કવિ: Dharmistha Nayka

પંજાબના લુધિયાણા ખાતેથી દુષ્કર્મની એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ પોલીસ અધિકારી પર નોકરી અપાવવાના બહાને લાંબા સમય સુધી તેનું શારીરિક શોષણ કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. ઓફિસર પર લાગેલા આ ગંભીર આરોપો બાદ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. પીડિતા નેશનલ વેટલિફ્ટિંગની ખેલાડી છે અને તેણે પોલીસ કમિશનર પાસે ન્યાયની માંગણી કરી છે. વરિષ્ઠ અધિકારીએ આ કેસની ગંભીરતાથી તપાસ કરવા કહ્યું હતું. મહિલા નેશનલ વેટલિફ્ટિંગ ખેલાડીએ પોલીસ ઓફિસર પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો તેને લઈ ભારે હડકંપ મચ્યો છે. પીડિતાના કહેવા પ્રમાણે પોલીસ ઓફિસરે તેને સ્પોર્ટ્સ ક્વોટામાં સરકારી નોકરીની લાલચ આપી હતી. તેઓ નોકરીના બહાને તેને…

Read More

આ દુનિયામાં કેટલા પ્રકારના અજીબોગરીબ લોકો મળી આવે છે. અમુકમાં ગજબના હુનર હોય છે, જ્યારે અમુક લોકોને કુદરતીરીતે બીજાથી અલગ પાડે છે. નાનાપણમાં તમે ચુંબકથી ખૂબ રમ્યા હશો, ચુંબક એક એવી ધાતુ છે, જેના પર લોખંડથી બનેલી કોઈ ફણ વસ્તુ ચોંટી જતી હોય છે. પણ શું તમે ક્યારેય એવા કોઈ વ્યક્તિને જોયો છે. જેના શરીરમાં ચુંબક ફીટ હોય. ત્યારે હાલમાં એક આવા શખ્સનો વીડિયો વાયરલ થયો છે. જેને જોઈને તમે નવાઈ પામશો.ઈરાનમાં આવો જ એક માણસ રહે છે. જેનુ શરીર પણ ચુંબકથી જરાયે ઉતરતુ નથી. હકીકતમાં તેના શરીરમાં કોઈ પણ વસ્તુ ચોંટી જાય છે. ઈરાનમાં રહેતા અબોલફજ્લ પોતાની જાતે કોઈ…

Read More

છેલ્લા કેટલાય સમયથી સરકાર દેશની અર્થવ્યવસ્થા ઉપર લાવવાની વાત કરી રહી છે પણ છેલ્લા બે વર્ષથી દેશની GDP પાતાળમાં પહોંચી ગયો છે. તેઓને GDPની ચિંતા છે પરંતુ ગ્રોસ એન્વાર્યમેન્ટ પ્રોડક્ટ (જીઈપી) વિશે તો કોઈ ચર્ચા જ કરતું નથી, તેમ પદ્મભૂષણ વિજેતા ઉત્તરાખંડના સામાજિક કાર્યકર્તા અને પર્યાવરણવાદી ડો.અનિલ જોષીનું કહેવું છે. એમ.એસ.યુનિ.યુનિયન દ્વારા ‘એક્તા ફોર એન્વાર્યમેન્ટ’ વિશે વેબિનારનું આયોજન કરાયું હતું જેમાં ડો.જોષીએ કહ્યું કે પર્યાવરણના ભોગે જીડીપી વધારી રહ્યા છે પણ જીઈપી અંતર્ગત સરકારે શું કર્યું? અત્યારસુધીમાં હવા કેટલી શુધ્ધ કરી? વરસાદનું પાણી કેટલું બચાવ્યું, કેટલી નદીઓને શુધ્ધ કરી, કેટલા જંગલો ઊભા કર્યા, માટીને કેટલી ઓર્ગેનિક બનાવી તેનો તો કોઈ…

Read More

પાણી પીવાથી શરીરમાં નમી બનેલી રહે છે અને ત્વચા હેલ્દી અને રિફ્રેસ જોવા મળે છે. ગરમીઓના વાતાવરણમાં આપણે બધા વધુ પાણી પીતા હોઈએ છે. એ ઉપરાંત ડાઈટમાં અલગ-અલગ પ્રકારની ડ્રિન્ક લઈએ છે જેમાં આપણું શરીર હાઈડ્રેટેડ રહે છે. પરંતુ શું તમે જાણો છો જરૂરતથી વધુ પાણી સ્વાસ્થ્ય માટે નુકશાન કારક છે. ઉનાળામાં વધુ તરસ લાગે છે. તરફ મિટાવવા આપણે પાણી અથવા ડ્રિંક્સ પીતા હોઈએ છે. કોઈ પણ વસ્તુને જરૂરતથી વધુ ખાવાનું પીવાનું શરીર માટે ખતરનાક સાબિત થઇ શકે છે. એ જ રીતે જરૂરતથી વધુ પાણી સ્વાસ્થ્ય માટે ઝેરની જેમ કામ કરે છે અને એને વોટર ઈન્ટોક્સિકેશન અથવા વોટર પોઇઝનિંગ કહે…

Read More

ગુજરાતનું જાણીતું જોવાલાયક સ્થળ મોઢેરા સૂર્યમંદિર હવે સૌર ઊર્જાથી ઝળહળી ઉઠશે. 69 કરોડના ખર્ચે તૈયાર થનારો સૌર ઊર્જા પ્રોજેક્ટ સૂર્યમંદિર તેમજ મોઢેરા ગામને સૌરઊર્જાને લાભ મળશે. આમાં દક્ષિણ કોરિયન ટેક્નોલીજી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.સૌરઊર્જાયુક્ત આ દેશનો પ્રથમ પ્રોજેક્ટ છે. મોઢેરાથી 10 કિલોમીટરના અંતરે આવેલા સુજાનપુરા ગામમાં પ્રોજેક્ટને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ તૈયાર થયા પીએમ મોદીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવે તેવી શક્યતા.

Read More

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંકે’ ઘોષણા કરી છે કે સરકારે શિક્ષક પાત્રતા પરીક્ષા યોગ્યતા સર્ટિફિકેટ (TET Certificate) ની માન્યતાનો સમયગાળો 7 વર્ષથી વધારીને આજીવન કરવાનો નિર્ણય લીધો છે. પોખરિયાલે કહ્યું કે શિક્ષણ ક્ષેત્રમાં કરિયર બનાવવા ઇચ્છુક ઉમેદવારો માટે રોજગારનો અવસર વધારવાના દિશામાં એક સકારાત્મક પગલું હશે. શિક્ષણ મંત્રાલયના નિવેદન અનુસાર, આ નિર્ણય 10 વર્ષ પહેલથી લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે 2011 બાદ જે પણ પ્રમાણ પત્રોની માન્યતા પૂરી થઇ ગઇ છે, તે પણ શિક્ષક ભરતી પરીક્ષાઓ માટે યોગ્ય હશે.શિક્ષણ મંત્રી (Education Minister Ramesh Pokhriyal Nishank)એ કહ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશ અને સંબંધિત રાજ્ય સરકારો તે ઉમેદવારોને નવા…

Read More

રાજ્યના કાયદાના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા મોકૂફ કરવા હાઈકોર્ટમાં પિટીશન કરાઈ હતી. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત કરાઈ હતી, જે મુજબ રાજ્યમાં હાલ કોરોનાકાળમાં પરીક્ષા લેવી યોગ્ય નહીં હોવાની રજૂઆત કરાઈ હતી.ગુજરાતમાં હજુ યુવાનોમાં રસીકરણ નથી થયાની તેમજ પરીક્ષાને લીધે વધુ વિદ્યાર્થીઓ ચેપગ્રસ્ત થવાની રજૂઆત કરાઈ હતી. આ મુદ્દે હાઈકોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા તેમજ ગુજરાત યુનિવર્સિટીને નોટિસ પાઠવી હતી. કેસની વધુ સુનાવણી સાતમી જૂને હાથ ધરાશે.

Read More

ઓટો રિક્ષાના સરખામણીએ એર કંડીશનર ટેક્સીમાં સહયાત્રિને કોરોના સંક્રમણની સંભાવના 300 ગણી વધી જાય છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી તરફથી કરવામાં આવેલા રિસર્ચમાં આ વાતનો ખુલાસો થયો છે. બે સંશોધનકર્તા દર્પણ દાસ અને ગુરૂમુર્તિ રામાચંદ્રને પરિવહનના ચાર માધ્યમ ટેક્સી, ઓટો રિક્ષા, બસ અને એર કંડીનશર ટેક્સીનું વિશ્લેષણ કર્યુ છે. રિસર્ચનો વિષય હતો ‘ભારતમાં કોવિડ-19 મહામારી દરમિયાન પરિવહનની અલગ અલગ ગાડીઓમાં જોખમનું વિશ્લેષણ.’આ સંશોધનમાં સામે આવ્યુ છે કે, એરકંડીનશર ટેક્સીમાં બેઠેલા કોરોના પોઝિટીવ મુસાફરથી બિમારીની ચપેટમાં આવવાનો 300 ગણો વધારે ખતરો રહે છે. સંશોધનકર્તાઓનું કહેવુ છે કે, પરિવહનના ચાર વિકલ્પોમાંથી ઓટો સૌથી વધારે સુરક્ષિત છે. તેમણે જણાવ્યુ હતું કે, કંડીનર વગરની ટેક્સીમાં…

Read More

ચીનમાંથી સામે આવેલા બર્ડફ્લૂના કેસે દુનિયા માટે ભયની કંપારી છોડી દીધી છે. કારણ કે ચીનથી જ વિશ્વભરમાં ફેલાયેલા કોરોના મહામારી વિશ્વ ભોગવી રહ્યું છે. ચીનના આ ઈતિહાસને જોતે સાવચેતી જરૂરી છે નહીતર તે કોરોનાની જેમ મોંઘી પડી શકે છે…ચીનના ઝી આંગસુ પ્રાંતમાં હ્યુમન બોડીમાં જોવા મળેલા બર્ડ ફ્લુના નવા સ્ટ્રેનના કારણે ફરી દુનિયાભરના સંશોધકો વૈજ્ઞાનિકોની નજર ચીન તરફ ગઈ છે. જોકે વૈજ્ઞાનિકો માટે બર્ડ ફ્લુ નવો નથી પરંતુ તે માનવ શરીરમાં પ્રવેશવો ચિંતાની બાબત છે. કારણ કે કથિત રીતે કોરોના પણ ચામાચડિયાથી જ હ્યુમન બોડીમાં પ્રવેશ્યો હતો.સામાન્ય રીતે બર્ડ ફ્લુ જંગલી પક્ષીઓ, મરઘીઓ સહિત પોલ્ટ્રી ફાર્મ સાથે સંકળાયેલા પક્ષીઓ માટે…

Read More

ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર વાહન પાર્કિંગ મુદે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસ પાર્કિંગના નામે વાહન જપ્ત કરી શકશે નહીં, સાબરમતી રિવરફ્રન્ટ પર ક્યાંય પણ નથી બનાવવામાં આવ્યા નો પાર્કિંગ ઝોન, તે મુદ્દે મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ પર નો પાર્કિંગ ઝોન નથી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન હાઇકોર્ટેમાં કર્યો સ્વીકાર. રિવરફ્રન્ટ પર નો પાર્કિંગ ઝોન નથી… રિવરફ્રન્ટ પર પોલીસનો પાર્કિંગના નામે વાહન જપ્ત કરી શકે નહીં અને દંડ પણ વસૂલી શકે નહિ…હાઇકોર્ટ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન હાઇકોર્ટેમાં સ્વીકાર કરતા જણાવ્યું કે રિવરફ્રન્ટ પર નો પાર્કિંગ ઝોન નથી. સાથે…

Read More