ધીરનાર તેમની લોન રિકવર કરવા માટે રિકવરી એજન્ટોની સેવાઓ લઈ શકે છે, પરંતુ તેઓ તેમની હદ પાર કરી શકશે નહીં. આવા થર્ડ પાર્ટી એજન્ટો ગ્રાહકને મળી શકે છે. જો કે, તેમને ગ્રાહકોને ધમકાવવા અથવા દબાણ કરવાનો અધિકાર નથી. તેઓ સવારે 7 થી સાંજના 7 દરમિયાન ગ્રાહકના ઘરે જઈ શકે છે. લોન ડિફોલ્ટ એ સિવિલ બાબત છે, ફોજદારી કેસ નથી, પરંતુ જો કેસના તથ્યો બતાવે છે કે તમે કોઈ ફ્રોડ પેપર્સ દ્વારા લોન લીધી છે, તો બેંક એફઆઈઆર નોંધાવી શકે છે. અથવા તમે વિલફુલ ડિફોલ્ટર છો. એટલે કે, જો તમે ઇરાદાપૂર્વક બેંકને પૈસા આપવા માંગતા નથી, તો પણ છેતરપિંડીનો હેતુ હોઈ…
કવિ: Dharmistha Nayka
વિદેશ મામલાઓના મંત્રી જયશંકરે ગુરુવારે એ તમામ સરકારી કર્મચારીઓની તારીફ કરી જેમણે દેશભરના નાગરિકોના પાસપોર્ટ જારી કરવાનું કામ કર્યું છે. ‘પાસપોર્ટ સેવા ડિવ’ના અવસર પર કેન્દ્રીય મંત્રી જયશંકરે ખાસ પાસપોર્ટ સર્વિસને લઇ હાઈ સ્ટાન્ડર્ડ બનાવી રાખવાનો પણ ઉલ્લેખ કર્યો. આ દરમિયાન તેમણે વિદેશ મંત્રાલય અને પાસપોર્ટ જારી કરવાની પ્રક્રીયા સાથે જોડાયેલ એજન્સીઓને કોવિડ-19 મહામારીની બીજી લહેરમાં પણ સારા કામ માટે તારીફ કરી.તેમણે કહ્યું, ‘મહામારી છતાં, અમે ઓછામાં ઓછા સમયમાં પાસપોર્ટ જારી કરી રહ્યા છે અને ઉમ્મીદ છે કે જલ્દીથી મહામારી પહેલાની સ્થિતિ થઇ જશે.’ જયશંકરે કહ્યું કે મંત્રાલયે પાસપોર્ટ સર્વિસ પ્રોગ્રામ માટે વિદેશમાં સ્થિર 174 એમ્બેસી અને કોન્સુલેટસને ઇન્ટિગ્રેટ કર્યા…
રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં એક પરણિતાને ફિનાઈલ પી લેતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. જે બાબતની જાણ પોલીસને થતા પોલીસે પરિણીતાના નિવેદનના આધારે તેના પતિ સાસુ તેમજ નણંદ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં જાનવી નામની પરણિતાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી છે. પરિણીતાએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું છે કે 17 વર્ષની ઉંમરે તેના પ્રથમ લગ્ન આંબેડકર નગર વિસ્તારમાં રહેતા શ્યામ નામના વ્યક્તિ સાથે થયા હતા. પરંતુ તે બીજી યુવતીને લઈ ભાગી જતાં તેની સાથે છુટાછેડા લઇ લીધા હતા ત્યારબાદ મેં બીજા લગ્ન ઉપલેટા નામ માંડાસણ ગામે રહેતા કાનજી સાથે કર્યા હતા પરંતુ કાનજી દારૂ પીને મારકૂટ…
સાયણમાં 15 વર્ષની અને ધોરણ 10માં ભણતી સોનાલી કવિરાજ પ્રધાન માસ પ્રમોશન બાદ સાયણમાં રહેતા મામાને ત્યાં આવી હતી. સાયણાનાં વાઈટમુન રેસિડન્સીમાં મામાને ત્યાં આવેલી સોનાલીના પિતા સુરતમાં લૂમ્સના કારખાનામાં નોકરી કરે છે. સોનાલી તેની માતા અને ભાઈ સાથે વતનમાં ઓરિસ્સા રહે છે. માસ પ્રમોશન બાદ તે સુરત ફરવા આવી હતી. જ્યાં સોનાલી મામીના ફોનથી મિત્ર સાથે ચેટીંગ કરતી હતી.આ અંગેની જાણ મામીને થઇ ગઇ હતી. જેથી તેણે આ વાત પિતાને કરીશ એવુ કહ્યું હતું. જેથી ડરી ગયેલી સોનાલીએ ઝેરી દવા પી લીધી હતી. જોકે, તેને તરત જ સારવાર માટે હૉસ્પિટલમાં લઇ જવામાં આવી હતી પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત…
રિપોર્ટ પ્રમાણે 20 જૂને લગ્નના દિવસે આ ઘટના બની. દુલ્હે રાજાની એન્ટ્રી થઈ અને તમામની નજર તેના ચશ્માં પર જ હતી. તે એક સેકન્ડ માટે પણ તેનાં ચશ્માં કાઢી રહ્યો નહોતો. ચશ્માં પહેરેલી સ્થિતિમાં પણ જણાવી આવતું હતું કે શિવમ નામના દુલ્દાના આંખની દૃષ્ટિ નબળી છે.લગ્ન મંડપમાં હાજર રહેલાં તમામ લોકો શિવમની દૃષ્ટિ વિશે વાતો કરવા લાગ્યા. અર્ચનાના પિતાએ તેને ચશ્માં વગર હિન્દી ન્યૂઝ પેપર વાંચવા માટે કહ્યું. આ પરીક્ષામાં દુલ્હો પાસ થઈ શક્યો નહિ. ચશ્માં વગર શિવમ ન્યૂઝ પેપર વાંચી ન શકતા અર્ચનાએ લગ્ન કરવાની ઘસીને ના પાડી દીધી.આટલું જ નહિ આ મામલો પોલીસ સ્ટેશન પણ પહોંચ્યો. અર્ચનાની ફેમિલીએ…
આધાર કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ છે જેના વગર આજે કોઈપણ મહત્ત્વપૂર્ણ કામ થઈ શકતું નથી. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ની તરફથી કરવામાં આવેલા ફેરફાર બાદ તમે 18 નંબર ખરીદી શકો છો. TRAIના જણાવ્યા અનુસાર, ઘણા લોકોને બિઝનેસ માટે વધુને વધુ સિમની જરૂર હોય છે તેથી આ લિમિટને વધારવામાં આવી છે. આધારકાર્ડ કેટલા નંબર સાથે લિંક છે તે જાણવા માટે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડની સાથે લિંક હોવો જોઈએ. આ રીતે જાણો આધાર કાર્ડની સાથે કેટલા નંબર રજિસ્ટર્ડ છે- સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જવું. હોમ પેજ પર Get Aadhaar પર ક્લિક કરો. હવે Download Aadhaar પર ક્લિક કરો.…
ગુજરાતમાં કોરોના વચ્ચે કાળાબજારીઓ તો પકડયા, બીજી તરફ બોગસ તબીબો પણ ઝડપાયા છે. રાજ્યમાં કુલ 221 બોગસ તબીબો ઝડપાયાં છે. છેલ્લાં 3 માસમાં ગૃહ વિભાગે કાર્યવાહી કરીને રાજ્યના 33 જીલ્લામાંથી બોગસ તબીબો સામે કુલ 210 ગુના દાખલ કર્યા છે. અત્યાર સુધીમાં 9 ચાર્જશીટ થઈ છે..જ્યારે 185 ચાર્જશીટ કરવાની કાર્યવાહી ચાલુ છે.. સૌથી વધુ ભરૂચ અને બનાસકાંઠા જીલ્લામાંથી બોગસ તબીબો ઝડપાયાં છે.જ્યારે બીજી તરફ રાજ્યમાં બોગસ તબીબો ઝડપાવાના કિસ્સામાં બનાસકાંઠા જિલ્લો બીજા નંબરે, ભરૂચમાંથી અત્યાર સુધી 28 જ્યારે બનાસકાંઠામાં 27 ગુના દાખલ કરાયા છે.. ભરૂચ ખાતે 28 આરોપી જ્યારે બનાસકાંઠામાં 26 આરોપીની ધરપકડ કરાઇ છે. ત્યારે હવે ચોંકવાનરા સવાલ એ થાય છે…
દુનિયાના સૌથી સનકી શાસક ગણાતા કિમ જોંગનું મગજ ક્યારે પિત્તો ગુમાવશે તે કોઈ કહી શકતું નથી. હવે એવા અહેવાલો આવ્યા છે કે, મોબાઈલ વાપરવા બદલ કિમ જોંગે 10 નાગરિકોને મોતની સજા આપી છે. આ નાગરિકોએ ચીનના મોબાઈલ નેટવર્ક થકી બહારની દુનિયા સાથે સંપર્ક કરવાની કોશિશ કરી હતી.ઉત્તર કોરિયામાં ચીનના મોબાઈલ નેટવર્કના ઉપયોગ પર પણ પ્રતિબંધ છે અને આ પ્રતિબંધનો ભંગ કરવા બદલ આ દસ નાગરિકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. એવું મનાય છે કે, નોર્થ કોરિયાની સત્તાધારી પાર્ટીએ 150 લોકોને પકડયા હતા. માર્ચ મહિનાથી નોર્થ કોરિયાની સિક્રેટ પોલીસ તેમના પર નજર રાખી રહી હતી. એ પછી દેશભરમાં દરોડા પાડવામાં આવી…
મુંબઈમાં એક દર્દી સાથે એવી ઘટના થઈ કે પરિવારના સભ્યો પણ ચોંકી ઉઠ્યા. મુંબઈની એક હોસ્પિટલમાં ઉંદરો એક દર્દીની આંખ કાતરી ગયા હોવાની ઘટના સામે આવ્યા બાદ ખળભળાટ વ્યાપી ગયો છે. યેલપ્પા નામના 24 વર્ષના દર્દીએ આરોપ મુક્યો હતો કે, મારી આંખ નજીકના હિસ્સાને ઉંદરો કાતરી ગયા હતા અને તેનાથી આંખને નુકસાન પહોંચ્ય છે. મંગળવારે ઘાટકોપર વિસ્તારમાં આવેલી બીએમસીની રાજાવાડી હોસ્પિટલમાં આ ઘટના બની હતી. હોસ્પિટલના તંત્રનુ કહેવુ છે કે, દર્દીની આંખને કોઈ નુકસાન થયુ નથી. માત્ર આંખની ઉપરના હિસ્સામાં ઈજા થઈ છે.યેલપ્પાની બહેનના કહેવા પ્રમાણે હાલમાં જ મારા ભાઈની આંખની સર્જરી કરવામાં આવી હતી. હું તેમને મળવા માટે ગઈ…
સમગ્ર વિશ્વમાં કેર વર્તાવી રહેલો કોરોના વાઇરસની ત્રીજી લહેર ભારતમાં દસ્તક આપવાની આશંકા છે. પરંતુ આ વચ્ચે વૈજ્ઞાનિકોએ ચોંકાવનારો દાવો કરીને લોકોને ચેતવણી આપી છે કે કોરોના જેવા સેંકડો વાઇરસ ઝાડના પરાગરજ દ્વારા પણ ફેલાય છે. ગીચ વિસ્તારોમાં આ ભય વધુ છે.સાયપ્રસની નિકોસિયા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં આ ચોંકાવનારી માહિતી સામે આવી છે. સંશોધનકારોએ કમ્પ્યુટર પર એક વિલો ટ્રીનું મોડેલિંગ બનાવ્યું હતું જે મોટા પ્રમાણમાં પરાગરજ છોડે છે અને બતાવવામાં આવ્યું કે તેના કણો કેવી રીતે ફેલાય છે. જો કે, રાહતની વાત એ છે કે આ પરાગરજ ઝડપથી ભીડથી દૂર જતા રહે છે.સંશોધનને આધારે સંશોધનકારોએ જણાવ્યું હતું કે 6…