Author: સત્ય ડે - ડેસ્ક ન્યુઝ

ikea spoon auction 6106343ec13f3

લંડનમાં એક સેલમાં આ ચમચી ગમી ગઈ હતી. ખરીદનારને તે સમયે ચમચીનું મૂલ્ય ખબર નહોતી. ઘણા સમય સુધી તે એની સાથે પડી રહી. એક દિવસ આ ચમચીનો માલિક તેની હરાજી કરવાના વિચાર સાથે લોરેન્સ ઓક્શન હાઉસમાં ગયો. માલિકને તે સમયે કોઈ આઈડિયા નહોતો કે તે વર્ષોથી જેકપોટ પોતાની સાથે લઈને ફરી રહ્યો છે. સિલ્વર એક્સપર્ટ એલેક્સ બચરે કહ્યું કે, આ ચમચી અત્યારની નહીં પણ 13મી સદીની છે. આની કિંમત 500 યુરો ઓછામાં ઓછી છે. આટલું સાંભળીને તો માલિક ખુશીથી ઉછળી પડ્યો હતો. એલેક્સે કહ્યું, ગ્રાહક કોઈ સિલ્વર ડીલર નથી પણ તેને એન્ટિક વસ્તુઓ ખરીદવાનો શોખ છે. તે એક સેલમાં ગયો…

Read More
agast vrat tyohar list 2021 300x225 1

વર્ષના સૌથી વધારે તિથિ-તહેવાર આ મહિને આવશે. આ મહિનાની શરૂઆતના બંને સપ્તાહમાં સતત 6 દિવસ સુધી વ્રત અને પર્વ રહેશે. આ મહિને શ્રાવણના 5 સોમવાર આવશે. સાથે જ નાગપાંચમ, રક્ષાબંધન, સિંહ સંક્રાંતિ અને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી જેવા મોટા તહેવાર પણ આવશે. આ મહિને લગભગ દર બીજા-ત્રીજા દિવસે કોઈ મોટો પર્વ, વ્રત-તહેવાર કે શુભ તિથિ રહેશે. શ્રાવણ મહિનાને રોગ, ક્લેશ અને વિકારને દૂર કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં કરવામાં આવતી શિવ આરાધનાનું ફળ વર્ષભર મળે છે. તારીખ અને તિથિઓ 3 ઓગસ્ટ, મંગળવાર મંગળા ગૌરી વ્રત 4 ઓગસ્ટ, બુધવાર કામિકા એકાદશી 5 ઓગસ્ટ, ગુરુવાર પ્રદોષ વ્રત 6 ઓગસ્ટ, શુક્રવાર શિવ…

Read More
PM Kisan 1024x683 1

કેન્દ્ર સરકાર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. આ રૂપિયા સરકાર દ્વારા સીધા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. નવમો હપ્તો ઓગસ્ટ મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવનાર છે, તો તમારે ફટાફટ લિસ્ટમાં તમારું નામ ચેક કરી લેવુ જોઈએ કે તમારા ખાતામાં પૈસા આવશે કે નહીં-અત્યાર સુધીમાં દેશના 10.90 કરોડ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળ્યો છે. 137192 કરોડ સરકાર દ્વારા જારી કરવામાં આવ્યા છે. સરકારે અત્યાર સુધીમાં લાભાર્થીઓના ખાતામાં 8 હપ્તા ટ્રાન્સફર કર્યા છે. 8 મા હપ્તામાં, સરકારે લગભગ 9.5 કરોડ ખેડૂતો માટે 20 હજાર કરોડ રૂપિયા જારી કર્યા હતા.જમીનના રેકોર્ડ તપાસ્યા બાદ, ખેડૂતો દ્વારા અરજીમાં…

Read More

ડિયાજિયો ઇન્ડિયાએ લિંગ સમાનતાને આગળ વધારવા અને વધુ વ્યાપક અને પ્રગતિશીલ કાર્યસ્થળ બનાવવા માટે ફેમિલી લિવ પોલિસી શરૂ કરી છે. આ નીતિ તમામ કર્મચારીઓને 26 અઠવાડિયાની પેરેંટલ રજા પૂરી પાડે છે. કર્મચારીના લિંગ અથવા જાતીય અભિગમને ધ્યાનમાં લીધા વગર માતાપિતાની રજામાં તમામ લાભો અને બોનસનો સમાવેશ થાય છે. ડિયાજિયો ઇન્ડિયાની આ નીતિ સરોગસી, દત્તક અને જૈવિક ગર્ભાધાનને આવરી લે છે. ડિયાજિયો ઈન્ડિયાના ચીફ હ્યુમન રિસોર્સિસ ઓફિસર આરીફ અઝીઝે જણાવ્યું હતું કે, “આ રજામાં જીવનસાથી સાથે સાથે પાર્ટનરનો પણ સમાવેશ થાય છે. આપણી વિચારસરણીને વધુ સર્વગ્રાહી બનાવવાની દિશામાં આ એક મહત્વનું પગલું છે. સાથે સાથે સમાવિષ્ટ નીતિઓ અને પર્યાવરણ બનાવવાનું લક્ષ્ય…

Read More
School Children 1024x683 1

અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત શાળાના શિક્ષકોએ જૂની પેન્શન યોજના ચાલુ રાખવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. જે મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટીસ આપી છે અને આગામી મુદ્દતે સરકાર કોર્ટમાં જવાબ રજૂ કરવાની છે.હાઈકોર્ટમાં અરજી કરનારા શિક્ષકોની રજૂઆત છે કે, ‘જૂની પેન્શન યોજનામાં શિક્ષકોને પેન્શન મળે છે. પરંતુ નવા નિયમ મુજબ શિક્ષકોને પેન્શન નથી મળતું. અન્ય રાજ્યોમાં શિક્ષકોને પેન્શન મળે છે તો ગુજરાતમાં કેમ નહીં તેવો સવાલ પણ અરજદારે કર્યો છે.અરજદારે જણાવ્યું કે, 1 એપ્રિલ 2005 પહેલાં નિમણૂંક પામેલા શિક્ષકોને પેન્શન યોજનાઓનો લાભ મળવો જોઈએ. જો ભરતી જૂના નિયમ મુજબ હોય તો પેન્શન યોજના પણ ચાલુ રાખવા અરજદારે રજૂઆત કરી…

Read More
Marriage 800x445 1

ઉત્તર પ્રદેશના અલગીઢમાં પ્રેમિકાએ પુખ્તવયની થવા પર પરિવારજનોની વિરુદ્ધ જઈ પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. પ્રેમિકાના પરિવારજનોના વિરોધને કારણે જ યુવક પર અપહરણ અને બળાત્કારનો કેસ નોંધવામા આવ્યો હતો, આ સાથે જ યુવકે જેલમાં 5 મહિના રહેવું પડ્યું હતું. હાઈકોર્ટથી પ્રેમીને જામીન મળ્યા પરંતુ બંને એકબીજાને મળી શક્યા નહીં. હવે યુવતી 18 વર્ષની થઈ ત્યારે તેણે પ્રેમ કહાણી જણાવી પ્રેમી પરનો કેસ પરત લઈ લીધો હતો.પરિવારજનોના વિરોધ બાદ પણ યુવતીએ મંદિરમાં હિંદુ પરંપરા અનુસાર પોતાના પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. યુવતીએ જીવનું જોખમ હોવાને કારણે મુખ્યમંત્રી, એસએસપી, મહિલા આયોગ પાસે સુરક્ષાની માંગ કરી છે. આ ઘટના જયગંજ વિસ્તારની છે. પરિવારજનોના…

Read More
caprice 1024x683 1

એક સામયિકને આપેલા ઇન્ટરવ્યુમાં કેપ્રિસે સેક્સ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. કેપ્રિસે કહ્યું છે કે મહિલાઓએ ક્યારેય પણ તેમના પતિને જાતીય સંબંધની મનાઈ ન કરવી જોઈએ.કેપ્રિસે કહ્યું, ‘મહિલાઓએ તેમના પતિ સાથે દરરોજ જાતીય સંબંધ માણવા સંમત થવું જોઈએ. 5-10 મિનિટ આપીને જાતીય લાઇફમાં સુધારો થઈ શકે છે. મહિલાઓએ બેડરૂમ સંબંધિત કોઈપણ પ્રકારની ફરિયાદ ન કરવી જોઈએ. તમારે એવું ન કહેવું જોઈએ કે હું આજે થાકી ગઈ છું અથવા માથાનો દુખાવો છે. 49 વર્ષીય કેપ્રિસ બે બાળકોની માતા છે. કેપ્રિસે કહ્યું, ‘જાતીય સંબંધ તમારા જીવનની 5-10 મિનિટ ભાગ્યે જ લે છે. હું અને મારા પતિ દરરોજ જાતીય સંબંધ બાંધીએ છીએ.…

Read More
Pension 1 1024x683 1

આ સ્કીમમાં પતિ અને પત્ની અલગ અલગ એકાઉન્ટ દ્વારા મહિને 10000 રૂપિયાનું પેન્શન મેળવી શકે છે.અટલ પેન્શન યોજના વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી. તે સમયે અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી પરંતુ હવે આ યોજનાનો લાભ 18 વર્ષથી 40 વર્ષનો કોઇ પણ ભારતીય નાગરિક લઇ શકે છે. જેની પાસે બેંક કે પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ છે તે તેમાં સરળતાથી રોકાણ કરી શકે છે. આ યોજનામાં 60 વર્ષ બાદ જમાકર્તાને પેન્શન મળવાનું શરૂ થાય છે. અટલ પેન્શન યોજના એવી સરકારી યોજના છે જેમાં તમારા દ્વારા કરવામાં આવેલ રોકાણ તમારી ઉંમર પર આધાર રાખે છે. આ યોજના…

Read More
wedding 011602747213

રાજ્યમાં તાજેતરમાં જ 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુને લઇને મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં રાત્રિ કરફ્યુની સમય મર્યાદા 31 જુલાઈથી 1 કલાક ઘટાડવામાં આવી હતી. એટલે કે આ 8 મહાનગરોમાં 31 જુલાઈથી રાત્રિના 11થી સવારના 6 વાગ્યા સુધીનો કરફ્યુ રહેશે એવો નિર્ણય લેવાયો હતો.આ સાથે જ રાજયમાં જાહેર સમારંભો તેમજ ખુલ્લી જગ્યામાં યોજવામાં આવતા પ્રસંગો જેવાં કે લગ્ન પ્રસંગ કે જેમાં 200 વ્યક્તિઓની પહેલાં મર્યાદા હતી જેને 31 જુલાઈથી વધારીને 400 વ્યક્તિઓની કરવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં જ ફરી રાજ્ય સરકાર દ્વારા તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.કોરોના ગાઈડલાઈન અંગે ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે. રાજ્ય સરકારે નવું જાહેરનામું બહાર પાડ્યું છે…

Read More
money4 1024x683 1

સરકારે બેંક ગ્રાહકોના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. સંકટમાં ફસાયેલ બેંકોના ગ્રાહકોને ડિપોઝીટ ઇન્શ્યોરન્સના ક્લેમ ત્રણ મહિનાની અંદર મળી શકશે. જો કોઈ બેન્કનું લાઇસન્સ રદ કરી દેવામાં આવે તો ગ્રાહક DICGC કાનૂન હેઠળ 90 દિવસની અંદર 5 લાખ રૂપિયા સુધી પરત લઇ શકે છે. 2020 બજેટમાં, સરકારે બેંક ગેરંટીની રકમ વધારીને 5 લાખ રૂપિયા કરી હતી. અગાઉ બેંક ગેરંટી માત્ર 1 લાખ રૂપિયા હતી. આ નિયમ 4 ફેબ્રુઆરી 2020 થી લાગુ કરવામાં આવ્યો છે. જો હવે કોઈ બેંક ડૂબી જાય છે તો તમારા ખાતામાં જમા કરાયેલા 5 લાખ રૂપિયા સુરક્ષિત છે. બેંક તમને 5 લાખ રૂપિયા પરત કરશે. આ કવર ડિપોઝિટ ઇન્શ્યોરન્સ…

Read More