હિંદુ માન્યતાઓ અનુસાર શનિ દેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. જે વ્યક્તિના કાર્યોને માપી અને તે અનુસાર સુખ કે દુખ આપે છે. પંચાગ અનુસાર દર વર્ષે જેઠ મહિનાની અમાસના દિવસે શનિ જયંતિ મનાવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, આ દિવસે પૂજા કરવાથી શનિ દેવ ખરાબ નજરથી બચાવે છે અને સુખ-સમૃદ્ધિ પ્રદાન કરે છે.જેઠ મહિનાની અમાસના દિવસે શનિ દેવનો જન્મ થયો હતો. તેથી આ દિવસને શનિ જયંતિ તરીકે મનાવવામાં આવે છે. શનિદેવને તમામ નવ ગ્રહોમાંથી સૌથી શ્રેષ્ઠ હોવાના ભગવાન શિવ તરફથી આશિર્વાદ મળ્યા છે. તેમની દ્રષ્ટિથી દેવતાઓથી લઇને માણસો સુધી બધા ભયભીય રહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં તમોગુણી પ્રધાનતા વાળા…
કવિ: Dharmistha Nayka
1984ની ભોપાલ ગેસ દુર્ઘટનાથી આખો દેશ હાચમચી ગયો હતો. ત્યારબાદ આવી ઘટના ન બને તે માટે ઘણી તકેદારી રાખવામાં આવે છે. ભોપાલ ગેસ દુર્ઘટનાથી તંત્રએ શીખ લીધી છે. ત્યારે ભારતીય મૂળની અમેરિકન વિદ્યાર્થીનીએ ભોપાલ ગેસ દુર્ઘટનાના પ્રભાવથી પ્રેરણા લઈ પર્યાવરણને અનુકૂળ ફોમનો વિકલ્પ વિકસિત કરવા બદલ પ્રતિષ્ઠિત પુરસ્કાર જીત્યો છે. આ વિદ્યાર્થિનીનું નામ સોહી સંજય પટેલ છે. જે ટેક્સાસ હાઈસ્કૂલની વિદ્યાર્થીની છે. જેને 2021ના વર્ચ્યુઅલ રીજેનરોલ ઇન્ટરનેશનલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ફેરમાં પેટ્રિક એચ હર્ડ સસ્ટેનેબિલીટી એવોર્ડની વિજેતા જાહેર કરાઈ હતી. આ પુરસ્કાર અમેરિકાની એનવાયરમેન્ટ પ્રોટેક્શન એજન્સીએ એનાયત કર્યો છે. એજન્સીએ જણાવ્યું હતું કે, તેના પ્રોજેક્ટમાં પ્લાન્ટમાંથી ફ્લેમ રીટાર્ડન્ટ પોલિયુરેથીન ફોમ…
કોરોનાની બીજી લહેર બાદ કોરોનાની રસીની બોલબાલા વધી ચુકી છે. ભારતમાં એક તરફ રસી અપાઈ રહી છે અને બીજી તરફ લાખો ડોઝ બરબાદ પણ થયા છે. કેટલાંક કિસ્સામાં માનવીય ભૂલ પણ જવાબદાર છે. જો કે આવા મામલામાં અત્યાર સુધી તો કોઈની સામે કાર્યવાહી નથી થઈ.જો કે અમેરિકામાં વેક્સીનના ડોઝ બરબાદ થવાના એક મામલામાં અમેરિકાની એક કોર્ટે એક ફાર્માસિસ્ટને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. અમેરિકાના વિસ્કોન્સિન સ્ટેટમાં સ્ટીવન બ્રાંડેનબર્ગ નામના ફાર્માસિસ્ટ પર કોરોનાની રસીના 500 ડોઝ વેડફી નાંખવાનો આરોપ મુકાયો હતો. તેણે રસીના ડોઝને કલાકો સુધી રેફ્રિજેટરની બહાર રાખ્યાં હતાં. તેણે તેના પર લાગેલા આરોપ સ્વીકારી લીધા હતાં. સ્ટીવને સ્વિકાર્યું…
દેશમાં કોરોનાની મહામારી વચ્ચે બ્લેક ફંગસના કેસમાં વધારો થયો છે. દેશમાં બ્લેક ફંગસના કેસ કેમ વધ્યા તેની પાછળ કેટલાક કારણ પણ જવાબદાર છે. પોસ્ટ કોવિડ બાદ દેશમાં બ્લેક ફંગસના કેસમાં વધારો થયો છે. કોરોના વાઇરસ મહામારી પહેલાં દુનિયાભરમાં 38 દેશોએ મ્યુકરમાયકોસિસના કેસના રિપોર્ટ આપ્યા હતા. હવે ભારત સહિત કેટલાક અન્ય દેશોમાં પણ મ્યુકરમાયકોસિસના કેસ સામે આવ્યા છે, જ્યાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધુ છે.જાણકારોનું કહેવું છે કે, ઘણા કેસમાં દર્દીઓને એ વાતની ખબર નથી હોતી કે તેમને ડાયાબિટીસ છે. આઈટીએફના એક અનુમાન અનુસાર, ભારત, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં અંદાજે 57 ટકા લોકોને ડાયાબિટીસ અંગે ખબર જ હોતી નથી. ડાયાબિટીસના મોટા ભાગના કેસની…
હાલોલ ખાતે આવેલી મોડેલ સ્કૂલમાં 10મું ધોરણ નાપાસ વિદ્યાર્થીનીને ધોરણ 11માં પ્રવેશ આપી અને પાસ કરી દેવાના વિવાદમાં જિલ્લા શિક્ષણાધિકારીએ પગલાં લેવાનું જણાવ્યું હતું… જેમાં જિલ્લા શિક્ષણાધિકારીના ધ્યાને આ વાત આવતા તેમને હાલોલની મોડેલ સ્કૂલના જવાબદાર કર્મચારીઓ સામે પગલાં લેવાની જાહેરાત કરી છે..રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હાલોલની મોડેલ સ્કૂલમાં ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીની આશારાઠવાને ધોરણ 11માં પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો.જેણે ગત વર્ષે ધોરણ 11 પાસ કરી અને આ વર્ષે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યું હતું. ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીની છેલ્લા 2 વર્ષથી પોતાની શાળામાં ભણે છે તે બાબતથી શાળાના આચાર્ય અને શિક્ષકો અજાણ હતા. ત્યારે ગાંધીનગરથી…
અમેરિકામાં કેલિફોર્નિયામાં રહેતા 67 વર્ષીય દાદી જ્યારે ઘરની બહાર જાય ત્યારે બધા તેમને જોતા રહી જાય છે. આ દાદીનું આખું શરીર કલરફુલ ટેટૂઓથી ભરચક છે. જોવાની વાત તો એ છે કે ટેટૂ કોઈ ડિઝાઈનનાં નહીં પણ જંગલી અને લુપ્ત થવાને આરે પહોંચેલા પ્રાણીઓનાં બનાવેલા છે. ડેબી મેકગ્રેગરને પહેલેથી પ્રાણીઓ પ્રત્યે લગાવ હતો. ડેબીએ વેટ ટેક્નીશિયન તરીકે 28 વર્ષ સુધી કામ કર્યું છે. શ્વાન અને બિલાડીની હોસ્પિટલમાં પણ અનેક વર્ષો સુધી સેવા આપી છે. ડેબીએ પોતાના પશુ પ્રેમને વર્ણવા માટે એક બુક પણ લખી છે. ડેબી કહ્યું, અનેક પશુઓને લુપ્ત થતા બચાવવા અને તેમને સપોર્ટ કરવા માટે હું તેમના ટેટૂ બનાવડાવું…
શહેરના વાસણા વિસ્તારમાં એક ઠગાઇનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બાપુનગરના ધવલ બારોટ નામના વ્યક્તિએ અન્ય ધવલ બારોટને એક ટ્રાવેલ્સ વેપારી પાસેથી ગાડી ભાડે લેવા મોકલી આ ગાડી ભાડે લીધી હતી. લગ્નમાં જરૂર હોવાનું કહી બે દિવસ આ ગાડી ભાડે લીધી હતી. બાદમાં પરત આપી ન હતી. ત્યારે વેપારીએ ફોન કરી ગાડી પરત માંગતા આ ગઠિયો તેની માતાને લઈને વેપારીની ઓફિસે પહોંચી ગયો હતો અને પોતાને દેવું થઈ જતાં તેણે આ ગાડી ગીરવે મૂકી હોવાનું જણાવતાં વેપારી ચોંકી ગયા હતા. જોકે અનેક મહિના સુધી આ ગાડી ગઠિયાએ પરત ન આપતા આખરે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી…
દુનિયાભરમાં વિવિધ પ્રકારના આયોજનો થતા રહે છે. ઘણી વખત આ ઇવેન્ટનો હેતુ ક્રિએટીવીટી ઉપરાંત લોકોને જાગરૂક કરવાનો પણ હોય છે. એવામાં લોકો જુદા જુદા પ્રકારના અજબગજબ આઈડિયા લઈને સામે આવે છે. એવી જ એક ઘટના બની નેકેડ બાઈક રાઈડ. નામ મુજબ જ આ રેલીમાં ભાગ લેનારાએ કોઈપણ પ્રકારના કપડા પહેરવાની મંજૂરી નથી હોતી. આ રેલીમાં તેના અલગ નિયમો હોય છે. અમેરિકાના ફિલાડેલ્ફિયામાં દર વર્ષે નેકેડ બાઈક રાઈડનું આયોજન હોય છે. જેમાં ભાગ લેવાવાળા લોકો પોતાના શરીર પર એક પણ પ્રકારના કપડાં નથી પહેરતાં. પરંતુ આ વખતનું આયોજન કોરોના મહામારીને કારણે કંઈક અલગ પ્રકારનું છે. આ વર્ષે આ રાઈડ 28 ઓગસ્ટના…
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત હોવાના દાવાઓ વારંવાર કરવામાં આવે છે. પરંતુ પાટનગર ગાંધીનગરમાં સૌથી સુરક્ષિત ગણાતા ધારાસભ્યોના ક્વાર્ટરમાં જ બનેલી એક ઘટનાએ સરકારના દાવા સામે સવાલો ઉઠાવ્યા છે. અહીં કોંગી ધારાસભ્યના ક્વાર્ટરમાં રહેતી યુવતી સાથે ધારાસભ્ય જે.વી. કાકડીયા સાથે કામ કરતા યુવાને છેડતીનો પ્રયાસ કર્યો.યુવાને એમએલએ ક્વાર્ટરમાં દારૂ પીને ધમાલ મચાવી યુવતીની છેડતી કરી હોવાનો આક્ષેપ થયો છે. પીડિત યુવતીએ તેના રૂમમાં રહેલી અન્ય યુવતીઓને ઘટના વિશે જાણ કરી હતી. જે બાદ તમામ યુવતીઓએ સદસ્યતા નિવાસના ઇન્કવાયરી ઓફિસમાં જઇને ફરિયાદ કરી. જો કે યુવતીની ફરિયાદ બાદ ઇન્કવાયરીના અધિકારીઓએ યુવકને સમજાવ્યો. તેમજ યુવક સામે કડક પગલાં લેવાની ખાતરી આપતા…
કોરોનાના કારણે વર્ક ફ્રોમ હોમની પદ્ધતિ આવી જેની અસર હવે આંખો માં જોવા મળી રહી છે. ડ્રાય આઇની ઇન્કવાયરી અત્યારે હોસ્પિટલમાં 60 થી 70 ટકા વધી ગઈ છે.વર્ક ફ્રોમ હોમ સાથે જ બાળકો અત્યારે ઓનલાઇન એજ્યુકેશન ભણી રહ્યા છે. તેની અસર સીધી જ તેમની આંખોમાં વર્તાઈ રહી છે. ડ્રાય ની બીમારી વધી ગઈ છે. ડ્રાય એટલે સુખી આંખથી થતા રોગ સુખી આંખ એક એવી પરિસ્થિતિ છે. જેમાં પૂરતા પ્રમાણમાં આંસુ બનતા નથી અથવા તેની ગુણવત્તા યોગ્ય હોતી નથી.લાંબા સમય માટે મોબાઈલ કોમ્પ્યુટરનો વધુ ઉપયોગ, કોન્ટેક લેન્સ પહેરવાથી, ધુમ્રપાન કરવાથી, હોર્મોનલ ઇમ્બેલેન્સ થવાથી અને ૫૦થી વધુ ઉંમરના લોકો આ તમામ કારણોથી…