વિટામિન ડી આપણા શરીર માટે કેટલું જરૂરી છે તે તો બધા જાણે જ છે. વિટામિન ડીની ઉણપથી શરીરમાં કેટલાય પ્રકારની અસર પડી શકે છે. આપણે મોટાભાગે એવી ભૂલ કરી દેતા હોઇએ છીએ જેનાથી શરીરમાં વિટામિન ડીની ઉણપ સર્જાવા લાગે છે, એટલા માટે વિટામિન ડીની ઉણપના કારણોને જાણવાની ઘણી જરૂર હોય છે જેથી તમે આજે અને અત્યારથી આ ભૂલ કરવાથી બચી શકો. જો તમને લાગે છે કે માત્ર તડકામાં ઊભા રહેવું અથવા વિટામિન ડી સપ્લીમેન્ટ લેવું જ પૂરતું છે તો તમે ખોટું વિચારી રહ્યા છો. તમારે તમારી ભૂલો પણ સુધારવી પડશે જે તમારા શરીરમાં વિટામિન ડીની ઊણપનું કારણ બની રહી છે.…
કવિ: Dharmistha Nayka
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાઉ તે વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો-સાગરખેડૂઓને થયેલા વ્યાપક નુક્સાનમાંથી બેઠા કરી પૂર્વવત કરવા રૂપિયા 105 કરોડનું ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કર્યુ છે. વાવાઝોડાની કુદરતી આફતથી માછીમારોને અને નાના-મોટા બંદરોને થયેલા નુક્સાન સામે રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમવાર રૂ.105 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને-નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કોર કમિટીએ સર્વગ્રાહી રાહત સહાય પેકેજ મંજૂર કર્યું છે.સરકાર દ્વારા માછીમારો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવતા જાફરાબાદના માછીમારોમાં ખુશીનો માહોલ ઉભો થયો હતો. જાફરાબાદ ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુમ કનૈયાલાલ સોલંકીએ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે નુક્શાની કરોડોની છે પરંતુ સરકાર દ્વારા રાહત જાહેર કરતા સરકારનો આભાર…
હિંદુ માન્યતાઓ પ્રમાણે આ વર્ષે જૂન મહિનો ખૂબ જ ખાસ છે. પરિણીતાઓનો ખાસ તહેવાર વટ સાવિત્રી અને શનિ જયંતી પણ આ મહિને આવશે. આ પ્રકારે જૂનમાં અનેક તહેવાર અને વ્રત આવી રહ્યા છે. આ મહિને વિધિવત પૂજા-પાઠ અને અનુષ્ઠાન કરવાથી લગ્ન, દેવું અને પારિવારિક કષ્ટોનું નિવારણ થઈ શકે છે. વર્ષ 2021નું પહેલું સૂર્યગ્રહણ 10 જૂનના રોજ છે. જોકે, તે ભારતમાં જોવા મળશે નહીં. આ સિવાય વટ સાવિત્રી વ્રત છે. આ વ્રત દર વર્ષે જેઠ મહિનાની પૂનમના દિવસે રાખવામાં આવે છે. પરિણીતાઓ માટે આ દિવસ ખાસ માનવામાં આવે છે. 6 જૂન, અપરા એકાદશીઃ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ…
હની ટ્રેપ મામલે ઝડપાયેલ મહિલા ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીઆઇ ગીતા પઠાણે કરેલી જામીન અરજી સામે સરકારે એફિડેવીટ રજૂ કરી હતી. જેમાં ગીતા પઠાણ સામે પુરતા પુરાવા હોવાથી તેમને જામીન ન આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે સેશન્સ કોર્ટમાં બન્ને પક્ષની સુનાવણી પૂર્ણ થતા કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. ગીતા પઠાણ તરફે એડવોકેટ રફીક લોખંડવાલાએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે, ફરિયાદ ખોટી છે, તપાસમાં સહકાર આપ્યો છે, તેઓ એક પોલીસ અધિકારી છે તેથી નાસી કે ભાગી જાય તેમ નથી, પોલીસ તપાસમાં પણ સહકાર આપ્યો છે, કોર્ટ…
વિશ્વમાં એક એવું સ્થળ છે જ્યાં ઘડિયાળ ક્યારેય 12 ને વગાડતીજ નથી. આની પાછળનું કારણ જાણીને તમને પણ આશ્ચર્ય થશે.સ્વિટ્ઝર્લ લેન્ડનું સોલોથર્ન એ સ્વિટ્ઝર્લ લેન્ડનું એક શહેર છે આ શહેરમાં, આ ઘડિયાળ ટાઉન સ્ક્વેર પર સ્થાપિત થયેલ છે. તેની વિશેષ વાત એ છે કે આ ઘડિયાળમાં, 12 કલાકની જગ્યાએ માત્ર 11 અંકો છે. આ સિવાય અહીં બીજી ઘણી ઘડિયાળો છે, જેમાં 12 વાગતા નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ શહેરના લોકો 11 નંબરને ખૂબ જ પસંદ કરે છે. આનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે અહીં જે કંઈપણ છે, તેમની ડિઝાઇન 11 નંબરની આસપાસ ફરતી રહે છે. રસપ્રદ વાત એ…
સુરતના વરાછા વિસ્તારમાં રહેતી અને મહાનગરપાલિકામાં કોન્ટ્રાકટ હેઠળ કામ કરતી ૧૯ વર્ષીય યુવતીએ દોઢ વર્ષ જુના પ્રેમસંબંધનો અંત પ્રેમીના ઝઘડાળુ સ્વભાવને લીધે લાવ્યા બાદ પ્રેમીએ તેને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. પ્રેમીએ ગતસાંજે યુવતીના ઘરે જઈ ધમાલ મચાવતા વરાછા પોલીસે પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરાછા ખાડી મહોલ્લામાં રહેતી ૧૯ વર્ષીય સ્વીટી (નામ બદલ્યું છે) પુણાગામ ખાતે મહાનગરપાલિકામાં કોન્ટ્રાકટ હેઠળ નોકરી કરે છે. દોઢ વર્ષ અગાઉ તે નજીકમાં રહેતા રવિ ઉર્ફે ખમણ રાજુભાઇ પટેલ (રહે. ખાડી મહોલ્લો, વરાછા, સુરત ) ના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે…
બીજા વિશ્વયુદ્ધમાં ગુમ થયેલા યુએસના 400 સૈનિકોના અવશેષો ગુજરાત એફએસએલની ટીમ શોધખોળ કરશે. વિશ્વયુદ્ધ દરમિયાન ગુમ થયેલા સૈનિકોની ભારતના નોર્થ ઈસ્ટ વિસ્તારમાં તપાસ શરૂ થસે. 27મેના રોજ ગુજરાત એફએસએલ સાથે કરાર થયા હતા. જે અંતર્ગત સૈનિકોના અવશેષો શોધવાની કામગીરી હાથ ધરવામાં આવશે.ડીપીએએ અને એનએફએસયુ અને યુએસ સહિતના નિષ્ણાંતોની ટીમ સૈનિકોના અવશેષોની શોધખોળ કરશે.. બીજા વિશ્વ યુદ્ધ શરૂ થયું ત્યારે યુ.એસ. રાષ્ટ્રપતિએ ચેમ્બરલેનની તુષ્ટિકરણની નીતિને ટેકો આપ્યો હતો. અમેરિકાએ જાપાનનાં ચીન પરનાં આક્રમણનો વિરોધ કર્યો, પરંતુ તેને રોકવા માટે કંઇ કર્યું નહીં. મોટાભાગનાં અમેરિકનો યુદ્ધમાં બ્રિટન પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા. પરંતુ તેઓએ યુદ્ધમાં અમેરિકન પ્રવેશને નિર્દેશિત કરવાનો વિરોધ કર્યો હતો. ઇતિહાસનો…
CBSE બાદ CISCEએ પણ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરી દીધી છે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ પર ચાલી રહેલી અનિશ્ચિતતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 12 મી પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે કહ્યું કે CBSE હવે ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવા પગલાં લેશે. CBSE અને CISCE 12 માંના વિદ્યાર્થીઓના પરિણામ પારદર્શક વૈકલ્પિક સિસ્ટમ દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં જારી કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ તેમના આંતરિક મૂલ્યાંકનના પરિણામોથી સંતુષ્ટ ન હોય તેઓને CBSE દ્વારા સામાન્ય પરિસ્થિતિ બન્યા પછી પરીક્ષામાં હાજર રહેવાની તક આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, સીઆઈએસસીઇએ આઈએસસી (ધોરણ 12) ની પરીક્ષાઓની તૈયારી શરૂ કરી દીધી…
મનુષ્ય તો કોરોના વાયરસથી પરેશાન છે જ પરંતુ હવે મધમાખીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ છે. મધમાખીઓ માત્ર હેરાન જ નથી થઈ રહી, તે હત્યારી પણ બની રહી છે અને પોતાના પ્યુપાને જ મારીને ખાઈ રહી છે. આ વાયરસના કારણે મધમાખીમાં 3 સમસ્યા જોવા મળી રહી છે. પહેલું તેમની પાંખ નાશ પામે છે, બીજું તેમનું પેટ ફુલવા લાગે છે અને ત્રીજું તેમનું મગજ સુસ્ત થઈ જાય છે. જે મધમાખીઓ આ વાયરસથી સંક્રમિત થઈ રહી છે તે પોતાના પ્યુપા એટલે કે બાળકોને જ ખાઈ જાય છે. આ એક પ્રકારનું નરભક્ષણ કહી શકાય. તાજેતરના એક અભ્યાસમાં આ અંગેનો ખુલાસો થયો હતો.આ વાયરસને ડિફોર્મ્ડ વિંગ…
ઓક્સિજન વગર જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. દરેક જીવને ઓક્સિજન જોઈએ. અલબત્ત આ માન્યતા અત્યાર સુધી ચલણમાં હતી, પણ તાજેતરમાં થયેલા ચોંકાવનારા રિસર્ચમાં ઓક્સિજન વગર પણ જીવી શકનાર જીવ અંગે વિગતો મળી છે. સેલમન માછલીની અંદર મળી આવેલા પરોપજીવી હેનેગુયા સાલમિનીકોલાની શોધે સદીઓથી ચાલી આવતી તમામ માન્યતા-ધારણાને ધ્રુજાવી નાખી છે. આ શોધના કારણે કદાચ આપણે બધા આ બહુકોષીય જીવની જેમ ઓક્સિજન વિના જીવી શકીએ તે અંગે વિજ્ઞાનિકો વિચારવા લાગ્યા છે.નેશનલ એકેડમી ઓફ સાયન્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ આ જીવ સમુદ્રના જીવ જેલીફિશ જેવું દેખાય છે. આ જીવને જીવવા માટે શ્વાસ લેવાની જરૂર જ નથી! આ અલગ પ્રકારના જીવનની શોધ બાદ…