ક્લાઈમેટ ચેન્જની અસર દિવસે ને દિવસે વધારે સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. એક લેટેસ્ટ સંશોધનના ભાગરૂપે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, દર વર્ષે ધરતી પર 53,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં બરફ ઓગળી રહ્યો છે. જેના ગંભીર પરિણામો માણસને જાતે જ ભોગવવા પડશે.ધરતી પર હાલમાં જે તાજુ પાણી છે તેમાં બરફ તરીકે સંઘરાયેલા પાણીનો હિસ્સો ઘણો મોટો છે. જો બર્ફિલો વિસ્તાર ઓછો થઈ રહ્યો છે તો તે ધરતી પર વધી રહેલા તાપમાન તરફ ઈશારો કરે છે. ચીનના સંશોધક શિઆઓકિંગ પૈંગનુ કહેવુ છે કે, બરફિલા વિસ્તાર ક્લાઈમેટ ચેન્જનો સંકેત આપતા સૌથી મોટા પરિબળ છે અને સાથે સાથે તે દર્શાવે છે કે, દુનિયા બદલાઈ…
કવિ: Dharmistha Nayka
ડૉ. ફિલિપ નિષ્કેએ થોડા સમય પહેલા સરકો નામની એક મશીન બનાવી હતી. જે ગંભીર રોગીઓને શાંતિથી મરવાની તક આપે છે. આ એવા દર્દીઓ માટે છે જેમની સારા થવાની કોઈજ શક્યતા નથી. આ મશીનને સૌથી પહેલા એમ્સ્ટર્ડેમમાં ફ્યુનરલ ફેયરમાં પ્રદર્શિત કરવામાં આવી હતી અને ત્યારબાદ યુરોપના અનેક સ્થળોએ મુકવામાં આવી છે.સરકો વેબસાઈટ અનુસાર આ 3D પ્રિન્ટેડ ઈચ્છા મૃત્યુ મશીન એક કેપ્સ્યુલ જેવી છે અને કોફીન કરતા બમણી મોટી છે. આ મશીન ઝડપથી ઓક્સિજન લેવલમાં ઘટાડો કરે છે અને CO2 લેવલ નિયંત્રિત કરે છે જેથી વ્યક્તિ શાંતિથી મરી શકે. એક અહેવાલ મુજબ હવે આ મશીનમાં વધુ એક ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ…
રાજસ્થાનના તારપુર ગામમાં બે દિવસ પહેલા લગ્ન દરમિયાન ગજબની ઘટના ઘટી ગઈ. વરમાળા બાદ ફેરા પહેલા વરરાજાએ ડરના કારણે અધવચ્ચે મંડપમાંથી ભાગવામાં ભલાઈ સમજી અને બાદમાં બીજે લગ્ન કરી લીધા. લગ્ન પણ તેની સાથે કર્યા જે યુવતી સાથે થનારા સાળાના લગ્ન થવાના હતા. 3 જૂલાઈના રોજ લગ્નમાં વરરાજાએ દુલ્હનને વરમાળા પહેરાવી. આરોપ છે કે, ત્યાર બાદ વરરાજો અને તેના પિતા દુલ્હનના પરિવાર પાસેથી સવા લાખ રૂપિયા અને બાઈક આપવાની માગ મુકી દીધી. દુલ્હનના પિતાએ પોતાની મજબૂરી બતાવી અને આ માગ પુરી નહીં કરી શકે તે માટે હાથ જોડ્યા. આ બાજૂ દુલ્હન મંડપ પર વરરાજાની રાહ જોઈ રહી. વરરાજો ટોયલેટ જવાના…
પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા મામલે મોટા સમાચાર સામે આવ્યાં છે. આ હત્યાને નજરે જોનારા ગાંધીધામના સાક્ષી પવન મોરેની રેકી કરવાના કેસમાં ગાંધીધામ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હત્યા કેસના સાક્ષીની રેકી કરી મારી નાખવાના બનાવમાં ગાંધીધામ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. જેમાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સહિત 4 આરોપીઓ નિર્દોષ જાહેર કરાયા છે. છબીલ પટેલ, રસિક પટેલ, પિયુષ વાસાણી અને કોમેશ પોકારને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યાં છે.
તામિલનાડુની એક વાઈન શોપમાં ઉંદરોએ આંતક ફેલાવીને વાઈનની 12 બોટલો ખાલી કરી નાંખી હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. તામિલનાડુના નિલગિરી જિલ્લામાં આવેલી સરકારી વાઈન શોપમાં સોમવારે જ્યારે કંપનીના કર્મચારીએ દુકાન ખોલી ત્યારે ખબર પડી હતી કે, વાઈનની 12 બોટલો ખાલી છે. આ દુકાન લોકડાઉનના કારણે લાંબા સમય સુધી બંધ હતી.સૂત્રોના કહેવા પ્રમાણે કર્મચારીએ દુકાન ખોલી ત્યારે જોયું હતું કે, વાઈનની 12 બોટલના ઢાંકણા ખુલ્લા છે અને બોટલો સંપૂર્ણપણે ખાલી થઈ ચુકી છે. બોટલો પર ઉંદરોના દાંતના નિશાન પણ જોવા મળ્યા હતા. બોટલો ખાઈ થઈ ચુકી હતી. કર્મચારીએ પોતાના ઉપરી અધિકારીઓને આ વાતની જાણ કરી હતી. એ પછી સમગ્ર મામલાની…
કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી મોંઘવારી ભથ્થાની રાહ જોઇ રહ્યા છે. હવે આ પ્રતીક્ષા પૂરી થવાની છે. સરકારી કર્મચારીઓને સપ્ટેમ્બરના અંતમાં પગારમાં વધેલા ડીએ સાથે છેલ્લા ત્રણ હપ્તા આપવામાં આવશે. આ સાથે ઘર બનાવવાની એડવાન્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે. લગભગ 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખ કેન્દ્ર સરકારના પેન્શનરો ફરીથી મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (ડીઆર)ની રાહ જોઈ રહ્યા છે. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર મોદી કેબિનેટની એક બેઠક આ અઠવાડિયે યોજાનાર છે. રિપોર્ટ મુજબ આગામી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકે છે. રિપોર્ટ મુજબ કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણની સાથે મોદી કેન્દ્ર સરકાર કર્મચારીઓના ડીએ…
કોરોના વેક્સિનને લઇને લોકોમાં ઘણી ગેરસમજ પેદા થઇ છે. મોટી સંખ્યામાં લોકોએ વેક્સિન લીધી છે તેમ છતાં એવા લોકોની પણ કમી નથી જે વેક્સિનના નામે મોઢુ ફેરવી લે છે. જો કે કેટલીક જગ્યાઓ પર રસી લેનાર લોકોમાં પોઝિટિવ રિઝલ્ચ જોવા મળ્યાં છે. પરંતુ મહારાષ્ટ્રમાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કોવિડ વેક્સિન લીધા બાદ મહારાષ્ટ્રના વાશિમની એક મહિલાની દ્રષ્ટિ પરત આવી ગઇ છે.વાશિમ જિલ્લાની બેંડરવાડીની 70 વર્ષીય મહિલા મથુરાબાઇ બિડવે ગત 9 વર્ષથી અંધકારમય જીવન જીવી રહી હતી. મોતિયાના કારણે તેની આંખની કીકી સફેદ થઇ ગઇ અને બંને આંખની રોશની ચાલી ગઇ. મથુરાબાઇ જાલના જિલ્લાના…
ગાય પ્લાસ્ટિક પચાવી શકે છે? વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ગાયના રૂમેન રેટિકુલમમાં એવા બેક્ટેરિયાઓનો સમૂહ જોવા મળે છે જે ભોજન પચાવવાનું કામ કરે છે. રૂમેન રેટિકુલમ ગાયના પાચનતંત્રનો એક ભાગ હોય છે. સંશોધનકર્તાઓએ 3 પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો. પ્રથમ પોલિથિલીન ટેરાપ્થેલેટ હતું. આ એક સિન્થેટિક પોલીમર છે જેનો ઉપયોગ પેકેજિંગ અને ટેક્સ્ટાઈલ ઈન્ડ્સ્ટ્રીમાં કરવામાં આવે છે. બીજું પોલીબ્યુટિલીન એડિપેટ ટેરેપ્થેલેટ. તેનો ઉપયોગ પ્લાસ્ટિક બેગ બનાવવામાં કરવામાં આવે છે અને ત્રીજું પોલીથિલીન ફ્યુરાનોએટ હતું. વૈજ્ઞાનિકોએ સ્લોટરહાઉસમાંથી રુમેનનું લિક્વિડ લઈ 3 પ્રકારના પ્લાસ્ટિક પર પ્રયોગ કરી એ સમજવાનો પ્રયાસ કર્યો કે, કેટલી હદે લિક્વિડમાં રહેલા બેક્ટેરિયા પ્લાસ્ટિકને ઓગાળી શકે છે. રિસર્ચમાં જોવા…
ઇંગ્લેન્ડમાં 5 મહિનાની લેક્સીનું શરીર પથ્થરમાં ફેરવાઈ રહ્યું છે. જી હા, આ વાત સાંભળીને તો માનવામાં ના આવે પણ સાચી છે. 20 લાખ લોકોમાં માત્ર એક વ્યક્તિને થાય તેવા રેરેસ્ટ ઓફ રેર રોગથી લેક્સી પીડાય રહી છે. તેના પેરેન્ટ્સ તેમની દીકરીની માટે ઓનલાઈન ફંડ રેઝ કરીને સારવાર કરાવી રહ્યા છે.31 જાન્યુઆરીએ જન્મેલી લેક્સી જન્મ સમયે એક હેલ્ધી બેબી હતી, પણ સમય જતા તેની માતા એલેક્સને ખબર પડી કે લેક્સીને ફાઈબ્રોડાઈસપ્લાસિયા ઓસિફિકન્સ પ્રોગ્રેસિવા (FOP)બીમારી છે. આ કન્ડીશનમાં પેશન્ટ 20 વર્ષની ઉંમર સુધીમાં તો પથારીવશ બની જાય છે. તેના શરીરના અંગોનું હલન-ચલન થવાનું બંધ થઈ જાય છે અને આવા લોકોનું આયુષ્ય 40…
અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં 27 લાખની કિંમતના દાગીના અને રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી થઇ હોવાની ઘટના બની છે. બોડકદેવમાં આવેલા પ્રેસટીઝ ટાવરમાં રહેતા પુષ્પાંજલિ અગ્રવાલ નામની મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ તેઓ પહેલી મેના રોજ અમદાવાદથી પોતાના પિયર રાજસ્થાન ખાતે ગયા હતા. ૩જી જૂનના રોજ તેઓ પરત આવ્યા હતા. જોકે ઘરે પરત આવતા ઘરમાં લગાવેલા સીસીટીવીનું DVR ચોરી થયું હોવાનું ધ્યાને આવતા પોલીસને જાણ કરી હતી. જે બાદ તેઓએ પોતાના ઘરની તિજોરી ખોલીને ચેક કરતાં તેમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ ચાંદીના વાસણો સહિત અઢી લાખ રૂપિયા જેટલી રોકડ રકમ અને કુલ મળીને 27 લાખ 40 હજારની…