રાજ્યમાં દારૂબંધી અંગે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જો કે એડવોકેટ જનરલે રાજ્યમાં દારૂબંધીને પડકારતી અરજી અયોગ્ય ગણાવી હતી. ગુજરાતમાં દારૂ પર રોક હોવાથી રાજ્યમાં દારૂ પીને આવતા લોકો સામે કાર્યવાહી થાય છે. અરજદારે રજૂઆત કરી હતી કે દારૂની છૂટ હોય તેવા રાજ્યમાંથી દારૂ પીને આવતા લોકો સામે કાર્યવાહી ન થવી જોઈએ. અરજદારે રજૂઆત કરી હતી કે ઘરમાં વ્યક્તિ શું ખાશે અને શું પીશે તે સરકાર નક્કી ન કરી શકે. જો કે એડવોકેટ જનરલે અરજદારની રજૂઆતો અયોગ્ય ગણાવી હતી.પ્રાઇવસીના અધિકાર હેઠળ ગુજરાતમાં ઘરમાં બેસી દારૂ પીવાની છૂટ મળવી જોઇએ તેવી માંગણી કરતી પિટિશનોની ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ સુનાવણી…
કવિ: Dharmistha Nayka
અમેરિકાના જ્યોર્જિયાના રહેવાસી જસ્ટીન કોબિલ્કા એક સ્નેક બ્રીડર છે. તેમણે અનોખા સ્માઇલી ફેસ ઇમોજીવાળા અજગરની બ્રીડિંગ કરાવી છે. 19 વર્ષથી સાપનો ઉછેર કરનારા જસ્ટીન કોબિલ્કાએ જણાવ્યું કે તે ચળકતા પીળા અને સફેદ રંગના કોમ્બિનેશના બોલ પાઇથનની બ્રીડિંગ કરવાની કોશિષ કરી રહ્યો હતો. પરંતુ તેણે ભૂલથી ત્રણ યેલો સ્માઇલી ફેસ ઇમોજીવાળા સાપની હૈચિંગ કરી. તેણે તેના ખાસ ઇમોજી બોલ પાયથન 6,000 ડોલર (4.37 લાખ રૂપિયા)માં વેચ્યો છે. જસ્ટીન કોબિલ્કાએ સાપો પર પ્રયોગ કરવામાં કોઈ અછત નથી રાખી. તેણે સ્નેક બ્રીડિંગમાં કલાકારી કરતા તેના પર ટાઇગર પ્રિન્ટ પણ કરાવ્યો.કોઈ સાપ પર પોલ્કા ડોટ્સ બનેલા છે, તો કોઇનું રંગ સોનેરી છે. જસ્ટીન કોબિલ્કાએ…
સુરતમાં ગાંજાના વેપાર માટે કુખ્યાત ઉત્કલ નગરમાં રહેતા બે ઉડીયા યુવાનો પોતાના મોપેડ પર ગાંજાનો જથ્થો લઇને શાકભાજીની જેમાં વેચાણ કરવા માટે નીકળતા હતા. પોલીસેને આ બાબતે જાણકારી મળતા બંને યુવાનોની 21 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આ જથ્થો પુરો પાડનાર વરાછાના કાલુ બિહારીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.સુરતના કતારગામ અને વરાછા પોલીસની હદમાં આવેલા ઉત્કલ નગર અને અશોક નગર ગાંજાના વેચાણ માટે બદનામ છે. અહીંયા રહેતા ઉડીયાવાસી યુવાનો ગાંજાનો મોટા પ્રમાણ માં વેપાર કરે છે. રેલવે પાટાના બંને બાજુ આ ઈસમો જાણે કે શાકભાજી વેચતા હોય તે રીતે પાથરણા લગાવીને ગાંજાનું વેચાણ કરતા હોય છે. ઓડિશાથી રેલવે…
સુરતમાં અકસ્માતની એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક કિશોર મોતને ભેટ્યો હતો. પરંતુ આ અકસ્માત કોઈ કાર કે અન્ય બાઈક સાથે નહિ પરંતુ પોલીસની વાન સાથે સર્જાયો હતો. મુળ ઉત્તરપ્રદેશ, જેનપુરનો વતની અંકિત રામઆશરે પટેલ અઠવાડિયા અગાઉ રોજીરોટીની શોધમાં સુરત પાંડેસરામાં કાકા-કાકીના ઘરે રહેતો હતો.રવિવારે અંકિત બાઈક લઈને નીકળ્યો હતો, ત્યારે વેસુ ચાર રસ્તા નજીક તેને અકસ્માત નડ્યો હતો. અંકિત ઉમરા પોલીસની વાન સાથે ભટકાતા તેનું મોત નીપજ્યું હતું. ઉમરા પોલીસ મથકના પીઆઈ કે.. બી. ઝાલાના જણાવ્યાં મુજબ અંકિત બાઈક પર આવી રહ્યો હતો ત્યારે વેસુ ચાર રસ્તા નજીક પોલીસની વાન સાથે ભટકાયો હતો. તેને પોલીસે સારવાર…
વર્ષ 2020માં ભાજપના પૂર્વ સાંસદ સભ્ય અને હાલના સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે પીએમ મોદીને પત્ર લખીને સુમુલ ડેરીમાં કરોડોના ભ્રષ્ટાચારનો આરોપ મૂકી તપાસની માગણી કરી હતી. માનસિંહ પટેલે લખેલા પત્રમાં સુમુલ ડેરીમાં કેટલાક વહીવટકર્તાઓ અને અધિકારીઓના મેળા-પીપળામાં એક હજાર કરોડથી વધુનો ગેરવહીવટનો પણ આક્ષેપ કરાયો હતો. જોકે, સુમુલના ચેરમેન બનતા જ માનસિંહ પટેલ દ્વારા આ મામલે ચૂપકીદી સેવી લેવામાં આવી છે. જેને લઇને ખેડૂત આગેવાન દર્શન નાયક દ્વારા ભારતના રાષ્ટ્રપતિ, પીએમ મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં પત્ર લખી માનસિંહ પટેલ તરફથી કરાયેલા આક્ષેપોની તપાસ કરવા માંગણી કરવામાં આવી છે. સુમુલ ડેરીની ચૂંટણી અગાઉ માનસિંહ પટેલ અને રાજુ પાઠક વચ્ચે…
યોગ માનસિક સ્વાસ્થ્ય સાથે શારીરિક સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે. આર્થ્રાઈટિસ અને ગ્લુકોમા જેવી બીમારીમાં પણ યોગ અસરદાર છે. AIIMSના એક્સપર્ટે તાજેતરના રિસર્ચમાં તેની પુષ્ટિ કરી છે. એક્સપર્ટનું કહેવું છે કે, રિસર્ચમાં એ વાત સાબિત થઈ ગઈ છે કે મેડિટેશન ગ્લુકોમા અને રુમેટોઈડ આર્થ્રાઈટિસની સારવાર એક એડિશનલ થેરપીની જેમ કામ કરે છે. AIIMSથી જોડાયેલા રાજેન્દ્ર પ્રસાદ સેન્ટર ઓફ ઓપ્થેલેમિક સાયન્સિસના એક્સપર્ટ તનુજ દાદા અને કાર્તિકેય મહાલિંગમનું કહેવું છે કે, ગ્લુકોમાના દર્દીઓમાં મેડિટેશન મસ્તિષ્કમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને આંખોને નુક્સાન પહોંચાડનારા ઈન્ટ્રાકુલર પ્રેશરને ઘટાડે છે. તે સોજા ઘટાડે છે અને ઓક્સીડેટિવ સ્ટ્રેસ ઓછો કરે છે. એક્સપર્ટ કહે છે કે, તાજેતરનાં…
24 જૂને જેઠ મહિનાની પૂનમ છે. સનાતન ધર્મને માનતાં લોકો માટે સ્કંદ અને ભવિષ્ય પુરાણ પ્રમાણે આ પર્વ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પર્વ છે. આ પર્વ ઉપર તીર્થ સ્નાન, દાન અને વ્રત કરવાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. જેના પ્રભાવથી મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે. દરેક પ્રકારના પાપ અને દોષ દૂર થઇ જાય છે. સાથે જ, પુણ્ય ફળ મળે છે. આ પૂર્ણિમાએ ભગવાન શિવ-પાર્વતી, વિષ્ણુજી અને વટ વૃક્ષની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. એટલે જ, જેઠ મહિનાની પૂર્ણિમાને ધર્મગ્રંથોમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે સ્નાન, ધ્યાન અને પુણ્ય કર્મ કરવાનું વિશેષ મહત્ત્વ છે. સાથે જ, આ દિવસ તે…
પોરબંદરના કડીયાપ્લોટ શેરી નં. 8માં રહેતા અને ડ્રાઇવીંગનો ધંધો કરતા પ્રશાંત નામના યુવાને ફરિયાદ નોંધાવી છે. જેમાં તેના પિતા રાજુભાઇ ઉર્ફે રાજુ ભાવનગરી સામત બાપોદરા રવિવારે બપોરે સાડા ત્રણેક વાગ્યે પોતાનું સ્કુટર લઇને સત્યનારાયણ મંદિર પાસે હેર સલુને વાળ કપાવવા માટે ગયો હતો અને ત્યાં કડીયાપ્લોટ મફતીયાપરામાં રહેતો મનીશ પરમાર સેવીંગ કરાવતો હતો. પ્રશાંત સિગરેટ સળગાવીને પીતો હતો ત્યારે દાઢી કરાવવા બેસેલ મનીશ પરમાર પ્રશાંતને ગાળો બોલવા લાગ્યો હતો અને ઠપકો આપીને બહાર જઇ સિગરેટ પીવાનું કહ્યૂં હતું. આથી ગાળાગાળી અને બોલાચાલી થતાં પ્રશાંત વાળ કપાવ્યા વગર ઘરે જતો રહ્યો હતો. ઘરે ગયા પછી પોતાના પિતા રાજુભાઇ ભાવનગરીને વાળંદની દુકાને…
સતના જિલ્લાના ખૂંથી સ્કૂલમાંથી સામે આવ્યો છે. જ્યાં તંત્ર દ્વારા આ શાળામાં રસીકરણ માટેનું કેન્દ્ર બનાવવામાં આવ્યુ છે. અહીં સોમવારે સવારે લગભગ 9.30 કલાકે સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ અને શાળાના કર્મચારીગણ અને અધિકારીઓ સાથે ભાજપના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. જ્યાં કાર્યક્રમની શરૂઆત પહેલા મહાત્મા ગાંધીની તસ્વીરની સાથે વડાપ્રધાન મોદીની તસ્વીર પણ લગાવી હતી. આ દરમિયાન શિક્ષક, આચાર્ય, અને સ્વાસ્થ્ય અધિકારીઓ પણ ત્યાં હાજર હતાં.ઉતાવળીયા નેતાઓ મહાત્મા ગાંધીની તસ્વીરની સાથે સાથે વડાપ્રધાન મોદીની તસ્વીર પર પણ હાર ચડાવી દીધો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર તેમને પણ આ ફોટાઓ મોટા ઉપાડે શેર કર્યા હતા. જો કે, હવે આ આખી ટીમ સોશિયલ મીડિયા પર…
તમે અવારનવાર સામાન્ય ચા (Tea), એટલે કે દૂધની ચા પીતા હશો. સાથે જ તમે લેમન ટી, ગ્રીન ટી અને બ્લેક ટીનું પણ સેવન કર્યું હશે. પરંતુ શું તમે ક્યારેય સફેદ ચાનો (White Tea) સ્વાદ ચાખ્યો છે? શું તમે જાણો છો કે તે શેનાથી બને છે અને તેના પીવાના સ્વાસ્થ્ય લાભો શું છે? જો તમને ખબર નથી, તો આજે અમે તમને તેના વિશે જણાવીશું. કેમેલીયા(Camellia) છોડના પાંદડામાંથી બનાવવામાં આવે છે. તે છોડના સફેદ પાંદડામાંથી તૈયાર કરવામાં આવે છે. જે નવા પાંદડા અને તેની આસપાસના સફેદ તંતુઓથી રચાય છે. આ ચા હળવા ભુરા અથવા સફેદ રંગની હોય છે, જેના કારણે તેને સફેદ…