કવિ: Dharmistha Nayka

ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજના UG અને PG ના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા યોજવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે આ બાબતે યુથ કોંગ્રેસે આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. યુથ કોંગ્રેસે લખેલા પત્રમાં તેમણે આ પરીક્ષા હમણાં ન યોજવા માટે માંગ કરી છે. તેઓની રજૂઆત છે કે કોરોનાના કેસ હમણાં ઘટ્યા છે. હવે ત્રીજી લહેર આવે તો તેની સામે રક્ષણ મેળવવા માટે વેક્સીનેશન આવશ્યક છે જ્યાં સુધી તમામ વિદ્યાર્થીઓનું વેકસીનેશન ન થાય ત્યાં સુધી આ પરીક્ષા ન લેવાવી જોઈએ. તેઓ ને સૌપ્રથમ વેકસીન ઉપલબ્ધ કરાવી ને વેકસીનેટ કરવા જોઈએ ત્યારબાદ બાદ આ વિદ્યાર્થીઓની ઓફલાઈન…

Read More

ગુજરાતના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તહસીલના જોટવડ ગામમાં એક કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેવા વાળા એક વ્યક્તિએ વરસંગભાઇ બારીયાએ જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા કહ્યું કે જયારે તેઓ ખેતરમાં કામ કરે છે તો બે ભૂત એમની પાસે જઈ એમને મારી નાખવાની ધમકી આપે છે. એટલું જ નહિ વારંવાર આ પ્રકરની ધમકી આપી માનસિક રીતે પરેશાન કરે છે. જિલ્લાના જાંબુઘોડા પોલીસે આ મામલે ફરિયાદના આધારે તાપસ કરતા જાણ્યું કે આરોપી વરસંગભાઇ બારીયા માનસિક રીતે બીમાર છે.જાંબુઘોડા પોલીસને જયારે આ રીતે ભૂત દ્વારા મારી નાખવા વાળી ફરિયાદ મળી તો તેઓ હેરાન થઇ ગયા, જો કે પોલીસ ખેતરમાં પણ ગઈ, પરંતુ કઈ થયું…

Read More

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. જોકે તેના ૧૫ દિવસ પહેલા ભગવાનને એકાંતમાં રાખવાની એક કથા પ્રચલિત છે. આ દિવસોમાં તેઓ બિમાર હોવાથી તેમને અલગ અલગ ભોગને બદલે પાતળી ખીચડી અને ઔષધિ આપવામાં આવે છે. રથયાત્રા પહેલાના પંદર દિવસ ભગવાન બિમાર હોવાની એક કથા એવી છે કે જેઠ માસની પૂનમના દિવસે ભગવાને ઠંડા પાણીથી સ્નાન કરાવાય છે અને તે દિવસે ખૂબ જ ગરમી હોવાને કારણે ભગવાનને તાવ આવે છે. જેથી તેમને એકાંતમાં રખાય છે અને કોરોનામાં દર્દીનું ધ્યાન રખાય છે તે રીતે ભગવાનના ભોજનને પણ સાત્વિક કરી દેવાય છે. તેમને મગની દાળની પતલી ખીચડી અને ઉકાળો અપાય…

Read More

કેટલાય સરકારી વિભાગોમાં ધોરણ 8 અને 10 પાસ, એન્જીનિયરીંગ અને એમબીએ પાસ વિદ્યાર્થીઓ માટે બમ્પર નોકરીઓ નિકળી છે. ઈચ્છુક ઉમેદવાર સંબંધિત સત્તાવાર વેબસાઈટ પર જઈને નોટિફિકેશ સારી રીતે વાંચીને નોકરી માટે અરજી કરી શકે છે. Kerala Cooperative Union Recruitment 2021 કેરલ રાજ્ય સહકારી સંઘમાં 8મું પાસ વિદ્યાર્થીઓ માટે વોચમેનના પદ પર ભરતી માટે નોટિફિકેશન નિકળ્યુ છે. આ પદ માટે ઉમેદવાર કેસીયુની સત્તાવાર વેબસાઈટ scu.kerala.gov.in પર જઈને અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 15 જૂલાઈ 2021 છે. SECL Recruitment 2021: સાઉથ ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિમિટેડે ડમ્પર ઓપરેટર સહિત અલગ અલગ પદો પર ભરતી માટે નોટિફિકેશન નિકાળ્યુ છે. આ પગ માટે…

Read More

કેન્દ્ર સરકારે પેન્શન સાથે જોડાયેલા 50 વર્ષ જૂના કાયદાને બદલી કાઢ્યો છે. વર્ષ 1972માં આવેલા કાયદો બાદ પેન્શનઘારકોની હત્યાના મામલા વધવા લાગ્યા હતા. ઘરમાં જ પેન્શન મામલે હત્યા કરી દેવામાં આવતી હતી. જીવનસાથી હોય, બાળકો પણ પેન્શનઘારકોને મારી નાખતા હતાં. આવા કેસમાં સરકારે પારિવારિક પેન્શનને ત્યાં સુધી અટકાવી રાખતા હતા, જ્યાં સુધી કોઈ કાયદાકીય નિર્ણય આવે નહીં. જો આરોપીને છોડી મુકવામાં આવે તો, બાકી રાશિની સાથે પારિવારીક પેન્શન ફરીથી શરૂ કરી શકાતી હતી. જો આરોપી દોષિત સાબિત થાય તો, બાકી રકમ સાથે પરિવારના આગામી પાત્ર સભ્યની પેન્શન ફરીથી શરૂ કરવામાં આવતી હતી. 16 જૂને, સરકારે આ નિયમ બદલ્યો છે. સરકારે…

Read More

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે રથ ખેંચનાર ખલાસીઓને રસી લેવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મંદિરના સેવક, ટ્રસ્ટી અને મહંત દિલીપદાસજીએ રસી લીધી છે. ભગવાનના નેત્રોત્સવ વિધિ માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ આ પ્રસંગે ફરી વાર ગુજરાત મુલાકાતે આવશે. તેઓ 12 જુલાઈએ એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે અને રથયાત્રાના દિવસે સહપરિવાર ભગવાન જગન્નાથના દર્શન કરશે. અમિત શાહ દર વર્ષે રથયાત્રાના દિવસે પરિવાર સાથે મંગળા આરતીમાં હાજર રહે છે. ત્યારે તેઓ આ વખતે પણ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શન…

Read More

ઉત્તરી ઈંગ્લેંડમાં પેટાચૂંટણીને લઈને લેબર અને કંઝરવેટિવ પાર્ટી હાલ આમને સામને આવી ગઈ છે. આ તમામની વચ્ચે વિપક્ષી પાર્ટી લેબર પાર્ટીની પ્રચાર સામગ્રીને લઈને ભારે વિવાદ ઊભો થયો છે. લેબર પાર્ટીએ પોતાના ફ્લાયરમાં ભારતના પ્રધાનમંત્રી મોદી અને બ્રિટિશ પીએમ બોરિસ જોન્સન સાથે હાથ મિલાવતી તસ્વીર લગાવી છે. જેના કેપ્શનમાં જે લખ્યુ છે, તેનાથી હોબાળો થઈ ગયો છે. જેમાં પીએમ મોદી સાથે દોસ્તી રાખનારી પાર્ટી એટલે કે સત્તાધારી સાંસદથી બચીને રહેવાની વાત કહેવામાં આવી છે. હકીકતમાં જોઈએ તો, બ્રિટેનના વેસ્ટ યોર્કશાયરમાં બાટલી ને સ્પેનમાં ગુરૂવારે પેટાચૂંટણી યોજાવાની છે. અહીંના સાંસદ રિચર્ડ હોલ્ડન છે. જે સત્તાધારી કંજરવેટિવ પાર્ટીના છે. વિપક્ષી લેબર પાર્ટીએ…

Read More

ગુજરાતમાં સામાન્ય વ્યક્તિને મોટો ઝટકો લાગે તેવા સમાચાર આવ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પિસાઈ રહેલી પ્રજા માટે આવતીકાલથી વધુ એક ભાવ વધારો ઝિંકાઈ રહ્યો છે. ગુજરાતમાં આવતીકાલથી અમૂલ શક્તિ, ગોલ્ડ અને તાજા દૂધના ભાવમાં એક રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. સવાર સવારમાં દૂધ લેવા જાઓ અને દુકાનદાર વધારે રૂપિયા માગે તો ચોંકતા નહીં. કોરોનામાં લોકોના ખિસ્સા ખાલી રહ્યા છે. હાલમાં મોંઘવારીના ઊંચા દર વચ્ચે કોમનમેનને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. ગૃહિણીઓના બજેટ ખોરવાઈ રહ્યાં છે ત્યારે વધુ એક વધારો પ્રજાની કમર તોડી નાખશે.સમગ્ર દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં અસહ્ય ભાવ વધારો થયો છે ત્યારે આ ભાવ વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં…

Read More

જે લોકો વધતા વજનથી પરેશાન છે, તેમના માટે આ ડિવાઇસ તમારા દાંતો પર તાળુ લગાવી દેશે. DentalSlim Diet Control નામની આ ડિવાઇસને ન્યૂઝીલેન્ડની ઓટાગો યુનિવર્સિટીએ તૈયાર કરી છે. ડિવાઇસને તમારા આગળના દાંતોમાં ફિક્સ કરવામાં આવે છે. તેને લગાવતા જ માનવી સોલીડ ફૂડ નથી ખાઇ શકતો અને વધુમાં વધુ લિક્વિડનું સેવન કરવા લાગે છે તથા વજન આપમેળે જ ઘટવા લાગે છે. ડિવાઇસને મેદસ્વીતાનો શિકાર બનેલા વ્યક્તિની પાછળની તરફ ઉપર અને નીચેના દાંતમાં લગાવવામાં આવે છે. આ એક મેગિનેટિક કોન્ટ્રેપ્શન છે, જેને બોલ્ટ દ્વારા દાંતોમાં ફિટ કરવામાં આવે છે. આ કારણે વ્યક્તિ પોતાનું માઢુ 2 મિલીમીટરથી વધુ ખોલી શકતો નથી. તેને બનાવનારે…

Read More

પં.બંગાળની બિરભૂમિ જિલ્લાના નાલહટ પોલીસ સ્ટેશનનાં સબ ઇન્સપેક્ટર ચંદ્રશેખર ઘોય અને તેમની ટીમે સુરત એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેક્ટર રાજેન્દ્ર સુવેરાનો સંપર્ક કર્યો હતો. પીકપરા ગામના ખેડૂત અગ્રણી અને આર્થિક રીતે સધ્ધર ગણાતાં આગેવાનની યુવાન પુત્રીનું ગત ૨૩મી મેં અપહરણ થયું હતું. યુવતીને કોણ લઇ ગયું છે.તેની થઇ રહેલી તપાસ વચ્ચે છેલ્લાં કેટલાંક વખતથી એક મોબાઇલ નંબર ઉપરથી યુવતીની માતા અને પિતાને ફોન થઇ રહ્યો હતો. ફોન કરનાર યુવતીને પરત આપવા માટે છ લાખની માગણી કરી રહ્યો હતો. આ ફોન સુરતના સચીન વિસ્તારમાંથી થઇ રહ્યો હતો.મામલો અત્યંત સંવેદનશીલ હોઇ એસ. ઓ.જી.ની ટીમે સચીન વિસ્તારમાં ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને એ.એસ. આઇ.…

Read More