સામાન્ય રીતે કિચનને મહિલાઓનું ક્ષેત્ર ગણવામાં આવે છે. દરેક ઘરમાં પહેલાથી જ સ્ત્રીઓ કિચન સંભાળતી નજરે પડે છે. પરંતુ જો અમે તમને એમ કહીએ કે ભારતમાં જ એક ગામડું છે, જ્યા પુરુષો કિચન સંભાળે છે, તો તમે વિશ્વાસ નહીં કરો. પરંતુ આ વાત સાચી છે. હકીકતમાં પુડુચેરીનું એક ગામ ‘વિલેજ ઓફ કુક્સ’ તરીકે ઓળખાય છે..પુડુચેરી સ્થિત કાલયુર ગામમાં પુરુષોને કિચન કિંગ માનવામાં આવે છે. છેલ્લા 5 સદીઓથી એટલે કે લગભગ 500 વર્ષોથી અહીંના રસોડામાં પુરુષોનું વર્ચસ્વ છે. આ ગામ પુડુચેરીથી 30 કિમી દૂર આવેલું છે અને અહીંના દરેક ઘરમાં એક મહાન રસોઇયા જોવા મળે છે. આ ગામમાં આશરે 80 જેટલા…
કવિ: Dharmistha Nayka
રશિયામાં એક દંપતિના 21 બાળકો છે અને અત્યારે પણ બાળકો ઇચ્છે છે. 56 વર્ષિય પતિ ઇચ્છે છે કે તેના કુલ 105 બાળકો હોય.મોસ્કોમાં રહેતી ક્રિસ્ટીના ઓજતુર્ક અને તેના 56 વર્ષિય પતિ ગૈલિપની થોડાક વર્ષો પહેલા જોર્જિયામાં મુલાકાત થઈ હતી. ત્યારે ક્રિસ્ટીનાની ઉંમર માત્ર 17 વર્ષ હતી અને ત્યારે પણ તે એક બાળકની સિંગલ મધર હતી. એ મુલાકાત પછી ક્રિટીના અને ગૈલિપ વચ્ચે નિકટતા વધી અને પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગૈલિપ ઓજતુર્ક એક અબજપતિ બિઝનેસમેન છે તેનું પ્રોપર્ટી અને ટ્રાન્સપોર્ટનું બિઝનેસ છે. ક્રિસ્ટીનાએ છેલ્લા 10 મહિનામાં જ સરોગસીની મદદથી 10 બાળકોને જન્મ આપ્યો છે. દંપતિને સરોગસીથી પહેલો બાળક માર્ચ…
મેદસ્વીપણાથી લડતા લોકો માટે રાહતના સમાચાર છે. અમેરિકાની સર્વોચ્ચ મેડિકલ સંસ્થા એફડીએએ મેદસ્વીપણાને ઘટાડવા માટેની દવાને પ્રમાણિત કરી છે, જે સ્થૂળતાને 15 ટકા ઘટાડે છે. જો કે તે ડાયાબિટીઝની દવા છે, પરંતુ અમેરિકામાં તેને મેદસ્વીપણાને ઘટાડવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવશે. વજન ઘટાડવાની દવાના નામે તેને બજારમાં લોન્ચ કરવામાં આવશે. આ દવાનું નામ વીગોવી (Wegovy) છે. તેને ફાર્માસ્યુટિકલ કંપની નોવો નોર્ડીસ્ક (Novo Nordisk) દ્વારા બનાવવામાં આવી છે.વીગોવી એ નોવો નોર્ડીસ્કની ડાયાબિટીસ દવા સેમાગ્લુટાઈડનું અપગ્રેડ કરેલું વર્ઝન છે. તે લાંબા સમય સુધી વજન ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. જે લોકોએ દવા કંપની નોવો નોર્ડીસ્કના ટ્રાયલમાં ભાગ લીધો, તેમાં મેદસ્વી સામે લડી રહેલા…
સુરતના અલઠાણ વિસ્તારમાં ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી બાથરૂમમાંથી બેભાન હાલમતાં મળી આવ્યો. જો કે તેનું મૃત્યુ થઇ ગયું. ટ્રાન્સપોર્ટરના વેપારી પુત્રના શંકાસ્પદ મોત બાદ પરિવાર શોકમાં ગરકાવ થયો છે. શુક્રવાર રાત્રે ઘરના બાથરૂમમાંથી બેભાન મળી આવ્યા બાદ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હોસ્પિટલ ખસેડ્યા બાદ માત્ર ત્રણ કલાકની ટૂંકી સારવાર બાદ ખાનગી હોસ્પિટલના બિછાને વિદ્યાર્થીનું મોત થયું હતું. મૃતક વિદ્યાર્થીના પિતા લલિત શર્મા ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પિતાના જણાવ્યાનુસાર માસ પ્રમોશનને લઈ પુત્ર ખૂબ જ ખુશ હતો. સાંજના ઘરે આવ્યા બાદ બાથરૂમમાં ગયો હતો. જે બાદ બહાર નહિ નીકળતા વેન્ટિલેશનની બારી વાટે દરવાજો ખોલી બહાર કાઢવામાં આવ્યો હતો.
જાપાનના ટોક્યોમાં થનારા ઓલંપિકની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કોરોનાકાળમાં ઓલંપિકના સફળ આયોજન કરાવનારી સમિતિ માટે પણ મોટી ચેલેન્જ છે. ઓલંપિક પરંપરા અનુસાર રમતમાં ભાગ લેનારા ખેલાડીઓને રમત ગામમાં રહેવા દરમિયાન મફતમાં કોન્ડોમ આપવામાં આવશે. આ સંખ્યા 1.60 લાખથી વધારે છે. જોકે આ વખતે એક મોટી સમસ્યા છે.આયોજકો રમતવીરોને ઊભા કરાયેલા ખેલકુંભ ગામમાં કોન્ડોમના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આયોજન સમિતિએ જાહેરાત કરી છે કે ખેલાડી આ કન્ડોમને યાદગીરી રૂપે ઘરે લઈ જઈ શકે છે. ઘરેલુ જમીન પર પહોંચ્યા પછી જ તેનો ઉપયોગ કરી શકશે.આયોજન સમિતિએ આ નિર્ણય એટલા માટે લીધો છે કે કોન્ડોમ હોવાથી ખેલાડી કોઈપણ વ્યક્તિના સંપર્કમાં…
ગત સપ્તાહે થાઈલેન્ડના પશુ ચિકિત્સક ડૉ. થાનુ લિમ્પાપટ્ટનવનિચ પાસે એક અલગ જ દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. એક વ્યક્તિ પશુ ચિકિત્સક પાસે ઘાયલ વંદાને લઈને આવ્યો હતો, તેણે જણાવ્યું કે અન્ય વ્યક્તિએ ભૂલથી વંદા પર મગ મુકી દીધો હતો. તે વંદાને રસ્તા પર આ રીતે ન રાખી શકે, તેથી વંદાને તેના હાથમાં લઈને સાઈ રાક એનિમલ હોસ્પિટલમાં આવ્યો હતો. વંદાને લઈને આવનાર વ્યક્તિ પર હસવાની જગ્યાએ ડૉ. લિમ્પાપટ્ટનવનિચે વંદાનો વિનામૂલ્યે ઈલાજ કર્યો હતો.ગઈકાલે રાતે કોઈ વ્યક્તિએ વંદા પર મુક્યો હતો. ત્યાંથી આ વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો અને તે વંદાના ઈલાજ માટે તાત્કાલિક પશુઓના ડૉકટર પાસે લઈ ગયો. વંદાની…
આ વિશેષ મધની કિંમત 8 લાખ 85 હજાર રૂપિયા છે. ચાલો જાણીએ શા માટે આ મધની કિંમત આટલી વધારે છે.ગિનીઝ વર્લ્ડ રેકોર્ડની વેબસાઇટ અનુસાર, સેંટૌરી કંપનીનું મધ વિશ્વનું સૌથી મોંઘુ મધ છે. સેન્ટૌરી એક ટર્કીશ મધ કંપની છે. કંપનીની વેબસાઇટ અનુસાર, એક કિલો મધની કિંમત 10 હજાર યુરો છે, એટલે કે ભારતીય ચલણમાં તેની કિંમત આશરે 8,85,000 રૂપિયા છે. એવું કહેવામાં આવે છે કે આ મધ સામાન્ય મધથી સંપૂર્ણપણે અલગ છે. સેંટૌરી કંપનીનું આ મધ બજારમાં વેચાતા સામાન્ય મધ જેટલું મીઠું નથી. ઉલટાનું, આ મધનો સ્વાદ થોડો કડવો છે. સ્વાદ કડવો હોવા છતાં પણ આ મધ શરીર માટે ખૂબ ફાયદાકારક…
wr.Indianrailways.gov.in પર ટ્રેઇન્ડ ગ્રેજ્યુએટ ટીચર (ટીજીટી) અને સહાયક શિક્ષક (પ્રાથમિક શિક્ષક) ની પોસ્ટ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. પાત્રતા અને રુચિ ધરાવતા ઉમેદવારો, પશ્ચિમ રેલ્વે શિક્ષક ભરતી માટે વલસાડના રેલ્વે માધ્યમિક શાળા (અંગ્રેજી માધ્યમ) માં 14 જૂન 2021 ના રોજ વોક ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે. મહત્વપૂર્ણ તારીખ શાળા નોંધણી તારીખ અને સમય – 07 જૂન 2021 થી 10 જૂન 2021 સવારે 9 થી બપોરે 12 સુધી ઇન્ટરવ્યુ તારીખ અને સમય – 14 જૂન 2021 સવારે 9 વાગ્યે પશ્ચિમ રેલ્વે શિક્ષકની ખાલી જગ્યાની વિગતો પ્રશિક્ષિત ગ્રેજ્યુએટ શિક્ષક (હિન્દી) – 01 પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક (ગણિત) – પીસીએમ – 01…
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકાર સામે બંગાળી અસ્મિતા સામે ઘૂંટણીયા ટેકનાર ભાજપ હવે ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં એ મુદ્દાઓની મદદ લેશે જે લોકો સાથે લાગણી રૂપે જોડાયેલા છે. ભાજપના સૂજ્ઞોએ જણાવ્યું કે, આગામી વર્ષે ભાજપ રામ મંદિરના મુદ્દાને પોતાની સફળતા ગણાવી તેને કેન્દ્રમાં રાખી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરતી જોવા મળશે. ભાજપ હાઈકમાન્ડ પણ એ વાતને સ્વીકારી રહ્યું છે કે, બંગાળમાં બંગાળી અસ્મિતાનો મુદ્દો ઉઠાવી મમતાએ બાજી પલટી હતી. તેથી ઉત્તર પ્રદેશમાં પણ રામ મંદિરનો મુદ્દો ઉઠાવવા પર લોકો સાથે જોડાવવું ભાજપ માટે સરળ બનશે. ભાજપના સૂત્રોએ જણાવ્યું કે, આગામી વર્ષે યોજાનાર ઉત્તર પ્રદેશ ચૂંટણીના પ્રચાર અભિયાનને 2 ભાગમાં વહેંચવામા આવશે. હાલ…
મેક્સિકોના પુએબ્લા રાજ્યમાંથી એક હેરાન કરનારો વીડિયો સામે આવ્યો છે. પુએબ્લા રાજ્યમાં એક એવી જગ્યા છે. સાંતા મારિયા જાકાટેપેક આ વિસ્તારમાં ખેડૂતો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જો કે, આ તમામની વચ્ચે એક ખેતરમાં વિશાળકાય ખાડો પડ્યો છે. આ ખાડો લગભગ 300 ફૂટનો છે અને 70 હજાર વર્ગમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જ્યારે પહેલી વાર આ ખાડો જોવા મળ્યો ત્યારે ફક્ત 15 ફૂટનો હતો, ત્યાર બાદ ધીમે ધીમે વિસ્તાર વધતો ગયો.ગત શનિવારે પહેલીવાર આ ખાડો દેખાયો હતો. પુએબ્લા રાજ્યના ગવર્નર મિગુએલ બારબોસા હુર્તાએ કહ્યુ હતું કે, સાંતા મારિયા જાકાટેપેક કસ્બામાં આવેલા ખાડો 20 મીટર ઊંડો છે…