કવિ: Dharmistha Nayka

વૈશાખ મહિનાના વદ પક્ષની એકાદશીને અપરા કે અચલા એકાદશી કહેવામાં આવે છે. આ વખતે અપરા એકાદશી 5 અને 6 જૂનના રોજ રહેશે. પરંતુ વિદ્વાનો પ્રમાણે વ્રત અને પૂજા 6 જૂનના રોજ જ કરવી જોઈએ. મહાભારત, નારદ અને ભવિષ્યપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે અપરા એકાદશીનું વ્રત અને પૂજા કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ નષ્ટ થાય છે. સાથે જ, મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. આ વખતે વૈશાખ મહિનાના વદ પક્ષની અપરા એકાદશી તિથિ 5 જૂન, શનિવારે સૂર્યોદય પહેલા જ એટલે સવારે લગભગ 4 વાગે જ શરૂ થઈ જશે. પછી બીજા દિવસે એટલે 6 જૂન, રવિવારે સૂર્યોદય પછી લગભગ સાડા 6 વાગ્યા સુધી રહેશે.…

Read More

Researve Bank Of India એ કોરોનાવાયરસની બીજી લહેરથી અસરગ્રસ્ત કોન્ટેક્ટ-ઈન્સેન્ટિવ સેક્ટર્સ માટે મોટી જાહેરાત કરી છે. આરબીઆઈએ કોન્ટેક્ટ-ઈન્સેન્ટિવ સેક્ટર્સ માટે રૂ .15,000 કરોડની ઓન-ટેપ લિક્વિડિટી રજૂ કરી છે. આ રેસ્ટોરાં, બસ ઓપરેટર્સ, પર્યટન, બ્યુટી પાર્લર અને એવિએશન સેવાઓને વધારાની ધિરાણ સહાય પ્રદાન કરશે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, આરબીઆઈ નાણાકીય સ્થિરતાનું વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.આરબીઆઈ ગવર્નરે કહ્યું કે આરબીઆઈનું ધ્યાન લીકવીડિટીને સમાનરૂપે વિતરણ કરવાનું છે. અર્થવ્યવસ્થાને વિકાસના માર્ગ પર પાછી લાવવા માટે આપણે સક્રિય અભિગમ અપનાવવાની જરૂર છે. દાસે કહ્યું કે 36,545 crore કરોડની લીકવીડિટી ઉદ્યોગમાં દાખલ કરવામાં આવી છે. 40,000 કરોડની સિક્યોરિટીઝ ખરીદવા માટે સરકારી…

Read More

કોરોનાની બીજી લહેર ભારતમાં હજારો લોકોને ભરખી ગઈ છે અને દરેક રાજ્યોમાં કોરોનાથી થયેલા મોતની સંખ્યા વધારે છે. આ મહામારી વચ્ચે એક ઘટનામાં કોરોનાથી મોતને ભેટેલી મહિલાના અંતિમ સંસ્કાર કરી દીધા બાદ તે ઘરે પાછી ફરતા પરિવારજનો પણ હેરાન થઈ ગયા હતા. આ ઘટના આંધ્રપ્રદેશમાં બની છે. જ્યાં કોરોનાથી 75 વર્ષની મહિલાનું મોત થયું હતું અને આમ છતા પાછળથી ખબર પડી હતી કે તે હેમખેમ છે.ગિરજાઅમ્મા નામની મહિલા કોરોનાથી સંક્રમિત થયા બાદ 12 મેના રોજ તેને વિજયવાડાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેના પતિ 15 મેના રોજ તેને મળવા પહોંચ્યા ત્યારે મહિલા બેડ પર નહોતી. હોસ્પિટલના સ્ટાફે કહ્યું હતું…

Read More

Indian Army Recruitment Rally 2021: ભારતીય સૈન્ય દ્વારા 11 જુલાઈ 2021 થી 2 ઓગસ્ટ 2021 દરમિયાન રાજસ્થાનના અજમેરમાં આર્મી ભરતી રેલી યોજવામાં આવશે. આ રેલી માટે ઉમેદવારો 27 જૂન 2021 સુધી નોંધણી કરાવી શકે છે. આ રેલીનું આયોજન અજમેરના કાયાડ વિશ્રામ સ્થળ પર કરવામાં આવશે. આર્મીના જણાવ્યા મુજબ, તારીખ અને સ્થાન અસ્થાયી છે અને તેને બદલવામાં પણ આવી શકે છે. જણાવી દઇએ કે વધતા કોરોના કેસોને લીધે સેનાએ 25 એપ્રિલ 2021 અને 30 મે 2021 ના ​​રોજ યોજાનારી પ્રવેશ પરીક્ષા મોકૂફ કરી હતી. ભારતીય સેનાએ જારી કરેલા જાહેરનામા મુજબ, કોઈપણ ઉમેદવારને અરજી કર્યા વિના રેલીમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે…

Read More

વલસાડના ઉમરગામમાં વિકાસ કામોના લોકાર્પણ દરમ્યાન આદિજાતિ વન પ્રધાન રમણ પાટકર ખુદ કોરોના ભૂલ્યા. રમણ પાટકર સાથે કેટલાક ભાજપના કાર્યકરો એવા હતા જેમણે માસ્ક પણ સરખુ નહોતું પહેર્યુ.. કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટંસના ધજાગરા તો ઉડાવવામં આવ્યા. પરંતુ કોરોનાના કેસ ઘટતા વિકાસના કામોના લોકાર્પણમાં કોરોનાના સંક્રમણનો ડર ભાજપમાંથી હવે ગાયબ થયો છે. જ્યારે ફોટો સેશનની વાત આવે ત્યારે ભાજપના આગેવાનો કોરોના ભૂલી ફોટા પડાવવા માટે દોટ મુકે છે.એક તરફ રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા લોકોને કોવિડના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવે છે તો ભાજપના હોદ્દેદારોએ શેઠની શિખામણ જાપા સુધીની કહેવત માત્ર પ્રજા સુધી યથાવત રાખી છે. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે,…

Read More

હવે તમને સેલેરી માટે શનિવાર અને રવિવાર એટલે કે વિકએન્ડ પૂરો થાય તેની રાહ નહીં જોવી પડે. RBI એ નેશનલ ઓટોમેટેડ ક્લિયરીંગ હાઉસ ના નિયમોમાં બદલાવ કરી દીધો છે. NACH ની સુવિધાઓ 1 ઓગસ્ટ 2021થી અઠવાડિયામાં 7 દિવસ મલશે. હાલમાં આ સુવિધાઓ ત્યારેજ મળતી હતી જ્યારે બેંકો ખુલી હોય. સામાન્ય રીતે સોમવારથી શુક્રવાર દરમિયાન જ NACH ની સુવિધાઓ મળતી હતી. ઘણી વખત એવું થતું કે મહિનાની પહેલી તારીખ વિકએન્ડ ઉપર આવતી હતી. જેના કારણે સેલેરાઈઝ્ડ લોકોને પોતાના સેલેરી એકાઉન્ટમાં ક્રેડિટ ન હોવાને કારણે સોમવાર સુધી રાહ જોવી પડતી હતી. RBI ગવર્નર શક્તિકાંત દાસે આજે ક્રેડિટ પોલિસી રિવ્યુ દરમિયાન જાહેરાત કરી…

Read More

પંજાબના લુધિયાણા ખાતેથી દુષ્કર્મની એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ પોલીસ અધિકારી પર નોકરી અપાવવાના બહાને લાંબા સમય સુધી તેનું શારીરિક શોષણ કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. ઓફિસર પર લાગેલા આ ગંભીર આરોપો બાદ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. પીડિતા નેશનલ વેટલિફ્ટિંગની ખેલાડી છે અને તેણે પોલીસ કમિશનર પાસે ન્યાયની માંગણી કરી છે. વરિષ્ઠ અધિકારીએ આ કેસની ગંભીરતાથી તપાસ કરવા કહ્યું હતું. મહિલા નેશનલ વેટલિફ્ટિંગ ખેલાડીએ પોલીસ ઓફિસર પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો તેને લઈ ભારે હડકંપ મચ્યો છે. પીડિતાના કહેવા પ્રમાણે પોલીસ ઓફિસરે તેને સ્પોર્ટ્સ ક્વોટામાં સરકારી નોકરીની લાલચ આપી હતી. તેઓ નોકરીના બહાને તેને…

Read More

આ દુનિયામાં કેટલા પ્રકારના અજીબોગરીબ લોકો મળી આવે છે. અમુકમાં ગજબના હુનર હોય છે, જ્યારે અમુક લોકોને કુદરતીરીતે બીજાથી અલગ પાડે છે. નાનાપણમાં તમે ચુંબકથી ખૂબ રમ્યા હશો, ચુંબક એક એવી ધાતુ છે, જેના પર લોખંડથી બનેલી કોઈ ફણ વસ્તુ ચોંટી જતી હોય છે. પણ શું તમે ક્યારેય એવા કોઈ વ્યક્તિને જોયો છે. જેના શરીરમાં ચુંબક ફીટ હોય. ત્યારે હાલમાં એક આવા શખ્સનો વીડિયો વાયરલ થયો છે. જેને જોઈને તમે નવાઈ પામશો.ઈરાનમાં આવો જ એક માણસ રહે છે. જેનુ શરીર પણ ચુંબકથી જરાયે ઉતરતુ નથી. હકીકતમાં તેના શરીરમાં કોઈ પણ વસ્તુ ચોંટી જાય છે. ઈરાનમાં રહેતા અબોલફજ્લ પોતાની જાતે કોઈ…

Read More

છેલ્લા કેટલાય સમયથી સરકાર દેશની અર્થવ્યવસ્થા ઉપર લાવવાની વાત કરી રહી છે પણ છેલ્લા બે વર્ષથી દેશની GDP પાતાળમાં પહોંચી ગયો છે. તેઓને GDPની ચિંતા છે પરંતુ ગ્રોસ એન્વાર્યમેન્ટ પ્રોડક્ટ (જીઈપી) વિશે તો કોઈ ચર્ચા જ કરતું નથી, તેમ પદ્મભૂષણ વિજેતા ઉત્તરાખંડના સામાજિક કાર્યકર્તા અને પર્યાવરણવાદી ડો.અનિલ જોષીનું કહેવું છે. એમ.એસ.યુનિ.યુનિયન દ્વારા ‘એક્તા ફોર એન્વાર્યમેન્ટ’ વિશે વેબિનારનું આયોજન કરાયું હતું જેમાં ડો.જોષીએ કહ્યું કે પર્યાવરણના ભોગે જીડીપી વધારી રહ્યા છે પણ જીઈપી અંતર્ગત સરકારે શું કર્યું? અત્યારસુધીમાં હવા કેટલી શુધ્ધ કરી? વરસાદનું પાણી કેટલું બચાવ્યું, કેટલી નદીઓને શુધ્ધ કરી, કેટલા જંગલો ઊભા કર્યા, માટીને કેટલી ઓર્ગેનિક બનાવી તેનો તો કોઈ…

Read More

પાણી પીવાથી શરીરમાં નમી બનેલી રહે છે અને ત્વચા હેલ્દી અને રિફ્રેસ જોવા મળે છે. ગરમીઓના વાતાવરણમાં આપણે બધા વધુ પાણી પીતા હોઈએ છે. એ ઉપરાંત ડાઈટમાં અલગ-અલગ પ્રકારની ડ્રિન્ક લઈએ છે જેમાં આપણું શરીર હાઈડ્રેટેડ રહે છે. પરંતુ શું તમે જાણો છો જરૂરતથી વધુ પાણી સ્વાસ્થ્ય માટે નુકશાન કારક છે. ઉનાળામાં વધુ તરસ લાગે છે. તરફ મિટાવવા આપણે પાણી અથવા ડ્રિંક્સ પીતા હોઈએ છે. કોઈ પણ વસ્તુને જરૂરતથી વધુ ખાવાનું પીવાનું શરીર માટે ખતરનાક સાબિત થઇ શકે છે. એ જ રીતે જરૂરતથી વધુ પાણી સ્વાસ્થ્ય માટે ઝેરની જેમ કામ કરે છે અને એને વોટર ઈન્ટોક્સિકેશન અથવા વોટર પોઇઝનિંગ કહે…

Read More