કવિ: Dharmistha Nayka

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમ્યાન પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જી એ ખેડૂતોને પ્રત્યેક વર્ષમાં 10 હજાર રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. આજે રાજ્ય સચિવાલયમાં મમતા બેનર્જીના નેતૃત્વમાં થયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતોને કૃષક બંધુ યોજના અંતર્ગત પ્રત્યેક વર્ષે રૂપિયા 10 હજાર આપવાના પ્રસ્તાવ પર મહોર લગાવી દીધી છે. હાલમાં આ યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે રૂપિયા 5000 મળતા હતાં. આ સાથે જે તેઓની એક એકરથી ઓછી જમીન છે તો તેઓને રૂપિયા 4000 આપવામાં આવશે. પહેલાં તેઓને બે હજાર આપવામાં આવતા હતાં.તમને જણાવી દઇએ કે, વિધાનસભા ચૂંટણી દરમ્યાન ખેડૂતોને પીએમ કિસાન સમ્માન નિધિ નહીં મળવા પર પીએમ મોદીથી લઇને ગૃહમંત્રી અમિત…

Read More

વૃક્ષ કપાવાથી શું નુકસાન થાય એ બધાને ખબર છે, સિવાય કે સરકાર. કેમ કે વિવિધ રાજ્યોની અને કેન્દ્ર સરકાર વિવિધ પ્રોજેક્ટ માટે સેંકડો-હજારો વૃક્ષોનો ખાત્મો બોલાવવાની મંજૂરી આપતી જ રહે છે. સતત કપાતા વૃક્ષોમાં દિલ્હીનો સમાવેશ થઈ ગયો છે. અહીં છેલ્લા 13 વર્ષમાં દર કલાકે સરેરાશ એક વૃક્ષ કપાયુ છે. તેર વર્ષમાં 1.10 લાખથી વધારે વૃક્ષોને વાઢી નખાયા છે.હવે દક્ષિણ દિલ્હીમાં વિકાસના નામે વધુ 14 હજાર વૃક્ષો કાપી નાખવાનો પ્રસ્તાવ રજૂ થયો છે. દિલ્હી હાઈકોર્ટ અને સેન્ટ્રલ ઈન્ફર્મેશન કમિશનરના આદેશ પછી દિલ્હી સરકારે વેબસાઈટ પર ટ્રી કટિંગની આંકડાકિય વિગતો મુકી છે.આંકડા પ્રમાણે સરકારની જ વિવિધ એજન્સીઓએ વિવિધ કારણો આગળ ધરીને…

Read More

દિલ્હી એમ્સ (AIIMS) ના મેડિસિન વિભાગના ડો. સંજીવ સિંહાએ જણાવ્યું છે કે કોવિડ રસીનો બૂસ્ટર ડોઝ રોગપ્રતિકારક શક્તિ વધારી શકે છે અને ખતરનાક વેરિયન્ટ સામે લડવામાં પણ મદદ કરી શકે છે.સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ડો.સિંહાએ કહ્યું કે, “જાન્યુઆરીમાં રસી લેનારા લોકો પર કોરોનાની બીજી લહેરની કોઈ ખાસ અસર પડી ન હતી. આ રસી કોરોના વાયરસના ચેપને ઘટાડવા માટે અસરકારક છે, પરંતુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન એ છે કે રસી લીધાના 6 મહિના પછી પણ શું તેઓના શરીરમાં ત્રીજી લહેરના ખતરનાક વેરિયન્ટ સામે લડવા માટે પૂરતા પ્રમાણમાં એન્ટિબોડીઝ છે? તેમણે વધુમાં કહ્યું કે આ અંગે ભારત, અમેરિકા અને યુરોપિયન દેશોમાં સંશોધન…

Read More

જૂનની ભારે ગરમી વચ્ચે કોરોનાની મહામારી વચ્ચે કેરીના બગીચાઓની દેખભાળ કરનારાઓની સમસ્યા સતત વધતી જઇ રહી છે. બીજી બાજુ કેટલાંક યુવાઓનું એવું ખોટું અનુમાન છે કે, કેરી ખાવાથી મોટાપા આવી જાય છે. કેરીની સિઝન હાલમાં ચાલુ છે. કોરોના કરફ્યુના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખેડૂતો પોતાનો ખર્ચ નીકાળવાની સંપૂર્ણ કોશિશ કરી રહ્યું છે. એવામાં યુવાઓમાં ફેલાયેલી ભ્રાંતિ તેમની મુશ્કેલીમાં હજુ વધારો કરી શકે છે. વરિષ્ઠ આયુર્વેદિક ચિકિત્સક સચિવ આરોગ્ય ભારતી અવધ પ્રાંત વૈદ્ય અભય નારાયણના જણાવ્યાં અનુસાર, કેરીમાં વધારે માત્રામાં કોપર હોય છે, તે શક્તિવર્ધક પુષ્ટિકારક અને હ્રદયને શક્તિ આપનાર ક્રાંતિકારક અને શીતળ હોય છે. પરંતુ જે કેરી થોડીક…

Read More

GUJARAT રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર થોડોક ધીમો પડયો છે. બીજી તરફ રાજ્યના શ્રદ્ધાળુઓ ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા આખરે તે શુભ ઘડી આવી ગઇ છે..આવતીકાલથી શ્રદ્ધાળુઓ માટે ભગવાનના દ્વાર ખુલવા જઇ રહ્યા છે…કોરોનાની મહામારીએ ભગવાનના પણ દર્શન દુર્લભ કરી નાખ્યા હતા. મંદિર : અંબાજી સમય: સવારે ૭:૩૦થી ૧૦:૪૫ વાગ્યા સુધી બપોરે: ૧૨:૩૦થી ૪:૩૦ વાગ્યા સુધી સાંજે: ૭:૦૦ વાગ્યાથી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી જેથી શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા ભાવાતુર બની ગયા હતા, પણ આખરે શ્રદ્ધાળુઓની શ્રદ્ધા રંગ લાવી છે અને હવે મહામારીનો અંત નજીક આવી ગયો છે જેથી રાજ્યના વિવિધ ધાર્મિક સ્થાનો 11 તારીખથી શ્રદ્ધાળુઓના દર્શન માટે ખુલ્લા મુકવામા…

Read More

રાજકોટ ગ્રામ્યમાં કોરોના વિરોધી રસીકરણની રફતાર ધીમી હોય તેને વેગ આપવા અનેક સ્તરે પ્રયાસો કરાઈ રહયા છે. નગર પાલિકા અને  ગ્રામ્ય વિસ્તારમાં શોપીંગ મોલનાં વેપારીઓ, શાકભાજીનાં  ધંધાર્થીઓ, ખાણી પીણીની લારી ધરાવનારા સહિતનાં છૂટક ધંધાર્થીઓએ આજથી કોરોનાનો છેલ્લા દસ દિવસથી વધુ સમયનો ન હોય તેવો નેગેટીવ રિપોર્ટ સાથે રાખવો પડશે જો કે તંત્રએ કોરોના વિરોધી રસી મુકાવી હોય તેને નેગેટીવ કોરોના રિપોર્ટ ધંધાના સ્થળોથી રાખવામાંથી મુકિત આપવામાં આવી છે. કલેકટરે આજે  આ અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું હતું. તા. ૯ જૂનથી ૩૦ જૂન સુધી અમલી રહેનારા આ જાહેરનામામાં  જિલ્લાનાં નગર પાલિકા વિસ્તારમાં શોપીંગ મોલનાં વેપારીઓ, હોટલ – રેસ્ટોરન્ટમાં કામ કરનારા, રિક્ષા –…

Read More

કોક્રોચ ઘણા લોકોને આ નામથી જ નફરત છે એટલું જ નહિ ઘણા લોકો એવા પણ છે જે ભલે આ નામથી ગભરાતા નથી પરંતુ એની સામે આવતા જ લોકો ભયથી કૂદી પડે છે. પરંતુ શું તમને ખબર છે એક દેશ એવો છે જ્યાં લોકોને કોક્રોચ ખુબ પસંદ છે અને એનું સરબત પીવે છે. ચીન સહીત ઘણા એશિયાઈ દેશોમાં કોક્રોચને તળીને રાખવામાં આવે છે પરંતુ હવે એને મોટા પાયદાન પર પેદા કરવામાં આવે છે. જેના કારણે આ લોકોની આવકનું કારણ બની ગયા છે. ચાઈનાના એક અહેવાલ મુજબ, ચીનના શીંચાંગ શહેરની એક દવા કંપની પ્રત્યેક વર્ષે એક બિલ્ડીંગમાં 600 કરોડ કોક્રોચનુ પાલન કરે…

Read More

છત્તીસગઢના મહાસમુંદમાં એક મહિલાએ પોતાની 5 દીકરી સાથે બુધવારે મોડી રાત્રે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી છે. તમામના મૃતદેહો ગુરુવારે સવારે રેલવેટ્રેક પર 50 મીટર દૂર દૂર સુધી વિખરાયેલા જોવા મળ્યા હતા. મૃત્યુ પામનારા તમામની ઉંમર 10થી 18 વર્ષ વચ્ચેની છે. દારૂડિયા પતિ સાથેના વિવાદને કારણે મહિલાએ આ પ્રકારનું પગલું ભર્યું હતું. સૂચના મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જાણકારી મુજબ, જિલ્લાના ઈમલીભાંઠા નહેર પુલિયાની પાસે ગુરુવારે સવારે લોકોને રેલવેટ્રેક પર મૃતદેહ જોયા તો કોતવાલી પોલીસ સ્ટેશનને સૂચના આપી હતી. એ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. રેલવેને પણ આ બનાવ અંગે જાણકારી આપવામાં આવી અને ટ્રેનની અવરજવરને રોકવામાં…

Read More

હાલમાં જ થયેલ નવી શોધમાં અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ શોધ કરી કે, કીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે. સંશોધન કરનાર વૈજ્ઞાનિક જેસન ત્સુકાહારા અને રેન્ડલ એન્ગલ (Randall Engle)એ એલેક્ઝાન્ડર બર્ગોય સાથે એક સાઇન્ટિફીક અમેરિકન આર્ટિકલ લખ્યો હતો. આ લેખ કોગ્નિશનના જૂનના અંકમાં પ્રકાશિત થયો હતો. જેમાં લખ્યું હતું કે, અમને જાણવા મળ્યું કે સંજ્ઞાનાત્મક પરીક્ષણોમાં ઉચ્ચત્તમ સ્કોર કરનારા લોકો અને સૌથી ઓછો સ્કોર કરનારા લોકો વચ્ચે બેસલાઇનમાં તફાવત આંખ દ્વારા શોધી શકાય તેટલો મોટો હતો.18થી 35 વર્ષની વયના 500થી વધુ લોકો પર વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો હતો. તેમને અભ્યાસમાં ભાગ લેનાર લોકોને ડીમ લેબોરેટરી લાઇટમાં…

Read More

અમેરિકી દવા નિયામક ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ સોમવારે અલ્ઝાઈમર રોગના ઈલાજ માટે પ્રાયોગિક નવી દવા એડુહેલ્મ ને શરતી મંજૂરી આપી છે. અમેરિકી નિયામક દ્વારા સ્વીકૃત એડુહેલ્મ અલ્ઝાઈમર માટે પહેલી દવા બની ગઈ છે. બે દાયકામાં આ બીમારી માટે પહેલી દવા છે. બાયોજેન દ્વારા વિકસિત એડુહેલ્મ અલ્ઝાઈમર રોગ માટે સ્વીકૃત થયેલ અને વર્ષ 2003 બાદથી અલ્ઝાઈમર માટે સ્વીકૃત નવો ઈલાજ છે. હજારો લોકો આ દવાનો લાભ લઈ શકશે. અલ્ઝાઈમર એક મસ્તિષ્કની બીમારી છે. આ બીમારીમાં વ્યક્તિની સ્મૃતિ પર અસર થાય છે. 115 વર્ષ પહેલા એક જર્મન મનોચિકિત્સક એલોઈસ અલ્ઝાઈમરે અલ્ઝાઈમરની ઓળખ કરી હતી. આ રોગ એક અપરિવર્તનીય, પ્રગતિશીલ મસ્તિષ્કની બીમારી છે,…

Read More