હૃદયને સ્વસ્થ રાખવા માટે સારી કાર્ડિયોવૅસ્ક્યુલર કસરતની સાથે સ્વસ્થ આહારનું સેવન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાર્ટને સ્વસ્થ રાખવા માટે એન્ટી ઓક્સિડેન્ટ્સ અને પૌષ્ટિક હોય તેવા ખોરાક અને હેલ્ધી ડ્રિંક્સનું સેવન કરવું જોઈએ. ચાલો અમે તમને આવા જ કેટલાક સ્પેશિયલ ડ્રિંક્સ વિશે જણાવીશું, જે તમારા હૃદયને સ્વસ્થ રાખે છે. બ્રોકોલી અને સ્પિનચ જ્યુસ બ્રોકોલી અને પાલક બંને સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે. તેમાં કેરોટિનોઇડ્સ નામનું તત્વો હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે. ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે. આ બંને વસ્તુઓમાંથી બનાવેલ પીણું પીવાથી શરીરને ડિટોક્સિફાય કરવામાં પણ મદદ મળે છે. શરીરમાં કોલેસ્ટરોલનું સ્તર નિયંત્રણમાં હોવાથી, હૃદય સ્વસ્થ રહે…
કવિ: Dharmistha Nayka
વલસાડ જિલ્લાના મૂળી ગામમાં એક કળિયુગી કપૂત પોતાના 95 વર્ષીય વૃદ્ધ પિતાને માર મારતો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કળિયુગી પુત્રએ સાવરણા અને પાઇપથી સગા પિતાને માર માર્યો હતો. ઘટનાને લઈને નરાધમ પુત્ર સામે લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે. બનાવની વિગતે વાત કરીએ તો વલસાડ જિલ્લાના છેવાડે આવેલા મુળી ગામના મહેતા ફળિયામાં રહેતા 95 વર્ષીય ભીખાભાઈ હળપતિ પોતાના મોટા પુત્ર રમણ હળપતિ સાથે રહે છે. જોકે, રમણ હળપતિ અવારનવાર પોતાના વૃદ્ધ પિતા પર શારીરિક ત્રાસ ગુજારતો હતો અને પિતાને માર મારતો હતો. અવારનવાર પુત્રના હાથનો માર સહન ન ન થતાં તેઓ પોતાના નાના પુત્રના ઘરે…
IGMSના મેડિકલ સુપરિડેન્ટન્ટ ડોક્ટર મનીષ મંડલે જણાવ્યું કે બ્રેન સર્જરીની આ રીત ખૂબ જ સફળ રહી. તેમાં દર્દીઓની ઝડપથી રિકવરી થઈ છે. આ પહેલા IGIMSમાં બ્રેનની ઘણી ઓપન સર્જરી કરવામાં આવી છે. IGIMSના ENT વિભાગના HOD ડો.રોકેશ સિંહ જણાવે છે કે નાકના રસ્તેથી બ્રેનની સર્જરી કરીને ફંગસને કાઢવી જટિલ છે. બ્રેનના ફંટલ લોબમાં ફેલાયેલી ફંગસને નાકના રસ્તેથી સર્જરી કરીને કાઢવામાં આવી છે. એક દર્દીમાં લગભગ 3 કલાકનો સમય લાગે છે. તે નાકના રસ્તેથી બ્રેનના તે હિસ્સામાં જાય છે, જ્યાં ફંગસ જાળ બનાવે છે. જે ત્રણ દર્દીઓની સર્જરી આ સમયમાં કરવામાં આવી છે, તેની અંદર સંક્રમણનો ફેલાવો વધુ થયો હતો. IGIMSમાં…
લગ્નજીવનમાં અને એ પણ જીવનસંધ્યાએ જીવનસાથી સાથેનો સંબંધ સૌથી વધુ મજબૂત આધાર ગણાય છે, પરંતુ ઢળતી ઉંમરે જીવનસાથીને છોડી જવાની ઘટના બનતાં હાઇકોર્ટમાં હેબિઅસ કોર્પસ કરવામાં આવી છે. પતિની નોકરી દરમિયાન વર્ષોથી શરૂ થયેલા પત્નીના લગ્નેતર સંબંધોની જાણ પતિને નિવૃત્તિ બાદ થઈ છતાં પત્ની સાથે પ્રેમથી રહેતા 82 વર્ષીય અમિષ શાહ (નામ બદલ્યું છે)ને મૂકીને તેમનાં પત્ની કૈરવીબેન શાહ તેમની જ સોસાયટીમાં રહેતા પુરુષમિત્રને ઘરે રહેવા જતાં રહ્યાં હતાં. તેમના પુત્રવધૂ અને અમિષભાઇએ વારંવાર સમજાવવા છતાં તેઓ પાછાં ન આવતાં હેબિઅસ કોર્પસ કરાઈ હતી. શરૂઆતમાં પુત્ર અને પુત્રવધૂ જમવાનું આપવા જતાં હતાં, પરંતુ કૈરવીબેને જાતે જમવાનું આપવા જઇ 2-3 કલાક…
20 જૂને ગંગા દશેરા છે. આ દિવસે માતા ગંગા સ્વર્ગથી પૃથ્વી ઉપર આવ્યાં હતાં. સનાતન ધર્મમાં ગંગાને મોક્ષ દાયિની કહેવામાં આવે છે. આજે પણ મૃત્યુ બાદ મનુષ્યની અસ્થિઓને ગંગામાં પ્રવાહિત કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. અસ્થિ વિસર્જન માટે હિંદુ સમાજમાં સૌથી વધારે મહત્ત્વ ગંગા નદીનું જ માનવામાં આવે છે. હરિદ્વારમાં ‘હર કી પૌડી’માં કપાલક્રિયા અને અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. તેની પાછળનું કારણ છે ગંગાનો ઇતિહાસ છે. ગરૂડ પુરાણ સહિત અનેક ગ્રંથમાં ગંગાને દેવી નદી અથવા સ્વર્ગની નદી કહેવામાં આવી છે. ગંગા સ્વર્ગમાંથી આવતી નદી છે, જેને ભગીરથ પોતાની તપસ્યાથી પૃથ્વી ઉપર લઇને આવ્યાં હતાં. એવું માનવામાં આવે છે કે,…
આઈસીએમઆરના તાજેતરના એક અભ્યાસ અનુસાર, કોરોના વાઈરસની બીજી લહેર સગર્ભાઓ પર વધુ ખતરનાક સાબિત થઈ. ગંભીર લક્ષણ ધરાવતા કેસ અને મૃત્ય દરમાં પણ પ્રથમ લહેરની સરખામણીએ આ લહેરમાં વધુ જોવા મળી હતી. આ અભ્યાસમાં ગર્ભવતી અને બાળકોને જન્મ આપી ચૂકેલી મહિલાઓની પ્રથમ અને બીજી લહેરની સરખાણી કરવામાં આવી. આ અભ્યાસ પ્રમાણે બીજી લહેરમાં કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા કેસ આ વખતે વધુ ઝડપી રહ્યા હતા.આમાં કુલ 1530 મહિલાઓ પર અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં 1143 પર પ્રથમ અને 387 બીજી લહેરમાં સામેલ હતી. દેશમાં સ્તનપાન કરાવતી મહિલાઓને રસી લેવાની સલાહ આપવામાં આવી છે. આમછતાં હજી સરકાર તરફથી કોઈ ગાઈડલાઈન ઈશ્યૂ…
કૃષિ અપાર સંભવિત ક્ષેત્ર છે. જો તમે સખત અને મહેનતથી કામ કરો છો, તો પછી તમે સારામાં સારા રૂપિયા કમાઈ શકો છો. એટલું જ નહીં, તેઓ અન્ય લોકોને રોજગાર પણ પૂરા પાડી શકે છે. બદલાતા સમયમાં ખેડુતો કૃષિ ક્ષેત્રે ઘણા પ્રયોગો કરી રહ્યા છે, જેનો તેમને લાભ મળી રહ્યો છે. આને કારણે, તે ખુશહાલી અને સમૃદ્ધિનું જીવન જીવી રહ્યો છે અને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. આજે અમે તમને આવા જ એક ખેડૂત વિશે જણાવવા જઈ રહ્યા છીએ. હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના રહેવાસી હરબીરસિંહે અભ્યાસ પૂરો કર્યા પછી ખેતી શરૂ કરી હતી. જો કે, થોડા સમય પછી તે સમજી…
પવન એ ઊર્જાનો એક મહત્વપૂર્ણ સ્રોત છે. અનેક દેશો વિન્ડ એનર્જી પર કામ કરી રહ્યા છે. ગુજરાત પણ તેમાં અગ્રેસર સાબિત થયું છે. વિન્ડ પાવર જનરેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં પહેલા ક્રમે આવ્યું છે. રાજ્યમાં એપ્રિલ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ દરમ્યાન કોરોના સંક્રમણના સમયમાં વિન્ડ પાવરની જનરેશન કેપેસિટી ૧૦૨૦ મેગાવોટ થઇ છે જે વિન્ડ પાવર પ્રોજેક્ટ ધરાવતા દેશના ટોચના પાંચ રાજ્યોમાં પ્રથમક્રમે છે. આ સમયગાળામાં તામિલનાડુમાં ૩૦૩ મેગાવોટ, કર્ણાટકમાં ૧૪૮ મેગાવોટ, રાજસ્થાનમાં ૨૭ મેગાવોટ તેમજ આંધ્રપ્રદેશમાં ચાર મેગાવોટ કેપેસિટીમાં વધારો થયો છે. આ સાથે ગુજરાતની પાવર જનરેશનની કુલ ઓપરેશનલ કેપેસિટી ૭૫૪૧.૫ મેગાવોટથી વધીને ૮૫૬૧.૮ મેગાવોટ થઇ છે. છેલ્લા વર્ષની તુલનામાં ગુજરાતે ૧૪૬૮.૪…
છત્તીસગઢના કાંકેર જિલ્લાના ભાનુપ્રતાપપુરથી એક અનોખી તસવીર નીકળીને સામે આવી છે. અહીં હાથીઓથી જીવ બચાવવા માટે ગ્રામ્યજનો પોતાને જેલમાં બંધ કરી દે છે. દંડકારણ્યના ઘટાદાર જંગલમાં હાજર કાંકેરના ભાનુપરતાપુરના અનેક ગામડાઓના સેંકડો આદિવાસીઓએ રાત પડતા જ વિસ્તારમાં રહેલી જેલમાં હાથીઓથી જીવ બચાવવા છુપાઇ જવું પડે છે. 20થી વધુ સંખ્યામાં હાથી અહીં દિવસમાં જંગલમાં પહાડો પર સૂઇ જાય છે અને પછી રાત્રિએ ગામડાઓમાં ઘૂસીને ઉત્પાત મચાવે છે.છેલ્લાં 1 મહીનાની અંદર હાથીઓએ છત્તીસગઢના મહાસમુંદ અને જશપુરમાં 3 લોકોને કચડીને મારી નાખ્યા છે, જેના ડરથી દરરોજ સાંજ પડતા જ સેંકડોની સંખ્યામાં ગ્રામ્યજનો જેલમાં શરણ લઇ લે છે. અહીં જેલમાં બંધ થઇને કેદીઓ રાત…
કેટલાક લોકોને ટેટૂનો એટલો ગાંડો શોખ હોય છે કે તેઓ ગળા પર, હાથ અથવા પીઠ પર ટેટૂ કરાવે છે. કેટલાક લોકો પોતાને વધુ આકર્ષક બનાવવા માટે સર્જરી કરાવે છે. ત્યારે એક અજીબોગરબી કિસ્સો સામે આવ્યો છે, જેમાં સ્કેલ ફેસ એટલે કે ખોપરી જેવો લૂક મેળવવા માટે વ્યક્તિએ સર્જરી દ્વારા પોતાના કાન જ કઢાવી નાખ્યા. જર્મનીના એક વ્યક્તિએ પોતાના કાન કપાવી દીધા અને માથાને ખોપરી જેવું બનાવવા માટે વિચિત્ર પદ્ધતિ અપનાવી.આ પહેલીવાર નથી જ્યારે 39 વર્ષીય સેન્ડ્રોએ પોતાના અજીબોગરીબ બોડી આર્ટથી લોકોનું ધ્યાન ખેંચ્યું હોય. સોશિયલ મીડિયા પર મિસ્ટર સ્કેલ ફેસના નામથી પ્રખ્યાત સેન્ડ્રોએ પોતાના બોડી મોડિફિકેશન માટે 6 લાખ રૂપિયા…