આઈસીએમઆરના તાજેતરના એક અભ્યાસ અનુસાર, કોરોના વાઈરસની બીજી લહેર સગર્ભાઓ પર વધુ ખતરનાક સાબિત થઈ. ગંભીર લક્ષણ ધરાવતા કેસ અને મૃત્ય દરમાં પણ પ્રથમ લહેરની સરખામણીએ આ લહેરમાં વધુ જોવા મળી હતી. આ અભ્યાસમાં ગર્ભવતી અને બાળકોને જન્મ આપી ચૂકેલી મહિલાઓની પ્રથમ અને બીજી લહેરની સરખાણી કરવામાં આવી. આ અભ્યાસ પ્રમાણે બીજી લહેરમાં કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા કેસ આ વખતે વધુ ઝડપી રહ્યા હતા.આમાં કુલ 1530 મહિલાઓ પર અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં 1143 પર પ્રથમ અને 387 બીજી લહેરમાં સામેલ હતી. દેશમાં સ્તનપાન કરાવતી મહિલાઓને રસી લેવાની સલાહ આપવામાં આવી છે. આમછતાં હજી સરકાર તરફથી કોઈ ગાઈડલાઈન ઈશ્યૂ…
કવિ: Dharmistha Nayka
કૃષિ અપાર સંભવિત ક્ષેત્ર છે. જો તમે સખત અને મહેનતથી કામ કરો છો, તો પછી તમે સારામાં સારા રૂપિયા કમાઈ શકો છો. એટલું જ નહીં, તેઓ અન્ય લોકોને રોજગાર પણ પૂરા પાડી શકે છે. બદલાતા સમયમાં ખેડુતો કૃષિ ક્ષેત્રે ઘણા પ્રયોગો કરી રહ્યા છે, જેનો તેમને લાભ મળી રહ્યો છે. આને કારણે, તે ખુશહાલી અને સમૃદ્ધિનું જીવન જીવી રહ્યો છે અને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. આજે અમે તમને આવા જ એક ખેડૂત વિશે જણાવવા જઈ રહ્યા છીએ. હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના રહેવાસી હરબીરસિંહે અભ્યાસ પૂરો કર્યા પછી ખેતી શરૂ કરી હતી. જો કે, થોડા સમય પછી તે સમજી…
પવન એ ઊર્જાનો એક મહત્વપૂર્ણ સ્રોત છે. અનેક દેશો વિન્ડ એનર્જી પર કામ કરી રહ્યા છે. ગુજરાત પણ તેમાં અગ્રેસર સાબિત થયું છે. વિન્ડ પાવર જનરેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં પહેલા ક્રમે આવ્યું છે. રાજ્યમાં એપ્રિલ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ દરમ્યાન કોરોના સંક્રમણના સમયમાં વિન્ડ પાવરની જનરેશન કેપેસિટી ૧૦૨૦ મેગાવોટ થઇ છે જે વિન્ડ પાવર પ્રોજેક્ટ ધરાવતા દેશના ટોચના પાંચ રાજ્યોમાં પ્રથમક્રમે છે. આ સમયગાળામાં તામિલનાડુમાં ૩૦૩ મેગાવોટ, કર્ણાટકમાં ૧૪૮ મેગાવોટ, રાજસ્થાનમાં ૨૭ મેગાવોટ તેમજ આંધ્રપ્રદેશમાં ચાર મેગાવોટ કેપેસિટીમાં વધારો થયો છે. આ સાથે ગુજરાતની પાવર જનરેશનની કુલ ઓપરેશનલ કેપેસિટી ૭૫૪૧.૫ મેગાવોટથી વધીને ૮૫૬૧.૮ મેગાવોટ થઇ છે. છેલ્લા વર્ષની તુલનામાં ગુજરાતે ૧૪૬૮.૪…
છત્તીસગઢના કાંકેર જિલ્લાના ભાનુપ્રતાપપુરથી એક અનોખી તસવીર નીકળીને સામે આવી છે. અહીં હાથીઓથી જીવ બચાવવા માટે ગ્રામ્યજનો પોતાને જેલમાં બંધ કરી દે છે. દંડકારણ્યના ઘટાદાર જંગલમાં હાજર કાંકેરના ભાનુપરતાપુરના અનેક ગામડાઓના સેંકડો આદિવાસીઓએ રાત પડતા જ વિસ્તારમાં રહેલી જેલમાં હાથીઓથી જીવ બચાવવા છુપાઇ જવું પડે છે. 20થી વધુ સંખ્યામાં હાથી અહીં દિવસમાં જંગલમાં પહાડો પર સૂઇ જાય છે અને પછી રાત્રિએ ગામડાઓમાં ઘૂસીને ઉત્પાત મચાવે છે.છેલ્લાં 1 મહીનાની અંદર હાથીઓએ છત્તીસગઢના મહાસમુંદ અને જશપુરમાં 3 લોકોને કચડીને મારી નાખ્યા છે, જેના ડરથી દરરોજ સાંજ પડતા જ સેંકડોની સંખ્યામાં ગ્રામ્યજનો જેલમાં શરણ લઇ લે છે. અહીં જેલમાં બંધ થઇને કેદીઓ રાત…
કેટલાક લોકોને ટેટૂનો એટલો ગાંડો શોખ હોય છે કે તેઓ ગળા પર, હાથ અથવા પીઠ પર ટેટૂ કરાવે છે. કેટલાક લોકો પોતાને વધુ આકર્ષક બનાવવા માટે સર્જરી કરાવે છે. ત્યારે એક અજીબોગરબી કિસ્સો સામે આવ્યો છે, જેમાં સ્કેલ ફેસ એટલે કે ખોપરી જેવો લૂક મેળવવા માટે વ્યક્તિએ સર્જરી દ્વારા પોતાના કાન જ કઢાવી નાખ્યા. જર્મનીના એક વ્યક્તિએ પોતાના કાન કપાવી દીધા અને માથાને ખોપરી જેવું બનાવવા માટે વિચિત્ર પદ્ધતિ અપનાવી.આ પહેલીવાર નથી જ્યારે 39 વર્ષીય સેન્ડ્રોએ પોતાના અજીબોગરીબ બોડી આર્ટથી લોકોનું ધ્યાન ખેંચ્યું હોય. સોશિયલ મીડિયા પર મિસ્ટર સ્કેલ ફેસના નામથી પ્રખ્યાત સેન્ડ્રોએ પોતાના બોડી મોડિફિકેશન માટે 6 લાખ રૂપિયા…
રોયેલ લુનેસા બ્રાઈડલ ગાઉન અને ઇવેન્ટ માટે કામ કરે છે. વેડિંગ મેન્યુ પર પવન ઘણો વધારે હતો અને દુલ્હનનું વિશાળ ગાઉન ઉડાઉડ કરતું હતું. આથી રોયેલ પોતે દુલ્હનની અનુમતિ લીધા પતિ વેડિંગ ડ્રેસમાં નીચેની સાઈડ ગોઠવાઈ ગયો હતો. આ મેરેજ 6 જૂનનાં રોજ યોજાયા હતા પણ વેન્યુનો વીડિયો વાઈરલ થતા હવે વેડિંગ ટોક ઓફ ધ ટાઉન બન્યા છે.રોયેલે કહ્યું, વેડિંગ ડ્રેસમાં દુલ્હનને ચાલવામાં તકલીફ પડી રહી હતી, ઉપરથી પવન પણ વધારે હતો આથી મેં દુલ્હનને આઈડિયા આપ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે તે વેડિંગ ડ્રેસ એડજસ્ટ કરી રહ્યો છે અને સ્ટેજ સુધી દુલ્હન પહોંચી ગયા પછી તે…
પૃથ્વી પર જેમ દિવસેને દિવસે માનવ વસતી વધી રહી છે, આ સાથે પ્લાસ્ટિકનો ખડકલો પણ વધી રહ્યો છે. અનેક યુઝ્ડ પ્લાસ્ટિક બોટલ આપણે જ્યાં-ત્યાં પડેલી જોઈ હશે. હાલમાં જ વૈજ્ઞાનિકોએ આ પ્લાસ્ટિકની બોટલમાંથી કોઈએ ના વિચાર્યું હોય તેવું રિસર્ચ કર્યું છે. જેનેટીકલી એન્જિનિયર્ડ બેક્ટેરિયાની મદદથી પ્લાસ્ટિકની બોટલમાંથી વનિલા ફ્લેવર બનાવ્યો છે. પ્રથમવાર વેસ્ટ પ્લાસ્ટિકમાંથી વેલ્યુબલ વસ્તુ બનાવવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી છે. હાલની તારીખમાં પ્લાસ્ટિકની બોટલનો સિંગલ યુઝ પછી 95% બોટલ ફેંકી દેવામાં આવે છે, માત્ર 5% બોટલ જ રિસાઈકલ કરવામાં આવે છે. તેવામાં વેસ્ટનો ખડકલો થતો અટકાવવાને બદલે તેનું રિસાઈક્લિંગ કરવું જરૂરી છે. પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલ પ્રોબ્લેમ છે. સંશોધકોએ પ્લાસ્ટિકની…
ભાવનગરના વરતેજનો અજમેરી પરિવાર જલગાવમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો. લગ્ન પ્રસંગ માણીને પરિવાર વરતેજ પરત ફરી રહ્યો હતો ત્યારે તારાપુર નજીકના ઇન્દ્રણજ પાસે ટ્રક સાથે ઇકો કારનો અકસ્માત થતાં અજમેરી પરિવારના 6 સભ્યો સહિત 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતની એવી કરુણતા છે કે જે ઘરમાં હરહંમેશ બાળકોની કિલોલ્લ અને પરિવારજનોની હસી ગુંજતી હતી આજે એ પરિવારના મોભી સાથે બે પળ વિતાવવાવાળું પણ કોઇ બચ્યું નથી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલાંમાં બે તો નાનાં બાળકો છે અને બાકીના 22થી 40 વર્ષના છે. હવે પરિવારના 75 વર્ષના દાદા સિવાય કોઇ જીવિત રહ્યું નથી. વહેલી સવારની અમુક ક્ષણોમાં પિંજારા અજમેરી…
રાજસ્થાનની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક વિદ્યાર્થીએ પોતાની તમામ હદો પાર કરી નાંખી. મુંબઇ પોલીસે રાજસ્થાન પહોંચીને ધોરણ 9માં અભ્યાસ કરતાં 15 વર્ષના એક સગીર વિદ્યાર્થીની ધરપકડ કરી છે. જેણે ઓનલાઇન ક્લાસ દરમિયાન મહિલા ટીચર સામે અનેક વાર પોતાનો પ્રાઇવેટ પાર્ટ ખોલીને બતાવ્યો હતો.એક રિપોર્ટ અનુસાર 15 ફેબ્રુઆરીથી 2 માર્ચ વચ્ચે ઓનલાઇન ક્લાસ દરમિયાન પ્રાઇવેટ પાર્ટ બતાવવાની આ ઘટના અનેકવાર બની. જે બાદ મહિલા ટીચરે ક્લાસ બંધ કરવાનું પણ વિચારી લીધું હતુ. પરંતુ પછીથી પીડિત મહિલા ટીચરે મુંબઇના સાકીનાકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.પોલીસ અધિકારીએ જાણકારી આપી કે સર્વિલાંસ દ્વારા પોલીસે આરોપી વિદ્યાર્થીને રાજસ્થાનથી ઝડપી…
કોરોના મહામારીમાં હેલ્થ ઇન્સ્યોરન્સની ડિમાંડ ખૂબ જ વધી ગઈ છે. લોકો ઓછા રોકાણમાં વધુમાં વધુ સુવિધાવાળો હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવા માંગે છે. જો તમે પણ સસ્તામાં તમામ સુવિધાઓ સાથે પોતાના અને પોતાના પરિવાર માટે વીમા લેવા માંગો છો, તો તમારી પાસે એક શાનદાર તક છે. આ તક નવી જનરલ ઇન્સ્યોરન્સ (Navi General Insurance) તરફથી આપવામાં આવી રહી છે. જ્યા તમને માત્ર 240 રૂપિયા મંથલી ચુકવી 1 કરોડ સુધીનો સ્વાસ્થ્ય વિમો લઇ શકો છો. તેની સૌથી ખાસ વાત એ છે કે તેમાં કેશલેસ ક્લેમ માત્ર 20 મિનિટમાં એપ્રૂવ થઇ જશે. તો ચાલો જાણીએ તેના વિશે… જાણો શુ છે પ્લાન? નવી જનરલ ઇન્સ્યોરન્સે…