રાજ્યના કાયદાના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા મોકૂફ કરવા હાઈકોર્ટમાં પિટીશન કરાઈ હતી. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત કરાઈ હતી, જે મુજબ રાજ્યમાં હાલ કોરોનાકાળમાં પરીક્ષા લેવી યોગ્ય નહીં હોવાની રજૂઆત કરાઈ હતી.ગુજરાતમાં હજુ યુવાનોમાં રસીકરણ નથી થયાની તેમજ પરીક્ષાને લીધે વધુ વિદ્યાર્થીઓ ચેપગ્રસ્ત થવાની રજૂઆત કરાઈ હતી. આ મુદ્દે હાઈકોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા તેમજ ગુજરાત યુનિવર્સિટીને નોટિસ પાઠવી હતી. કેસની વધુ સુનાવણી સાતમી જૂને હાથ ધરાશે.
કવિ: Dharmistha Nayka
ઓટો રિક્ષાના સરખામણીએ એર કંડીશનર ટેક્સીમાં સહયાત્રિને કોરોના સંક્રમણની સંભાવના 300 ગણી વધી જાય છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી તરફથી કરવામાં આવેલા રિસર્ચમાં આ વાતનો ખુલાસો થયો છે. બે સંશોધનકર્તા દર્પણ દાસ અને ગુરૂમુર્તિ રામાચંદ્રને પરિવહનના ચાર માધ્યમ ટેક્સી, ઓટો રિક્ષા, બસ અને એર કંડીનશર ટેક્સીનું વિશ્લેષણ કર્યુ છે. રિસર્ચનો વિષય હતો ‘ભારતમાં કોવિડ-19 મહામારી દરમિયાન પરિવહનની અલગ અલગ ગાડીઓમાં જોખમનું વિશ્લેષણ.’આ સંશોધનમાં સામે આવ્યુ છે કે, એરકંડીનશર ટેક્સીમાં બેઠેલા કોરોના પોઝિટીવ મુસાફરથી બિમારીની ચપેટમાં આવવાનો 300 ગણો વધારે ખતરો રહે છે. સંશોધનકર્તાઓનું કહેવુ છે કે, પરિવહનના ચાર વિકલ્પોમાંથી ઓટો સૌથી વધારે સુરક્ષિત છે. તેમણે જણાવ્યુ હતું કે, કંડીનર વગરની ટેક્સીમાં…
ચીનમાંથી સામે આવેલા બર્ડફ્લૂના કેસે દુનિયા માટે ભયની કંપારી છોડી દીધી છે. કારણ કે ચીનથી જ વિશ્વભરમાં ફેલાયેલા કોરોના મહામારી વિશ્વ ભોગવી રહ્યું છે. ચીનના આ ઈતિહાસને જોતે સાવચેતી જરૂરી છે નહીતર તે કોરોનાની જેમ મોંઘી પડી શકે છે…ચીનના ઝી આંગસુ પ્રાંતમાં હ્યુમન બોડીમાં જોવા મળેલા બર્ડ ફ્લુના નવા સ્ટ્રેનના કારણે ફરી દુનિયાભરના સંશોધકો વૈજ્ઞાનિકોની નજર ચીન તરફ ગઈ છે. જોકે વૈજ્ઞાનિકો માટે બર્ડ ફ્લુ નવો નથી પરંતુ તે માનવ શરીરમાં પ્રવેશવો ચિંતાની બાબત છે. કારણ કે કથિત રીતે કોરોના પણ ચામાચડિયાથી જ હ્યુમન બોડીમાં પ્રવેશ્યો હતો.સામાન્ય રીતે બર્ડ ફ્લુ જંગલી પક્ષીઓ, મરઘીઓ સહિત પોલ્ટ્રી ફાર્મ સાથે સંકળાયેલા પક્ષીઓ માટે…
ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર વાહન પાર્કિંગ મુદે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસ પાર્કિંગના નામે વાહન જપ્ત કરી શકશે નહીં, સાબરમતી રિવરફ્રન્ટ પર ક્યાંય પણ નથી બનાવવામાં આવ્યા નો પાર્કિંગ ઝોન, તે મુદ્દે મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ પર નો પાર્કિંગ ઝોન નથી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન હાઇકોર્ટેમાં કર્યો સ્વીકાર. રિવરફ્રન્ટ પર નો પાર્કિંગ ઝોન નથી… રિવરફ્રન્ટ પર પોલીસનો પાર્કિંગના નામે વાહન જપ્ત કરી શકે નહીં અને દંડ પણ વસૂલી શકે નહિ…હાઇકોર્ટ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન હાઇકોર્ટેમાં સ્વીકાર કરતા જણાવ્યું કે રિવરફ્રન્ટ પર નો પાર્કિંગ ઝોન નથી. સાથે…
બૃહન્નમુમ્બઇ મહાનગર પાલિકા(બીએમસી) સાર્વજનિક સ્થળો પર થૂંકવા પર થનાર દંડની રકમ 200 રૂપિયા વધારીને 1200 રૂપિયા કરવાનો વિચાર કરી રહી છે.બીએમસીના એક વરિષ્ટ અધિકારીએ મંગલવરરે આ જાણકારી આપી હતી.બીએમસીના પ્રમુખ ઇકબાલ સિંહ ચહલએ હાલમાં આવા એક પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેના પ્રમાણે સાર્વજનિક સ્થળો પર થૂંકવા ઉપર લાગતા દંડની રકમ વધારી શકાય. બીએમસીના અધિકારીએ કહ્યું કે રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળ્યા પછીજ આ લાગુ થઇ શકશે.આ લાગુ કરવા માટે મુંબઈ સ્વચ્છતા અને સફાઈ ઉપનિયમ 2006માં પરિવર્તન કરવું પડશે. નોંધપાત્ર છે કે પાછલા 6 મહિના દરમ્યાન બીએમસીએ સાર્વજનિક સ્થાનો પર થૂંકવાવાળા લોકો પાસેથી દંડ પેટે 28.67 લાખ રૂપિયા એકત્ર કર્યા હતા.
પેન્શન મેળવનારાઓ માટે પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) નંબર વધારે ખાસ હોય છે. ત્યારે તમને જણાવી દઇએ કે, આ નંબર ભૂલી જવા પર અથવા તો ખોવાઇ જવા પર તમારું પેન્શન પણ અટકી શકે છે. એમ્પ્લોય પેન્શન સ્કીમ (EPS) અંતર્ગત આવતા પેન્શનધારકોને PPO નંબર જારી કરવામાં આવે છે, જેની મદદથી તેઓ રિટાયરમેન્ટ (નિવૃત્તિ) બાદ પેન્શન પ્રાપ્ત કરી શકે છે.કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પીપીઓ નંબર જારી કરે છે. તે 12 અંકોનો એક નંબર હોય છે. પીપીઓ નંબરની જરૂરિયાત પેન્શન મેળવનારાઓને દર વર્ષે હોય છે કે જ્યારે તેઓએ લાઇફ સર્ટિફિકેટ નંબર જમા કરવાનો હોય છે. PPO નંબર નહીં હોવાના કારણે પેન્શનધારકને અનેક પ્રકારની…
ઈરાનની નૌસેનાનું સૌથી મોટુ જહાજ આગ લાગવવાના કારણે બુધવારે ડૂબી ગયુ હતું. ઓમાનની ખાડીમાં થયેલી આ દુર્ઘટનાનું કારણ હજૂ સુધી સ્પષ્ટ થયુ નથી. ઈરાનની અર્ધ સરકારી સમાચાર એજન્સીએ આ પ્રકારની જાણકારી આપી છે. ખર્ગ નામનું આ જહાજને બચાવવાની કોશિશ કરવામાં આવી પણ અંતે તે ડૂબી ગયુ હતું.આ જહાજનું નામ ખર્ગ દ્વીપ પર રાખવામાં આવ્યુ હતું. જે ઈરાન પ્રમુખ તેલ ટર્મિનલ છે. મોડી રાતે 2.25 કલાકે આ જહાજમાં આગ લાગી હતી. ફાયરકર્મીઓને તેને ડૂબતુ બચાવવાની ખૂબ કોશિશ કરી હતી. પણ મહેનત પર પાણી ફરી વળ્યુ. આ જહાજ ઈરાનના જસ્ક બંદર પાસે ડૂબ્યુ હતું. જે તહેરાનથી 1270 કિમી દૂર છે. આ દુર્ઘટના…
આ દુનિયા અજીબોગરીબ શિલ્પસ્થાપત્યોથી ભરેલી છે. સમયાંતરે તેની પાછળના ખુલાસા થતા રહે છે. અનેક વાર તો એવી સચ્ચાઈ સામે આવે છે કે તેના પર વિશ્વાસ કરવો જ અઘરો થઇ જાય છે. ભારતમાં પણ એવા ઘણા મામલા સામે આવ્યા છે, આજે અમે તમને એક એવા સ્મરાકથી પરિચિત કરવા જય રહ્યા છીયે જેના વિષે જાણીને શક્ય છે કે તમે ચોંકી જશો. તમે જાણો જ છો કે પૌરાણિક સમયમાં દેશમાં કુવાઓ ખોદવામાં આવતા હતા જેથી પાણીની અછત ન થાય. પરંતુ, એક એવો પણ કૂવો છે કે જેની નીચે લગભગ 30 કિલોમીટર લાંબી સુરંગ પણ બનાવવામાં આવી છે. તો ચાલો જાણીયે તેના અંગેના રસપ્રદ…
રાજ્યમાં સસ્તા અનાજની દુકાને સરકારની અલગ અલગ યોજના અંતર્ગત ગરીબથી લઈને મધ્યમ વર્ગના લોકોને અનાજ નજીવા દરે પૂરું પાડવામાં આવે છે. જેમાં કોરોના મહામારીમાં સૌથી વધારે લોકોએ આ યોજનાનો લાભ લઈને અનાજ મેળવ્યું છે. જો કે ટ્રકમાં GPS (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) ન લગાડાતા ફૂડ એન્ડ સિવિલ સપ્લાય દ્વારા ટ્રાન્સપોર્ટર પાસે દંડ વસૂલાતા રેશનિંગની દુકાન સુધી અનાજનો જથ્થો નહીં પહોંચે. કારણ કે ટ્રાન્સપોર્ટર હડતાળ પર ઉતર્યા છે અને તેને યથાવત રાખી છે. જેથી ગરીબોને અનાજનો જથ્થો નહીં મળે. રાજ્યમાં અંદાજીત 72 લાખ કાર્ડ ધારકોને આ સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ પૂરું પાડવામાં આવે છે. પરંતુ આ સસ્તા અનાજની દુકાનનો અનાજ સપ્લાય કરતા…
આ પહેલા શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ ચાલી રહી છે. કોરોનાના કપરા કાળમાં મીની લોકડાઉન વચ્ચે ગેરકાયદેસર દારૂ વેચાણના કિસ્સા સામે આવ્યા હતા. ત્યારે હવે શહેરમાં દેશી દારૂની હેરાફેરી પકડાઈ છે. અમદાવાદના ગોમતીપુરમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા હતા. જેમાં છોટા હાથીમાં ગુપ્ત ખાનુ બનાવી દેશી દારૂની હેરેફેરી કરાતી હોવાનું સામે આવ્યું હતું. આ રેડમાં કુલ 485 લીટર જેટલો દેશી દારૂ મળી આવ્યો હતો. જે ચોર ખાનું બનાવીને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવાઈ રહ્યો હતો. અમદાવાદના ગોમતીપુરમાં જગન્નાથ મહાદેવની ચાલી પાસેથી દેશી દારૂ ભરેલો ટેમ્પો મળી આવ્યો હતો. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા માં…