મુખ્યમંત્રીની અધ્યક્ષતાની આ કોર કમિટીમાં લેવાયેલા નિર્ણયો મુજબ રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરએ આઠ મહાનગરોમાં જ રાત્રી કર્ફ્યૂનો અમલ કરાશે. અગાઉ આ આઠ મહાનગરો સહિત રાજ્યના ભૂજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર અને વાપીમાં રાત્રી કર્ફ્યૂ અમલમાં હતો તેમાંથી હવે આઠ મહાનગરો પૂરતો જ આ રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે. આ રાત્રી કર્ફ્યૂ 10 જુલાઇના રાત્રે 10 કલાકથી 20 જુલાઇના સવારે 6 કલાક સુધીના સમય દરમિયાન દરરોજ રાત્રે 10 થી સવારે 6 સુધી આ આઠ મહાનગરોમાં રહેશે. વિજય રૂપાણી અને કોર કમિટીએ એવો પણ નિર્ણય કર્યો છે કે રાત્રી કર્ફ્યૂ અમલમાં છે તે…
કવિ: Dharmistha Nayka
દુનિયામાં કેટલાક લોકો પણ છે જે બીજાથી અલગ દેખાવા માટે અલગ અલગ હરકત કરતા રહે છે અને કઈ પણ કરવાની તૈયારીમાં રહે છે. એવી જ કેટલીક સ્ટોરી બ્રાઝીલમાં રહેવા વાળા 44 વર્ષના મિશેલ ફરો દો પ્રાડો (Michel Faro do Prado)ની છે. ક્યારેય સામાન્ય માણસ જેવા દેખાવવા વાળો આ વ્યક્તિ હવે જીવતો શેતાન બની ગયો છે અને 25 વર્ષમાં પોતાને પુરી રીતે બદલી નાખ્યો છે.Michel Faro do Pradoએ પોતાની ઘણી સર્જરી કરાવી છે. શૈતાન જેવો દેખાવા માટે તેમણે પોતાની આંગળી અને અને નાખ કપાવી દીધું છે. એને જોઈ કોઈ પણ ગભરાઈ જાય છે.એક રિપોર્ટ અનુસાર, શૈતાન જેવા દેખાવા માટે મિશેલ કરો દો…
જો આપ શારીરિક રીતે નબળા છો અને કામ કરતા કરતા થાકી જાવ છો, આ ખબર બિલ્કુલ આપના માટે છે.અહીં અમે આપને લવિંગવાળા દૂધની વાત કરવા જઈ રહ્યા છીએ. આમ તો દૂધ અને લવિંગનું અલગ અલગ સેવન કરવાથી ફાયદો મળે છે. પણ આપ જો આ બંનેને એક સાથે લેશો, કેટલીય બિમારીઓથી બચી જશો. સૌથી પહેલા જોઈએ કે દૂધ અને લવિગમાં કેવા કેવા પોષકત્તત્વો હોય છે.ડોક્ટર મુલતાનીના જણાવ્યા અનુસાર દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ અને રાઈબોફ્લેવિન મળે છે. સાથે જ વિટામીન એ, ડી, કે ઈ સહિત ફોસ્ફોરસ, મેગ્નેશિયમ, આયોડીન તથા કેટલાય ખનીજ અને ઊર્જા પણ હોય છે. કેટલાય એંજાઈમ અને અમુક જીવીત કોશિકાઓ પણ…
જમ્મુ કાશ્મીરના સુંદરબનીમાં સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ અથડાણમાં બે આતંકવાદીને ઠાર કર્યા. જ્યારે બે જવાન શહીદ પણ થયા છે. સેનાને સુંદરબનીમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી.આતંકીઓની માહિતી મળતા, સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જે દરમ્યાન આતંકવાદીઓએ સેના પર ફાયરિંગ કરતા સેનાએ બે આતંકવાદીને ઠાર કર્યા હતા. સેનાએ આતંકવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર અને ગોળાબારૂદ જપ્ત કર્યો છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને મંજૂરી મળી છે. ત્યારે ભક્તોમાં ઉત્સાહનો માહોલ છે. જોકે કર્ફ્યુ વચ્ચે નાથ નગરચર્યાએ નીકળશે. જોકે નાથની નગરચર્યામાં આ વખતે ગજરાજ, શણગારી ટ્રકો, અખાડાના કરતબો કે ભજન મંડળીઓ જોવા નહીં મળે. ખલાસીઓ, પૂજારીઓ સહિતના લોકો માટે રથયાત્રાના 48 કલાક પહેલા આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કર્યો છે. તો રથ ખેંચવા વેક્સિનનો એક ડોઝ લીધેલો હોય તેવા ખલાસીઓને શામિલ કરાશે. કોરોના મહામારીને કારણે પાછલા વર્ષે રથયાત્રા નીકળી શકી ન હતી. તેથી ભક્તો નિરાશ હતા. પરંતુ, આ વખતે રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના સંક્રમણ કાબૂમાં છે. ત્યારે, રાજ્ય સરકારે રથયાત્રા કાઢવાને કોવિડ પ્રોટોકોલ સાથે મંજૂરી આપતાં જ ભક્તજનોમાં ઉલ્લાસ વ્યાપી…
કાળા સમુદ્રમાં ધાક જમાવવા માગતા અમેરિકાને રશિયાએ જડબાતોડ જવાબ આવ્યો છે. રશિયાની હવાઈ સીમામાં અમેરિકાનું બોઈગ પી-8 પોસાઈડન ઘૂસતાની સાથે રશિયા એરફોર્સ હરકતમાં આવી હતી. ત્યારે જોઈએ કાળા સમુદ્રમાં કોણ કોના પર ભારે પડ્યુ?રશિયાનું સુખોઈ એસયૂ-30 એસએમ યુદ્ધ વિમાન.. જેની ગર્જનાથી અમેરિકાના સૌથી શક્તિશાળી યુદ્ધ વિમાન બોઈગ પી-8 પોસાઈડનને કાળા સમુદ્રમાંથી બહાર જવાની નોબત આવી છે. અમેરિકાનું સર્વેલાન્સ વિમાન બોઈગ પી-8 પોસાઈડન જ્યારે કાળા સમુદ્ર પરથી પસાર થયુ ત્યારે તેનો પીછો રશિયાના સુખોઈ એસયૂ-30 એસએમ દ્વારા કરવામાંઆવ્યો. કેમ કે, અમેરિકાનું આ વિમાન ગેરકાયદેસર રીતે રશિયાની હવાઈ સીમામાં પ્રવેશ્યું હતુ. સમગ્ર ઘટના બાદ રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, 6…
ઘણા લોકો પ્રેમ વ્યક્ત કરવા પોતાના પાર્ટનરને ભેટે છે અથવા કિસ કરે છે. પરંતુ શું તમે જાણો છે કે વિશ્વમાં ઘણા દેશ એવા છે, જ્યા પબ્લિકમાં કિસ કરવુંએ ગુનાની શ્રેણીમાં આવે છે. આમ કરતા પકડાવવા પર સજા થઇ શકે છે અથવા ધોલાઇ શકે છે. આશ્ચર્યચકિત વાત એ છે કે તેમાંથી ઘણા દેશ સેક્સ ટૂરિઝ્મ માટે પ્રખ્યાત છે, પરંતુ અહીં પબ્લિક ડિસ્પ્લે ઓફ અફેક્શન ગુનો છે. આજે અમે તમને આ જ દેશ અંગે જણાવવા જઇ રહ્યા છે.સેક્સ ટૂરિઝ્મ માટે પ્રખ્યાત દેશમાં સૌથી ઉપર થાઇલેન્ડનું નામ આવે છે. બેંકોકમાં ઘણી રેડ લાઇટ એરિયા છે. એક રિપોર્ટ મુજબ થાઇલેન્ડમાં 3 મિલિયનથી વધુ એક્ટિવ…
ઓક્ટોબર 2021 ની બેચમાં 350 ખાલી જગ્યાઓ (આશરે) ના રોજ ખલાસીઓ એમઆર અપરિણીત પુરૂષ ઉમેદવારો (જે ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલી યોગ્યતાની શરતોને પૂર્ણ કરે છે) તરફથી ઓનલાઇન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. ખાલી જગ્યાઓ રાજ્ય મુજબની રીતે રાખવામાં આવશે. કુલ 350 ખાલી જગ્યાઓ માટે, આશરે 1750 ઉમેદવારોને લેખિત પરીક્ષા અને શારીરિક તંદુરસ્તી કસોટી (પીએફટી) માટે બોલાવાશે. લેખિત પરીક્ષામાં ભાગ લેવા માટેના કટ ઓફ માર્ક્સ રાજ્ય દર રાજ્યમાં ભિન્ન હોઈ શકે છે. ખાલી જગ્યા સત્તાવાર નોટિફિકેશન મુજબ જોઈએ તો, ઈંડિયન નેવીમાં ઓક્ટોબર 2021 બેચમાં મેટ્રિક રિક્રૂટ માટે 350 પદ પર ભરતી નિકળી છે. સત્તાવાર સૂચના મુજબ જોઈએ તો, રસોઈયા, કારભારી,…
પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં અમદાવાદ રેલવે સ્ટેશન ઉપરાંત વધુ ૧૫ રેલવે સ્ટેશનો પરથી આગામી સોમવારથી કરંટ બુકિંગ અને રિઝર્વ બુકિંગ ટિકિટોના કેન્સલેશનની સુવિધા ઉપલબ્ધ થશે. કોરોનાકાળમાં છેલ્લા દોઢેક વર્ષથી આ સુવિધા ફક્ત અમદાવાદ રેલવે સ્ટેશન પુરતી જ હતી. હવે મણિનગર, સાબરમતી(ધર્મનગર), મહેસાણા, પાલનપુર, ગાંધીધામ અને ભુજ સ્ટેશન પર સોમવારથી શનિવારે સુધી સવારે ૮ઃ૦૦ કલાકથી રાતના ૮ વાગ્યા સુધી તથા રવિવારે સવારે ૮ થી બપોરના બે વાગ્યા સુધી પીઆરએસ કાઉન્ટર પરથી ટિકિટ રદ કરી શકાશે. આ પછી મુસાફરો યુટીએસ કાઉન્ટર પરથી ટિકિટ રદ કરી શકશે અને કરંટ બુકિંગ સુવિધાનો લાભ લઇ શકશે.આ ઉપરાંત કલોલ, ઉંઝા, સિદ્ધપુર, ધ્રાંગધ્રાં, વિરમગામ, ડીસા, સામખ્યાલી, ભચાઉ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં ગુજરાતનું વર્ચસ્વ દેખાઇ રહ્યું છે. મોદીએ તેમની કેબિનેટમાં રાજ્યકક્ષાના બે મંત્રીઓ પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને કેબિનેટના દરજ્જા સાથે પ્રમોશન આપ્યું છે. એ સાથે બીજા ત્રણ નવા ચહેરા – દર્શના જરદોષ, ડૉ. મહેન્દ્ર મુંજપરા અને દેવુસિંહ ચૌહાણને સ્થાન આપ્યું છે. ગુજરાતમાં ૨૦૨૦માં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો થાય તે હેતુથી ગુજરાતના સાત સાંસદોને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રીઓ પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને કેબિનેટ રેન્કમાં પ્રમોશન આપ્યું છે. આ બન્ને નેતાઓ પૈકી એક કડવા અને એક લેઉઆ પટેલ છે, એટલે કે મોદીએ ગુજરાતમાં પાટીદારોને બેલેન્સ કર્યા છે. રાજ્યકક્ષાના મંત્રીઓમાં ખેડાના સાંસદ…