સિદ્ધપુરમાં ધોળા દિવસ હાઇવે પર આંગડીયા પેઢીનો કર્મચારી છરીની અણીએ લૂંટાયો હોવાની ઘટનાથી જિલ્લા પોલીસ વડા સહિત ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થાનિક આંગડીયા પેઢીનો કર્મચારી દેથળી ચારરસ્તા પાસે સોનાના દાગીના અને હીરાનું પાર્સલ લઇ પેઢી તરફ જઇ રહ્યો હતો તે દરમ્યાન કારમાં આવેલા ચારેક લૂંટારું એ છરી બતાવી તેને લૂંટ ચલાવી હતી . જે બાદમાં કારમાં બેસી લૂંટારું ઇસમો નાસી છુટ્યાં કર્મચારીએ તેના શેઠને જાણ કરી તપાસ કરતાં કુલ 6.84 લાખનો મુદ્દામાલ ભરેલ બેગ લૂંટાઇ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે કર્મચારીએ અજાણ્યા લૂંટારું ઇસમો વિરૂધ્ધ સિદ્ધપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.પાટણ જીલ્લાના સિદ્ધપુરમાં આંગડીયા પેઢીના કર્મચારી લૂંટાયો હોવાની…
કવિ: Dharmistha Nayka
કોરોના કાળમાં બાળકોના જીવન ઉપર પણ ઘણી અસર થઇ છે. બાળકો બહાર રમવા જવાની જગ્યાએ કોમ્પ્યુટર કે મોબાઈલ ઉપર સમય વિતાવે છે. હવે તો શાળાનું શિક્ષણ પણ મોબાઈલ કે કોમ્પ્યુટર ઉપર થવા લાગ્યું છે. પરિણામે બાળકોને લાંબો સમય સ્ક્રીન સામે બેસી રહેવું પડે છે. જેનાથી તેમની આંખોને નુકસાન પહોંચશે તેવો ડર રહે છે. આ બાબતે તજજ્ઞોનું કહેવું છે કે, જો તમે બાળકોની આંખોને સુરક્ષિત રાખવા માટે કેટલીક બાબતોની કાળજી રાખશો તો તેમની દ્રષ્ટિ નબળી પડશે નહીં. તો ચાલો બાળકોની આંખોની કાળજી રાખવા કઈ બાબત ઉપર ધ્યાન રાખવું તેની માહિતી મેળવીએ.આંખમાં કોઈ સમસ્યા થાય ત્યારે જ ડોક્ટર પાસે જવું તેવુ જરૂરી…
ભાવનગરના વેપારી સાથે પેટ્રોલપંપમાં ભાગીદારી કરવાના બહાને છેતરપિંડી કરવામાં આવી છે. ફરિયાદી સુરેશભાઈ ચૌહાણ ભાવનગરમા ઓઈલ અને ડીઝલના ટ્રડિંગનુ કામ કરે છે. તેમના મિત્ર દ્વારા તેમનો પરિચય પોલીસ ઈન્સપેકટર દિગ્વિજયસિંહ ઝાલા અને તેના પુત્ર પ્રતિકરાજ ઝાલા સાથે થયો હતો.બાદમાં અન્ય એક વેપારી ઉત્તમ શેઠ સાથે મિત્રતા બંધાઈ હતી. પોલીસ પુત્રએ વેરાવળમાં પેટ્રોલપંપ ચાલુ કરવા માટે ફરિયાદીને રોકાણ કરવા અને ભાગીદાર બનાવવા માટે રૂપિયા 30 લાખ મેળવ્યા હતા. જે પરત ન આપી તેમની સાથે છેતરપિંડી કરી હતી. ઉપરાંત ફરિયાદીને આરોપી પ્રતિકરાજે બંધ થઈ ગયેલા બેંક અકાઉન્ટનો ચેક આપ્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ ઈન્સપેક્ટર…
હૃદયને સ્વસ્થ રાખવા માટે સારી કાર્ડિયોવૅસ્ક્યુલર કસરતની સાથે સ્વસ્થ આહારનું સેવન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાર્ટને સ્વસ્થ રાખવા માટે એન્ટી ઓક્સિડેન્ટ્સ અને પૌષ્ટિક હોય તેવા ખોરાક અને હેલ્ધી ડ્રિંક્સનું સેવન કરવું જોઈએ. ચાલો અમે તમને આવા જ કેટલાક સ્પેશિયલ ડ્રિંક્સ વિશે જણાવીશું, જે તમારા હૃદયને સ્વસ્થ રાખે છે. બ્રોકોલી અને સ્પિનચ જ્યુસ બ્રોકોલી અને પાલક બંને સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે. તેમાં કેરોટિનોઇડ્સ નામનું તત્વો હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે. ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે. આ બંને વસ્તુઓમાંથી બનાવેલ પીણું પીવાથી શરીરને ડિટોક્સિફાય કરવામાં પણ મદદ મળે છે. શરીરમાં કોલેસ્ટરોલનું સ્તર નિયંત્રણમાં હોવાથી, હૃદય સ્વસ્થ રહે…
વલસાડ જિલ્લાના મૂળી ગામમાં એક કળિયુગી કપૂત પોતાના 95 વર્ષીય વૃદ્ધ પિતાને માર મારતો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કળિયુગી પુત્રએ સાવરણા અને પાઇપથી સગા પિતાને માર માર્યો હતો. ઘટનાને લઈને નરાધમ પુત્ર સામે લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે. બનાવની વિગતે વાત કરીએ તો વલસાડ જિલ્લાના છેવાડે આવેલા મુળી ગામના મહેતા ફળિયામાં રહેતા 95 વર્ષીય ભીખાભાઈ હળપતિ પોતાના મોટા પુત્ર રમણ હળપતિ સાથે રહે છે. જોકે, રમણ હળપતિ અવારનવાર પોતાના વૃદ્ધ પિતા પર શારીરિક ત્રાસ ગુજારતો હતો અને પિતાને માર મારતો હતો. અવારનવાર પુત્રના હાથનો માર સહન ન ન થતાં તેઓ પોતાના નાના પુત્રના ઘરે…
IGMSના મેડિકલ સુપરિડેન્ટન્ટ ડોક્ટર મનીષ મંડલે જણાવ્યું કે બ્રેન સર્જરીની આ રીત ખૂબ જ સફળ રહી. તેમાં દર્દીઓની ઝડપથી રિકવરી થઈ છે. આ પહેલા IGIMSમાં બ્રેનની ઘણી ઓપન સર્જરી કરવામાં આવી છે. IGIMSના ENT વિભાગના HOD ડો.રોકેશ સિંહ જણાવે છે કે નાકના રસ્તેથી બ્રેનની સર્જરી કરીને ફંગસને કાઢવી જટિલ છે. બ્રેનના ફંટલ લોબમાં ફેલાયેલી ફંગસને નાકના રસ્તેથી સર્જરી કરીને કાઢવામાં આવી છે. એક દર્દીમાં લગભગ 3 કલાકનો સમય લાગે છે. તે નાકના રસ્તેથી બ્રેનના તે હિસ્સામાં જાય છે, જ્યાં ફંગસ જાળ બનાવે છે. જે ત્રણ દર્દીઓની સર્જરી આ સમયમાં કરવામાં આવી છે, તેની અંદર સંક્રમણનો ફેલાવો વધુ થયો હતો. IGIMSમાં…
લગ્નજીવનમાં અને એ પણ જીવનસંધ્યાએ જીવનસાથી સાથેનો સંબંધ સૌથી વધુ મજબૂત આધાર ગણાય છે, પરંતુ ઢળતી ઉંમરે જીવનસાથીને છોડી જવાની ઘટના બનતાં હાઇકોર્ટમાં હેબિઅસ કોર્પસ કરવામાં આવી છે. પતિની નોકરી દરમિયાન વર્ષોથી શરૂ થયેલા પત્નીના લગ્નેતર સંબંધોની જાણ પતિને નિવૃત્તિ બાદ થઈ છતાં પત્ની સાથે પ્રેમથી રહેતા 82 વર્ષીય અમિષ શાહ (નામ બદલ્યું છે)ને મૂકીને તેમનાં પત્ની કૈરવીબેન શાહ તેમની જ સોસાયટીમાં રહેતા પુરુષમિત્રને ઘરે રહેવા જતાં રહ્યાં હતાં. તેમના પુત્રવધૂ અને અમિષભાઇએ વારંવાર સમજાવવા છતાં તેઓ પાછાં ન આવતાં હેબિઅસ કોર્પસ કરાઈ હતી. શરૂઆતમાં પુત્ર અને પુત્રવધૂ જમવાનું આપવા જતાં હતાં, પરંતુ કૈરવીબેને જાતે જમવાનું આપવા જઇ 2-3 કલાક…
20 જૂને ગંગા દશેરા છે. આ દિવસે માતા ગંગા સ્વર્ગથી પૃથ્વી ઉપર આવ્યાં હતાં. સનાતન ધર્મમાં ગંગાને મોક્ષ દાયિની કહેવામાં આવે છે. આજે પણ મૃત્યુ બાદ મનુષ્યની અસ્થિઓને ગંગામાં પ્રવાહિત કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. અસ્થિ વિસર્જન માટે હિંદુ સમાજમાં સૌથી વધારે મહત્ત્વ ગંગા નદીનું જ માનવામાં આવે છે. હરિદ્વારમાં ‘હર કી પૌડી’માં કપાલક્રિયા અને અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. તેની પાછળનું કારણ છે ગંગાનો ઇતિહાસ છે. ગરૂડ પુરાણ સહિત અનેક ગ્રંથમાં ગંગાને દેવી નદી અથવા સ્વર્ગની નદી કહેવામાં આવી છે. ગંગા સ્વર્ગમાંથી આવતી નદી છે, જેને ભગીરથ પોતાની તપસ્યાથી પૃથ્વી ઉપર લઇને આવ્યાં હતાં. એવું માનવામાં આવે છે કે,…
આઈસીએમઆરના તાજેતરના એક અભ્યાસ અનુસાર, કોરોના વાઈરસની બીજી લહેર સગર્ભાઓ પર વધુ ખતરનાક સાબિત થઈ. ગંભીર લક્ષણ ધરાવતા કેસ અને મૃત્ય દરમાં પણ પ્રથમ લહેરની સરખામણીએ આ લહેરમાં વધુ જોવા મળી હતી. આ અભ્યાસમાં ગર્ભવતી અને બાળકોને જન્મ આપી ચૂકેલી મહિલાઓની પ્રથમ અને બીજી લહેરની સરખાણી કરવામાં આવી. આ અભ્યાસ પ્રમાણે બીજી લહેરમાં કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા કેસ આ વખતે વધુ ઝડપી રહ્યા હતા.આમાં કુલ 1530 મહિલાઓ પર અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં 1143 પર પ્રથમ અને 387 બીજી લહેરમાં સામેલ હતી. દેશમાં સ્તનપાન કરાવતી મહિલાઓને રસી લેવાની સલાહ આપવામાં આવી છે. આમછતાં હજી સરકાર તરફથી કોઈ ગાઈડલાઈન ઈશ્યૂ…
કૃષિ અપાર સંભવિત ક્ષેત્ર છે. જો તમે સખત અને મહેનતથી કામ કરો છો, તો પછી તમે સારામાં સારા રૂપિયા કમાઈ શકો છો. એટલું જ નહીં, તેઓ અન્ય લોકોને રોજગાર પણ પૂરા પાડી શકે છે. બદલાતા સમયમાં ખેડુતો કૃષિ ક્ષેત્રે ઘણા પ્રયોગો કરી રહ્યા છે, જેનો તેમને લાભ મળી રહ્યો છે. આને કારણે, તે ખુશહાલી અને સમૃદ્ધિનું જીવન જીવી રહ્યો છે અને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. આજે અમે તમને આવા જ એક ખેડૂત વિશે જણાવવા જઈ રહ્યા છીએ. હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના રહેવાસી હરબીરસિંહે અભ્યાસ પૂરો કર્યા પછી ખેતી શરૂ કરી હતી. જો કે, થોડા સમય પછી તે સમજી…