કવિ: Dharmistha Nayka

વિકૃત ભય એક એવી માનસિક બીમારી છે જેમાં વ્યક્તિ અમુક વસ્તુ કે પરિસ્થિતિ જે ભયજનક ન હોય છતાં તેનાથી ડર અનુભવે છે. આવો વિકૃત ભય વ્યક્તિના શારીરિક, માનસિક, સામાજિક કાર્ય અને ચયાપચયનની ક્રિયાને નુકસાન કરે છે. આ ઉપરાંત વાર્તનિક પરિવર્તનોનું કારણ પણ બને છે. આ વિકૃત ભય સામાન્ય ચિંતાથી અલગ હોય છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો.ધારા આર. દોશી અને વિદ્યાર્થિની પુરોહિત નિશાએ મનોવિજ્ઞાન ભવનમાં આવેલા ફોન કોલ્સથી વિશ્લેષણ કર્યું છે. જેમાં ચોંકવનારી વિગતો સામે આવી છે. જેમાં 54% મહિલાઓ અને 45% પુરુષો એથેનોફોબિયાના ભોગ બન્યા છે. કોરોના બાદ લોકોમાં નબળાઈનો ભય પણ સતાવે છે મનોવિજ્ઞાન ભવનના…

Read More

વેદો અને પુરાણોમાં અપ્સરા વિશે ઉલ્લેખવામાં આવ્યું છે. જેના પ્રમાણે ઇન્દ્રની સભામાં પ્રમુખ અપ્સરાઓ રહે છે. તેમાં મુખ્ય રંભા અને અન્ય કૃતસ્થલી, પુંજિકસ્થલા, મેનકા, પ્રમ્લોચા, અનુમ્લોચા, ધૃતાવી, વર્ચા, ઉર્વશી, પૂર્વચિત્તિ અને તિલોત્ત્મા હતી. ઋગ્વેદમાં ઉર્વશી પ્રસિદ્ધ અપ્સરા માનવામાં આવે છે. યજુર્વેદ પ્રમાણે પાણીમાં અપ્સરાઓનો વાસ થાય છે. ત્યાં જ, અથર્વવેદ પ્રમાણે પીપળા અને વડના વૃક્ષ અથવા અન્ય વૃક્ષ ઉપર અપ્સરાઓ રહતી હતી. સામવેદ પ્રમાણે ગાયન, નૃત્ય અને દેવી-દેવતાઓની પૂજા તેમનું મુખ્ય કામ હતું. પુરાણોમાં રંભા વિશે ઉલ્લેખવામાં આવ્યું છે કે તે સમુદ્રમંથન દ્વારા પ્રકટ થઇ હતી. ત્યાર બાદ ઇન્દ્રએ રંભાને પોતાની રાજસભામાં સ્થાન આપ્યું હતું. એક પ્રસિદ્ધ કથા પ્રમાણે રંભાએ…

Read More

પર્યાવરણ અને પ્રકૃતિના નિકંદનને કારણે વિવિધ સજીવોની વસતી ઘટી રહી છે. કચ્છમાં અગાઉ ઘોરાડની વસતી ઘટીને 20થી પણ ઓછી નોંધાઈ ચૂકી છે. એ પછી હવે કદાવર પક્ષી સારસનો વારો આવ્યો છે. તાજેતરમાં સારસની ગણતરી કરી ત્યારે ખબર પડી કે ગણીને ચાર પક્ષી વધ્યા છે.પક્ષી સંવર્ધન ક્ષેત્રે કામ કરતી ગુજરાતની બર્ડ કન્ઝર્વેશન સોસાયટીએ આ ગણતરીની કામગીરી કરી હતી. એ દરમિયાન બે દિવસ સુધી વિવિધ ૯ તાલુકાઓમાં ૨૪ જેટલા સભ્યોની ટીમ વન-વગડો ખૂંદી વળી હતી અને પક્ષીઓની નોંધ કરી હતી. તેમની સાથે વન વિભાગનો સ્ટાફ પણ મદદરૂપ બન્યો હતો. સારસ ક્રેન એ કદાવર પક્ષી છે, એટલે કોઈ ગણતરી વખતે ધ્યાન બહાર રહી…

Read More

ગધેડાઓ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ બની ગયા છે, કારણ કે પાકિસ્તાન હાલમાં ગધેડાની નિકાસ કરીને વિદેશી મુદ્રા કમાઇ રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં, નિકાસ કર્યા પછી પણ પાકિસ્તાનમાં ગધેડાઓની સંખ્યા ઝડપથી વધી છે.ચીનમાં, ગધેડાઓનો ઉપયોગ દવા બનાવવા માટે થાય છે. ચીનની આ જરૂરિયાત પૂરી કરવા માટે પાકિસ્તાન તેમને યોગ્ય રીતે જાળવે છે. છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનમાં ગધેડાઓની સંખ્યામાં વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન પાકિસ્તાનમાં ગધેડાઓની સંખ્યા 100,000 વધીને 5.6 લાખ થઈ ગઈ છે. ગયા વર્ષે આ સંખ્યા 55 લાખની આસપાસ હતી. પાકિસ્તાન આર્થિક સર્વે 2020-21માં આ માહિતી આપવામાં આવી છે.પાકિસ્તાનના નાણાં પ્રધાન શૌકત તારિને ગુરુવારે પાકિસ્તાન આર્થિક સર્વે 2020-21…

Read More

જેને કોઈને પણ પથરીનું દર્દ સહન કર્યું હોય તે જ જાણતા હોય છે કે ક્યા સમયે શું હાલત થતી હોય છે. એવું લાગે છે કે જાણે કોઈએ જીવ લઈ લીધો હોય. હકિકતમાં જ્યારે આપણા શરીરમાં કેલ્શિયમ અને મીઠાના સખત કણો જોડાઈને નાના નાના પત્થરો બનાવી લે છે તો તેને કિડની સ્ટોન કહેવામાં આવે છે. આ સમસ્યા તમારા આહાર, વધુ પડતા શારીરિક વજન, કેટલીદવાઓ અથવા સપ્લિમેન્ટ અથવા કોઈ શારીરિક સમસ્યાને કારણે થઈ શકે છે.કિડની સ્ટોન શરીરના કોઈપણ ભાગને પ્રભાવિત કરી શકે છે. પરંતુ જો પથરી પેશાબ નળીમાં ફસાઈ જાય છે તો અસહ્ય દર્દનો સામનો કરવો પડે છે. પરંતુ એક્સપર્ટનું કહેવું છે…

Read More

આજથી ત્રણ દશકા પહેલા લોકોની પાસે ઈન્ટરનેટ નહોતું એવામાં અશ્લિલ કલ્ચર ના બરાબર હતું. જો કે જેમ જેમ દુનિયામાં ટેકનોલોજીનો વધારો થતો ગયો. તે જ સમયે પોર્ન કલ્ચરની દુનિયા પણ વિકસિત થઈ. હવે એક પ્રમુખ કાનુની નિષ્ણાંતે દાવો કર્યો છે કે ડીપફેક પોર્નોગ્રાફી આવનારા સમયમાં જાતીય શોષણની મહામારી સાબિત થઈ શકે છે.કેટલાક વર્ષો પહેલાં કોઈ વ્યક્તિનો ચહેરો બદલીને તેની ઈમેજ મોડિફાઈડ કરવાના સમાચારો આવતા હતા. પરંતુ ડિપફેક ટેકનિકથી હવે વીડિયોમાં પણ વપરાઈ રહી છે. જે આવનારા સમયમાં કેટલાય લોકો માટે અને ખાસ કરીને મહિલાઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.ડિપફેક એક એવી ટેકનોલોજી છે જેમાં કમ્પ્યુટર ટેકનીકનો ઉપયોગ કરીને કોઈ…

Read More

CORONA VIRUS અટકાવવા માટે લાદવામાં આવેલ પ્રતિબંધોમાં છૂટછાટને કારણે હવે સામાજિક પ્રવૃત્તિઓ ધીરે ધીરે શરૂ થઈ રહી છે. તેમ છતાં, એકબીજાને મળતી વખતે આલિંગન, હેન્ડશેક જેવી અગાઉની પદ્ધતિઓ હજી પણ દરેક લોકો માટે સહજ નથી. આવી સ્થિતિમાં, વ્યક્તિ શારીરિક સ્પર્શ વિશે કેટલું સહજ છે તે કહેવા માટે રંગ કોડિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલે કે, રંગીન રીસ્ટબેન્ડસ અથવા સ્ટીકરો મૂકીને, તે વ્યક્તિ બતાવી દેશે કે તેને લોકો કેવી રીતે મળે.વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સમાં ઇવેન્ટ આયોજકો મહેમાનો માટે રંગીન એક્સેસરીઝનો ઉપયોગ કરી રહ્યા છે. આ વિવિધ રંગોની એસેસરીઝ બતાવે છે કે તે વ્યક્તિ કેટલા હદ સુધી શારીરિક સંપર્કમાં…

Read More

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામના ખેડૂતનું એક ઇનોવેશન સામે આવ્યું છે. નવીન માળી નામના આ ખેડૂતે સૂર્ય ઉર્જા અને બેટરીથી ચાલતું એક મિની ટ્રેક્ટર બનાવ્યું છે. માત્ર ત્રણ મહિનાની મહેનત અને ૧.૭૫ લાખના ખર્ચે આ વાહનનું નિર્માણ થયું છે. આ ટ્રેક્ટર બનાવવા ખેડૂતે સ્વદેશી ચીજવસ્તુનો ઉપયોગ કર્યો છે.તેમના કહેવા પ્રમાણે એકવાર ચાર્જ કર્યા પછી આ ટ્રેક્ટર ૭૦ કિલોમીટર સુધી ચલાવી શકાય છે. આ ટ્રેક્ટર ૫૦૦ કિલોગ્રામનું વજન વહન કરી શકે છે. આ ટ્રેક્ટર સોલારથી ચાલે છે. તેમાં બેટરી લાગેલી હોવાથી સોલાર સિસ્ટમથી ચાર્જ થાય છે. આ ખેડૂત હંમેશા ઓછા ખર્ચે મબલખ ખેતીવાડી થાય તેવા પ્રયાસો કરતા હોય…

Read More

રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની યોગ્ય અમલવારી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. રાજ્યની મહાનગરપાલિકાઓએ હાઇકોર્ટ સમક્ષ વિસ્તૃત સોગંદનામું રજૂ કર્યું. જે દરમ્યાન ફાયર સેફ્ટી મુદ્દે મંથર ગતિએ ચાલતી કામગીરીને લઇને હાઇકોર્ટે ફરી એક વખત સરકારની આકરી ઝાટકણી કાઢી. હાઇકોર્ટે સરકારને પૂછ્યું કે સ્કૂલ… કોલેજો… કોર્પોરેટ હાઉસમાં બીયુ પરમિશન કે ફાયર સેફ્ટી છે કે નહીં.પહેલા અને અત્યારે હાઇરાઇઝ બિલ્ડિંગ અને  હોસ્પિટલમાં કેવી પરિસ્થિતિ છે તેના પર વાત કરવી જરૂરી છે… સાથે જ સરકારે ભૂતકાળમાં શું પગલાં લીધા અને હાલમાં શું પગલાં લીધા છે તે જણાવે… ગેરકાયદેસર બિલ્ડિંગોના આંકડા દિનપ્રતિદિન વધી રહ્યા છે તો હવે સરકાર શું  પગલાં લેશે તે જણાવે.…

Read More

પ્રેમ કરવા વાળાને કોઈ રોકી શકતું નથી. પરિવાર, સમાજ તમામ બંધનો છતાં કપલ એક-બીજાને મળીને રસ્તો શોધી જ કાઢે છે. એવા જ એક કિસ્સામાં એક પરણિત છોકરીએ ટ્રેનના ટોયલેટ સામે પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા. કિસ્સો બિહારના સુલતાન ગંજનો છે. જ્યાં એક યુવતીએ ચાલતી ટ્રેનમાં પોતાના પ્રેમી સાથે લગ્ન કરી બધાને ચોંકાવી દીધા.કિસ્સો ભિરખુર્દના ઉંધાડિયા ગામનો છે, જતા આશુ કુમાર નામના એક છોકરાનું ગામની અનુ કુમારી સાથે ઘણા વર્ષથી અફેર ચાલી રહ્યું હતું. છોકરીના પરિવાર વાળાને જયારે જાણકારી મળી તો એના ઘર બહાર નીકળવા પર રોક લગાવી દેવામાં આવી. આ વચ્ચે એપ્રિલમાં ઘરના લોકોએ અનુના લગ્ન કિરણપુર ગામના એક યુવક…

Read More