કવિ: Satya-Day

2019 ની ચૂંટણી આવે તે પહેલા અયોધ્યાના કેસમાં કોઈ ચૂકાદો આવે એવી આશા હવે રહી નથી. દશકાઓથી ચાલતા આ કેસમાં બોલિવુડના સીનની જેમ તારીખ પે તારીખ ભજવાય છે. સોમવારે થયેલી સુનાવણીમાં સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે આ જગ્યા કોની માલિકીની છે તે અંગેનો વિવાદ આગામી જાન્યુઆરી મહિનાના પહેલા સપ્તાહમાં નક્કી થશે અને ત્યારબાદ સુનાવણી કરવામાં આવશે. સોમવારે ઉત્તરપ્રદેશ સરકારના વકીલ સાથે કેટલાક વકીલોના ટોળાએ સુપ્રિમ કોર્ટમાં સમગ્ર કેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પણ કેસની સુનાવણીમાં તેમણે તારીખ આગળ લંબાવી દેતા કહ્યું કે સુપ્રિમ કોર્ટ આ સંવેદનશીલ કેસમાં જરા પણ ઉતાવળ કરશે નહીં. જો કે આ મામલે વકીલોએ કોર્ટને ચોક્ક્સ તારીખ…

Read More

જૂનાગઢમાં મહિલા ASI તરીકે તરીકે ફરજ બજાવી રહેલી કિરણ જોશીની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી છે. સાસરીયાઓ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે પણ પોલીસ હત્યા પાછળના અન્ય એંગલ પર પણ તપાસ કરી રહી છે કે કિરણની હત્યા ખરેખર ક્યા કારણોસર કરવામાં આવી છે. રવિવારે રાત્રે જૂનાગઢમાં આ ઘટના અંગે લોકોને ખબર પડતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ સૂત્રો પ્રમાણે આસિસ્ટન્ટ પોલીસ સબ ઈન્સપેક્ટર (ASI) તરીકે ફરજ બજાવતી 41 વર્ષીય કિરણ જોશી જૂનાગઢના મધુરમ વિસ્તારમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. જૂનાગઢના વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હતી. કિરણ જોશીના ભાઈ મહેશ જોશીએ પોલીસ ફરીયાદમાં…

Read More

હરિયાણાના બોક્સર દિનેશ કુમારે બોક્સિંગ ક્ષેત્રે ઘણા એવોર્ડ જીતીને દેશનું નામ રોશનકર્યું છે. વિજેન્દ્ર સિંહ અને સુશીલ કુમાર જેવા બોક્સર્સે ભારતને એક ઉંચાઈએ પહોંચાડ્યું અને તેમને ખુબ નામના મેળવી, પણ ભારતના આ બોક્સર દિનેશ કુમારે 17 ગોલ્ડ મેડલ જીત્યા પછી પણ તેઓ ભિવનીમાં પોતાનું ગુજરાન ચલાવવા અને લીધેલી લોન પુરી કરવા માટે રસ્તા પર આઈસ્ક્રીમ વહેચવા મજબુર છે. સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે દિનેશ કુમાર લારીમાં કુલ્ફી વેંચે છે . 2014 માં થયેલા એક અકસ્માતે તેનું સપનું વેર વિખેર કરી નાખ્યું. દિનેશ કુમારની કારનું એક ટ્રક સાથે એક્સિડન્ટ થયુંતે વિદેશમાં બોક્સિંગાં 17 ગોલ્ડ મેડલ , બ્રોન્ઝ મેડલ જીતી ચૂંક્યો છે,…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું તેઓ લોકાર્પણ કરશે. વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમાની આ વિશેષતા છે પ્રતિમાના 153 મીટર અંતરે જાળી લગાવીને વ્યૂંઈગ ગેલેરી બનાવવામાં આવી છે. જે તેનું મુખ્ય આકર્ષણ છે.અહીં પોહંચવા માટે હાઈ સ્પિડ લિફ્ટ ગોઠવવામાં આવી છે. આ લિફ્ટની સ્પિડ પ્રતિ સેકન્ડ 4.5  મીટર છે. આટલું જ નહીં તેની ગેલેરીમાંથી સરદાર સરોવર ડેમ સહિતના નજારા જોઈ શકાય છે. નર્મદા નદીના કિનારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેને તૈયાર કરવા માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લિફ્ટની સ્પિડ 4.5 મિટર પ્રતિ સેકન્ડ હોવાથી ગેલરી સુધી પહોંચવા માટે ફક્ત 30…

Read More

હાલ મી ટુ અભિયાન હેઠળ બોલિવુડમાં યૌનશોષણના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે.બોલીવુડમાં ઘણી મહિલા કલાકારોએ પોતાની આપવીતી જણાવી છે. તેવામાં હવે ટીવી શો “દિલ સે દિલ તક” ની ફેમ જસ્મીન ભસીને પણ પોતાની આપવીતી જણાવી છે. જાસ્મીને જણાવ્યું હતું કે જ્યારે હું મુંબઈ આવી હતી ત્યારે હું ઓડિશન માટે જતી હતી. આ દરમિયાન મારી એજન્સીએ મને મિટીંગ માટે જાણ કરી. તેમણએ કહ્યું એક ડાયરેક્ટર છે, જે ફિલ્મ બનાવવા માંગે છે , તારે મળીને ઓડિશન આપવા જોઈએ. હું તેમને મળવા માટે ગઈ. અમારી વાતચિત શરૂ થઈ તો મને થોડી અસહજત લાગી.તેમણે મને પુંછ્યું કે ‘તું એક્ટ્રેસ બનવા માટે કઈ હદ સુધી…

Read More

ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડીઝને મુંબઈના બ્રેબ્રોન સ્ટેડિયમાં રમાયેલી ચોથી વન-ડેમાં 224 રનથી હરાવીને પાંચ મેચની વન ડે શ્રેણીમાં 2-1 થી વિજય મેળવ્યો છે. આ મેચમાં વિજય સાથે ભારતે નક્કી કરી લીધું હતું કે ભારતીય ટીમ આ વન-ડે શ્રેણી જીતવા માટે મક્કમ છે, હવે હાર-જીતનો નિર્ણય તિરુવનંતપુરમાં રમનારી પાંચમી અે છેલ્લી વન-ડેમાં થશે. ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે પાંચ મેચોની વન-ડે શ્રેણી 1-1 ની બરાબરીએ હતી અને એક મેચ ટાઈ પડી છહતી. ચોથી વન-ડે આજે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. જેમાં વેસ્ટ ઈન્ડિઝ 153 રને ઓલઆઉટ થઈ ગયું હતું, જ્યારે ભારતે 377 રન કરી વિજયી બન્યું હતુ. આ મેચમાં રોહીત…

Read More

સુરત ભાજપ લઘુમતિ મોરચા સાથે સંકળાયેલા અને ભાજપના નેતાઓના જમીનના સોદામાં આગળ પડતી ભૂમિકા ભજવનારા ઝાકીર શાહની પોલીસે ધરપકડ કરી છે. સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનમાં ઝાકીરને આખરે જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. ઝાકીર શાહનો ઈતિહાસ ભાજપ સાથે જ શરૂ થયો હતો. ભાજપમાં રહીને ઝાકીર શાહે સુરત અને આજુબાજુના વિસ્તારોની જમીનના સોદાનો ધંધો શરૂ કર્યો હતો અને સુરતના ધાસ્તીપુરા વિસ્તારમાં પોતાનો દબદબો બનાવી રાખ્યો હતો. હાલ ઝાકીર શાહ ભાજપના લધુમતિ ફેસ મનાતા મહેબુબ અલીના ખાસ વિશ્વાસુ મનાય છે. આ ઉપરાંત ભાજપના ધારાસભ્યનો પણ તે અંગત હોવાનું કહેવાય છે. વિગતો મુજબ ભાજપ માઈનોરીટી સેલના પૂર્વ એક્ઝિકયુટીવ મેમ્બર ઝાકીર શાહ વિરુદ્વ…

Read More

ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટાપાયા પર ફેરબદલના સંકેત મળી રહ્યા છે. પ્રદેશ કમિટીની જાહેરાતમાં સતત થઈ રહેલા વિલંબના કારણે કોંગ્રેસમાં યાદવાસ્થળી જામી હોવાનુ મનાય છે. કોંગ્રેસના સંગઠનનું જમ્બો લિસ્ટ તૈયાર છે અને 200થી 250 હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવશે એમ મનાય છે. ટૂંકમાં કોંગ્રેસ સેના તૈયાર કરી રહી છે. પણ આ સેના કામની કેટલી હશે કે પછી લેટરપેટીયા કે ફેસબુકીયા હશે તે જોવાનું રહે છે. કોંગ્રેસ વર્તુળો મુજબ  એક બે દિવસમાં જ રાજ્યના પ્રભારી દિલ્હી હાઈકમાન્ડ પાસે મંજુરીની મહોરની પ્રક્રિયા કરીને જાહેરાત કરે તેમ માનવામાં આવે છે.  કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ  પ્રમુખ અમિત  ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિતના આગેવાનો દિલ્હી હાઈકમાનડ સાથે…

Read More

જાપાનની વિદેશયાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની પ્રગતિની પ્રશંસા કરી છે. તેમણે સોમવારે જણાવ્યું હતું કે ભારતમાં હવે એક gb ડેટા ઠંડા પાણીની બોટલ કરતા પણ સસ્તો છે. તમને જણાવી દઈએ કે ભારત-જાપાન વાર્ષિક સંમેલનમાં વડાપ્રધાન શનિવારે ટોકિયો પહોંચયા હતા. મોદીએ સોમવારે ટોચના જાપાની નેતાઓની સાથે બેઠક કરી અને ભારતીયય સમુદાયને સંબોદઇત કર્યું હતું. સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે વડાપ્રધાને ભારતમાં દુરસંચાર અને ઈન્ટરનેટના નેટવર્કની પ્રશંસા કરી હતી. કન્સલ્ટીંગ કંપની ઈવાયના અનુસાર 2022 સુધી ભારતની ડિજીટલ અર્થવ્યવસ્થા એક હજાર ડોલરની થઈ જશે જેથી એક કરડો રોજગારનું સર્જન થશે.

Read More

સુરતના રહેવાસી પરિવારની એક દીકરી પુજા શાહ સંસારની મોહમાયા છોડીને સંન્યાસ લેવા જઈ રહી છે. સુરતની પુજા શાહ નેશનલ લેવલની જીમનાસ્ટ ચેમ્પિયન છે. છે. તેને અનેક એવોર્ડ મેળવ્યા છે. પુજા હાલ માસ્ટર્સ ઓફ કોમર્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે, જે આગામી 14મી ફેબ્રુઆરીના રોજ દીક્ષા લેવાની છે. આ અંગે પુજા શાહે જણાવ્યું હતું કે, મને સંયમ માર્ગ જ સાચો લાગે છે. મારા ગુરુજનોએ મને સંસારથી સંયમના માર્ગમાં શું છે તેના વિશે સાચું માર્ગદર્શન આપ્યું છે. હું છેલ્લા 22 વર્ષથી સંસારના માર્ગે હતી, પરંતુ મને સંસાર કરતા સંયમનો માર્ગ વધારે સારો લાગ્યો અને તેમાં મને શ્રદ્ધા છે. આ માર્ગ પ્રભુએ બતાવેલો…

Read More