હવે તમારે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે RTO જઇને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂરિયાત નહીં પડે. માર્ગ અને પરિવહન મંત્રાલયએ ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં ફેરફાર કર્યો છે, જેનાથી કરોડો લોકો કે જેઓ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાની કોશિશમાં લાગ્યા છે, પરંતુ વેઇટિંગ લાંબુ હોવાના કારણે ઘણો સમય લાગતો હોય છે, તેઓને હવે વધારે રાહ નહીં જોવી પડે અને ન તો RTO સુધી વારંવાર ચક્કર લગાવવા પડે.માર્ગ અને પરિવહન મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નવા નિયમો અનુસાર, કોઇ પણ વ્યક્તિ કે જેને સરકારી માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરથી ટેસ્ટ પાસ કરેલ છે તો તેને લાયસન્સ માટે એપ્લાય કરતી વેળાએ RTO માં યોજાનારા ડ્રાઇવિંગ ટેસ્ટમાંથી બાકાત રાખવામાં…
કવિ: Dharmistha Nayka
ગુજરાતમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઘટી ગયું છે. બીજી લહેરમાં ઉભી થયેલી મુશ્કેલીઓ અને સમસ્યાઓને ધ્યાને લઈ રાજ્ય સરકારે હવે કોરોનાની ત્રીજી લહેર માટે આગવી તૈયારી કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કોરોનાની બીજી લહેરમાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો. અને ઝડપથી લેવાયેલા નિર્ણયોને કારણે બીજી લહેર સામે જંગ જીત્યા છીએ. નિષ્ણાતો માને છે કે કોરોનાની ત્રીજી લહેર આવશે. ત્યારે રાજ્ય સરકારે ત્રીજી લહેર સામે પહોંચી વળવા ઓક્સિજન સહિતનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે.ત્રીજી લહેરમાં લોકોને તકલીફ ન પડે તે માટે સરકાર કટીબદ્ધ છે. રોજના 25 હજાર જેટલા કેસ આવે તે પણ વ્યવસ્થા થઈ શકે તે પ્રકારે આયોજન કરાયું છે.…
કોરોના વાયરસના નવા વેરિયન્ટ મુશ્કેલી વધારી રહ્યા છે. કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને અત્યાર સુધીનું સૌથી સંક્રમિત રૂપ ગણવામાં આવે છે. આ વેરિયન્ટ બીજી લહેરના વ્યાપ પાછળ જવાબદાર હતો. હવે વૈજ્ઞાનિકો આ ડેલ્ટા વેરિયન્ટના વધુ મ્યુટેન્ટ વર્ઝનના ફેલાવાની દહેશત વ્યક્ત કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોને દહેશત છે કે, ભારતમાં કોરોના વાયરસનો મળેલો સૌથી પ્રથમ ડેલ્ટા વેરિયન્ટ હવે વધુ સંક્રમિત AY.1 અથવા ડેલ્ટા+માં મ્યુટેટ કરી ચૂક્યો છે. આ નવો મ્યુટેન્ટ એન્ટીબોડી કોકટેલને પણ બિનઅસરકારક કરવા સક્ષમ છે. મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ હાલમાં કોરોના વાયરસની સારવારમાં સૌથી અસરકારક હોવાનું કહેવાય છે. બ્રિટિશ સરકારના સ્વાસ્થ્ય અને સામાજિક કલ્યાણ વિભાગની કાર્યકારી એજન્સી પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે ગ્લોબલ સાયન્સ GISAID…
સુરતમાં બે દિવસ પહેલા પાંડેસરા વિસ્તરમાં રસ્તામાં ત્યજી દેવામાં આવેલી બાળકીની માતાની શોધખોળ શરુ કરી હતી. જોકે બાળકની માતા તો પોલીસને મળી આવી પણ બાળકીને ત્યજી દેવાના મામલે કુંવારી માતા બનતા સમાજમાં બદનામી થવાની બીકે પરિવારે આ કૃત્ય કર્યું હતું. ઘટાનું કારણ સામે આવતા પોલીસે બાળકની માતા અને દાદાની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે. સુરતમાં સતત જન્મેલ લઈ બાળકીને તેમની માતા ત્યજી દેવાની સતત ઘટના સામે આવતી હોય છે. જોકે લગન પહેલા પ્રેમ પ્રકરણમાં કરેલી ભૂલને લઈને યુવતી ગર્ભવતી થઇ જતા સમાજમાં બદનામીની બીકે પોતાનું પાપ છુપાવા જન્મેલા બાળકને ત્યજી દેતા હોય છે ત્યારે આવી એક ઘટનામાં ગત તારીખ 7 જુન રોજ પાંડેસરા…
દુનિયાની સૌથી મોંઘી કેરી ભારતમાં નથી મળતી અને તેની કિંમત પણ એટલી બધી છે કે તેને ખરીદવા માટે પૈસાદારોને પણ પરસેવો પડી જાય છે. દુનિયાની સૌથી મોંઘી કેરી ક્યાં મળે છે અને શું છે તેની કિંમત તાઈયો નો તામાગો (એગ ઓફ ધ સન) કેરીની ખાસ જાત છે જે ફક્ત જાપાનના મિયાજાકી પ્રાંતમાં મળે છે. ત્યાં દર વર્ષે સૌથી પહેલા ઉગાડેલા ખાસ અને મોંઘી કેરીને મોટા સ્તરે વેચવામાં આવે છે. જેમાં તેના ભાવ આકાશે આંબવા લાગ્યા. વર્ષ 2017માં આ કેરીની એક જોડની બોલી લાગી હતી. જેમાં આ રેકોર્ડ 3,600 ડોલર અર્થાત બે લાખ 72 હજાર રૂપિયામાં વેચાણી હતી. આ ખાસ કેરીની…
સુરતમાં સતત ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સની દુકાનમાં આવેલી ત્રણ મહિલાઓ દુકાન માલિકને નજર ચૂકવીને સોનાની ચોરી કરી ફરાર થઈ જાય છે. જોકે ચોરી થયાનું દુકાન માલિકને ખ્યાલ આવતાં તેણે સીસીટીવી ચેક કરતાં ત્રણમાંથી વચ્ચે બેઠેલી મહિલા સોનાની ચેન મૂકતી સીસીટીવીમાં કેદ થઈ છે. ચોરીની ઘટનાનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. પોલીસે આ મામલે મહારાષ્ટ્રની ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે. આ મહિલાઓ મહારાષ્ટ્રથી ચોરી કરવા માટે સુરત આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આજની ઘટનામાં સીસીટીવી જે રીતે વાયરલ થયા છે તેને લઈને લોકોમાં કુતૂહલ સર્જાયું છે. આ ઘટના સુરતના સરથાણા…
વર્ષ 2020ના ઓગષ્ટમાં SURAT જહાંગીરપુરાના ગ્રીન એરિસ્ટો પ્લાઝામાં પીસીબીએ દરોડો પાડીને ફોરેક્ષના નામે લોકો પાસે રોકાણ કરાવી ગેરકાયદે ચલાવાતા કોલસેન્ટર પર દરોડો પાડીને 19 લોકોને ઝડપી પાડયા હતા. જેમાં મૂળ વેરાવળનો અને હાલ માેરાભાગળના વૈષ્ણવદેવી સ્કાયમાં રહેતો 29 વર્ષીય મુખ્ય સુત્રધાર વિકાસ ઉર્ફે વિક્કી પ્રકાશ મહેતા અને તેની બહેન નેહા ભાગી છૂટ્યા હતા. આ કેસમાં સુરત સહિત રાજકોટમાં પણ આરોપી સામે ગુનો નોંધાયો હતો. જેમાં અઠવાડિયા પહેલાં રાજકોટ પોલીસે આરોપી વિકાસને ઝડપી પાડ્યો હતો.રાજકોટથી પીસીબીએ આરોપી વિકાસ ઉર્ફે વિક્કી મહેતાને સુરત લાવી તેનો કબજો જહાંગીરપુરા પોલીસને સોંપ્યો હતો. પીસીબીએ રાજકોટ પોલીસથી કબજો લઇને આરોપી વિકાસ ઉર્ફે વિક્કીને સુરત લઇ આવી…
‘અમે માનતા ઉતારવા આવ્યા છીએ’ કોરોનાની ગાઈડલાઈનમાં છુટછાટ મળતા મંદિરો અને ધર્મ સ્થાનકો ખુલતાની સાથે આજે ચોટીલા પહોંચેલા અનેક લોકોએ યુનિ.ના મનોવિજ્ઞાન ભવનના તજજ્ઞને કોરોનાથી મુકત થયા હોવાથી માનતા ઉતારવા આવ્યા હોવાનું કહી માતાજીની રક્ષા હોય તો રસીકરણ સહિત અન્ય કોઈ બાબતની જરૃર નથી તેમ જણાવ્યુ હતું.સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવનની ટીમ આજે લોકોમાં રહેલી કોરોના વિશેની માનશિકતા ચકાસવા માટે ચોટીલા પહોંચી હતી. અહીં માનતા ઉતારવા આવેલા શ્રદ્ધાળુ, ભાવિકોનાં અભિપ્રાય લીધા હતા. જેમાં ૫૪ ટકા લોકોએ જણાવ્યુ હતું કે અમોએ પરિવારના સભ્યોને કોરોના ન થાય તે માટે માનતા લીધી હતી. જે પરીપૂર્ણ થતાં અમો માનતા ઉતારવા માટે આવ્યા છીએ. વેકસીનેશન કરાવ્યું…
RAJKOT છાણી જકાતનાકા વિસ્તારની મેઘધનુષ સોસાયટીમાં રહેતા ધાર્મીબેન શૈલેષભાઇ ભૂતે મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા લગ્ન તા.૧-૧૨-૨૦૨૦ના રોજ શૈલેષ કાંતિભાઇ ભૂત સાથે થયા હતા. મારા પતિ રોજ રાતે પુષ્કળ દારૃ પીને આવતા હતા અને મારી સાથે નાની નાની બાબતોમાં તકરાર કરી મારઝૂડ કરતા હતા. આવુ લગભગ અઠવાડિયા સુધી ચાલ્યુ હતું. આ અંગે મેં ઘરના વડીલોને જાણ કરતા તેઓ મને મહેણાં ટોણાં મારતા હતા કે, તારા પિતાના ઘરેથી કશુ લાવી નથી. અમારા પુત્રને ધંધા માટે પચાસ લાખની જરૃરિયાત છે. તારા પિતા વ્યવસ્થા કરવાનું કહીને ફરી ગયા છે. અમારે તને ઘરમાં રાખવી નથી. તારે અમારા ઘરમાં રહેવુ હોય…
રાજકીય કોરિડોરમાં હાલ રણનીતિકાર પ્રશાંત કિશોર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવાર વચ્ચેની બેઠક ચર્ચાનો વિષય બનેલી છે. આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPI) ચીફ રામદાસ આઠવલેએ તે મીટિંગનો ઉલ્લેખ કરીને પોતાના ખાસ અંદાજમાં વિપક્ષ પર નિશાન સાધ્યું છે.આઠવલેના કહેવા પ્રમાણે શરદ પવાર અને પ્રશાંત કિશોરની બેઠકથી વિપક્ષની કોઈ મોટી ફોર્મ્યુલા નહીં નીકળે. તેનું કારણ એ છે કે તમામ વિપક્ષી નેતાઓ એક સાથે નહીં આવી શકે. વધુમાં કહ્યું કે, ‘2019ની સામાન્ય ચૂંટણી વખતે પ્રશાંત કિશોરના સમર્થન વગર ભાજપ 303 બેઠકો જીત્યું હતું. વિપક્ષી દળ સદન (સંસદ)માં એનડીએનું સમર્થન કરે છે. 2024ની સામાન્ય ચૂંટણીમાં…