ગુજરાતના કેવડિયા કોલોનીમાં વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતતિમા સ્ટે’ચ્યુ ઓફ યુનિટી’નું ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે. તે દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. આ પ્રતિમા પરથી સરદાર સરોવર ડેમ,તેનું જળાશય, સાતપુડા અને વિધ્યાંચલની ટેકરીઓ જોઈ શકાય છે. ખાસ વાત એ છે કે આ સ્ટેચ્યુને નક્કી કરેલા સમયે પુરી કરવા માટે 4076 મજૂરોએ બે શિફ્ટમાં કામ કર્યું છે, જેમાં 800 સ્થાનિક અને 200 કારીગર ચીનથી આવ્યા હતા. પ્રતિમાની 135 મીટરની ઉંચાઈ પર એક દર્શક વ્યુ બનાવવામાં આવ્યો છે. જ્યાંથી લોકો ડેમ સહિત અન્ય નેચરને માણી શકે છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની ભવ્યતા એટલી છે કે તેની સામે ઉભેલી કોઈ…
કવિ: Satya-Day
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શ્રેણીની પાંચમી અને છેલ્લી વન ડે ગુરુવારે 1 નવેમ્બરના રોજ કેરળના તિરુવનંતપુરમમાં રમાશે. ભારત હાલ સીરિઝમાં 2-1થી આગળ છે અને તેની કોશિશ અંતિમ વન ડે જીતીને શ્રેણી જીતવાની રહેશે. ભારતને પ્રથમ અને ચોથી વન ડેમાં એક તરફી જીત મળી તો બીજી વન ડે માંવટાઈ પડી હતી. જ્યારે ત્રીજી વન ડેમાં વેસ્ટ ઈન્ડિઝે બાઝી મારી હતી. હવે પાંચમો અને અંતિમ મુકાબલો રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે અને ક્રિકેટ પ્રેમીઓ પણ મેચ જોવા આતુર છે. સીરિઝની અંતિમ મેચ માટે અત્યાર સુધીમાં ત્રણ કરોડ રૂપિયાથી વધારેની ટિકિટ વેચાઈ ગઈ છે. કેરલા ક્રિકેટ સંઘના અધિકારીઓના જણાવ્યા મુજબ, 45000ની ક્ષમતાવાળા…
મુકે્શ અંબાણી અને નીતા અંબાણીની દિકરી ઈશા અંબાણીના લગ્ન બિઝનેસમેન ટાઈકુન આનંદ પિરામલ સાથે થવા જઈ રહ્યા છે. ઈશા અને આનંદના લગ્ન 12 ડિસેમેબરના રોજ મુંબઈમાં થશે. લગ્ન વિધી ગુજરાતી રિત રિવાજ પ્રમાણે યોજાશે. આ લગ્નમાં અનેક સેલિબ્રિટીઓ હાજર રહેશે એવું માનવામાં આવી રહ્યું છે. તેના લગ્નના કાર્ડ છપાઈ ગયા છે. પહેલું કાર્ડ ગણપતિ બાપ્પાને આપવામાં આવ્યું છે. સોમવારે ઈશાના લગ્નની કંકોત્રી લઈને ભગવાનના આર્શિવીદ લેવા અંબાણી ફેમિલી સિધ્ધિ વિનાયકના દર્શન કરવા જશે.
શહેરના સરથાણા વિસ્તારમાં સગા મામાએ 14 વર્ષની ભાણી પર બળાત્કાર ગુજારતા ચારે તરફ હંગામો મચી ગયો હતો. કામરેજ પાસે લસકાણા ગામે ભાડાના મકાનમાં રહેતા પરિવારની 14 વર્ષની સગીરા પર વહેલી સવારે મકાનના ધાબા પર બળાત્કાર ગુજાર્યો હતો. સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે,નાનપણથી બહેન -બનેવી સાથે રહેતા 24 વર્ષના યુવકે પોતાની જ 14 વર્ષની ભાણી પર નજર બગાડી હતી. રવિવારે આખો પરિવાર ધાબા પર સુતો હતો, ત્યારે યુવકની દાનત બગડી અને તેણે ભાણી પર જ બળાત્કાર ગુજાર્યો. સોમવારે સાંજે તેની માચા નોકરી પરથી પરત આવતા દીકરીએ માતાને તમામ હરકત વિશે જાણ કરી કરતા તેમણે તેના સગા ભાઈ વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં…
તાજેતરમાં સુરતના ડો.પ્રફુલ્લ દોષી પ્રકરણમાં બળાત્કારનો આરોપ મૂકનારી પરિણીતાએ કોર્ટમાં સમાધાન કરતી એફિડેવિટ રજૂ કરી હતી, ત્યાર બાદ આજે સુરતના ડભોલી સ્વામીનારાયણ મંદિરના સાધુ દ્વારા યુવતી પરના કેસમાં પણ કોર્ટમાં સમાધાનની એફિડેવિટ રજૂ કરવામાં આવતા ચોંકાવનારો વળાંક આવ્યો છે. યુવતીએ એફિડેવિટ કરતા કોર્ટે સાધુ સામેની બળાત્કારની ફરીયાદ કરતો હુકમ કર્યો છે. આ અંગેની વિગતો એવી છે કે, અગાઉ યુવતીએ સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં ડભોલી સ્વામીનારાયણ મંદિરમાં રસોડું સંભાળતા સાધુ કરણસ્વરૂપ સ્વામી સામે બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં તેમને એક દિવસના રિમાન્ડ પર મોકલાયા હતા. તેમજ તેમના રિમાન્ડ પૂર્ણ થતાં…
બોલિવૂડના સુપરસ્ટાર ગણાતા શાહરૂખ ખાન પોતાની આવનારી ફિલ્મ ‘ઝીરો’માં ઠીંગણા વ્યક્તિના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ જોવા માટે લોકો ખુબ ઉત્સાહી છે. 2 નવેમ્બરના રોજ તેનું ટ્રેલર રિલીઝ થશે. હવે શાહરૂખે ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે. તેના માટે તેણે ટ્વિટર પર ‘બઉઆ સિંહ’ નામે અકાઉન્ટ બનાવ્યું છે અને ‘બઉઆ સિંહ’ના નામથી મજાકીયા ટ્વિટ કરી રહ્યો છે. ટ્વિટર પર ‘બઉઆ સિંહે’ લખ્યું કે અરે ભાઈ શાહરૂખ, મારી મમ્મીએ આજે તમને બહુ મોટું કોમ્પ્લિમેન્ટ આપ્યું. તે બોલ્યા તમે મારા જેવા લાગો છે. અમે કહ્યું કે ડિમ્પલ તો સેમ છે પણ પોતાનું ડ્રેસિંગ સેન્સ સુધારો ગુરુ શાહરૂખે આ વાતનો જવાબ આપતા કહ્યું…
કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક ડો.રાજીવ મોદીએ ગુજરાત જ નહી પણ દેશના સૌથી મોંધા ડિવોર્સ આપ્યા છે. પત્ની મોનિકા મોદી સાથેના કલહ બાદ તેમની વચ્ચે સમજૂતી થઈ છે. જેના અનુસંધાને બતાવવામાં આવી રહ્યું છે કે રાજીવ પત્ની મોનિકાને 200 કરોડ રૂપિયા ચૂકવશે. કોર્ટે ડિવોર્સને આજે ગ્રાહ્ય રાખ્યા છે. અમદાવાદની ફેમિલી કોર્ટમાં આ પ્રમાણે ડિવોર્સની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. 200 કરોડમાં સંપત્તિ અને કેટલીક રકમ રોકડ આપવાની રહેશે. પત્ની મોનિકાને રાજીવ પર અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા છે. કેડિલા ફાર્માના માલિક હોવાના નાતે રાજીવ મોદી અને પત્ની મોનિકા વચ્ચે પાછલા લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો. મોનિકાને આશંકા હતી…
ભાજપના ઓલ ઈન્ડીયા માઈનોરીટી સેલના મેમ્બર અને સુરતના બિઝનેસમેન કાદર વાડીવાળાને અંધારી આલમ તરફથી ધમકીભર્યો મેસેજ મળતા સુરત ડીસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ધમકી દાઉદના ગેંગના ગેંગસ્ટર એજાઝ લાકડાવાળા તરફથી મેસેજ મારફત મળી હોવાની ફરીયાદ કાદર વાડીવાળાએ પોલીસને કરી છે. ફરીયાદમાં કાદર વાડીવાળા ઉપરાંત તેમના પુત્ર અયાઝ વાડીવાળાને પણ મેસેજ કરી ધમકી આપવામાં આવી છે. ફરીયાદ પ્રમાણે સુરતના ચોકબજાર, ચારાગલી વિસ્તારમાં રહેતા અને ત્યાં જ સીએનજી પંપનું સંચાલન કરતા કાદર વાડીવાળાને 25મી ઓક્ટોબરે તેમના મોબાઈલ નંબર 98251-11786 પર વિદેશી નંબર 13237293643 પરથી ફોન આવ્યો હતો. વાડીવાળાએ અજાણ્યો અને વિદેશી નંબર હોવાથી તેને ઉંચક્યો ન હતો. ત્યાર બાદ…
માલેગાંવ બ્લાસ્ટ મામલે સાત આરોપીઓ પર આતંકી ષડયંત્ર રચવાના આરોપ નક્કી કરવામાં આવ્યા છે. NIA કોર્ટે આરોપીઓને હત્યા અને અન્ય ગુનાની તહોમત પણ નક્કી કરી છે. યુએપીએ અને આઈપીસીની કલમો હેઠળ તમામ પર હવે કેસ ચાલશે. આ પહેલા મુબંઈ હાઈકોર્ટે સોમવારે પુરોહિત અને પ્રજ્ઞા ઠાકુર દ્વારા આરોપ ઘડવાની પ્રક્રિયા પર સ્ટે આપવાની અરજીને ફગાવી દેવામાં આવી હતી. આજે તમામ પર આરોપ ફાઈનલ કરવામાં આવ્યા છે. સાત આરોપીઓ વિરુદ્વ યુએપીએની કલમ 18 અને 16, તથા આઈપીસીની કલમ 120-બી, 302,307, 324,326,427,153-એ અને વિસ્ફોક કાયદાની કલમ 3,4,5,6 હેઠળ આરોપપત્ર ફાઈનલ કરવામાં આવ્યું છે. સેશન જજ વીએસ પડલકરે કહ્યું કે તમામ આરોપીએ પર અભિનવ…
અમદાવાદમાં રેસ્ટોરન્ટ અને રિયલ એસ્ટેટનો બિઝનેસ ધરાવતા સંકલ્પ ગૃપ સહિત અન્ય એકમો પર ઈન્કમ ટેક્સે દરોડા પાડ્યા છે. ગુજરાતના પ્રખ્યાત અને નામાંકિત મોટી ફુડ ચેઈન ધરાવતા સંકલ્પ ગૃપના 17 સ્થળોએ આઈ ટી વિભાગે રેડ પાડી છે. સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે 10 જેટલા સ્થળોએ રેડની કાર્યવાહી શરૂ છે, જ્યારે અન્ય 7 સ્થળોએ સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે. નાણાકીય ગરબડ થવાની શંકામાં આઈ ટી વિભાગના 50 જેટલા અધિકારીઓએ સામુહીક રેડની કાર્યવાહી હાથ ધરી છે. સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ કંપનીની ઓફિસ ,રહેઠાણ અને ધંધાના સ્થળે પણ રેડ પડવાની આશંકા છે