કવિ: Dharmistha Nayka

આપણા બધા માટે આધારકાર્ડમાં દાખલ વિગતોની સંપૂર્ણ અપડેટ થવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આધાર કાર્ડની ઇશ્યુ કરનારી સંસ્થા, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઈડીએઆઇ), આધાર કાર્ડ ધારકોને વિવિધ સેવાઓ ઓનલાઇન પ્રદાન કરે છે. આ કારણોસર, આધારકાર્ડ ધારકોને ઘરે બેઠે બધી સુવિધાઓ મળે છે. જોકે, યુઆઈડીએઆઈએ હાલમાં જ આધારને લગતી બે સેવાઓ હાલના સમય માટે બંધ કરી દીધી છે. આ સેવાઓ સામાન્ય લોકો સાથે જોડાયેલી છે અને તેની અસર તમામ આધારકાર્ડ ધારકો પર પડશે.યુઆઈડીએઆઈએ આગળના આદેશો સુધી Address Validation Letter દ્વારા આધાર કાર્ડમાં સરનામાં અપડેટ કરવાની સુવિધા બંધ કરી દીધી છે. ભાડુઆત અને અન્ય આધારકાર્ડ ધારકો આ સુવિધા દ્વારા તેમના સરનામાંને…

Read More

દેશમાં હાલ કોરોના વાયરસની બીજી લહેરનો ખતરો ઓછો થયો નથી અને ત્રીજી લહેરની આશંકા પણ વધી રહી છે. પરંતુ મેદાની વિસ્તારોમાં કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકો મોટી સંખ્યામાં હિમાચલ પ્રદેશ પહોંચી રહ્યા છે.કોરોનાના કેસો ઘટતાં જ રાજ્ય સરકારોએ છૂટ આપવાનું શરૂ કરી દીધું છે. તેનો લાભ લઈ લોકો ગરમીથી રાહત મેળવવા હિમાચલ પ્રદેશ તરફ વળ્યા છે. લોકો મોટી સંખ્યામાં શિમલા, કુફરી, નારકંડા, ડેલહાઉસી, મનાલી, લાહૌલ અને પર્વતીય રાજ્યના અન્ય પ્રવાસન સ્થળો તરફ જઈ રહ્યા છે.પ્રવાસન વિભાગના નિયામક અમિત કશ્યપે જણાવ્યું કે, જૂનમાં કોરોનાના નિયંત્રણોને હળવા કરવામાં આવ્યા પછી અત્યાર સુધીમાં 6થી 7 લાખ પ્રવાસીઓ રાજ્યમાં આવી ચુક્યા છે. દેશના ઉત્તરીય ભાગમાં…

Read More

જેઠ મહિનના વદ પક્ષની એકાદશીને યોગિની એકાદશી કહેવામાં આવે છે. આ વખતે આ તિથિ 5 જુલાઈના રોજ આવી રહી છે. આ વ્રત કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે. પદ્મ પુરાણ પ્રમાણે યોગિની એકાદશી બધા જ પાપનો નાશ કરનારી માનવામાં આવે છે. આ દિવસે વ્રત કરવાથી દરેક પ્રકારની શારીરિક અને માનસિક બીમારીઓ દૂર થાય છે. જેથી રૂપ, ગુણ અને યશ પણ વધે છે. માન્યતા છે કે આ વ્રતનું ફળ 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી મળતા પુણ્ય સમાન છે. આ વ્રત અંગે ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને એક કથા સંભળાવી હતી. જેમાં રાજા કુબેરના શ્રાપથી કોઢી થઈને હેમમાલી નામનો યક્ષ માર્કણ્ડેય ઋષિના…

Read More

કોરોના સંક્રમણથી બચવા માટે અત્યાર સુધી મનુષ્યને વેક્સિન આપવામાં આવી રહી હતી પરંતુ હવે પ્રાણીઓને પણ વેક્સિન આપવાનું ચાલુ થઈ ગયું છે. અમેરિકાના એક ઝૂમાં પ્રાણીઓને કોરોનાથી બચાવવા માટે તેમને વેક્સિન આપવામાં આવી રહી છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો ખાતે આવેલા બે એરિયા સ્થિત ઓકલેન્ડ ઝૂમાં પ્રાણીઓને કોવિડ વેક્સિન આપવામાં આવી રહી છે. હાલ અહીં રીંછ અને વાઘને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. જાણવા મળ્યા મુજબ ટાઈગર જિંજર અને મોલી પહેલા એવા 2 જાનવર છે જેમને વેક્સિન આપવામાં આવી છે.પ્રાણીઓ માટેની આ વેક્સિન ન્યૂ જર્સી સ્થિત એનિમલ હેલ્થ કંપની Zoetis દ્વારા તૈયાર કરવામાં આવી છે. ઓકલેન્ડ ઝૂએ ટ્વીટમાં લખ્યું હતું…

Read More

સરકારે ગઇકાલ સુાૃધી જાહેર કરેલા કોરોના ડેથના આંકડા અને એની સામે સરકારનાં જ એલ.આઇ.સી.માં સેટલ થયેલા ક્લેઇમની સરખામણીના કેટલાંક દ્રષ્ટાંત જોઇએ તો રાજકોટ જિલ્લામાં ૭૨૩ સામે અંદાજે ૨૦૦૦, જામનગર જિલ્લામાં ૪૭૭ સામે ૬૦૦, કચ્છમાં ૧૪૫ સામે ૫૦૦, જૂનાગઢ જિલ્લામાં ૨૭૦ સામે ૬૦૦, પોરબંદર જિલ્લામાં સરકારી માત્ર ૧૯ સામે એલઆઇસીના અંદાજ મુજબ કોરોના મૃતકો લગભગ ૧૯૫, એવાં તારણ નીકળે! સામાન્ય સંજોગોમાં દર વર્ષે એલઆઇસીના રાજકોટ ડિવિઝન હેઠળના આઠ જિલ્લામાંથી કુલ મિલા કે ૭૦૦૦ થી ૮૦૦૦ ક્લેઇમ આવતા હોય, જેના બદલે આ નાણાંકીય વર્ષના ફર્સ્ટ ક્વાર્ટર દરમિયાન જ ૮૩૬૦ ક્લેઇમ આવી પડયા. અલબત, તે તમામ કોરોના ડેાૃથ ન ગણાય તો પણ નિગમના…

Read More

થાન પંથકમાં ભાજપના સંસદસભ્ય તથા કોંગ્રેસના ધારાસભ્ય હોય વારંવાર કોણે કામગીરી કરી તે બાબતે પ્રશ્ન ઉપસ્થિતિ થઇ રહ્યા છે ત્યારે થાન-તરણેતર બાયપાસ રોડ છેલ્લા સાતેક વર્ષથી બિસ્માર હાલતમાં હતો. સંસદસભ્ય અનેક વખત આ રસ્તા ઉપરથી પસાર થયા છે. પરંતુ તેમણે ક્યારેય રસ્તા બાબતે રજૂઆત કરી હોય એવું કોઈના ધ્યાને નથી. પરંતુ ધારાસભ્ય રુત્વિક મકવાણા દ્વારા અવાર નવાર વિધાનસભામાં રસ્તાનો પ્રશ્ન મૂકી થાન શહેરની જનતાને પણ વાકેફ કરવામાં આવી છે ત્યારે ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે તેઓએ સરકારમાં વારંવાર રજૂઆત કરી હતી, જેના કારણે સરકાર દ્વારા એસ.આર.ની બે કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને આ રસ્તો સીસી રોડ માટે મંજુર…

Read More

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ભરકાવાડામાં રવિવારે 501 દંપતીઓએ ગામની સ્મશાનભૂમિ, મંદિરની ભૂમિ અને ગામની તમામ જગ્યાએ વૃક્ષની પૂજા-અર્ચના કરી દંપત્તિ દીઠ એક-એક વૃક્ષની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને આ વૃક્ષનું જતન કરવાની જવાબદારી ઉઠાવી ગામને હરિયાળું બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.સામાન્ય રીતે ચોમાસાના સમયમાં ઠેરઠેર વૃક્ષારોપણ તો થતું હોય છે પરંતુ વૃક્ષારોપણના કાર્યો બાદ આ વૃક્ષોની મોટાભાગના લોકો દ્વારા દરકાર ન લેવાતા છેવટે વૃક્ષો સુકાઇ જાય છે અને વૃક્ષા રોપણ ફક્ત નામશેષ બની રહે છે. ત્યારે રોપણ કરાયેલા વૃક્ષોને લોકો ભૂલી ન શકે તે હેતુસર 501 દંપત્તિઓએ 2500 વૃક્ષોની પહેલા પૂજા કરી અને તે બાદ આ વૃક્ષોનું રોપણ કર્યું…

Read More

સંયુક્ત ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા જારી કરવામાં આવેલ જાહેરનામા મુજબ, આ જગ્યાઓ માટેની અરજીની કાર્યવાહી 2 જુલાઈથી શરૂ થઈ છે. આ (આઈ.સી.જી. ભરતી 2021) માં અરજી કરવાની છેલ્લી તારીખ 16 જુલાઈએ સાંજના 6:00 વાગ્યા સુધી છે. આવી સ્થિતિમાં, તમને જણાવી દઈએ કે અરજી માટે માત્ર 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. કોઈપણ ઉમેદવાર કે જેઓ આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે તેમણે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને જલ્દીથી આવેદનપત્ર ભરવું જોઈએ. અરજી કરતા પહેલા, વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચનાને સંપૂર્ણ રીતે વાંચો. અરજી ફોર્મમાં કોઈ ભૂલ ન કરો કારણ કે જો કોઈ ભૂલ મળી આવે તો અરજી ફોર્મ નામંજૂર કરવામાં આવશે.…

Read More

કોવિશિલ્ડ અને કોવિક્સિન બાદ હવે રશિયન રસી સ્પુતનિક-વીનું ય ગુજરાતમાં આગમન થયુ છે. સ્પુતનિક-વી ખુબ જ અસરકારક રસી ગણાય છે. અમદાવાદ અને સુરતની ખાનગી હોસ્પિટલોને સ્પુતનિક-વીના રસીના ડોઝનો જથ્થો અપાયો છે. આ ડોઝ હોસ્પિટલોમાં 1,145 રૂપિયામાં મળી રહેશે. 21 દિવસ બાદ જ આ રસીનો બીજો ડોઝ લઈ શકાતો હોવાથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પ્રથમ દિવસમાં અમદાવાદ અને સુરતમાં કુલ મળીને 225 જણાંએ રશિયન રસી લીધી હતી. ગુજરાતમાં કોરોનાને નાબૂદ કરવાના લક્ષ્યાંક સાથે આરોગ્ય વિભાગે રસીકરણને વેગવંતુ બનાવવા અભિયાન શરૂ કર્યુ છે જેના ભાગરૂપે ખાનગી કંપનીઓ અને ઉદ્યોગોને ય વધુ લોકો રસી લે માટે જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાએ…

Read More

સ્ટેનફોર્ડ(Standford)ના વૈજ્ઞાનીકોએ દાવો કર્યો છે કે, તેઓ સુપરહીરો વેક્સીન બનાવી રહ્યા છે. ઓલમ્પિક એથ્લિટ્સના DNAના ઉપયોગથી આ વેક્સીન તમને એકદમ સુપરહીરો જેવી ઇમ્યુનીટી આપશે. આ અંગે વેક્સીન પર કામ કરી રહેલા પ્રોફેસર યુઆન એશ્લેએ દાવો કર્યો છે કે, એક વખત આ વેક્સીન લગાવ્યા બાદ માણસને મોતના ટોપ 3 કારણોથી સુરક્ષા મળતી રહેશે. સુપર હીરો વેક્સીન માનવને હૃદયની બીમારી, સ્ટ્રોક અને અલ્ઝાઈમરથી તો બચાવશે જ, સાથે લીવરની બીમારીઓ પર પણ આ વેક્સીન કારગર હશે. એટલે કે તમે જ્યાં સુધી જીવિત રહેશો, ત્યાં સુધી તમને કોઈ બીમારી નહીં થાય, જેથી તમારા શરીરને લાંબા સમય સુધી કોઈ બીમારી સામે નહીં લડવું પડે. એટલું…

Read More