કવિ: Dharmistha Nayka

રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત 1 એપ્રિલથી શરૂ કરવામાં આવી છે. દેશમાં પ્રથમવાર રસીકરણ અભિયાન 74 દિવસ પછી શરૂ કરી દેવામાં આવ્યું હતું. ત્રીજા તબક્કામાં 45 વર્ષ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. કોરોના રસીકરણના ત્રીજા તબક્કામાં અંદાજે 40 લાખ કોરોડ લોકોને રસી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સાથે દરેક તબક્કામાં વિકલાંગો માટે વિશેષ સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે. વિકલાંગો લોકોને રસી લેવામાં કોઈ તકલીફ ન પડે તે માટે અલગ-અલગ પ્રકારની ગાઈડલાઈનની જાહેરાત કરવામાં આવી છે. રસીકરણના બીજા તબક્કામાં સરકારે દિવ્યાંગો માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે 60 વર્ષની ઉંમર અને ગંભીર બિમારીથી…

Read More

મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ છે. ખરેખર, મ્યુચ્યુઅલ ફંડ્સની એસઆઈપી દ્વારા, નિયમિત કરવામાં આવેલા નાના રોકાણોથી તમે મોટા ફંડ્સ બનાવી શકો છો. વળતર વિશે વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મલ્ટિ એસેટ ફંડે કંઈક આવું જ કરી બતાવ્યું છે.આમાં જે રોકાણકારે 10,000 રૂપિયાનું રોકાણ કર્યું છે, તેના પૈસા 18 વર્ષમાં 1.30 કરોડ થઈ ગયા છે. ખરેખર, આ ભંડોળ એક વર્ષમાં 61.6 ટકા વળતર આપ્યું છે. તે જ સમયે, એચડીએફસી મલ્ટી એસેટ ફંડમાં 55 ટકા અને એક્સિસ ટ્રિપલ એડવાન્ટેજે 53. ટકા વળતર આપ્યું છે. જો કોઈ રોકાણકારે 18 વર્ષ માટે દર મહિને 10 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હોય, તો તેની રકમ 21,60,00 લાખની નજીક…

Read More

અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડતા દર્દીઓના જીવ પર જોખમ ઉભું થયું છે. શહેરની શિફા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓક્સિજન વગર દર્દીઓની હાલત ખૂબ કફોડી બની છે. અહીં કુલ 28 દર્દીઓ પૈકી 22 દર્દીઓ ક્રિટીકલ છે.હોસ્પિટલના સંચાલકે ઓક્સિજન સપ્લાયની મદદ માટે ગુહાર લગાવી છે. ઓક્સિજન વગર દર્દીઓનો જીવ જઇ શકે છે તેવો ડર પણ સંચાલકોએ વ્યક્ત કર્યો છે. ઓક્સિજનની અછતને કારણે કોર્પોરેશન અને આરોગ્ય વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે.

Read More

ગુજરાતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. ત્યારે વાત કરીએ ગત રોજ છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા નવા કેસોની તો ગઇ કાલે રાજ્યમાં વધુ નવા 3575 કેસ નોંધાયા હતાં. છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક કુલ 3575 કેસ નોંધાયા છે તો રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કુલ 22 લોકોના મોત થયા હતાં. જેમાં સુરતમાં 10 અને અમદાવાદમાં 6 દર્દીઓના મોત થયા હતાં. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4620 દર્દીના મોત થઇ ચૂક્યાં છે. હાલમાં 175 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 18 હજાર 684 થઇ ગઇ છે. તો છેલ્લાં 24 કલાકમાં 2217 દર્દીઓ સાજા…

Read More

જેમ જેમ પ્રસૂતિની તારીખ નજીક આવતી જાય તેમ તેમ બેચેની વધવા લાગે છે, શું થશે, કેમ થશે જેવા અનેક સવાલ ગર્ભવતી સ્ત્રીને ઘેરી લે છે. તમારી તમામ તૈયારીઓ સાથે હૉસ્પિટલ બેગ પણ તૈયાર કરી લો. તમે હૉસ્પિટલમાં જશો એકલાં, પણ આવશો નવજાત બાળક સાથે. આવામાં હૉસ્પિટલ અને ત્યાંથી ઘરે પાછાં ફરો ત્યાં સુધીની જરૂરી તૈયારીઓ અગાઉથી કરી લેવી જરૂરી છે. ચેકલિસ્ટ – મા માટે – મોજાં, સ્લિપર્સ, આરામદાયક ટી-શર્ટ, પાયજામા, અંડર ગાર્મેન્ટ્સ, કાન ઢાંકવા માટે સ્કાર્ફ, શાલ, લુઝ ફિટિંગવાળી મૅક્સી, મોબાઇલ ફોન. ચાર્જર. જન્પ પછી – નર્સિંગ બ્રા, નર્સિંગ ટેંક ટોપ્સ, નિપ્પલ બામ, બ્રેસ્ટ પેડ્સ, ઓર્ગેનિક પેડ્સ, ઓર્ગેનિક ક્લિન્ઝિંગ સ્પ્રે.…

Read More

દેશમાં વધી રહેલા કોરોનાના મામલે રાજકારણ તીવ્ર બની ગયું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધનએ મહારાષ્ટ્ર અને છત્તીસગઢ પર ખોટી માહિતી અને ભય ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, છત્તીસગઢના નેતાઓ દ્વારા ટિપ્પણીઓ થઈ છે, જેનો હેતુ રસીકરણ પર ખોટી માહિતી આપીને ભય ફેલાવવાનો છે. રાજય સરકાર રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તેના મૂળભૂત સ્વાસ્થ્ય બંધારણ પર ભાર મૂકે તો સારું સાથે જ તેમણે મહારાષ્ટ્ર વિશે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર જવાબદારીપૂર્વક કાર્યવાહી કેમ નથી કરી રહી તે સમજાતું નથી. લોકોમાં ભય ફેલાવવો એ મૂર્ખતા છે. વેક્સિન સપ્લાય પર સતત નજર રાખવામાં આવી રહી છે અને રાજ્ય સરકારોને નિયમિતપણે આ…

Read More

તમારું આધાર કાર્ડ એક એવું ડોક્યુમેન્ટ છે જેની જરૂર તમને લગભગ દરેક કામમાં પડે છે. તેથી જરૂરી છે કે તમારે આધાર કાર્ડ સાથે સંબંધિત દરેક નાની મોટી માહિતી રાખવી જોઈએ, શું ખબર ક્યારે અને કેવી રીતે જરૂર પડી જાય. બેંકમાં અકાઉન્ટ ખોલાવવાથી લઈને વેક્સિનેશન સુધી આધાર કાર્ડની જરૂર હોય છે. ઘણીવાર એવુ બને છે કે આપણી પાસે આધાર કાર્ડની ફિઝિકલ કોપી નથી હોતી ત્યારે આધારની ઇ-કોપી આપણા કામ આવે છે. ઈ-આધારને ડાઉનલોડ કરવા માટે આપણે આધાર નંબર અન એનરોલમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. હવે UIDAIએ આધાર કાર્ડ ધારકો માટે નવી સુવિધા શરૂ કરી છે, તમે તમારા ચહેરા દ્વારા ઈ-આધાર કાર્ડને ડાઉનલોડ કરી…

Read More

આખા વિશ્વમાં ફરી એકવખત કોરોના વાઇરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. સ્વાસ્થ્ય તજજ્ઞોએ એવા કામ કીધા છે, જે રસી લીધાના 24 કલાક પહેલા જરાંય ના કરવા જોઇએ.નાના-મોટા દુ:ખાવામાં લોકો હંમેશા કોઈ પણ સામાન્ય પેન કિલર લઇ લે છે, પરંતુ જો તમારે રસી લેવી છે, તો 24 કલાક પહેલા કોઇ પણ પ્રકારની દુ:ખાવાની દવા ના લો. ડોક્ટરોનું કહેવું છે કે દુ:ખાવાની કેટલીક સામાન્ય દવા રસીની ઇમ્યુન સિસ્ટમને ઓછી કરી શકે છે. તેથી રસી લેતા પહેલા તેને ના લેવી જોઇએ. જોકે બાદમાં આ દવા લઇ શકાય છે.રસી લેતા પહેલા દારૂનું જરાય પણ સેવન ના કરવું જોઇએ. ડોક્ટરોનું કહેવું છે કે દારૂના કારણે…

Read More

કોરોના મહામારી ઝડપથી વધી રહી છે. તેના આંકડામાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. એવામાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે, સાથે જ ઇમ્યુનિટી એટલે રોગપ્રતિકારક શક્તિ વધારવાની પણ ખૂબ જ જરૂર છે. જ્યારે ઇમ્યુનિટી સ્ટ્રોન્ગ થશે, તો માત્ર કોરોના વાઇરસ જ નહીં પરંતુ અનેક બિમારી અને વાયરલ ઇન્ફેક્શનથી પણ બચી શકાશે. આયુર્વેદમાં પણ રોગો સામે લડવાની ક્ષમતાને મજબૂત કરવાના અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે.અમે તમને કિચનમાં ઉપલબ્ધ મસાલા અને બીજી વસ્તુની મદદથી સહેલાઇથી ઘરે જ તૈયાર થતા એ ડ્રિંક્સ વિશે કહી રહ્યા છે, જેને પીધા પછી નેચરલ રીતે તમારી ઇમ્યુનિટી સ્ટ્રોન્ગ થશે.કેલ્શિયમ, વિટામિન સી અને આયરનથી ભરપૂર પાલક સ્વાસ્થ્ય…

Read More

સવારે ઉઠીને ખાલી પેટ પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે એ તો આપણે સૌ કોઇ જાણીએ છીએ. સવારે એકથી બે ગ્લાસ પાણી પીવાથી તમારા શરીરની અંદરની સફાઇ થઇ જાય છે અને આખી રાતના આરામ બાદ તમામ અંગ પણ ફરીથી કામ કરવા માટે એક્ટિવ થઇ જાય છે. પરંતુ જો તમે સવારે ખાલી પેટ પાણી સાથે લસણની 2 કળીઓ પણ ખાઓ છો તો તેનાથી તમને વધારે ફાયદો થઇ શકે છે. લસણ માત્ર એક શાકભાજી જ નહીં પરંતુ એક પ્રકારની ઔષધિ પણ છે કે જે અનેક બીમારીઓથી તમને બચાવવામાં મદદ કરી શકે છે. બીપી કંટ્રોલ : દરરોજ સવારે ખાલી પેટ…

Read More