કવિ: Dharmistha Nayka

પોસ્ટ ઓફિસ Public Provident Fund Account પર આ સમયે 7.0% વ્યાજ મળી રહ્યું છે. એ હેઠળ એક નાણાકીય વર્ષમાં મિનિમમ 500 રૂપિયા ને મેક્સિમમ 1.5 લાખ રૂપિયા જમા કરી શકાય છે. આ સ્કીમ હેઠળ એક વ્યક્તિ માત્ર એક એકાઉન્ટ ખોલાવી શકે છે. સૌથી ખાસ વાત એ છે કે પબ્લિક પ્રોવિડંડ ફંડ સ્કીમને ટેક્સ ફ્રેન્ડલી બનાવવામાં આવ્યો છે. એમાં રોકાણ કરો છો તો સેક્શન 80સી હેઠળ ડિડક્શનનો લાભ મળશે. મેચ્યોરિટી પર ઇંટ્રેસ્ટ ઇનકમ પણ પુરી રીતે ટેક્સ ફ્રી હશે. એવામાં રોકાણકારોને વધુ એટ્રેક્ટિવ ઇન્વેસ્ટમનેટ ઓપશન દેખાય છે. એનો મેચ્યોરિટી પિરિયડ 15 વર્ષનો છે અને ત્યાર પછી 5 વર્ષના બ્લોકમાં એને વધારી…

Read More

અમદાવાદમાં ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે શહેરમાં વેક્સિનેશન ડોમ પણ તૂટી પડ્યા.જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મહાપાલિકા અને ખાનગી હોસ્પિટલે સાથે મળીને ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન સેન્ટર શરૂ કર્યુહતુ. ત્યાં આવેલા ડોમ પણ ગઈકાલે આવેલા ભારે પવનના કારણે વેરવિખેર થયા હતા. અમદાવાદમાં ગતરાતે ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે શહેરમા અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા છે.વૃક્ષો ધરાશાયી થવાના કારણે ક્યાંક રાહદારીઓએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો.શહેરના ઈસ્કોન બ્રીજ પાસે વૃક્ષ ધરાશાયી થયુ હતુ..શહેરમાં અન્ય સ્થળે પર વૃક્ષો ધરાશાયી થયા છે.જોકે વૃક્ષો પડવાને લઈને ફાયર વિભાગને એક પણ કોલ મળ્યો નથી.એટલુ જ નહી કોઈ જાનહાનિ કે નુકસાની થઈ હોય તેવો કોલ પણ ફાયર વિભાગને…

Read More

બ્રિટનમાં બાળકોને કોરોના વાયરસનાં સંક્રમણથી બચાવવા માટે શુક્રવારે મહત્વનો નિર્ણય લીધો છે, બ્રિટિશ સરકારે 12થી 15 વર્ષનાં બાળકોને ફાઇઝર (Pfizer)ની રસી લગાવવાની મંજુરી આપી દીધી છે. બ્રિટનની ડ્રગ રેગ્યુલેટરી ઓથીરિટીએ સમીક્ષા બાદ 12 થી 15 વર્ષની બાળકો માટે ફાઇઝર (Pfizer) – બાયોએનટેક (Pfizer Biontech) રસી ને મંજૂરી આપી છે. ફાઇઝર રસી 16 વર્ષ અથવા તેથી વધુ ઉંમરના લોકો માટે ઉપયોગ માટે પહેલેથી જ માન્ય છે.યુરોપિયન યુનિયન (EU) અને અમેરિકા (US) માં પણ આ રસીથી બાળકો પર કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી. આ રસીની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી છે, બ્રિટનની મેડિસીન્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સીનાં ચીફ એક્ઝિક્યુટિવ ડો. જૂન…

Read More

તમિલનાડુના ચેન્નઇમાં એક સિંહણનું મોત નીપજ્યું છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે તેનું મૃત્યુ કોરોના ચેપને કારણે થયું હતું. વંડલુર સ્થિત અરીગ્નર અન્ના પ્રાણીસંગ્રહાલય ઉદ્યાન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પ્રાણી સંગ્રહાલયના સફારી પાર્ક વિસ્તારમાં રાખવામાં આવેલા પાંચ સિંહોમાં ભૂખ અને હળવા ઉધરસના લક્ષણો જોવા મળ્યા હતા. ઝૂના પશુચિકિત્સકોએ તેની તપાસ કરી હતી. ઝૂ ઓથોરિટીની અપીલ ઉપર નિષ્ણાતોની ટીમ પણ ગોઠવવામાં આવી હતી. લોહીના નમૂનાઓ, અનુનાસિક સ્વેબ્સ અને 11 સિંહોના અન્ય સેમ્પલ, રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા રોગ, ભોપાલમાં મોકલવામાં આવ્યા હતા. આ 11 સેમ્પલમાંથી 9 નમૂનાઓ પોઝિટીવ આવ્યા છે. ત્યારે હવે 9 વર્ષિય નીલા નામની સિંહણનું મોત 3 જૂનના…

Read More

Lipoedema Symptoms એ થોડા રોગોમાંનું એક છે, જેની સારવારની અપેક્ષા હાલમાં ઓછી છે. આને કારણે, ચરબીના કોષો શરીરના જુદા જુદા ભાગોમાં બનવા લાગે છે, જેને ફક્ત લિપોસક્શનની મદદથી દૂર કરી શકાય છે. બિલિંગહામની રહેવાસી જો પિયર્સ છેલ્લા 11 વર્ષોથી આ લાંબી બીમારી સામે ઝઝૂમી રહી છે.જો પિયર્સના આ રોગની સારવાર ફક્ત લિપોસક્શન સર્જરીથી જ શક્ય છે, પરંતુ યુનાઇટેડ કિંગડમની રાષ્ટ્રીય આરોગ્ય સેવા એટલે કે એનએચએસએ ના પડી દીધી છે. તેઓ કહે છે કે લિપોસક્શન શસ્ત્રક્રિયા માટે ફક્ત ખૂબ જ ગંભીર કિસ્સાઓમાં મંજૂરી આપી શકાય છે. તે જ સમયે, જો પિયર્સ કહે છે કે છેલ્લા 11 વર્ષોમાં તેમની હાલત વધુ કથળી છે. પગની…

Read More

દુનિયામાં અજીબોગરીબ વસ્તુઓની કોઈ અછત નથી. ઘણી વખત આપણી આસપાસ જ એવી ઘટના થઈ જાય છે. જેની બાબતમાં જાણીને આપણે પોતે જ ચોંકી જતા હોઈએ છીએ. હકિકતમાં પૃથ્વીપર એક એવું જાનવર પણ છે જે હંમેશા પ્રેગનેંટ રહે છે. એવું સમજી લોકે તેણે જો એક બાળકને જન્મ આપ્યો છે. તો બની કે છે તેના પેટમાં બીજું બાળક આકાર લઈ રહ્યું છે. ડિલિવરી પહેલાં જ તેના શરીરમાં વધુ એક ભ્રૂણ તૈયાર થઈ જાય છે. જેનો જન્મ કેટલાક દિવસો પછી થઈ જાય છે. આ જાનવરનું નામ છે સ્વૈમ્પ વોલબી.કાંગારુ પ્રજાતિનું સ્વૈમ્પ વોલબી દેખાવમાં પણ કાંગારુ જેવું હોય છે. અને કહેવાય છે કે આ…

Read More

ઉત્તર તેલંગાણામાં આવેલા સિરિકિલા જીલ્લાના સોમઈપિતા ગામની છે. સાસુ થોડા દિવસ પહેલાં કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. તમનો ચેપ ઘરમાં બીજા કોઈને ના લાગે આથી તેમનું રહેવાનું અને ભોજન અલગ રાખ્યું હતું. ઘરનાં લોકોનું વર્તન બદલાઈ જતા અને સાસુ એકલા પડી જતા તેમણે પોતાની વહુને પણ ચેપ લગાડી દીધો.હેલ્થ અધિકારી સાથે વાતચીત દરમિયાન પુત્રવધૂએ કહ્યું, ઘરનાં લોકો સાસુથી સોશિયલ ડિસ્ટન્સ રાખતા હતા તે તેમને ગમતું નહોતું. તેઓ તેમના પૌત્રોને પણ રમાડી શકતા નહોતા અને અમારા કોઈ સાથે બેસીને ભોજન પણ કરી શકે તેમ નહોતા. તેઓ બોલ્યા કે તને પણ કોરોના વાઈરસનો ચેપ લાગવો જોઈએ એમ કહીને જબરદસ્તી મને ગળે વળગી પડ્યા.…

Read More

વૈશાખ મહિનાના વદ પક્ષની એકાદશીને અપરા કે અચલા એકાદશી કહેવામાં આવે છે. આ વખતે અપરા એકાદશી 5 અને 6 જૂનના રોજ રહેશે. પરંતુ વિદ્વાનો પ્રમાણે વ્રત અને પૂજા 6 જૂનના રોજ જ કરવી જોઈએ. મહાભારત, નારદ અને ભવિષ્યપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે અપરા એકાદશીનું વ્રત અને પૂજા કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ નષ્ટ થાય છે. સાથે જ, મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. આ વખતે વૈશાખ મહિનાના વદ પક્ષની અપરા એકાદશી તિથિ 5 જૂન, શનિવારે સૂર્યોદય પહેલા જ એટલે સવારે લગભગ 4 વાગે જ શરૂ થઈ જશે. પછી બીજા દિવસે એટલે 6 જૂન, રવિવારે સૂર્યોદય પછી લગભગ સાડા 6 વાગ્યા સુધી રહેશે.…

Read More

Researve Bank Of India એ કોરોનાવાયરસની બીજી લહેરથી અસરગ્રસ્ત કોન્ટેક્ટ-ઈન્સેન્ટિવ સેક્ટર્સ માટે મોટી જાહેરાત કરી છે. આરબીઆઈએ કોન્ટેક્ટ-ઈન્સેન્ટિવ સેક્ટર્સ માટે રૂ .15,000 કરોડની ઓન-ટેપ લિક્વિડિટી રજૂ કરી છે. આ રેસ્ટોરાં, બસ ઓપરેટર્સ, પર્યટન, બ્યુટી પાર્લર અને એવિએશન સેવાઓને વધારાની ધિરાણ સહાય પ્રદાન કરશે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, આરબીઆઈ નાણાકીય સ્થિરતાનું વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.આરબીઆઈ ગવર્નરે કહ્યું કે આરબીઆઈનું ધ્યાન લીકવીડિટીને સમાનરૂપે વિતરણ કરવાનું છે. અર્થવ્યવસ્થાને વિકાસના માર્ગ પર પાછી લાવવા માટે આપણે સક્રિય અભિગમ અપનાવવાની જરૂર છે. દાસે કહ્યું કે 36,545 crore કરોડની લીકવીડિટી ઉદ્યોગમાં દાખલ કરવામાં આવી છે. 40,000 કરોડની સિક્યોરિટીઝ ખરીદવા માટે સરકારી…

Read More

કોરોનાની બીજી લહેર ભારતમાં હજારો લોકોને ભરખી ગઈ છે અને દરેક રાજ્યોમાં કોરોનાથી થયેલા મોતની સંખ્યા વધારે છે. આ મહામારી વચ્ચે એક ઘટનામાં કોરોનાથી મોતને ભેટેલી મહિલાના અંતિમ સંસ્કાર કરી દીધા બાદ તે ઘરે પાછી ફરતા પરિવારજનો પણ હેરાન થઈ ગયા હતા. આ ઘટના આંધ્રપ્રદેશમાં બની છે. જ્યાં કોરોનાથી 75 વર્ષની મહિલાનું મોત થયું હતું અને આમ છતા પાછળથી ખબર પડી હતી કે તે હેમખેમ છે.ગિરજાઅમ્મા નામની મહિલા કોરોનાથી સંક્રમિત થયા બાદ 12 મેના રોજ તેને વિજયવાડાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેના પતિ 15 મેના રોજ તેને મળવા પહોંચ્યા ત્યારે મહિલા બેડ પર નહોતી. હોસ્પિટલના સ્ટાફે કહ્યું હતું…

Read More