Author: સત્ય ડે - ડેસ્ક ન્યુઝ

BHUPENDRA 960x640 1

કોરોનાના કેસ ઘટતા ઓગસ્ટ મહિનામાં ધોરણ 9,10 અને 11ના વર્ગો શરૂ કરવા મામલે કેબિનેટમાં ચર્ચા થઈ હોવાનુ સુત્રો કહી રહ્યા છે તો બીજી તરફ રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહને પત્ર લખીને રજૂઆત કરી છે કે, શાળામાં રોટેશન પદ્ધતિ પ્રમાણે શાળાઓ શરૂ કરવામાં આવે. ઓન લાઈન શિક્ષણમાં નેટવર્ક બાબતે થતી મુશ્કેલી મુદ્દે મંત્રીને કરી રજુઆત શેરી શિક્ષણની બાળકોને બેઠક વ્યવસ્થા માટે પડતી મુશ્કેલી બાબતે રજુઆત શાળામાં રોટેશન પદ્ધતિ આધારે સ્કૂલ શરુ કરવા બાબતે રજૂઆત પ્રથમ તબક્કે 6 થી 8 ના કલાસ શરૂ કરવા બાબતે કરાઈ રજુઆત બીજા તબક્કે ધોરણ 1 થી 5 ના વર્ગખડ શરૂ કરવાની માંગ કરી છે ધોરણ…

Read More
DUBAI 10 960x640 1

ફ્લાય દુબઈ દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે, કિર્ગિસ્તાન જઈ રહેલુ બોઈંગ વિમાન એક નાની દુર્ઘટનાનો શિકાર બન્યુ છે. તેના કારણે તેને પાછા ફરવુ પડ્યુ હતુ. એ પછી બીજી ફ્લાઈટમાં યાત્રીઓને મોકલવામાં આવ્યા હતા. જે આ અકસ્માતના છ કલાક બાદ રવાના થઈ હતી. એરલાઈને કહ્યુ હતુ કે, ફ્લાય દુબઈ અધિકારીઓ સાથે મળીને ઘટનાની તપાસ કરશે. ટક્કરના કારણે વિમાનની પાંખને નુકસાન થયુ છે. બીજી તરફ ગલ્ફ એરનુ કહેવુ છે કે, અમારા વિમાનના પાછળના હિસ્સાને નુકસાન થયુ છે.દુબઈ એરપોર્ટનુ કહેવુ છે કે, આ ઘટનાના કારણે રન વેને થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો. જેથી આ અકસ્માત સાથે નિપટી શકાય. બે કલાક બાદ…

Read More
mea 1554224250

વિદેશમંત્રાલયની વેબસાઇટ પર હજું જૂના નિયમો યથાવત હોવાથી અરજદારો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. નવા નિયમો અપડેટ થતા નથી જેના કારણે દેશ કે વિદેશના કોઇપણ ખુણે બેઠેલા વ્યક્તિને પાસપોર્ટમાં કોઇ ક્વેરી આવે તો પહેલા જ મંત્રાલયની વેબસાઇટ ચેક કરીને તેને અનુસરતા હોય છે પરંતુ જ્યારે રૂબરૂ કચેરીમાં જાય છે તો ત્યારે માલુમ પડે છે કે નિયમ તો બદલાઇ ગયો છે આમ ઘણા કિસ્સામાં અરજદારોને ધરમધક્કા ખાવા પડે છે. હાલમાં ગુલબાઇ ટેકરા સ્થિત આવેલા મુખ્ય પાસપોર્ટ કચેરીમાં પાસપોર્ટમાં ક્વેરી હોય ત્યાં અરજદારોને રૂબરૂ બોલાવવામાં આવે છે પરંતુ હાલમાં એવી કેટલાક અરજદારોની એવી ફરિયાદ છે કે કોઇ પાસપોર્ટ સંબંધિત ડોક્યુમેન્ટ ખૂટતુ હોય તો…

Read More
migraine headache or something more web

વૈજ્ઞાનિકોએ પીડા ઘટાડતા હેડસેટ વિકસાવી છે. વૈજ્ઞાનિકોએ દાવો કરે છે કે 8 અઠવાડિયા સુધી તેને પહેર્યા પછી નિંદ્રા, મૂડ અને જીવનની ગુણવત્તામાં સુધારો થયો છે. ચિંતા અને હતાશામાં પણ ઘટાડો થયો છે. સંશોધન કહે છે કે ફિઝીયોથેરાપી અને પેઇનકિલર્સનો ઉપયોગ પીડા ઘટાડવા માટે થાય છે, પરંતુ તે દરેક દર્દી માટે અસરકારક સાબિત થતા નથી. કેટલાક કેસમાં આડઅસર થાય છે અને કેટલાક કિસ્સામાં તે આદત બની જાય છે. નોથેમ્પ્ટનશાયરના ઇસ્ટ મિડલેન્ડ સ્પિન ક્લિનિકના સ્પાઇન સર્જન અને સંશોધનકર્તા નિક વિર્ચ કહે છે કે મગજ જે પીડા સંકેતો મોકલે છે તે ઇઇજી ન્યુરોફીડબેકની મદદથી બદલી શકાય છે. જ્યારે ત્વચા, સાંધા અને અવયવોમાં હાજર ખાસ…

Read More
11 3

મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સએ હેડ કોન્સ્ટેબલની જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 115 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ દ્વારા ઓનલાઈન અપ્લાય કરી શકે છે. અપ્લાય પ્રોસેસ 7 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. લાયકાત આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ કોઈ પણ માન્ય બોર્ડ/યુનિવર્સીટી કે ઇન્સ્ટિટ્યુટમાંથી ધોરણ 12 પાસ હોવા જોઈએ. ઉંમર અરજી કરનારા ઉમેદવારની ઉંમર મિનિમમ 18 વર્ષ અને મેક્સિમમ 25 વર્ષ હોવી જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ. મહત્ત્વની તારીખો અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 7 જુલાઈ અપ્લાય કરવાની છેલ્લી…

Read More
10 4

વૈજ્ઞાનિકોએ એનિમિયાની તપાસ કરવાની એક નવી રીત શોધી કાઢી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સ્માર્ટફોનની મદદથી આંખોના નીચેના ભાગનો ફોટો લઈ હવે એનિમિયાની ઓળખ કરી શકાશે. વૈજ્ઞાનિકોએ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)થી સજ્જ એક એવું મોડેલ તૈયાર કર્યું છે જે પાંપણની પાછળના ભાગનો ફોટો લઈ એનાલિસિસ કરે છે. તપાસ બાદ તે જણાવે છે કે વ્યક્તિ એનિમિયાથી પીડિત છે કે કેમ. બ્રાઉન યુનિવર્સિટી અને અમેરિકાના રોહ્ડ આઈલેન્ટ યુનિવર્સિટીના સંશોધકોએ મળીને આ મોડેલ તૈયાર કર્યું છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, જે ટેક્નોલોજીથી ફોટોની સપાસ કરવામાં આવી રહી છે તેને એક એપમાં બદલી શકાય છે. તેના માટે વ્યક્તિએ પોતાની આંખનો ફોટો લેવાનો રહેશે. ત્યારબાદ એપ પર…

Read More
9 4

20 જુલાઈએ દેવશયની એકાદશીથી જ ચાતુર્માસ શરૂ થઈ જશે. તેની સાથે જ ચાર મહિના સુધી લગ્ન, ગૃહ પ્રવેશ અને અન્ય માંગલિક કાર્યો થઈ શકશે નહીં. જોકે, આ દિવસોમાં ખરીદદારી, લેવડ-દેવડ, રોકાણ, નોકરી અને બિઝનેસ જેવા નવા કામની શરૂઆત માટે શુભ મુહૂર્ત રહેશે. આ વર્ષે ભગવાન વિષ્ણુ 118 દિવસ યોગ નિદ્રામાં રહેશે. આ દરમિયાન સંત અને સામાન્ય લોકો ધર્મ-કર્મ, પૂજા-પાઠ અને આરાધનામાં સમય વિતાવશે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ સમયગાળામાં સૃષ્ટિની સંભાળ અને કામકાજના સંચાલનની જવાબદારી ભગવાન ભોળાનાથ પાસે રહેશે. આ દરમિયાન ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવી શકે છે પરંતુ લગ્ન જેવા માંગલિક કાર્યો થઈ શકશે નહીં. અષાઢ મહિનો સનાતન ધર્મમાં ધાર્મિક મહિનો…

Read More
corona10 1024x683 1

કોરોનાનો ભય હજુ પણ છે. દરરોજ હજારો નવા દર્દીઓ મળી રહ્યાં છે અને સેંકડો લોકો મરી રહ્યા છે. આવી સ્થિતિમાં ચિંતા થવી સ્વાભાવિક છે. જો કે, કોરોના સામે દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત, અત્યાર સુધીમાં 38.76 મિલિયનથી વધુ રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધુ લોકો કોરોના ચેપથી મટાડવામાં આવ્યા છે પરંતુ આ દરમિયાન રોગચાળાની ત્રીજી તરંગનો ભય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો સવાલ ઉભા કરી રહ્યાં છે કે, કોરોનાના કેટલા મોજા આવી શકે છે? જો કે, કેટલી તરંગો આવે, પછી ભલે લોકો સાવચેતી રાખશે, તેઓ નિશ્ચિતરૂપે કોરોનાને ટાળશે. આ માટે, માસ્ક પહેરવું, સલામત…

Read More
8

સોનોગ્રાફીનો ઉપયોગ સામાન્ય રીતે નવજાત બાળકના જાતિને નક્કી કરવા માટે કરવામાં આવે છે, પરંતુ તે કાનૂની ગુનો છે. ટેક્નોલોજી ખૂબ જ ઝડપથી વિકસિત થઈ રહી છે, પરંતુ ઝારખંડમાં એક એવું ક્ષેત્ર છે જ્યાં પ્રાચીન પરંપરા ભજવવામાં આવે છે અને પરંપરા એવી છે કે તમે તેના વિશે જાણીને દંગ રહી જસો. ઝારખંડના લોહર્દાગામાં સ્થિત ખુખરા ગામમાં એક ટેકરી પણ છે, જે ગર્ભાશયમાં નવજાત છોકરા અથવા છોકરી વિશે જણાવે છે. સ્થાનિક લોકો આ વિશે કહે છે કે અમે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના શોધી શકીશું. અહીં આ રિવાજ ચારસો વર્ષ પહેલાં નાગાવંશી રાજાઓના શાસનથી ચાલે છે. લોકોના મતે, આ પર્વત છેલ્લા…

Read More
7 6

મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના અલીબાગ સ્થિત સરકારી હોસ્પિટલમાં કોવિડ -19 ની સારવાર લઈ રહેલા 55 વર્ષિય દર્દીએ લોખંડના સ્ટેન્ડથી ડોક્ટર પર હુમલો કર્યો હતો. ડોકટરે દર્દીને કહ્યું હતું કે ઓક્સિજનનો માસ્ક ફરીથી નાક પર પેહરી લો અને આટલુજ કહવાથી દર્દી ગુસ્સે થયો. પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે બુધવારે સવારે અલીબાગ સિવિલ હોસ્પિટલના કોવિડ -19 વોર્ડમાં આ ઘટના બની હતી. આ ડોક્ટર સ્વપનદીપ થાલેને આ હુમલામાં ઇજાઓ પહોંચી હતી અને તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. રાઉન્ડ પર આવેલા ડોક્ટરે તેને કહ્યું કે ફરીથી ઓક્સિજનનો માસ્ક ન કાઢતા અને નાક પર પેહરી લો. ડોક્ટરની આ સૂચનાથી દર્દી નારાજ હતો. પાછળથી, જ્યારે…

Read More