જ્યોતિરાદિત્ય સિંધિયા બાદ રાહુલ ગાંધીની ટીમમાંથી વધુ એક વિકેટ ખડવા જઈ રહી છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ આજે જિતિન પ્રસાદને પાર્ટીમાં જોડાવશે. હાલમાં જિતિન પ્રસાદ ગૃહમંત્રી અમિત શાહના ઘરે પહોંચ્યા છે.કહેવાય છે કે, કોંગ્રેસના મોટા બ્રાહ્મણ ચહેરા તરીકે ખ્યાત થયેલા જિતિન પ્રસાદ છેલ્લા કેટલાય દિવસોથી પાર્ટી હાઈકમાન્ડથી નારાજ હતા. કોંગ્રેસ વધુ માન મરતબો ન મળતા પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. જો કે, જિતિન પ્રસાદની ફરિયાદને પાર્ટીએ નજરઅંદાજ કરી હતી. આ જ કારણ છે કે, જિતિન પ્રસાદ ભાજપમાં ભળી જવાના છે. ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના…
કવિ: Dharmistha Nayka
જો તમારે એવી યોજનામાં રૂપિયાનું રોકાણ કરવું હોય જેમાં પૈસા સલામત હોય અને સારું વળતર મળે, તો ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની જીવન અક્ષય પોલિસી એ એક સારો વિકલ્પ છે. તેમા તમને નિશ્ચિત પેન્શન મળશે. પોલિસીની વિશેષતા એ છે કે તેના માટે તમારે ફક્ત એક જ વાર પ્રીમિયમ ચૂકવવું પડશે. પોલિસીમાં કુલ 10 વિકલ્પો મળે છે. પરંતુ તેનો વિકલ્પ ‘A’ પસંદ કરીને, તમે દર મહિને 14000 રૂપિયા સુધીનું માસિક પેન્શન મેળવી શકો છો.જીવન અક્ષય પોલિસી 30થી 85 વર્ષની વ્યક્તિઓ લઈ શકે છે. તેમા ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે. પોલિસી ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ખરીદી શકાય…
શું તમે સાંભળ્યું છે કે એવી ખતરનાક કીડીની બાબતમાં કે જેના કરડવાથી માણસનું મોત પણ થાયછે. જી હાં, આ કોઈ અફવા નથી પરંતુ એક સત્ય હકિકત છે. આ કીડીનું નામ ગીનિઝ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. આવો જાણીએ આખરે આ કીડી કેમ હોય છે ખતરનાક અને તેનું શું નામ છે. દુનિયાની સૌથી ખતરનાક કીડીનું નામ બુલડોગ કીડી છે. જેનું વૈજ્ઞાનિક નામ Myrmecia Pyriformis છે. તે મોટે ભાગે ઓસ્ટ્રેલિયન કોસ્ટલ વિસ્તારમાં જોવા મળે છે. બુલડોગ કીડી પોતાના હુમલામાં ડંખ અને જડબાનો એક સાથે ઉપયોગ કરે છે. આ ખૂબજ ખતરનાક અને જીવલેણ હોય છે. આ ખતરનાક કીડીના હુમલાથી 1936થી લઈને અત્યાર સુધી…
ભારતીય સૈન્ય તેની તાકત વધારવા જઇ રહી છે. તેના હેઠળ સેના આત્મનિર્ભર જંગી સમૂહ બનાવશે. આ યૂનિટનું નામ ઇન્ટીગ્રેટેડ બેટલ ગ્રુપ (IBG) હશે. તેને જરૂરી સમયે ઝડપી તૈનાત થઇ જશે અને તેની મારક ક્ષમતા પણ વધારે હશે. આ યૂનિટ તમામ જરૂરી વિસ્ફોટ અને અન્ય વસ્તુઓથી સજજ હશે. તેના દ્વારા જરૂરિયાતન સમયે પાકિસ્તાન અને ચીનને મજબૂત ટક્કર આપવામાં મદદ મળશે.પ્રથમ ઇન્ટીગ્રેટેડ બેટલ ગ્રુપ 2022ની શરૂઆતમાં સ્થાપિત કરાશે. તેમાં 5000 જવાન હશે. ઉપરાંત આ આઈબીસીમાં ટેંક, તોપ, એર ડિફેન્સ સિસ્ટમ, સિગ્નલ એન્જીનિયર અને અન્ય જરૂરી સંસાધન ઉપલબ્ધ હશે. સૈન્ય તેની 9 કોર્પ્સ, 17 કોર્પ્સ (પાનગઢ) અને 33 કોર્પ્સ (સુકના) પહેલા 8થી 10…
ગુજરાતમાં બરાબર એક મહિના અગાઉ કોરોનાથી ભયાવહ સ્થિતિ હતી અને 12 હજારથી વધુ દૈનિક કેસ-૧૨૦થી વધુના મૃત્યુ નોંધાઇ રહ્યા હતા. પરંતુ છેલ્લા બે સપ્તાહથી કોરોનાના કેસમાં થઇ રહેલા સતત ઘટાડાથી રાહતજનક ચિત્ર સામે આવી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૪૮ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧૨ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં ૯૦૦થી ઓછા કેસ નોંધાયા હોય તેવું ૮૨ દિવસે જ્યારે ૧૫થી ઓછા મૃત્યુ નોંધાયા હોય તેવું ૬૩ દિવસમા પ્રથમવાર બન્યું છે. આ ઉપરાંત ૭ એપ્રિલ બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૨૦ હજારથી નીચે ગયો છે. રાજ્યમાં હાલ ૧૮,૦૦૮ એક્ટિવ કેસ છે જ્યારે ૩૭૧ દર્દી વેન્ટિલેટર પર છે.ગુજરાતમાં કોરોનાના કેસો સતત ઘટી…
ભારતમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના ઇલાજ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે 27 મેના રોજ જાહેર કરેલી ગાઇડલાઇનમાં સંશોધન કરી લક્ષણો વગરના અથવા તો સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓના ઇલાજ માટે નવી સંશોધિત ગાઇડલાઇન જાહેર કરી છે. જે અંતર્ગત એન્ટિપાઇરેટિક અને એન્ટિટ્યૂસિવને બાદ કરતા અન્ય તમામ દવાઓ સારવારમાંથી હટાવી દેવામાં આવી છે.સંશોધિત ગાઇડલાઇન મુજબ હવે લક્ષણો વગરના અથવા તો સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને ડોક્ટરો દ્વારા અપાતી હાઇડ્રોક્સિ ક્લોરોક્વિન, આઇવરમેક્ટિન, ડોક્સીસાઇક્લિન, ઝિંક, મલ્ટી વિટામીન તેમજ અન્ય દવાઓને બંધ કરવામાં આવી છે. હવે દર્દીઓને ફક્ત તાવ માટે એન્ટિપાઇરેટિક અને શરદી-ઉધરસ માટે એન્ટીટ્યૂસિવ જ આપવામાં…
અત્યાર સુધી તમે દુનિયામાં કેટલીય રહસ્યમયી વસ્તુઓ વિશે સાંભળ્યું હશે. એમાં કેટલીક એવી માહિતી તમને હેરાન કરી દેનારી હશે તો કેટલીક એવી વસ્તુઓ હશે જેને સાંભળીને તમે પોતે વિચારમાં પડી જશો. દુનિયામાં કેટલાય એવા રહસ્યમયી ગામ છે જેના બાબતમાં માહિતી સાંભળતો તો તમે પોતે વિશ્વાસ પણ નહીં કરી શકો. મેક્સિસોનું એક વિચિત્ર ગામ છે જેમાં દરેક કોઈ દિવ્યાંગ છે.મેક્સિકો સ્થિત ટિલ્ટેપક ગામને અંધ લોકોનું ગામ કહેવાય છે. અહીં રહેનારા માણસો સાથે જ દરેક પશુ પણ આંધળા છે. આ જાણીને તમે હેરાન થઈ શકો છો પરંતુ આ વાત બિલકુલ સત્ય છે. એની પાછળ કોઈ મોટું રહસ્ય બતાવાઈ રહ્યું છે. આ ગામના…
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફારની તૈયારી કરવામાં આવી રહી છે. ચૂંટણીમાં મળેલી હાર બાદ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ હતુ. ત્યારે અર્જુન મોઢવાડીયા અને ભરતસિંહ સોલંકી માંથી એક નેતાને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી શકે છે.તો બીજી તરફ પુંજા વંશ અને શૈલેષ પરમાર માંથી એક ધારાસભ્યને વિપક્ષના નેતાનું પદ મળી શકે છે. મળતી માહિતી પ્રમાણે પુંજા વંશ નવા નેતા વિપક્ષ બને તેવી પ્રબળ શક્યતા છે. જો અર્જુન મોઢવાડીયા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનશે તો શૈલેષ પરમાર વિપક્ષના નેતા બની શકે છે. ભરતસિંહ સોલંકી અધ્યક્ષ બનશે તો પૂંજા…
જયપુરથી ગેંગરેપનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ગુસ્સે ભરાયેલી મોટી બહેને તેની 2 નાની સગીર બહેનોને સાથ ન આપવાના કારણે તેના પર સામુહિક દુષ્કર્મ કરાવ્યો. આ મામલો સામે આવ્યો ત્યારથી પોલીસે અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરી છે.સામુહિક દુષ્કર્મની આ સનસનીખેજ ઘટના જયપુરના પ્રતાપ નગરની છે. 2 મેના રોજ બે સગી બહેનો સાથે થયેલા સામુહિક દુષ્કર્મના કેસમાં પ્રતાપ નગર પોલિસ સ્ટેશનને મોટી સફળતા મળી છે. પોલીસે કાર્યવાહી કરતા 6 લોકોની સામુહિક દુષ્કર્મના કેસમાં ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં 3 સગીર પણ સામેલ છે. પોલીસ મુજબ સામુહિક દુષ્કર્મ મામલે બંને બહેનોની મોટી બહેન સહિત વધુ બે લોકોની ધરપકડ…
કોરોના સંક્રમણકાળમાં જોધપુર શહેરમાં એક હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. કોરોના સંક્રમણના ભયના કારણે મૃતકોના પરિજન તેમની અસ્થિઓનું વિસર્જન કરવામાં પણ ઘબરાવી રહ્યા છે, પરંતુ જોધપુર શહેરમાં પોસ્ટ વિભાગે તેનો રસ્તો શોધી લીધો છે. પોસ્ટલ વિભાગે અસ્થિ વિસર્જન કરવાની પહેલ કરતા તેના માટે નવી યોજના શરૂ કરી છે. પોસ્ટ વિભાગે આ યોજના હેઠળ મૃતકના પરિજન તેમની અસ્થિ વિસર્જનને ઓનલાઇન જોઇ શકશે.જોધપુર શહેરમાં કોરોનાના કારણે અને સામાન્ય મૃત્યુ થવાથી જે મૃત્યુ પામ્યા છે, તેમની અસ્થિઓનું વિસર્જન નથી થયુ. એવા મામલાઓ માટે પોસ્ટ વિભાગે દિવ્ય દર્શન સંસ્થા સાથે કરાર કર્યો છે. અસ્થિઓના વિસર્જન સાથે સંબંધિત તમામ કર્મકાંડની જવાબદારી હવે પોસ્ટ વિભાગે…