ગાઝીયાબાદમાં પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ સેન્ટરના ઉદઘાટન દરમિયાન બાબા રામદેવે કહ્યુ હતુ કે, ડોકટરોને જે અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે તે દેશના ડ્રગ માફિયા તૈયાર કરે છે અને તેને એલોપેથીમાં એવિડન્સ બેઝડ રિસર્ચ કહેવામાં આવે છે.બાબા રામદેવે એલોપેથીના સિલેબસને ડ્રગ ઈન્ડસ્ટ્રીનો સિલેબસ ગણાવીને નવો વિવાદ ઉભો કર્યો છે.રામદેવે કહ્યુ હતુ કે, આગામી 6 મહિના માટે હરદ્વારના પતંજલિ યોગપીઠમાં ભણવા માટે જગ્યા નથી.કારણકે આર્યુવેદિક અભ્યાસની ડીમાન્ડ વધી રહી છે. થોડા સમય પહેલા જ બાબા રામદેવે ડોકટરો સામે નિવેદન આપીને વિવાદ સર્જયો હતો.આ સંદર્ભમાં તેમની સામે અલગ અલગ રાજ્યોમાં પોલીસ ફરિયાદો પણ થઈ ચુકી છે.સુપ્રીમ કોર્ટમાં પણ બાબા રામદેવ સામે પિટિશન થઈ છે. બાબા…
કવિ: Dharmistha Nayka
મલેશિયાના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે તે ડેલ્ટા કરતા વધુ જોખમી છે. મંત્રાલયે દાવો કર્યો છે કે છેલ્લા ચાર સપ્તાહમાં 30 થી વધુ દેશોમાં લેમ્બડા વેરિએન્ટના કેસ મળી આવ્યા છે. મલેશિયાના આરોગ્ય મંત્રાલયે સોમવારે ટિ્વટ કર્યું હતું કે,પેરુમાં લેમ્બડાની તાણ પહેલી વાર મળી આવી હતી. તે વિશ્વમાં મૃત્યુનો દર ધરાવતો દેશ છે.આરોગ્ય મંત્રાલયે ઓસ્ટ્રેલિયન ન્યૂઝ પોર્ટલના અહેવાલમાં જણાવ્યું છે કે યુકેમાં લેમ્બડા વેરિઅન્ટ્સ પણ મળી આવ્યા છે. ધ સ્ટારે જણાવ્યું કે સંશોધનકારોને ચિંતા છે કે આ પ્રકાર ‘ડેલ્ટા કરતા વધુ સંક્રમિત’ હોઈ શકે છે. યુરો ન્યૂઝે પાન અમેરિકન હેલ્થ ઓર્ગેનાઇઝેશન (પીએચઓઓ) ના હવાલાથી જણાવ્યું છે કે મે અને જૂન દરમિયાન…
રાજ્યમાં હજુ ત્રણ દિવસ સુધી વરસાદ નહીં પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જો કે, હવામાન વિભાગનું સાથે એમ પણ કહેવું છે કે, ‘રાજ્યમાં 10 તારીખથી રાજ્યના અનેક પ્રાંતમાં હળવો વરસાદ પડી શકે છે. આગામી 10 તારીખે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે. તો 11 તારીખે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે.’અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો હવે ચિંતિત થયા છે. ત્યારે રાજ્યમાં વરસાદને લઈને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. આગામી તારીખ 10 જુલાઈથી રાજ્યમાં વરસાદની એક્ટિવિટી વધશે તેવી હવામાન વિભાગે ગઇ કાલે પણ આગાહી કરી…
અમદાવાદમાં રથયાત્રાને લઇને હજુ તો સત્તાવાર જાહેરાત નથી થઇ. જો કે, ગત વર્ષે અમદાવાદમાં કોરોનાના કારણે નાથની નગરચર્ચા ન હોતી અને મંદિર પરિસરમાં જ ભગવાનના રથને ફેરવવામાં આવ્યાં હતાં. પરંતુ આ વર્ષે રથયાત્રાને શરતી મંજૂરી મળવાનું જાણવા મળી રહ્યું છે જેને લઇને ભક્તો ઉત્સાહિત છે. ત્યારે બીજી બાજુ સુરતમાં પણ સુરતની મુખ્ય ઇસ્કોન મંદિરની રથયાત્રાને મૌખિક મંજૂરી અપાઇ છે. જો કે, રથયાત્રા દરમિયાન પ્રસાદ વહેંચવામાં નહીં આવે.માત્ર 3 કિલોમીટર સુધીની રથયાત્રાને મંજૂરી અપાઇ છે. રથયાત્રામાં માત્ર મંદિરનો સ્ટાફ અને પૂજારી જ જોડાઈ શકશે. રથયાત્રામાં દોઢસો લોકોની હાજરી રહેશે. જે લોકોએ સંપૂર્ણ વેક્સિનેશન કરાવ્યું હશે તેવાં લોકોને જ રથયાત્રામાં જોડવામાં આવશે.…
કોઈ પણ કપલની જીંદગીમાં સૌથી ખરાબ સમય ત્યારે આવે છે જ્યારે તેઓ છૂટાછેડા લેતા હોય છે. આવી સ્થિતીમાં સૌથી ખરાબ અસર તેમના સંતાનો પર પડે છે. આવી સ્થિતીમાં બાળકોની કસ્ટડી પર સવાલ ઉભા થાય છે. બાળકોને માનસિક રીતે આધાત પહોંચે છે.તો વળી બાળકોની કસ્ટડીને લઈને મોટા ભાગે માતા-પિતા ઝઘડતા હોય છે. જ્યારે બંને વચ્ચે સહમતી સઘાઈ છે, ત્યારે આ મામલો ફેમિલી કોર્ટમાં જાય છે. ફેમિલી કોર્ટ બંને પક્ષની વાત સાંભળીને કસ્ટડીથી જોડાયેલો નિર્ણય કરે છે. માતા-પિતામાંથી કોઈ પણ એકને બાળકની કસ્ટડી અને ભવિષ્યમાં તેની જીંદગી સાથે જોડાયેલા નિર્ણય લેવાનો હક આપે છે.જ્યારે વાત હિન્દુ બાળકોના કસ્ટડીની આવે છે, ત્યારે ગાર્ડિયનશિપનો…
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને મહત્વના સમાચાર આવી શકે છે. મુખ્યપ્રધાન રૂપાણીના નિવાસસ્થાને મળનારી હાઇપાવર કમિટીની બેઠકમાં રથયાત્રા મુદે અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે… સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકાર શરતોને આધીન રથયાત્રા કાઢવાની મંજૂરી આપી શકે છે… સરકાર રથયાત્રા મુદ્દે આવતીકાલે પોતાનો નિર્ણય જાહેર કરે તેવી શક્યતા છે.અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઈને પોલીસ અને આરપીએફે ફૂટ પેટ્રોલિંગ કર્યુ..જમાલપુરમાં આવેલા જગન્નાથજી મંદિરથી ખમાસા ચાર રસ્તા સુધી ટુકડીએ પેટ્રોલિંગ કર્યુ હતુ. સ્થાનિક પોલીસ અધિકારીઓ સહિત પોલીસ જવાનો કાફલો ઉપસ્થિત રહ્યો હતો..રથયાત્રાની તૌયારીઓને લઇને પોલીસ દ્વારા દર વર્ષે ફુટ પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે..નોંધનીય છે કે અષાઢી બીજ અને 12 જુલાઇએ…
કોરોના સંક્રમણને કારણે આ વર્ષે પણ કાવડ યાત્રા નહીં યોજાય. ઉત્તરાખંડ સરકારે ત્રીજી લહેરની આશંકાને ધ્યાન રાખી કાવડ યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો છે. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે પાડોશી રાજ્યથી આવતા કાવડિયાઓને વિનંતી કરી છે કે, આ વર્ષે તેઓ કાવડ સાથે ઉત્તરાખંડના કોઈપણ શહેરમાં પ્રવેશ કરે નહીં. કુમારે જણાવ્યું કે, આગામી સમયમાં યુપી-ઉત્તરાખંડ બોર્ડરને આ જ કારણે અમુક સમય માટે સીલ કરવામા આવશે.હરિદ્વારા કુંભ મેળામાંથી બોધપાઠ લેતા ઉત્તરાખંડ સરકારે કાવડ યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો છે. બીજી તરફ ઉત્તર પ્રદેશની યોગી સરકારે કાવડ યાત્રા માટે મંજૂરી આપી છે. એવું મનાય છે કે, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામીએ પણ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે આ…
આખી દુનિયા કોરોનાવાઈરસ સામે ઝઝૂમી રહી છે તેવામાં ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં ઉંદરોનો આંતક વધ્યો છે. રાજ્યમાં પ્લેગ ફાટી નીકળવાની સાથે હજારોની સંખ્યામાં ઉંદરો ઘર, ખેતરો અને ઓફિસ પર હુમલો કરી રહ્યા છે. આ ક્રાઈસિસ વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉંદરે એક મહિલાની આંખો કોતરી નાખી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. ઉંદરોના આતંકમાં ન્યૂ સાઉથ વેલ્સમાં આવા અનેક કિસ્સાઓ સામાન્ય બન્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે એક મહિલા સૂતી હતી ત્યારે ઉંદરોએ તેના ઘરમાં આતંક મચાવ્યો. ઉંદર તેની આંખો કોતરવા ગયો. મહિલાને તેની જાણ થતાં જ તેણે હોસ્પિટલ તરફ દોટ મૂકી. આવો જ એક ડરામણો કિસ્સો સિડનીથી…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 જુલાઈ એટલે કે બુધવારે પોતાની કેબિનેટનું વિસ્તરણ કરશે. દરેક મોટું કાર્ય શુભ મૂર્હુત પર કરનાર મોદી સરકારના નવા મંત્રીઓના શપથ ગ્રહણનું મૂર્હુત પણ નક્કી કરી લીધું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાંજે 5:30 થી 6:30 વાગ્યા વચ્ચે શપથ લેવામાં આવશે. આ સમય દરમિયાન સર્વાર્થ સિદ્ધ યોગ છે. તેમા કરવામાં આવેલા કોઈ પણ કાર્ય સફળ થાય છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની કેબિનેટ માટે 25થી વધારે દલીત, આદિવાસી, OBC વર્ગ અને પછાત ક્ષેત્રોના જમીની સ્તરે જોડાયેલા નેતાઓની પસંદગી કરી છે. ખૂબ જ સંશોધન અને વિચાર કર્યાં બાદ નવા મંત્રીઓના નામ નક્કી કરવામાં આવ્યા છે. મોદી…
અમદાવાદના ખોખરામાં ગારમેન્ટ કંપનીના ધાબા પરની ટાંકીમાંથી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મહિલાની હત્યા કરીને લાશને પાણીની ટાંકીમાં છૂપાડી દીધી હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે સ્થળ પર પહોંચીને ટાંકીને કાપીને અંદરથી લાશને કાઢી હતી. શહેરના ખોખરામાં આવેલા મોહન એસ્ટેટમાં આવેલી ગારમેન્ટ કંપનીના ત્રીજા માળે ધાબા પર પાણીની પ્લાસ્ટિકની ટાંકીમાં યુવતીની લાશ મળી આવી હતી. જેને પગલે ખોખરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર વાય.એસ ગામિત સાથે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં હત્યા બાદ લાશને ટાંકીમાં સંતાડવામાં આવી હોય તેવી આશંકા છે.ત્રણ દિવસ પહેલા જ શહેરમાં સોલા વિસ્તારમાં સામાન્ય ઝગડામાં બોલાચાલી થતાં રિક્ષામાં સુઈ ગયેલા વ્યક્તિને…