટેલની જન્મ જયંતિએ વડાપ્રધાન મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ને રાષ્ટ્રને સમર્પિત કરી છે, ત્યારે ડાંગ, સાપુતારા, નવસારી, ચીખલી, સુરત અને તાપી જિલ્લામાં આદિવાસીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમ વેળા વડાપ્રધાન દ્વારા આદિવાસીઓને મનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા પણ તેની કોઈ અસર જોવા મળી ન હતી. વડાપ્રધાન મોદીએ દાવો કર્યો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે આદિવાસીઓને રોજગાર મળશે. ત્યારે બીજી બાજુ ડાંગ જિલ્લાના આદિવાસીઓએ સાપુતારામાં સજ્જડ બંધ પાળ્યું હતું. આ ઉપરાંત નવસારીના ચીખલામાં આદિવાસીઓએ પણ વિરોધ નોંધાવ્યો હતો. સુરતમાં પણ આદિવાસીઓનો વિરોધ જોવા મળ્યો હતો. આ મામલે મળતી માહિતી પ્રમાણે ડાંગ…

Read More

બોલિવૂડના ચરિત્ર અભિનેતા અનુપમ ખેરે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડીયા(FTII)ના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે ઈન્ટરનેશનલ શોમાં બિઝી હોવાનું કારણ આગળ ધર્યું છે. ખેરે કહ્યું છે કે FTIIની  જવાબદારી પર તેઓ ફોક્સ કરી શકતા નથી. ખેરને ઓક્ટોબર 2017માં FTIIના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. અનુપમ ખેર હાલ એક ઈન્ટરનેશલ ટીવી સિરીઝ સાથે જોડાયેલા છે. તેમનું કહેવું છે કે FTIIને સમય ફાળવી શકતો નથી. જેથી કરીને રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. અનુપમ ખેર અમેરિકાના મેડીકલ ડ્રામા ન્યૂ એમ્સટર્ડમમાં ડો.અનિલ કપુરની ભૂમિકા ભજવી રહ્યા છે. અનુપમ ખેરે રાજીનામું આપતા લખ્યું કે ઈન્ટરનેશનલ શોમાં ચાર મહિનાનો વધારો થયો છે. આના કારણે…

Read More

આજે સરદાર જયંતિ નિમિત્તે વિશ્વની સૌથી મોટી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું લોકાર્પણ કરાયું ત્યારે ખોડલ ધામ ટ્રસ્ટના આગેવાન નરેશ પટેલ પણ કેવડિયા કોલોની લોકાર્પણમમાં હાજર રહ્યા હતા. નરેશ પટેલે જણાવ્યું હતું કે આજે દેશને ગૌરવ લેવાનો દિવસ છે. નરેશ પટેલે પાટીદાર સમાજની અનામત વિશે વાત કરતા જણાવ્યું હતું કે અનામત ફક્ત પાટીદારને જ નહી પણ દેશના તમામ નબળા વર્ગને મળવી જોઈએ. નરેશ પટેલે આ સમયે હાર્દિક પર કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરી નહોતી. લોકાપર્ણમાં તેમણે અનામતની માંગણી બાબતે અનામતની જરૂર છે એવું જણાવ્યું હતું. નરેશ પટેલે આર્થિક ધોરણે પાટીદારને અનામત મળવી જોઈએ તે અંગે માંગણી કરી હતી.

Read More

સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાનું આજે વડાપ્રધાન મોદીએ અનાવરણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ 2014ના વર્ષમાં ચૂંટણી પહેલા તેનું ખાતમુહૂર્ત કર્યું હતું. આજે તેમણે જ આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. મોદીએ ભાષણની શરૂઆત ‘સરદાર પટેલ અમર રહે,’ ‘દેશની એકતા ઝિંદાબાદ’ના નારા સાથે કરી હતી. મોદીએ આ પ્રસંગે જણાવ્યું કે, “આજનો આ દિવસ ભારતના ઇતિહાસમાં અમર થઈ જશે. જેને મીટાવી શકવો મુશ્કેલ છે. ધરતીથી લઈને આસમાન સુધી સરદાર સાહેબનો અભિષેક થઈ રહ્યો છે. ભારતે એક નવો ઇતિહાસ રચ્યો છે એટલું જ નહીં ભવિષ્ય માટે પ્રેરણાનો ગગનચુંબી આધાર તૈયાર કર્યો છે.” “ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે આ વિચાર આવ્યો હતો ત્યારે મને માલુમ ન…

Read More